
હું પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતો ત્યારે મારા હાથ નીચે કામ કરવા માટે છોકરી મૂકી તે વિષે મેં મારા આગળના બ્લોગમાં લખ્યું છે . એના વિષે વધુ વાંચવા આપને આપું છું .
હું પ્રારંભમાં બહુ સખત મહેનતનું કામ પ્રેસમાં કરતો પણ હું મહેનત થી ગભરાયા વગર ટકી રહ્યો .કામ કરતી વખતે મને નો એક દોહો બહુ યાદ આવતો .
ભીહું નાં ભાગેલ ભામ્ભર જલ ભાવે નૈ
સુગાળો ન થા શરીર વેનુજ્લ વાહે ર્યા
પછી મારી નોકરી બદલાણી ખુબ આરામ ખુબ પગાર ખુબ વેકેશન અને ખુબ બુદ્ધીનો ઉપયોગ કરવાનું કામ મળ્યું .અને હોલી જેવી મહેનતુ છોકરી મને મદદ કરતા હોવાથી મને તો બાપુ જલસો થઇ ગયો . સમય મળ્યે હું કૈક લખતો વાંચતો . ફેંકવા જેવા કાગળો માંથી મારા પોતાના માટે નોટ બુક બનાવતો કવર બનાવતો ,એક વખત શેઠ આવા કામ કરતા જોઈ ગયા મને પૂછ્યું શું કરો છો મેં કીધું નકામા કાગળો જે પ્રિન્ટ માટે હોય પણ બહુ સારી જાતના કાગળો હોય .એનો હું મારા માટે ઉપયોગમાં લઉં છું . શેઠ બોલ્યા આવી નક્કામી વસ્તુને કામમાં લેવાની આવડત હોવાથી અહી ઇન્ડીયન લોકો લહેર થી રહે છે .
હોલીનું મારી ઘરવાળીએ હોલાડી કરી નાખેલું .મારી ઘરવાળી મારા ભાઈના સવાબે એકર ની પ્રોપર્ટી વાલા ઘરમાં એકલી રહે કેમકે હું મારો ભાઈ અને એની વહુ બધા કામ ઉપર હોઈએ એટલે તે બહુ મુન્જાતી કેમકે ભયંકર જંગલ વચ્ચે ઘર એક વખત મને કીધું મને પણ તમારી સાથે ક્યાંક કામે લગાડી દ્યો તો હું મુન્જાઉ નહિ .અને મને બે પૈસા પણ મળે . મેં મેનેજર ને વાત કરી કે મારી વાઈફ અહી કામ કરવા માગે છે .મેનેજર કહે એ શું કામ કરશે ?મેં બાઈન્ડીંગ મશીન બતાડીને કીધું કે એ આ જગ્યાએ કામ કરશે .હવે તું કહે ત્યારે એને ઈન્ટરવ્યું માટે લઇ આવું .મેનેજર ડેવિડ કહે તમે ઈન્ટરવ્યું લીધો છે એ મંજુર છે .કાલથી કામ ઉપર લેતા આવજો .
મારી ઘરવાળી તો બાપા કોકના લગનમાં જાવું હોય એવા ઠાઠ માઠ થી નવી સાડી પહેરીને આવી . શેઠે મને કીધું ,હમણાં એને કહો કે તે તમારો કામ ઉપર પહેરવાનો યુનિફોર્મ પહેરી લ્યે .આવતે અઠવાડિયે એના માટે એના માપનો યુનિફોર્મ આવી જશે . મારી ઘરવાળી કે જે કદી ઉઘાડે માથે પણ નો રહે . એ બોલી આવા ભાયડાના લૂગડાં હું નો પહેરું .મહામુશીબતે એને સમજાવી ત્યારે એ કબુલ થઇ .અને પેન્ટ શર્ટ પહેરિને કામ કરવા માંડી . એક વખત હું કૈક લખી રહ્યો હતો એટલે હોલાડીએ મને પૂછ્યું . શું લખો છો ? . મેં કીધું ગીત લખું છું . કોના માટે લખો છો ?મેકીધું મારી વાઈફ માટે તો હોલાડી કહે મારા માટે નો લખો ? મેં જવાબ આપ્યો . શા માટે નહિ .તું પણ મારી વાઈફ છે . કોઈ વખત મોકો મળશે ત્યારે તારું ગીત લખીશ .એ સંજોગો ઉપર આધાર છે .કેમકે
દુહો દલ માય ઉલટ વિણ આવે નઈ
ખાવું ખોળા માય ભૂખ વિણ ભાવે નઈ
એક વખત હોલાડી કામ ઉપર આવી ત્યારે જુના વખતમાં ઉપલેટા ,ખાખી જાળિયા ,વગેરે ગામોના ખેડૂતો પોતાના ચોર્ણા ની નાડી ને મોટા ફૂમ્કા રાખતા એવા ફૂમ્કા પોતાની કમર ઉપર લગાડી ને આવી અને વાંકી વળી વળી લોકો ને દેખાડે કે હું કેવી લાગું છું .બસ આ પ્રસંગ ઉપરથી મેં ગીત બનાવ્યું .
કાવ્ય માટે એનો બનાવનાર કેવું અલંકારી ભાવાત્મક ગીત બનાવ્યું છે .પછી એને કેવી ઢબ થી ગાવું એ નું પણ મહત્વ છે .પછી સુંદર અવાજ જેને પરમેશ્વરે ભેટ આપ્યો છે .એવી કોઈ આશા ભોસળે જેવી ગાનારી હોય અને એવા રાગને અનુરૂપ વાજિંત્રો વગાડનારા હોય તો પછી રંગ જામે આ ચાર વસ્તુ બહુ અગત્યની છે . આ મારું હોલાડી વાળું ગીત જે હું લખીશ એ ગવાતું હોય અને એના તાલમાં ઢોલી ઢોલ વગાડતો હોય લંઘો શરણાઈ વગાડતો હોય અને બખરલાના મેર દાંડિયા રાસ લેતા હોય તો બરાબર રંગ જામે .
દુહો ; હોલાડી તેંતો હદ કરી દુ:ખ વેઠયું અપાર કરી મજુરી કારમી હાંક્યો ઘર વહેવાર .
હોલાડીએ પૂંછડી ઉગાડી પૂંછડી ને વાતું આખા દેહમાં પુગાડી હોલાડીએ પૂંછડી …
ઘૂડ ના જેવિયું આંખ્યું હોલાડી ની સસલા જેવા કાન રીંછ નાં જેવા બાબરા એના ને વાંદરી જેવો વાન ,દિલ્લીની વાંદરી જેવો વાન
કેડ થી હેઠીયું ચડયું પેરે એમાં થીગડા નો નઈ પાર .હોલાડી નાં નખરા અપ્રમ પાર
આંખ ઉલાળી ને વાત કરે ઇના જટિયાં જાક્મ જોળ નાગણી ના જીમ હાલે હોલાડી ના પ્રેમીયુ હાલક લોળ અભાગિયા આશ્કું ડામાં ડોળ
માંસ મદિરા ન ખાય હોલાડી આચળ કુચળ ખાય ભાયડા ના જેવું કામ કરે પછી થાકી પાકી સુઈ જાય .રખડવા કોઈ ઠેકાણે ન જાય .”આતા ” ઇના હેતના ગાણાં ગાય . હેતના ગાણાં ગાય હોલાડી નો પ્રેમ કદી ના ભૂલાય