
હું પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતો ત્યારે મારા હાથ નીચે કામ કરવા માટે છોકરી મૂકી તે વિષે મેં મારા આગળના બ્લોગમાં લખ્યું છે . એના વિષે વધુ વાંચવા આપને આપું છું .
હું પ્રારંભમાં બહુ સખત મહેનતનું કામ પ્રેસમાં કરતો પણ હું મહેનત થી ગભરાયા વગર ટકી રહ્યો .કામ કરતી વખતે મને નો એક દોહો બહુ યાદ આવતો .
ભીહું નાં ભાગેલ ભામ્ભર જલ ભાવે નૈ
સુગાળો ન થા શરીર વેનુજ્લ વાહે ર્યા
પછી મારી નોકરી બદલાણી ખુબ આરામ ખુબ પગાર ખુબ વેકેશન અને ખુબ બુદ્ધીનો ઉપયોગ કરવાનું કામ મળ્યું .અને હોલી જેવી મહેનતુ છોકરી મને મદદ કરતા હોવાથી મને તો બાપુ જલસો થઇ ગયો . સમય મળ્યે હું કૈક લખતો વાંચતો . ફેંકવા જેવા કાગળો માંથી મારા પોતાના માટે નોટ બુક બનાવતો કવર બનાવતો ,એક વખત શેઠ આવા કામ કરતા જોઈ ગયા મને પૂછ્યું શું કરો છો મેં કીધું નકામા કાગળો જે પ્રિન્ટ માટે હોય પણ બહુ સારી જાતના કાગળો હોય .એનો હું મારા માટે ઉપયોગમાં લઉં છું . શેઠ બોલ્યા આવી નક્કામી વસ્તુને કામમાં લેવાની આવડત હોવાથી અહી ઇન્ડીયન લોકો લહેર થી રહે છે .
હોલીનું મારી ઘરવાળીએ હોલાડી કરી નાખેલું .મારી ઘરવાળી મારા ભાઈના સવાબે એકર ની પ્રોપર્ટી વાલા ઘરમાં એકલી રહે કેમકે હું મારો ભાઈ અને એની વહુ બધા કામ ઉપર હોઈએ એટલે તે બહુ મુન્જાતી કેમકે ભયંકર જંગલ વચ્ચે ઘર એક વખત મને કીધું મને પણ તમારી સાથે ક્યાંક કામે લગાડી દ્યો તો હું મુન્જાઉ નહિ .અને મને બે પૈસા પણ મળે . મેં મેનેજર ને વાત કરી કે મારી વાઈફ અહી કામ કરવા માગે છે .મેનેજર કહે એ શું કામ કરશે ?મેં બાઈન્ડીંગ મશીન બતાડીને કીધું કે એ આ જગ્યાએ કામ કરશે .હવે તું કહે ત્યારે એને ઈન્ટરવ્યું માટે લઇ આવું .મેનેજર ડેવિડ કહે તમે ઈન્ટરવ્યું લીધો છે એ મંજુર છે .કાલથી કામ ઉપર લેતા આવજો .
મારી ઘરવાળી તો બાપા કોકના લગનમાં જાવું હોય એવા ઠાઠ માઠ થી નવી સાડી પહેરીને આવી . શેઠે મને કીધું ,હમણાં એને કહો કે તે તમારો કામ ઉપર પહેરવાનો યુનિફોર્મ પહેરી લ્યે .આવતે અઠવાડિયે એના માટે એના માપનો યુનિફોર્મ આવી જશે . મારી ઘરવાળી કે જે કદી ઉઘાડે માથે પણ નો રહે . એ બોલી આવા ભાયડાના લૂગડાં હું નો પહેરું .મહામુશીબતે એને સમજાવી ત્યારે એ કબુલ થઇ .અને પેન્ટ શર્ટ પહેરિને કામ કરવા માંડી . એક વખત હું કૈક લખી રહ્યો હતો એટલે હોલાડીએ મને પૂછ્યું . શું લખો છો ? . મેં કીધું ગીત લખું છું . કોના માટે લખો છો ?મેકીધું મારી વાઈફ માટે તો હોલાડી કહે મારા માટે નો લખો ? મેં જવાબ આપ્યો . શા માટે નહિ .તું પણ મારી વાઈફ છે . કોઈ વખત મોકો મળશે ત્યારે તારું ગીત લખીશ .એ સંજોગો ઉપર આધાર છે .કેમકે
દુહો દલ માય ઉલટ વિણ આવે નઈ
ખાવું ખોળા માય ભૂખ વિણ ભાવે નઈ
એક વખત હોલાડી કામ ઉપર આવી ત્યારે જુના વખતમાં ઉપલેટા ,ખાખી જાળિયા ,વગેરે ગામોના ખેડૂતો પોતાના ચોર્ણા ની નાડી ને મોટા ફૂમ્કા રાખતા એવા ફૂમ્કા પોતાની કમર ઉપર લગાડી ને આવી અને વાંકી વળી વળી લોકો ને દેખાડે કે હું કેવી લાગું છું .બસ આ પ્રસંગ ઉપરથી મેં ગીત બનાવ્યું .
કાવ્ય માટે એનો બનાવનાર કેવું અલંકારી ભાવાત્મક ગીત બનાવ્યું છે .પછી એને કેવી ઢબ થી ગાવું એ નું પણ મહત્વ છે .પછી સુંદર અવાજ જેને પરમેશ્વરે ભેટ આપ્યો છે .એવી કોઈ આશા ભોસળે જેવી ગાનારી હોય અને એવા રાગને અનુરૂપ વાજિંત્રો વગાડનારા હોય તો પછી રંગ જામે આ ચાર વસ્તુ બહુ અગત્યની છે . આ મારું હોલાડી વાળું ગીત જે હું લખીશ એ ગવાતું હોય અને એના તાલમાં ઢોલી ઢોલ વગાડતો હોય લંઘો શરણાઈ વગાડતો હોય અને બખરલાના મેર દાંડિયા રાસ લેતા હોય તો બરાબર રંગ જામે .
દુહો ; હોલાડી તેંતો હદ કરી દુ:ખ વેઠયું અપાર કરી મજુરી કારમી હાંક્યો ઘર વહેવાર .
હોલાડીએ પૂંછડી ઉગાડી પૂંછડી ને વાતું આખા દેહમાં પુગાડી હોલાડીએ પૂંછડી …
ઘૂડ ના જેવિયું આંખ્યું હોલાડી ની સસલા જેવા કાન રીંછ નાં જેવા બાબરા એના ને વાંદરી જેવો વાન ,દિલ્લીની વાંદરી જેવો વાન
કેડ થી હેઠીયું ચડયું પેરે એમાં થીગડા નો નઈ પાર .હોલાડી નાં નખરા અપ્રમ પાર
આંખ ઉલાળી ને વાત કરે ઇના જટિયાં જાક્મ જોળ નાગણી ના જીમ હાલે હોલાડી ના પ્રેમીયુ હાલક લોળ અભાગિયા આશ્કું ડામાં ડોળ
માંસ મદિરા ન ખાય હોલાડી આચળ કુચળ ખાય ભાયડા ના જેવું કામ કરે પછી થાકી પાકી સુઈ જાય .રખડવા કોઈ ઠેકાણે ન જાય .”આતા ” ઇના હેતના ગાણાં ગાય . હેતના ગાણાં ગાય હોલાડી નો પ્રેમ કદી ના ભૂલાય
Like this:
Like Loading...
Related
આપની પાછળ સુંદર થોર અંગે સમય મળે લખશો.
અમને તેના ફૂલ બહુ ગમે અને કોકવાર તેના જીંડવા ખાતા !
સંતો કહે છે– ‘પતિ-પત્ની એકબીજાને પ્રેમ બતાવીને માન આપે છે ત્યારે, બાળકો આપોઆપ પ્રેમ બતાવતા શીખે છે.’ ત્યારે આપ જેવા દ્રુષ્ટાંત રુપ પ્રેરણાદાયક છો ..
પ્રિય પ્રજ્ઞા બેન
મારી પાછળ ફોટામાં થોર દેખાય છે . આ જાતના થોર હું રહું છું એ વિસ્તાર સિવાય વિશ્વ માં બીજે કોઈ ઠેકાણે નથી થતા આ થોરમાં પાણી સંગ્રહ કરવાની જબરી શક્તિ છે .આ થોર બહુ ધીમી ગતિએ વધે છે .તે જયારે 70 વરસની ઉમરનો થાય ત્યારે તેમાં ડાળ ફૂટે છે .મારા હાથમાં ફૂલ છે તે અર્ધ વિકસિત ખરી ગએલું ફૂલ છે .જુના વખતમાં અહીના વાસિ (ઇન્ડિયન )એના નો પીવાનો દારુ બનાવતા .
આ થોર ગમે તેટલી મોટી ઉમરનો હોય તેને ખોદી લાવીને બીજે વાવી શકાય છે . નવી જગ્યાએ વાવ્યા પછી એને થોડા મહિના ટેકો આપવો પડે છે .પછી તે નવાં મુળિયા મૂકી જમીનને સજ્જડ ચોટી રહે છે .ભયંકર વાવાઝોડા સામે ટક્કર જીલે છે , પડી જતા નથી . જવાર્લેજ ભાંગી પડે છે .
આતાજી, નમ્સ્કાર. ખુબ મજાની વાત. તમારામાં કંઈક એવું મેગ્નેટ (ચૂંબક) છે કે બધા તમારા પ્રેમમાં પડી જાય છે. સુંદર સુંદર છોકરીઓ તો ખાસ.
પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ
મારામાં શક્તિ ટકાવી રાખવાનો યશ હું સુંદર સુંદર છોકરીયોને આપું છું .એક રહુજ જેવી વાત તમારા માટે ખાસ લખવી પડશે .
મને સીનીયર સેન્ટરમાં લઇ જવા લાવવા માટે સરકાર તરફથી ટેક્ષી આવે છે .તેના ફોટા તમે ડ્રાઈવર સાથેના મારા જોયા હશે .થોડા દિવસ પહેલા ટેક્ષી ડ્રાઈવર તરીકે એશિયન છોકરી આવી .કદાચ ભારતની હશે .એ મારી પાસે આવી અને મને પૂછ્યું તમે જોશી ?મેં કીધું હા .અને હું મારા સ્વભાવ ગત છોકરીયો માટે જે શબ્દ વાપરું છું એ શબ્દ બોલ્યો .આજે હું બહુ નશીબ દાર છું કે તારા જેવી નમણી છોકરી મારો ડ્રાઇવર બનશે . થોડી વારમાં આવું છું એમ કહી એ જતી રહી .એણે ઓફિસમાં ફોન કર્યો કે આ હિંમત લાલ જોશીને બદલે મને બીજા સિનિયરને લઈ જવાનું કહો કેમકે એની કામાંધ આંખો જોતા મને એવું લાગે છે કે મને એ ઘરે લઇ ગયા પછી મારી આબરૂ પાડશે . પછી એ વિનાયક નામના સીનીયર ને મુકવા ગઈ . અને મને બીજો ડ્રાઈવર ઘરે મૂકી ગયો .
ઘણી સ્ત્રી ટેક્ષી ડ્રાઇવર સાથેના મારા ફોટા છે .તેઓએ હર્ષભેર મારી સાથે ફોટા પડાવ્યા છે .
આતાજી તમારી આંખો કામાંધ નથી, પણ છોકરીઓને આકર્શીત કરનારી છે. કદાચ એ છોકરીને લાગ્યું હશે કે જો એનાથી જ કાંઈ ભૂલ થઈ જાય તો? એણે પોતાની જાતને છેતરવા ત્મારી આંખોની વાત કરી હશે.
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
તમારી વાત મને ઘણી સાચી લાગી છે .enej મારી વિકારી આંખો લાગી હશે .ઘણી છોકરીઓએ મારી સાથે ફોટા પડાવ્યા છે .કોઈને હું કામાંધ લાગ્યો નથી .
મને મારો એક મુંબઈમાં જન્મેલો ગુજરાતી મિત્ર મેક્ષિકો ફરવા લઇ ગયો .અમે એક બાંકડા ઉપર બેઠા હતા .સામેથી એક છોકરી એના મિત્ર છોકરા સાથે આવતી હતી .છોકરીએ તેના મિત્ર મારફત મને કહેવડાવ્યું કે દાઢી વાળાને પૂછી જો હું એની સાથે ફોટો પડાવું ?મેં હા પાડી પણ સાથે એવું કીધું કે તું મારા મિત્ર અને મારા બંને વચ્ચે ફોટો પડાવ . તેણે હા પાડી તે અમારા બંને વચ્ચે બેઠી પણ મારા પાસે ઘસીને બેઠી અને મારી મુછ પકડી .આમાં કોઈને હું કામાંધ લાગ્યો નહિ .
આતાજી એક ખાનગી વાત જાહેરમાં કહું. ખરેખર ત્મારી પર્સનાલિટી અને પ્રભાવ તામારી રૂપેરી દાઢી મુછમાં છે. આપ આકાશમાંથી ઉતરેલા ફિરસ્તા જેવા કે મહાન સંત જેવા લાગો છો.
લોકોને સહજ રીતે પ્રેમ અને પૂજ્યભાવની લાગણી ઉદભવે છે.
જો દાઢી મુંછ ન હોય તો છોકરીઓ ડર્ટી ઓલ્ડ મેનથી દૂર નાસી જાય.
પ્રિય પ્રજ્ઞા બેન
મારી પાછળ ફોટામાં થોર દેખાય છે . આ જાતના થોર હું રહું છું એ વિસ્તાર સિવાય વિશ્વ માં બીજે કોઈ ઠેકાણે નથી થતા આ થોરમાં પાણી સંગ્રહ કરવાની જબરી શક્તિ છે .આ થોર બહુ ધીમી ગતિએ વધે છે .તે જયારે 70 વરસની ઉમરનો થાય ત્યારે તેમાં ડાળ ફૂટે છે .મારા હાથમાં ફૂલ છે તે અર્ધ વિકસિત ખરી ગએલું ફૂલ છે .જુના વખતમાં અહીના વાસિ (ઇન્ડિયન )એના નો પીવાનો દારુ બનાવતા .
આ થોર ગમે તેટલી મોટી ઉમરનો હોય તેને ખોદી લાવીને બીજે વાવી શકાય છે . નવી જગ્યાએ વાવ્યા પછી એને થોડા મહિના ટેકો આપવો પડે છે .પછી તે નવાં મુળિયા મૂકી જમીનને સજ્જડ ચોટી રહે છે .ભયંકર વાવાઝોડા સામે ટક્કર જીલે છે , પડી જતા નથી . જવાર્લેજ ભાંગી પડે છે .