જેને ક્યે છે નિખાલસતા જેને ક્યે છે પ્રેમ ભાવ કુબોમાં હશે પણ પાકા મકાનોમાં અભાવ

પ્રિય મિત્રો (બેનો અને ભાઈઓ )આપ સહુને મારી “લંકાની  લાડી” વાળી વાત ગમી હોય એવું મને લાગ્યું  .  કેટલાક  શ્રી  પ્રવીન્કાંત  શાસ્ત્રી  જેવા  સ્નેહીઓનું  કહેવાનું  છેકે   મારે   મારા  જાત  અનુભવો  પણ   લખતા  રહેવા   .અને મને પણ એમ  લાગે  છેકે  હું  વધારે  ભૂલકણો  થઇ જતા  પહેલા    મારા  અનુભવો  લખતો  રહું  .પહેલા મને મારી જૂની  વાતો  યાદ  રહેતી  હવે એ  વાતો  , મિત્રોના  નામ  પણ ભૂલી જવાય  છે   .તરતના બનાવો તો ભૂલી જવાય  એતો 70 વરસની ઉમર વિતાવી ચુકેલા કે તેથી પણ નાની ઉમરના લોકો   ભૂલી જતા હશે  .પણ જૂની   યાદ  દાસ્ત  એમની   તાજી  હશે  પણ હું તો એ પણ હવે ભૂલવા માંડ્યો છું  .
મેં અંગ્રેજી  વિના  7 ધોરણ  ગુજરાતી  પુરા કર્યા   હું ભણવામાં  હોશિયાર  હોવા છતાં મારા બાપની   ગરીબીએ  મને આગળ  ભણતો  અટકાવી  દીધો  .જુનાગઢ   બોર્ડીંગ  રહીને આગળ  ભણવાની  તપાસ  કરી  તો માસિક  20 રૂપિયા  ભરવા  પડે   જે મારા માસિક  12 રૂપિયાના  પગારદારને   કેમ પોસાય  પછી મને  શ્રીમાંન્નાથુરામ   શર્માના  બીલખા આશ્રમમાં સંસ્કૃત   ભણવા મુક્યો   પણ મારા બાપે આશ્રમના   સત્તાવાળાઓને   કીધું  કે મારા દીકરાને  કમકાંડનું   યજ્માંન્વૃતીનું   નથી  ભણવું  પણ કાલિદાસના  કાવ્યો નાટકો જેવું  સંસ્કૃત સાહિત્ય   ભણવું છે  .
આશ્રમમાં  ભણાવનારા    બે  શિક્ષકો હતા  એક શાસ્ત્રી  તરીકે  ઓળખાતા  અને બીજા  પંડિતજી  તરીકે ઓળખાતા  શાસ્ત્ર્જીને  અમે  વિદ્યાર્થીઓ  નાના  ગુરુજી અને પંડિતજીને   મોટા  ગુરુજી તરીકે સંબોધતા
નાના ગુરુજી  દયારામ  મોઢા  સંધ્યા વંદના , દેવતાઓની    સ્તુતિઓ  અને  ભાગવત  વાંચી  શકે સત્ય  નારાયણની  કથા  કરી શકે એવું કમકાંડનું શીખવતા   જયારે મોટા ગુરુજી રઘુનંદન ઝા કાલિદાસના કાવ્યો  નાટકો  .અને સંસ્કૃત વ્યાકરણ  શીખવતા  રઘુનંદન  ઝા  વિહારના  મૈથીલ  બ્રાહ્મણ હતા   જે ની પાસે   ન્યાય  .વ્યાકરણની  ડીગ્રી  હતી  .
શરૂઆતમાં   મને શાસ્ત્રી  પાસે  ભણવા મુક્યો  .મેં તેમની  પાસે આશ્રમના કાયદા પ્રમાણે સંધ્યા  .દેવ સ્તુતિઓ  .ત્રણ  મહિનામાં   શીખી  લીધું   જે આશ્રમના લાડવા ખાઈને  પડ્યા  રહેતા હતા તેઓ  આગળ    વધ્તાજ નોતા    કેટલાક  પાંચ  વરસથી  રહેતા હતા  .
હું પંડિતજી પાસે ભણવા માંડ્યો  .પાણીની  મુનિના   વિશાલ સંસ્કૃત વ્યાકરણ  માં  પ્રવેશ  કરવા   લઘુ  સિધ્ધાંત      કોમુદી   ભણવાની  શરૂઆત  કરી  . એનો  પહેલો  શ્લોક
नत्वा  सरस्वती  देवी  शुद्धधाम   गुण्याम   करोमि  हम
पाणिनीय  प्रवेशाय   लघु  सिद्धांत कौमुदी
आने  पछि   अइउण्  ,रुल्रुक ,   ऍ  ओंग  ,हयवरतलान   ,यंगणनाम ज़भय  , खफछत्तव  चटतव्  कपय    ,श  ष  र   हल  .
आ  वांच्या पछि  मने
 પાણીની મુની  પ્રત્યે  બે  હદ  માન  ઉત્પન્ન થયું  ,પ્રખર  લેખક  ચંદ્રકાંત  બક્ષીના  કહેવા  પ્રમાણે વિશ્વની કોઈ  ભાષા   સંસ્કૃત જેટલી સચોટ   નથી   .પણ ઓલી કહેવત પ્રમાણે “ફાવ્યો   વખણાય  “એ મુજબ ઈંગ્લીશ  આગળ નીકળી  ગઈ   .
બીલખા આશ્રમ ની વાતો આગળ લખી છે  .એટલે એના પછીનો મારો અનુભવ લખું છું  .જયારે મારા તોફાનો હદ વટાવી ગયાં  .એટલે મને આશ્રમમાંથી કાઢી મુક્યો  .પછી મેં કાળા બજારમાં વસ્તુઓ વેંચવાનો ધંધો શરુ કર્યો  .ખાસતો હું  કાળા બજારમાં ખાંડ વેચતો મારા ગામ દેશીન્ગામાં મારી ખાંડના ઘરાક છએક જણા  ખાસ  હતા  .એમાં   દેશીગાના દરબારનો  સમાવેશ થતો હતો  .મારા બાપા માણાવદર પાસેના ગામ  ભાલેચડા  માં પોલિસ પટેલ હતા  .નજીકનું ગામ છત્રાસા  ગોંડલ રાજ્યનું હતું  અહી ખાંડ  ઘણી સસ્તી મળતી છત્રાસાના  પોલીસ પટેલ અને મારા બાપાને મિત્રતા હતી  .એટલે મારા બાપા ત્યાંથી ખાંડ લઇ આવે અને હું પછી દેશીન્ગા લઇ આવું  બહુ જોખમનો ધંધો હતો  .પણ  કમાણી ખુબ થતી  .એક વખત હું ખાંડ લેવા જવાની તાતી જરૂર પડી  . આ વખતે  ચોમાસું હતું   .ગામ નદીના મોટા પૂરથી ઘેરાએલું હતું  .રેલ્વે સ્ટેશને જઈ શકાય એમ નોતું  ફક્ત સમેગાના રસ્તે ગોઠણ સુધી  પાણી હતું  .સદભાગ્યે  વરસાદ વરસતો નોતો સાંજ પડી રહી હતી  .લોકો   ઉભા  ઉભા પાણી જોતા હતા  .સૌ સાથે હમીર જેતા કન્ડોરીયા પણ ઉભા હતા  .એ જમાનામાં  ગુજરાતીઓની જેમ નામની પાછળ ભાઈનો પ્રત્યય નોતો લાગતો ગામ સગપણના  નાતે  હમીરભાઈ ને હું ભાઈ કહેતો તેઓ મારાથી મોટી ઉમરના હતા  .પણ  તે વખતે  તુકારાત્મક શબ્દ વાપરી શકાતો તેઓ પાસે લાકડી હતી  .રાત પડી રહી હતી  .મારે કાળી મેઘલી રાતમાં 7 ગાઉનો પંથ  ચાલીને કાપવાનો હતો  .મેં હમીર ભાઈને કીધું  . હમીર ભાઈ મને તારી લાકડી દે  .એણે મને  લાકડી આપી  .અને હું ઉપાડ્યો  .ભૂખ લાગેતો ખાવા માટે મેં સુકું કોપરું અને ગોળ લીધેલો  .પછીતો રાત પડી ગઈ  ,તમરાં બોલવા માંડયાં  .સમેગા સુધી હું નો પહોંચ્યો  ,ત્યાં હું  રસ્તો ભૂલ્યો  .એ વખતે કયાંય ઇલેકટ્રીકની સુવિધા નહિ   .માણાવદરના  દરબારે માણાવદરમાં  
ઇલેકટ્રીકની સગવડ કરેલી  એટલે એ બત્તિઓને  જોતો જોતો હું ચાલવા માંડ્યો આડેધડ  . મારા માટે ઊંઘ  ,ભૂખ  ,અને થાક  આ ત્રણ શત્રુઓનો  સામનો કરવાનો હતો  .હું કોપરું  ગોળ ખાઈને બીડમાં મોટા મોટા ઘાસ વચ્ચે સુતો  .મેં બરાબરની ઊંઘ કરી  .અને ઉઠ્યો   મોસૂઝણું થઇ ગયું હતું  .થોડી વારમાં માણાવદર આવ્યું  .અને પછી ભાલેચડું આવ્યું  .સવાર પડી ગયું હતું  . ઘરના સૌ ને હું ચાલીને આવ્યો છું  .એ જાણી આશ્ચર્ય  થયું  .બાપા ખાંડ લેવા  છત્રાસા જવા રવાના થયા  .અને ખાંડ લઇ  આવ્યા  . એક મણ ખાંડ હતી  .પોટકું બાંધ્યું  .પોટકામાં ઉપરના ભાગે  થોડાં રીંગણ  ગોઠવ્યાં એટલા માટે કે  આ પોટકામાં ખાંડ છે  .એવો કોઈને  વહેમ  નો જાય  . અને પછી માણાવદર  રેલ્વે સ્ટેશનથી  ગાડી પકડી અને સરાડીયા સ્ટેશને ઊતર્યો હવે પુર ઉતરી ગયું હતું  .વરસાદ વરસતો નોતો પણ ગારો (કીચડ) ખુબ હતો  .હું ગારો  ખુન્દ્તો  ખૂંદ  તો  સાંજે ઘરે પહોંચ્યો  .ખાંડના ઘરાકો મારી વાટજ  જોતાં  હતાં   .એટલે ફટાફટ ખાંડ  વેંચાઈ ગઈ  .
એક ખામ્ભલામાં  કે એવા કોઈ ગામમાં એક વેપારી બહુ સાવધાનીથી  કેરોસીન વેંચતો હતો  .કેરોસીનના ડબાઓ દુર કોકના ખેતરમાં  છુપાવેલા હતા  મારે કાળા  બજારમાં વેંચવા માટે  કેરોસીનની જરૂર પડી    . મેં ડબો   ખરીદ્યો  અને ઉપાડીને રવાના થયો  .ડબો  જરાક  તૂટેલો હતો   .એટલે  બહુ ધીમી ગતિએ કેરોસીન ઢોળાતું હતું   .અને મારા પહેરેલા કપડા ઉપર પડતું હતું  .જો કોઈ મારી બાજુમાં  બીડી સળગાવે તો જો એનો તણખો મારા ઉપર પડે તો  હું અંતરિયાળ  સળગી મરું  . હું  ડબાને  ચોટાડવા માટે  મીણ લેવા  માણાવદર  ની  સીમમાં  વાદીના  કૂબામાં ગયો કેમકે  એ લોકો પોતાની મોરલીને  ચોટાડવા  મીણ રાખતા હોય છે  .મારે આ ડબો સાંધવા મીણ  જોઈએ છીએ એમ મેં ઘર ધણીને  વાત કરી  એટલામાં એક  પંદરેક વરસની  વાદીની  છોકરી નાના બાળકને  રમાડે એમ  મને  રમાડવા માંડી  .  વાદીએ  એક કપડાનો કકડો ડબામાં તૂટેલી જગ્યાએ મુક્યો   .અને પછી એના ઉપર મીણ ચોતાડ્યું   . અને કાણું બંધ  કરી દીધું  .મેં એને પૂછ્યું  કેટલા પૈસા આપું ? તે બોલ્યો  નાં બાપુ મારે એકેય કાવડિયું  નથી  .જોતું  ઘરોઘર  સાપ દેખાડીને  ભીખ  માગી ખાનારની  ઉદારતા જોઈ  મને એના ઉપર બહુ માં ઉપજ્યું   .
જેને ક્યે છે  નિખાલસતા  જેને ક્યે છે પ્રેમભાવ
કુબોમાં હશે પણ પાકા મકાનોમાં અભાવ  ,
जिसको कहते है  मुहब्बत  जिसको कहते है  खलुस
ज़ोपड़ोमे  है तो है  पुख्ता  मकानोमे नहीं  ,   

4 responses to “જેને ક્યે છે નિખાલસતા જેને ક્યે છે પ્રેમ ભાવ કુબોમાં હશે પણ પાકા મકાનોમાં અભાવ

 1. pragnaju જુલાઇ 17, 2014 પર 8:09 એ એમ (am)

  जिसको कहते है मुहब्बत जिसको कहते है खलुस
  ज़ोपड़ोमे है तो है पुख्ता मकानोमे नहीं ………………………..મકાનો
  होठों पे मुहब्बत के फ़साने नहीं आते
  साहिल पे समंदर के ख़ज़ाने नहीं आते।

  पलके भी चमक उठती हैं सोते में हमारी
  आंखों को अभी ख़्वाब छुपाने नहीं आते।

  दिल उजडी हुई इक सराय की तरह है
  अब लोग यहां रात बिताने नहीं आते।

  उड़ने दो परिंदों को अभी शोख़ हवा में
  फिर लौट के बचपन के ज़माने नहीं आते।

  इस शहर के बादल तेरी जुल्फ़ों की तरह है
  ये आग लगाते है बुझाने नहीं आते।

  क्या सोचकर आए हो मुहब्बत की गली में
  जब नाज़ हसीनों के उठाने नहीं आते।

  अहबाब भी ग़ैरों की अदा सीख गये है
  आते है मगर दिल को दुखाने नहीं आते।……………………………..કુબોમાં

 2. pravinshastri જુલાઇ 18, 2014 પર 4:30 એ એમ (am)

  બસ આતાજી આવી આવી વાતો યાદ કરી કરીને લખતા રહો. તમારી લખવાની શૈલી એટલી સરસ અને સરળ છે કે જ્યારે વાંચીયે ત્યારે એમ જ લાગે કે તમારી પાસે જ બેસીને તમારી વાત સાંભળીયે છીએ.

  • aataawaani જુલાઇ 18, 2014 પર 1:33 પી એમ(pm)

   પ્રિય પ્રવીણ કાન્ત ભાઈ
   તમને અને તમારા જેવાને મારા અનુભવોની વાતો લખવાનું મન થયું છે તમેજ મને કહેલું કે તમારા અનુભવો વિષે લખો અને મેં મારા અનુભવો વિષે લખવાનો મારો વિચાર અમલમાં મુક્યો છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: