Daily Archives: મે 20, 2014

खलवतमे मिल माशुकने ऐसा जादू किया ,

ImageImage

 

મારી પત્નીનો સ્વર્ગવાસ થયા પછી  હું ઘણા મહિના  સુધી બહુ ઉદાસ રહેતો હતો   .મારી પત્ની વિનાનું ઘર મને  શૂન્ય લાગતું હતું .મારી ઉદાસીનતા દુર કરવા  મને ક્રુઝ દ્વારા  સમુદ્ર યાત્રાએ જવાનો વિચાર આવ્યો  .માર સાથે મારા પોત્ર ડેવિડને પણ લીધો . અમો tampa ફ્લોરીડા  થી ક્રુઝમાં  બેઠા  .ક્રુઝ બહુ વિશાળ હતી  .અંદર સ્વીમીંગ પુલ   ,બાસ્કેટ બોલ જેવી રમત ગમતની  ઘણી જગ્યા  તમારી  તેહનાતમા માણસો ખડે પગે હાજર હોય  .ક્રુઝમાં ઘરેણા અને  બીજા સોંદર્ય સાધનોની દુકાનો પણ ખરી   .કુશળ કેમેરા મેન તમારા સુંદર ફોટા પાડે  ,અને તમારે ખરીદવા હોય તો ખાસ્સા પૈસા આપવા પડે  ,કોઈ વસ્તુ રોકડા પૈસા થી ન ખરીદી શકાય  તમે ક્રુઝ ની ઓફિસમાં  પૈસા જમા કરવો  એટલે તમને કાર્ડ આપે  . આ કાર્ડ આપણી રૂમની ચાવીનું પણ કામ કરે   .ક્રુઝમાં ઘરેણાં  વેંચવા નું કામ  પુનામાં જન્મેલો ગુજરાતી  કલ્પેશ નામનો યુવાન કામ કરતો હતો .
ખાવાનું પુષ્કળ હોય  .રાત્રે  વાળું કરવાનું  ટેબલ નક્કી કરેલું હોય છે  .  હું  જે ગોળ ટેબલ ઉપર જમવા બેસતો  એમાં  હું ડેવિડ અને બીજા આઠ જણાં હતા  જેમા મારી સાથે  જે ફોટામાં છે  .એ છોકરીયું પણ હતી  .ક્રુઝ તરફથી  ફોટો ગ્રાફર  ફોટા પાડતા રહેતાજ હોય છે .એક  રાતે  અમારા જમવાના ટેબલ ફોટો ગ્રાફર આવ્યો  .અને મારો અને ડેવિડ નો સાથે ફોટો પાડ્યો .મારી સાથેની બે છોકરીયું ના ઉપર મને મારી   ગ્રાન્ડ ડોટર  જેવો  ભાવ  આવેલો અને હાલ પણ છે  .પણ તેઓ મને એક ઉત્તમ મિત્ર તરીકે ગણે છે  . બોય ફ્રેન્ડ તરીકે હરગીજ નહિ  .
મારો અને ડેવિડ   નો સાથે  ફોટો પાડ્યો  . ત્યારે મેં જરા  ટીખળ  કર્યું  . મેં ફોટો ગ્રાફરને કીધું કે  એલા કોક જવાન છોકરીને  મારા પાસે રાખીને  ફોટો   પાડ   ને ?  ફોટો ગ્રાફર હસ્તો હસતો જતો રહ્યો  .ફોટામાં જે મારી ડાબી બાજુ છે  .એ બોલી  કાલે કોઈ  ફોટો ગ્રાફર આવશે તો  હું તમારી સાથે ફોટો પડાવીશ  .
જમી પરવારી   સહુ  પોત પોતાની રૂમે ગયા  . છોકરી એ જ્યારે મારી સાથે  ફોટો પડાવવાનું કીધું  ત્યારે  હું તો એટલો બધો ખુશ થઇ ગયો કે  મારા ગામના  વીહલા   પારાધી ને  દરબાર  કયો અને ખુશ થાય  એટલો ખુશ થયો  . મેં ડેવિડ ને કીધું કે  ડેવિડ  કાલે  આપને  જમવા  જઈએ    ત્યારે  આપનો કેમેરો સાથે લઇ લેજે અને એને  મારી સાથે  ફોટો પડાવવાનું યાદ અપાવજે   ડેવિડ બોલ્યો  ,એમ  છોકરી ઓને  કર ગરાય    નહિ    .  એ બોલીને ફરશે નહિ  . તમારી સાથે જરૂર ફોટો પડાવ શે  . બીજે દિવસે  ફોટો ગ્રાફર આવ્યો  .મારી સામે કેમેરો ધર્યો કે  તુરત  છોકરી આવી  અને મારા પડખામાં ઘુસી ગઈ  .એજ ક્ષને મારી જમણી બાજુએ  છે તે પણ  મારી પાસે આવી અને  ફોટો પડી ગયો  . આ ફોટો મેં કમલેશ ને દેખાડ્યો  . કમલેશે બળાપો કાઢ્યો  . કે મારી સામે તો કોઈ છોકરી જોતી પણ નથી  .અને તમારા પડખામાં ઘુસી જાય છે  . સંભાળવા પ્રમાણે અને છાપામાં પણ  આવેલું છે કે બધી ક્રુઝ કમ્પ્નીયો માં થઈને દર વરસે  20 થી 25  જેટલી  છોકરી  યુ  ગુમ થાય છે  . ખાસ કરીને  એકલી મુસાફરી  કરતી હોય તે   . જ્યાં ટાપુ આવે ત્યાં  ક્રુઝ ઉભી રહે  અને પેસેન્જરો  ક્રુઝ માંથી  ઉતરીને   ટાપુ માં ફરવા જાય  . ફોટામાં મારી પાસે ઉભેલી ઉંચી  છોકરી  એ ટાપુ ઉપરની છે  . ક્રુઝ લખ્યો નહિ l એટલે સ્વાગત  કરવા અને ફોટો પડાવવા આવે  . ઉંચી છોકરી   ચા ચા નામનો ડાંસ કરનારી ડાન્સર છે , આ મારી ક્રુઝ મુસાફરીને 6 વરસ જેટલો સમય થઇ ગયો  . જમણી  છોકરી  ક્યારેક ક્યારેક મને ઈ મેલ મોકલતી રહે છે  , હું પણ એને  ટૂંકા ઈ મેલ લખતો રહું છું  .  ઘણા વખત થી મારો સંપર્ક  નો થયો  મેં ઈ મેલ લખ્યો નહિ એટલે   એ  છોકરી એ મારા અમેરિકન મિત્ર ને પછ્યું કે  આતાઈ નાં ઘણા વખત થી  કશા સમાચાર નથી  . તે મઝામાં  તો  છેને ?( આ મારા અમેરિકન મિત્ર ને  સુરેશ જાની મળેલા  છે  .) મિત્ર  જવાબ આપ્યો કે   આ તાઈ    ગાર્ડન માં  કામ કરે છે  .અને  જાત જાતના  ખજૂરના  ઠળિયા  જેવા બી ની માળાઓ બનાવે છે  . તો એ બોલી એને કહો એક માળા  મને મોકલે  હું એ  ને મારા કીમતી  દાગીનાની  પેટીમાં રાખીશ અને જયારે હું  એના જેવડી  ઉમરની થઈશ  અને મને આળસ આવશે ત્યારે હું  એ માલા  જોઈ અને હું પ્રેરણા  લઈશ   ,
 સુફી લોકો  ખુદા  ને કેટલીક વખત માશુક   કહેતા હોય છે એમ હું આ મારી  વહાલી    ગ્રાન્ડ ડોટર  જેવી ને માશુક કહી  દઉં છું  , खल्वत में मिल  माशूक ने ऐसा  जादू किया   , दिल चश्प  हुस्न वालीने खुदा भुला दिया  .   खल्वत = एकांत ઉફી શેર લખું છું
 વિષય વાસના રહિત  કોઈ પણ જાતના સ્વાર્થ વગર  મારા ઉપર  લાગણી ધરાવે છે  . આવી સ્ત્રી શક્તિ મારી મિત્ર છે  .એ બાબત  હું ગર્વ અનુભવું છું ,  મેં  ક્રુઝ માં  ચાર વખત મુસાફરી કરી છે  , મને બહુ મઝા આવે છે  .
એક  સુફી  શેર  લખું છું  .
मुहब्बत पाक हे तो  क्यों  खुदकी पास हम जावे
ज़रूरत  है तो  लैला बनके खुद  यहाँ आवे  .