Daily Archives: જૂન 29, 2014

ભીમ તરફથી નવ નારીયેલ નો કોયડો બ્લોગર મિત્રો માટે

પાંડવો જયારે વનવાસ ભોગવી રહ્યા હતા  .ત્યારે એક વખત બધાને ખુબ તરસ લાગી એટલે પાણીની તપાસ કરી  તો એક  સરોવર દેખાણું   સૌ પ્રથમ નકુલ પાણી લેવા  કોઈ વાસણ લીધા વિના ગયો  . જેવો   એ પાણી પીવા ગયો  .એટલે સરોવરના  માલિક યક્ષે પ્રશ્ન પૂછ્યો  અને  સાથે સાથે ધમકી પણ આપી કે  જો  મારા પ્રશ્ન નો ઉત્તર આપ્યા   વિના  પાણી પીશ  તો મરી જઈશ   નકુલે    યક્ષની  ધમકીની પરવા   ન  કરી અને પાણી પીવાનો  પ્રયાસ કર્યો  .એટલે તે  મરી ગયો  .એ રીતે બધાજ  ભાઈઓ  કળશિયો  લીધા વગર પાણી પીવા અને દ્રોપદી   માટે    પાણી લેવા  ગયા અને મરી ગયા   .   છેલ્લે  યુધિષ્ઠિરે  યક્ષના પ્રશ્નોના  સાચા  ઉત્તરો  આપ્યા   અને બધા ભાઈઓ જીવિત  થયા  પણ બધા પાણી પીધા વગર અને દ્રોપદી માટે  પાણી લીધા વગર  ધોએલ   મૂળા જેવા પાછા આવ્યા   . ઓલી   બિચારી  દ્રોપદી  પાણી વિના ટળવળતી  રહી  .
ઋષીઓ  દાઢી    મુછ   વાળા હોય છે  .પરાશર ઋષિને  દાઢી વગરનો   ચોપડા  વાળી  મહાભારત  મુવીમાં  બતાવ્યો છે  .
દોપદી અને પાંચ પાંડવો  અઘોર વનમાં  ભટકી રહ્યા  છે  .એક વખત  ભીમ   નાળીયેરી નાં  વનમાં  આવ્યો  .અહીંથી એણે  નવ  નારીયેલ  લીધા  બધા નારીયેલ માં   ફક્ત એક નારીયેલ  બધા નારીયેલ કરતા વજનમાં  વધુ હતું   બાકીના  8 નારીયેલ   સરખા  વજનના  હતા  . નાલીયેરીનું વન  હેડીમ્બાના માસીના દીકરાનું હતું  એટલે  એણે  બધા નાળીયેરના ફક્ત બે વખત વજન કરીને   કયું  નારીયેલ  વધુ વજનનું  છે  .એ ગોતી કાઢ્યું   . હવે  આપ  સૌ  કયું નારીયેલ વધુ વજનનું  છે  .એ ફક્ત બે વખત વજન કરીને  શોધી કાઢો  . ન  ગોતી શકો તો  મને (આતા ) પૂછો  હું   આપને  વધુ વજનનું  નારીયેલ  શોધી આપીશ  .   આ કોયડો મને  સુરેશ જાનીની  શબ્દ રમત ઉપરથી  સુજ્યો   .Image

Image

ફોટામાં  મારી જમણી બાજુ છે  તે મારી 12 વરસથી મિત્ર છે  .મારી વાઈફ    પણ  એને ઓળખાતી  મારી વાઈફ સ્વર્ગે ગયા પછી  તે મારી વધુ કાળજી રાખવા લાગેલી  .મારા કહેવાથી  એ  હું જે  સેન્ટરમાં જાઉં છું તે સેન્ટરમાં આવવા લાગી  .બીજી  સ્ત્રી  છે તે નવી ઓળખીતી થઇ છે  પ્રથમ ના   ફોટામાં  તે    મને ઘસાઈને ઉભી છે પણ પછી એને  લાગ્યું  કે હું હિંમત ને  અડકીને  ઉભી છું  એ મારી ખાસ દોસ્તને નહી  ગમે એટલે  તે દુર  ખસી  ગઈ  
હું આપને ખરું કહું તો  કોઈ  મારી  ગર્લ ફ્રેન્ડ નથી  ફક્ત મારી મિત્ર છે  .  में    निराला  हुँ    .
हसीनोसे  साहब  सलामत  दुरकी अच्छी
न उनसे  दोस्ती अच्छी   न  उनसे  दुश्मनी  अच्छी  .