Daily Archives: જૂન 4, 2014

देशाटनम पंडित मित्रताच वारांगना राज्यसभा प्रवेश

देशाटनम पंडित मित्रताच  वारांगना राजयसभा प्रवेश
अनेक शास्त्राणि विलोकनंच चातुर्य मुलानि भवन्ति पञ्च
  મતલબ કે દેશ વિદેશમાં પ્રવાસ કરવો   ,વિદ્વાન માણસની  મિત્રતા  ,નાચનારી અથવા વૈશ્યા રાજસભામાં જવું અનેક શાસ્ત્રોનો અર્થ જાણવો  ,આ પાંચ  વસ્તુ તમારામાં ચતુરાય , બાહોશી ,કુશળતા   લાવતી હોય છે  ,એવું પણ જાણવા મળે છે કે  સંત મહાત્માઓએ  વૈશ્યા ને ગુરુ કરેલી છે  .
તો હું આજે આપને  મારો ગુરુ કરવા જેવી વૈશ્યા  નો અનુભવ કહીશ  .
મેં આપને જણાવ્યું( બ્લોગ દ્વારા )હશે કે હું અનેક પ્રકારના  મિત્રો ધરાવું છું  ,પણ એનામાં રહેલા અવગુણો  મારામાં પ્રવેશવા નથી દેતો  . મારો એક અમેરિકન મિત્ર સાઠેક વરસની ઉમરનો હશે  .તે  સુરા(શરાબ ) સુંદરી  ,સિગારેટ નો વ્યસની છે   .દારુ ઘરે લાવીને પીએ તો સસ્તો પડે  ,પણ તે બાર માં જઈને પીએ  કેમકે પીઠામાં એને  નાજુક નમણી છલકતા જામ લઈને આવે  કોઈ વખત  મીઠું ચુંબન આપે  , આવી બધી મજા એને ઘરે દારુ પીએ એમાં નો આવે  કમાય છે એ બધું  આવા ધંધામાં વાપરી નાખે છે  . મારા માટે અને સૌ  નાં માટે  ઘણું કરી છૂટે એવો માણસ છે  .નીતિવાન  , ઈમાનદાર  માણસ છે  .
એક વખત  મને એને વાત કરી કે  હું  વૈશ્યાne મળવા મેક્ષિકો જવાનો છું  .મારી સાથે તું આવીશને ? મેં રાજી થઈને  હા પાડી  એટલે એ બહુ ખુશ થયો  ,અમો મેક્ષિકો  ગયા  .એક ટેક્ષી કરી  અહી ટેક્ષી  વાળા અને એવા પ્રકારના  માણસો પાસે  વૈશ્યોના નંબરો હોય છે  .આ લોકો   વૈશ્યા માટે દલાલી કરતા હોય છે  . ગુજરાતીમાં અને  એવી બીજી ઘણી ભાષામાં વૈશ્યાઓના  દલાલોને ભળવા  કહે છે  .
ટેક્ષી વાળાએ  કેટલીક વૈશ્યોને દેખાડી  એમાંથી મારા મિત્રે  એક પસંદ કરી  ,વૈશ્યનું નામ જુન  હતું  મારા  મય ગુસાર  (શરાબી મિત્ર )નું નામ  જુલીઓ  (હુલીયો )હતું  .જૂનનો સામાન હતો એ  બીજે ઠેકાણે મુકવા જવાનો હતો  .એટલે એ સામાનને  ટેક્ષી  ની આગળની સીટ ઉપર રાખવો પડેલો  એટલે મારે પાછળની સીટમાં હુલીયો અને જુન ની સાથે બેસવું પડેલું  . જુન બહુ સંકોચાઇને બેઠીહતી  ભૂલથી પણ મને  અડી નો જવાય એની ખાસ કાળજી રાખતી હતી  . હુલીયો બધાને રેસ્ટોરામાં  લઇ ગયો અને જુનને અને ડ્રાઇવરને મન ભાવતું ભોજન મગાવ્યું  .મેં ફક્ત પાણી પીધું  .અહી  મેં  જુનને  હુલીયાના આગ્રહથી  જાદુ દેખાડ્યું   ,એક નાનકડા  સિગારેટના ખોખા જેવડા લાકડાના  ચોરસા
ઉપર એક બાજુ  છાપ  હોય છે પણ હું આ છાપ હું જોનારની નજરને  ભુલાવા માં નાખી  .બંને બાજુ  દેખાડી શકું છું  . મેં આ ચોરસને  જુનની હથેળીમાં મુક્યો અને  બીજા હાથની હથેળી તેના ઉપર ઢંકાવી પછી હું  મંત્ર બોલ્યો  .(ખોટે ખોટોજ  તો ) અને પછી જુનને એની હથેળી ઉંચી કરવાનું કીધું  . અને ચિત્ર  ગાયબ   જુન વાવ એવો શબ્દ બોલી  .જુનને લઈને હુલીયો એક હોટેલની રૂમમાં ગયો અને  એક કલાક પછી જુનને અને પોતાને  લઇ જવા માટે  ટેક્ષી વાલા ને કીધું  .  મને ટેક્ષી વાળાએ કીધું કે ચાલો હું તમને ક્યાંક ફરવા લઇ જાઉં  .એમ કહી એ મને એક સ્થળે લઇ ગયો  .મારી વર્તણુક  જોઈ મને  બ્લોગર પ્રવીણ કાન્ત શાસ્ત્રી કહે છે તેમ  સ્વર્ગનો ફિરસ્તો અને  ઓલિયો  સંત કીધો  . મને કીધું કે કોઈ દિવસ પરનારી સાથે વ્યભિચારના  લફરામાં પડવું ન જોઈએ તેમાય વૈશ્યાના લફરામાં તો હરગીજ નહિ  .બીજી ઘણી ડાહી ડાહી વાતો કરી  .એટલામાં જૂનનો ફોન આવ્યો કે હવે અમને તું લઇ જા  .ટેક્ષી વાળો એને અને હુલીયાને  લઇ આવ્યો આ વખતે હું આગળની સીટમાં બેઠો  .હવે  જુન ને હુલીયાની ગરજ નોતી એટલે એણે  મને મારી કમરમાં હાથ નાખ્યો અને મારો હાથ પકડ્યો મારા હાથને ચુંબન કર્યું  . અને સ્પેનીશ ભાષામાં બોલી કે તમો મને કોઈ વખત જરૂર મળજો  .મને પૈસા આપવાની જરૂર નથી  .પણ હું તમારો મહામુલા મહેમાન જેવો સત્કાર કરીશ  . હું તમને એક સજ્જન માણસને વિનતિ  કરું છું કે  હુલીયાની સોબત થી તમો વૈશ્યા ગામી નો થઇ જતા  .જોકે તમને કદી  કુસંગની અસર થાય એમ નથી  .છતાં  તમારા ઉપર મને પ્રેમ આવે છે એટલે સલાહ આપું છું  . ટેક્ષી વાળો મને  ભાષાંતર કરી આપતો હતો  . હું કાદવમાં કમલ માફક રહું છું  . એ મારી રીત જુનને બહુ પસંદ પડી  .