Daily Archives: જુલાઇ 19, 2014

राहमे बैठाहु में कोई राह संग समजो मुझे आदमी बन जाऊँगा कुछ ठोकरें खानेके बाद

મારા અનુભવો લખવાનો  છું એ પહેલાં ફરીથી મને વાંચવી અને વંચાવવી ગમે એવી કોમેન્ટ લખું છું  ,સુપર્નખાએ ભલે મારી સાથે સ્વપ્નમાં  લગ્ન કર્યા પણ બહુ ચગી  .
પ્રવિણા અવિનાશ
आताजी आपको सादर प्रणाम   आप इस देशमे क्यासे क्या बन  गए
अमरिकासे छलांग लगाके लंका गए  .suparnkhajiko hamara  प्यार देना
વિનોદભાઈ પટેલ
પ્રેમથી બનાવેલી કઢી પીવાની ઈચ્છા ન હતી  ,પણ દીકરીનો પ્રેમ જોઈ  બે વાટકા કઢી પી ગયા  .આ વાત મને બહુ ગમી  .
આતાજી છેલ્લી જિંદગીમાં એકલા રહેતા હોવા છતાં  બધાનો આવો નિર્મળ પ્રેમ મળે એ આ દેશમાં એક ભાગ્યજ  કહેવાય  .
પ્રજ્ઞા બેન વ્યાસ

મોજ કરાવી  આમ લખીને  “મીર”ની એક આખી ગજલ લખી  .એની છેલ્લી કડી ભાવાર્થ સાથે લખું છું
“मीर”को दिन -ओ -मज़हबको अब पूछते क्या हो उन्नेतो
कश्का खींचा देरमें बैठा कबका तर्क इस्लाम किया
ભાવાર્થ ;-મીરને  ધર્મ હવે પૂછો છો શું ?
એતો ટીલાં ટપકાં કરીને મંદિરમાં બેસી ગયો  .અને ક્યારનોયે  ઇસ્લામ છોડી દીધો  .
અશોક મોઢવાડિયા
એણે એની મેરની ભાષામાં કોમેન્ટ આપી
આ તમારો મુછાળો હડમાન દાદો અહી ભેરવ જપના પાસે હતી એટલી બધી જડી બુટી વાળી ઝૂડીને લઈ ગયો  .હવે અમારે નસીબે સુર્પનખા જેવી નાક કટી આવે તો અમારે શું મંજીરાં  વગાડવાના ?
મારા વાલા આતા અહી અમે મેનત કરી હડમાન દાદાને મદદ કરી અને જડી બુટી મોકલી  .અને અમને તો તમે જાનમાં નો લઇ ગયા ?એમ અશોકે ધોખો કર્યો  .અને પછી લખ્યું  .પછી અમારા તમને પાપ લાગેજને ?અને પછી તમને તમારું સ્વપ્ન તોડવાવાળી
હડીમ્બા જેવી ટેક્ષી વાળીજ  ભટ  કાયને ?પણ જવા દ્યો ઈ વાત હવે મારેતો ઝટપટ લંકા  તરફ ભાગવું પડશે  .કદાચ લંકાના જંગલમાં જડી બુટીઓ મળી આવે  .બહુ મોજ કરાવી આતા
આતાનું સ્વપ્ન એટલે આતાનું સ્વપ્ન  વાતને  કયાની ક્યાં  પુગાડી  ઘણી ખમાં
કાળા બજારની  વસ્તુ વેચવામાં ઘણું જોખમ  પકડાય જવાય તો કદાચ જેલમાં પણ જવું પડે  .અને એ કાયમની કાળી ટીલી  .એટલે એ ધંધો મુક્યો  .અને નોકરીની શોધમાં અમદાવાદ જવા રવાના થયો  .મારા બાપાએ થોડા ખીસા ખર્ચીના પૈસા આપ્યા ;અને મારી માએ સફળતા મળે એવા આશિષ આપ્યા  અમદાવાદમાં  હું ફક્ત આશ્રમના ભૂત પૂર્વ વિદ્યાર્થીને ઓળખું  . આ ભાઈ બીલખા આશ્રમની શાખા એલીસબ્રિજમાં વલ્લભ ભાઈ પટેલ પુલ (બ્રીજ)પાસે છે  ,હું ત્યાં પહોંચ્યો અને આશ્રમ ચલાવતા હતા  તે તભા ભાઈને મળ્યો  તે અને તેની પત્નીએ મને પ્રેમથી આવકાર્યો ( એમનું ખરું નામ આપવાની ઈચ્છા નથી થતી )એમને ત્યાં હું ખાઉં  પીયુ અને શહેરમાં નોકરીની  તપાસ  કરું   ,
આશ્રમના અર્ધા ભાગમાં બોર્ડીંગ હતી અને તેમાં બ્રાહ્મણ  વિદ્યાર્થીઓ રહેતા ટભા ભાઇના લગ્ન બહુ મોટી ઉમરે થએલા  ઉમરની સરખામણીમાં એમના પત્ની ઘણી નાની ઉમરના હતા  .છોકરીના બાપ મારા બાપાની જેમ પોલીસ પટેલ હતા અને મારા બાપાના મિત્ર હતા  .તભા ભાઈ એની પત્ની ઉપર બહુ શંકાની દૃષ્ટિથી જુવે   હું મારી જો આપની આગળ સચ્ચાઈથી દિલ ખોલીને કરું તો એ ઉમરે હું કોઈ છોકરીને કુ દૃષ્ટિથી  જોતો નહી  એવી મને  ટેવ  નોતી।  આવી ટેવ બાબત હું મારી  માને યશ આપું છું , એક વખત તભા ભાઈની વહુએ મારી પાસે બંગડી   મગાવી   અને મને પૈસા આપવાની વાત કરી  મેં એને કીધું કે મારે પૈસા જોતા નથી  .મેં એને  એણે ધરી હતી એના કરતા બહુ સારી જાતની બંગડી લાવી આપેલી એ બહુ ખુશ થઇ  .અને હર્ખુડીએ  એના ધણીને  વાત કરીકે આ બંગડી ઓ  મને  હિંમત ભાઈએ લાવી આપી છે  . બસ પછી થઇ ચુક્યું  .એના ઉપરતો તભા ભાઈ ખીજાનાં  અને એના ઘરમાંથી ધમકી આપીને મને  કાઢી મુક્યો  . પછી હું દિવસના નોકરી માટે રખડતો અને રાત્રે કોઈની દુકાનના ઓટલા ઉપર સુઈ રહેતો કોઈ વખત પોલીસ મને ઉઠાડીને દુર મૂકી આવતા  હું પ્રભુનો ઉપકાર માનું છું કે પોલીસે મારા ઉપર ખોટો કેસ કરીને જેલમાં નો મુક્યો  .
આખરે મેં એક રીચી રોડ ઉપર  આવેલી ગુજરાત લોજ માં પીરસનીયા તરીકે નોકરી ગોતી કાઢી પણ મારા કરમમાં  સુવાનું તો ફૂટપાથ ઉપરજ હતું  .
એક વખત એક માસિક જમતા છોકરાએ મને કીધું કે મહારાજ તમે સાવ બુધ્ધુ છો  સાંભળીને મને ગસ્સો આવ્યો  અને મેં એ છોકરાને જોરથી થપ્પડ મારી ભો ચાટતો કરી નાખ્યો  એના કપડાં ડાળ શાક ઢોલા વાના લીધે બગડી ગયા  . હું રસોયા અને શેઠની  મારની બીકે લોજના ગંધારા  લૂગડાં પહેરેલાં તે સાથે  ભાગી ગયો  એ ફરુથી આજની ઘડી સુધી એ લોજમાં પગ મુક્યો નથી  .પછી હું બીજી કોઈ નોકરી ગોતવા માંડ્યો  .હું કાલુપુરના સ્વામીનારાયણ મંદિરે ગયો ત્યાના ચોકીદાર  સ્વર્ન્સિંગ  સાથે  ઓળખાણ થઇ સ્વર્ણ સિંગ  મને ખાવાનું લાવી આપતો  .એણે  મારી  સુવાની પણ વ્યવસ્થા  કરી આપી  .આમ રખડતાં ભટકતા મને આશ્રમનો મારી સાથે ભણતો  વિદ્યાર્થી પ્રાણશંકર મળ્યો  .તે ઢાળની પોળમાં કોકની રસોઈ કરતો  .આ સંસ્કૃત ભણતા વિદ્યાર્થીની દશા  .બે બીજા વિદ્યાર્થીઓની ભેગાભેગી વાત કરી દવું  મહાશંકર અને ફૂલશંકર બંને જુનાગઢ પોલીસમાં ભરતી થઇ ગએલા  .પ્રન્શાન્કારે એની શેઠાણીને મારા વિષે વાત કરી કે હિંમત લાલ મારો મિત્ર છે  .અને એને રહેવા જમવાની  તકલીફ છે  . તે થોડા દિવસ મારી સાથે રહે એવું તમે કરી આપો તો તમારો ઉપકાર હું કદી નહિ ભૂલું  શેઠાણીએ પ્રાણશંકર ને  કીધું કે એના માટે બંને સમય તું  ખાવાનું  લઇ જજે પણ કદાપી ઘર દેખાડતો નહિ   .