અમદાવાદમાં મારે ઘણી મુશ્કેલીયોનો સામનો કરવો પડ્યો .પણ હારીને ઘર ભેગો નો થયો .
મારી પાસે થોડા પૈસા હતા ,મારા બાપાએ આપેલા એ અને અમદાવાદમાં જેવી તેવી નોકરી કરીને બચાવેલા એ .મને વિચાર આવ્યો કે હું દિલ્હી જાઉં પાંડવોનું હસ્તિનાપુર હાલ કેવું છે .એ જોઉં ગોકુલ મથુરા ની જાત્રા પણ કરું જમના મયા માં સ્નાન કરું .ફક્ત બડાઈ ખાતર કે હું વૃજ્ભુમીની યાત્રા કરી આવ્યો .એવો મારો અહં પોષવા જેમ લોકો અમરનાથની યાત્રા કરવા જાય છે .આપ જાણો છોકે અમર નાથ શું છે .છતાં થોડું કહું ,
એક મુસલમાન ભરવાડ ઘેટાં ચરાવતો હતો .એણે ગુફામાં એક બરફનો લંબગોળ ગોળો જોયો .એણે તે વખતના મહારાજને વાત કરી કે મેં એક ગુફામાં શિવલિંગ જેવી બરફની આકૃતિ જોઈ .મહારાજા અને તે વખતના પંડિતોએ “શિવલિંગ” તરીકે જાહેર કર્યું અને અમરનાથ નામ નામ આપ્યું અને એ ભરવાડને કીધું જા એ શિવલિંગ નો માલિક તું અને એનો વહીવટ તું કરજે તે વખતે મહારાજને આટલી કલ્પના પણ નહિ હોય કે અમરનાથનું મહત્વ બહુ વધી જશે ,આમ જોવા જઈએ તો ઇસ્લામમાં મૂર્તિ પૂજા કરવી ,મૂર્તિ બનાવીને વેંચવી એ પાપ છે .પણ મૂર્તિ તોડવી જનતાને મૂર્તિ પૂજાથી વિમુખ કરવી એ પુણ્ય છે .પણ “સ્વાર્થી દોષો ન પશ્યતિ “એ પ્રમાણે મુસલમાન અમરનાથનો વહીવટ કરતા થઇ ગયો ,
આ વાત મેં લખી છે .એ મેં સાંભળેલી છે .એટલે એમાં કદાચ થોડું સત્યથી વેગળું પણ હોય .આતો પાછી શિવની મૂર્તિ નહિ .પણ શિવજીનું લિંગ “લિંગાયત “સંપ્ર દાય “ના કહેવા પ્રમાણે તમામ મનુષ્યોની ઉત્પતિ શિવના લિંગ માંથી થએલી છે .
મેં અમદાવાદથી દિલ્હીની ટીકીટ લીધી અને હું ગાડીમાં બેઠો .પ્રાણ શંકરે મને સુખડી અને થેપલાનું ભાતું આપ્યું .આ મુસાફરી દરમ્યાન મને ખુદાબક્ષ મુસાફરોનો ભેટો થયો .એમના પાસેથી શીખવા મળ્યું અને નજરે પણ જોયું કે ટીટી ટીકીટ વગરના લુખાઓને ધમકી આપીને આગલે સ્ટેશને ઉતારી દેતો હતો જેની પાસે પૈસા હોય એને જંકશન થી ડબલ ચાર્જ કરી ટીકીટ આપતો હતો .જંકશન થી આગળ મુસાફરી કરી હોય એ લાભમાં કોઈ કોઈ ટીટી સ્ટેશન આવે ત્યાં ખુદા બક્ષોને ધક્કા મારીને ઉતારી દેતો હતો . અને સાલે તેરે બાપકી ગાડી હૈ એવી હળવી ગાળ પણ આપતો અને પોતે મનમાં રાજી થતો .અને ઘરે જઈને પોતાની બાયડીને આ પરાક્રમની વાત પણ કરતો .
હું દિલ્હી રેલ્વે સ્ટેશને ઉતર્યો .અને રખડવું શરુ કર્યું .મારી પાસે પૈસા હતા એ મારા ફાટેલ ધોતિયામાં છેડે સીવીને રાખેલા અને રાત પડે અમદાવાદની જેમ જ્યાં ત્યાં રાતવાસો કરી લેતો .કોઈ વખત પોલીસનો ઘૂસતો પણ ખાઈ લેવો પડતો .અને ચા પાણી ના પૈસા પણ આપવા પડતા વધારામાં ગાળો પણ ખાવી પડતી .હું દિલ્હી પાસે વહેતી જમનામાં સ્નાન કર્યું .કુતુબ મીનાર જેવી પ્રાચીન ઈમારતો જોઈ કુતુંબમીનારને સ્થાનિક લોકો “કુતુબશાહ કી લાટ”નાં નામે ઓળખે છે .ફરતા ફરતા ચાંદની ચોકમાં આવેલી ગુજરાતી ઓની દુકાનો જોઈ .એક ગુજરાતીએ મને કીધું કે મુંબઈ નો ગયો અને અહી કેમ આવ્યો .?ચાંદની ચોકમાં આવેલા શીશ ગંજ સાહેબ ગુરુદ્વારામાં જઈને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કરી કૃતાર્થ થયો હોઉં એવું મનને લાગ્યું .
શિશગંજ સાહેબ ગુરુદ્વારાનો થોડો ઈતિહાસ આપની જાંણ માટે કહું છું .જયારે ઓરંગ જેબની અન્ય ધર્મ વાળા લોકો ઉપર કનડગત વધી ગઈ ત્યારે લોકો ગુરુ નાનક દેવ ના નવમા વારસદાર ગુરુ તેગ બહાદુર પાસે ગયા .અને વિનતિ કરી કે આ ત્રાસમાંથી અમને બચાવો .ગુરુએ લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે તમે ઓરંગ જેબને કહો કે અમારા ગુરુ તેગ બહાદુર જો ઇસ્લામ ધર્મ નો સ્વીકાર કરે તો પછી અમે તેને અનુંસરસું .ગુરુની વાણી સાંભળી લોકો પોતાને ઘરે ગયા .ગુરુ આ બાબત શો રસ્તો લેવો એના વિચારમાં હતા .પિતાને વિચાર મગ્ન જોઈ નાનકડા બાળક ગોબિંદ રાયે પૂછ્યું પિતાજી ઉદાસ દેખાઓ છો તેનું શું કારણ છે ? ગુરુએ જવાબ આપ્યો કે ધર્મ બલિદાન માગે છે .ત્યારે સુપુત્ર દીકરા ગોબિંદ રાયે કહ્યું કે બલિદાન આપનાર આપથી બીજો વધારે કોણ છે .
ગુરુતેગ બહાદુરને ઓરંગ જેબે બોલાવી મગાવ્યા .અને ઇસ્લામ ધર્મ અપનાવવા વિષે સમજાવ્યા પણ ગુરુ પોતાના ધર્મ ઉપર અટલ હતા .એટલે માન્યા નહિ .એટલે ઓરંગ જેબે વિચાર કરવાની તક આપીને જેલમાં મુક્યા .(આજેઈલ ઇન્દિરા ગાંધીના સમય સુધી સરકારના કબ્જા માં હતી પણ પછી શીખોના આગ્રહને વશ થઇ ઇન્દિરા ગાંધી એ શીખોને આપી દીધી )
થોડા દિવસ પછી ઓરંગ જેબે ગુરુને જેલમાંથી કાઢીને પોતાની પાસે બોલાવ્યા અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા સમજાવ્યા .પણ ગુરુ મક્કમ હતા .એટલે ઓરંગ જેબ એકદમ ગુસ્સે થઇ ગયો .અને પોતાની તલવાર મગાવી અને ચાંદની ચોકમાં લોકોને ભેગા કરી લોકો વચ્ચે ઓરંગ જેબે પોતે જાતે ગુરુનું માથું ધડ થી જુદું કરી નાખ્યું .અને જે ઠેકાણે ગુરુનો શિરચ્છેદ કરેલો એ જગ્યાએ મસ્જીદ બનાવી અને અલ્લાહુ અકબર બાંગ પુકારાણી અને નમાજી નમાજ પઢવા લાગ્યા .અને શીખોએ ઓરંગ જેબ સામે જંગ શરુ કર્યો .મુગલ સલ્તનતના પાયા હચ મચવા લાગ્યા .પછી વખત જતાં બહાદુર શાહના સમયમાં એક બધેલ સિંહ નામનો શીખ એક સો માણસોની ટુકડી લઇ જે જગ્યાએ ગુરુ તેગ બહાદુર નો વધ થએલો અને મસ્જીદ બનાવેલી એ મસ્જીદમાં તોડ ફોડ કરી ગુરુદ્વારાના રૂપમાં ફેરવી નાખી અને જે સ્થળે “અલ્લાહુ અકબર “ની બાંગ પુકારતી હતી એ સ્થળે નગારા વાગવા લાગ્યા અને” વાહે ગુરુકા ખાલસા વાહે ગુરૂકી ફત્તેહ ” ના નારા ગુંજવા લાગ્યા .”અને એક માણસ બોલે” જોબોલે વો નિહાલ ” અને ટોળામાંથી અવાજ આવે “સત શ્રી અકાલ “
આ મેં જે વાત કરી એ મતલબના લખાણની આરસની તકતી શીશ ગંજ સાહેબના ગુરુદ્વારા આગળ લગાડેલી છે . જેના ઉપર કોઈએ ટોચા કરેલા છે .પણ વંચાય છે ખરું ,
રાજકોટમાં મેં એક હોલમાં મારા કુટુંબના સભ્યોના સ્મરણાર્થે દાન કરેલું છે એમાં એક સ્થળે ગુરુ તેગ બહાદુરના સ્મરણાર્થે લખાવ્યું છે .