


હું પ્રિન્ટીંગ પ્રેસમાં અમેરિકા ના ન્યુ યોર્ક સ્ટેટના યોર્ક ટાઉન હાઇટ નામના ગામમાં નોકરી કરવા માંડ્યો મારા ઈંગ્લીશ ભાષાના અભાવે મારે સખત મજુરીનું કામ કરવું પડતું .અહી મને સ્ત્રીઓ નો પરિચય થયો .તેઓ મને અંગ્રેઝી શીખવવા માંડી તેઓ પણ મારી જેમ પ્રેસ માં કામ કરનારીઓ હતી .આ સ્ત્રીઓનો હું ઘણો બધો આભારી છું .તેઓ વસ્તુ ફેંકીને મને કહે આને થ્રો કર્યું કહેવાય .બેનો દીકરીયું . મારી ભૂલ પડે તો મારી મશ્કરી પણ કરે .આમાં મને એને એક પ્રકારનો આનંદ થતો .સુરતી ગાળો ની જેમ અસર નથી થતી ,એમ મને સ્ત્રીઓની મશ્કરીની કોઈ અસર થતી નહિ .સમય જતા હું થોડું થોડું અંગ્રેઝી બોલતા અને આ લોકો બોલે ઈ સમજતા શીખી ગયો .મેં એક જોયું કે આ દેશમાં મોટા ઓફિસરો હોય પણ પોતાની મોટાઈ નો ભાર માથે લઈને ફરતા નથી હોતા .બીજું મને બરાબર ઈંગ્લીશ આવડે નહિ . એટલે આ પ્રેસ નો માલિક કોણ છે કોણ મેનેજર છે એની મને ખબર નોતિ પડતી અમારા પ્રેસનો માલિક મી . ચેસ નાના નોકરથી કોફી કે પાણિ ધોલાઈ ગયું હોય તો તે નોકરને કઈ કહે નહિ .પણ પોતે સાફ કરવા માંડી જાય .એટલે મને આ માણસ આ વિશાલ પ્રેસનો માલિક છે .એની મને બહુ મોડી ખબર પડી .
એક વખત હું જમતો હતો ત્યાં આવ્યા .અને મને બહુ વિવેકથી પૂછ્યું .તમને અહી નોકરી કરવાનું ગમે છે ? અહી બધા નોકરો પગાર ઓછો એવી બુમો પાડતા હોય એમ હું પણ લોલે લોલ કરતો કે પગાર બહુ ઓછો મળે છે . એટલે મને જ્યારે શેઠે પૂછ્યું કે તમને અહી નોકરી કરવાનું ગમે છે ને ? ત્યારે મેં જવાબ આપ્યો કે ગમે તો છે પણ આ શેઠ છે એ બહુ લોભિયો માણસ છે .એટલે પગાર બહુ ઓછો આપે છે . શેઠે બહુ શાંત ચિત્તે મને કહ્યું .તમે અહી નોકરી કરવા આવ્યા ત્યારે તમને કહેલું કે ત્રણ મહિના પછી તમારો પગાર વધારવા માં આવશે એને બદલે બે મહિનામાં નોતો વધારી આપ્યો ?
પછી મને મોડે મોડે ખબર પડીકે જેને મેં લોભીઓ કહેલો એતો આ આખા પ્રેસ નો માલિક છે . પછી હું એમની સાથે વાત કરવાનું ટાળતો એક વખત શેઠે મને પોતાની નજીક બોલાવીને કહ્યું કે તમે મારા ખાસ મિત્ર છો . હું શેઠ છું અને તમે મારા નોકર છો એ ભાવના મનમાંથી કાઢી નાખો . તમારા જેવો મિત્ર મને હજી સુધી કોઈ મળ્યો નથી . પછી તો કોઈ નવી છોકરી નોકરી કરવા આવે તો મને પૂછે આ છોકરીને તમે મળ્યા ? બહુ રૂપાળી છે . જરૂર મળજો .
પ્રેસમાં એક ચાર્લી કરીને નવ જુવાન નોકરી કરતો હતો.તે છોકરીઓને બહુજ ગમતો .તેને ભેટવા બાબત છોકરીઓ ગર્વ લ્યે .
ધીમે ધીમે હું વધુ જાણકાર થવા માંડ્યો . મારી નોકરી બદલી ગધા મજુરીની નોકરી ગઈ .અને બહુ આરામની અને વધુ પગાર અને વધુ વેકેશન ની નોકરી આપી . કે જેમાં બુદ્ધિ નો ઉપયોગ પણ કરવો પડે . હું ત્રણ મશીન વાપરતો .પછી મને મદદ કરવા એક માર્ક કરીને યહુદી છોકરાને મુક્યો . પણ એ બરાબર કામ કરે નહિ . કોઈ વખત મારા સામે જીભા જોડી કરે તમે મારા સાહેબ નથી મને શેનો હુકમ કરો છો . મેં કીધું તુને અહી મારી નીચે કામ કરવા મુક્યો છે .એટલે હું કહું એમ તારે કરવું પડશે તારે જે કઈ કહેવું હોય તે તું શેઠને કહે . તેને શેઠને વાત કરી કે હેમત ખુરશી ઉપર બેસી રહે છે .અને મારી પાસે બધું કામ લ્યે છે . haiskul ગ્રેજ્યુએટ છું અને એને ઈંગ્લીશ પણ પૂરું આવડતું નથી . શેઠ કહે એ એના દેશનો ગ્રેજયુ એટ છે ..અને એને એ જે કામ કરે છે એ તું નથી કરી શકવાનો .પછી માર્ક નોકરી ઉપર આવે .અને કામ કરે નહિ અને બાજુના કેમેરા રૂમમાં ઘૂસીને બેસી રહે .અને ટાઈમ પૂરો થાય એટલે રવાના થઇ જાય મારામાં ફરિયાદ કરવાની આવડત નથી .દેશમાં હું હતો ત્યારે હું કાયદો હાથમાં લેતો .
એક વખત મારા એક આર્થર કરીને મિત્રે શેઠને વાત કરીકે માર્ક હેમત નું કહ્યું કરતો નથી . એટલે શેઠે માર્કને બોલાવ્યો અને કીધું કે ame તુને કાઢી મુકીએ એના કરતા તું જાતે તું જતો રહે .અને માર્ક ગયો ઈ ગયો .એક વખત દેખાણો .
પછી શેઠે અને ડેવિડ હેન્રી મેનેજરે મારા હાથ નીચે છોકરી મુકવાનું નક્કી કર્યું એ પહેલા મને પૂછ્યું કે હવે તમને મદદ કરવા માટે છોકરી મુકીએ તો તમને ગમશે .મારા જવાબ ની રાહ જોયા વિના ડેવિડ બોલ્યો . કે છોકરી યુ તો હેમત ને બહુ ગમશે .પછી મારા હાથ નીચે હોલી કરીને એક છોકરીને મૂકી અહી એનો ઉચાર હાલી કરે છે એ મારી ચાહક મારી જૂની ઓળખીતી હતી .એમ કરતા કરતા વખત જતા મારા હાથ નીચે ત્રણ છોકરીયો કામ કરતી એક બાર્બરા કરીને હતી તે 60 વરસની ઉમરની હતી .હોલી અને કેથી જુવાન હતી . હોલી બહુજ મને મદદ કરતી એનો મેં એક રાસડો બનાવ્યો છે .આ કાળા અક્ષર ને કુવાડે મારનારો આતા ત્રણ ત્રણ છોકરી નો સાહેબ પણ મને સાહેબ થતા આવડે નહિ ડેવિડ મને છાનો છાનો કહે કે આની પાસે કામ કરવો તમે પોતે કરવા નો માંડી પડો .આ ને હુકમ કરો . એક વખત હું કઈ કામ માટે મારા કામ કરવાની રૂમ બહાર જી રહ્યો હતો એટલા માં એક ઓફિસમાં કામ કરતી છોકરી મને સામી મળી એ મને ભેટી મને કેટલાય ચુંબનો કર્યા મારા માથા ઉપર હાથ ફેરવ્યો . આ( વાત ચાલીસ વરસ પહેલા ની છે ) કોઈ જોઈ ગઈ એટલે એને પૂછ્યું તું આ દોહામાં આટલું બધું શું જોઈ ગઈ છો તે કહે મને એમ કે એ ચાર્લી છે . તે બ્કીયું ભરી માથે હાથ ફેરવ્યો તો તુને ખબર નો પડી કે આ ચાર્લી નથી .
શેઠ નો અને મેનેજર ડેવિડ હેન્રી નો મારા ઉપર બહુ પ્રેમ હતો .અને આ કારણે હું નોકરી ઉપર ટકી રહેલો . મેં ખુબ ધીરજ રાખી ઓલા રહીમને કીધું છે કે रहिमन धीरज के धरे हाथी मन भर खाय टुकड़ा अन्न के कारने श्वान घरोघर जाय . મારો ભાઈ મને નોકરી ઉપર મુકવા આવે એટલે શેઠ એને ઓળખે એક વખત મારી પ્રશંશા કરતાં શેઠે મારા ભાઈ ને કીધું કે તમારા ભાઈ ને હું આખા પ્રેસ નો મેનેજર બનાવ વાનો છું . ભાઈ khe એને ઈંગ્લીશ આવડતું નથી .શેઠ કહે આવડત વાલા લોકો એના હાથ નીચે kaam કરતા હશે .
એક દિવસ શેઠે મને કીધું કે તમે કાર ચલાવતાં શીખી જાઓ જો તમને કાર ચલાવતા આવડે તો તમારે કોઈ ને પરાધીન ન રેહવું પડે . હું તમને કાર ખરીદવા માટે ઉછીના પૈસા આપીશ . મેં કીધું કાર ચલાવ વા શીખવા માટે પરમિટ લેવા માટે લેખિત પરીક્ષા આપવી પડે . અને એ મને નો ફાવે . શેઠ કહે તમે લ આઉટ કરીને નેગેટીવ બરાબર છે કે કેમ એ જોઈ શકો છો . એના કરતાં લેખિત પરીક્ષા સહેલી છે . ફક્ત તૈયાર ખાનામા લીટા કરવાના હોય છે . પછી મને એક કાળા રંગની છોકરી ખાણી એ મને પોલીસ મેન્યુઅલ લાવી આપ્યુ આપના દેશમાં ઈંગ્લીશ ભણેલા લોકો એને કોની જેવો ઉચાર કરે .એક સ્ત્રી શક્તિ એ મને પોલીસ મેન્યુઅલ લાવી આપ્યું દિક્ષ્નરિ સ્ત્રી શક્તિએ અને સાથે કામ કરતી સ્ત્રી ઓ એ મને મદદ કરી ખાસ તો કેથી એ મને ખુબ મદદ કરેલી .કેથી નું નામ મારી ઘરવાળી એ જંડી પાડેલું કેમકે તે પોતાના માથાના વાળ કાગડા નાં ઊંધા માળા જેવા રાખતી .એક વખત મેન્યુલ માં શોલ્ડર શબ્દ વાંચવા malyo હું munjano મને એમ thayu કે કાર ચલાવવા માં શોલ્ડર ની શી જરૂર કેથી મને naksho દોરીને samjave pan maaraa magaj માં વાત bese નહિ . કેથી એ શેઠ ને વાત કરી કે hemat શોલ્ડર baabt samjto નથી શેઠે કીધું કે jaa એને રોડ ઉપર લઇ જઈને દેખાડ કેથી મને રોડ ઉપર લઇ ગઈ અને શોલ્ડર ની સમજ પાડી . પછી મને જયારે ભરોસો બેઠો કે હું પરીક્ષા આપી શકીશ . મેં શેઠ ને વાત કરી કે હું હવે પરીક્ષા આપવા જવા માગુન્છું .મને એક જેના નામનો રાની જેવો ઉચાર થાય એટલે હું એને ક્વીન kaheto અને એ મને કિંગ કહેતી .હું પરીક્ષા આપવા ગયો ત્યારે શેઠે મને કીધું કે પરીક્ષા નું જે પરિણામ આવે એની પ્રથમ મને ખબર આપજો . પરીક્ષક અધિકારી પણ સ્ત્રી હતી .મેં પેપર લખીને પરીક્ષક ને આપ્યું .એ ને મને પેપર જોયા પછી કીધું કે તમે પાસ છો . આ શબ્દ મને ફરી સાંભળવા ની ઈચ્છા થઇ એટલે મેં પૂછ્યું shu કીધું ?
પછી મેં ત્યાંથીજ ને ફોન કર્યો .અને શુભ સમાચાર આપ્યા મને tedvaa માટે એક સ્ત્રી શક્તિ mokli હું નોકરીને thekaane ગયો શેઠે મારી નાનકડી paarti રાખી . છાપાના રીપોર્ટરે મારો ઈન્ટરવ્યું લીધો . અને ભાઈ ભાઈ આતા છાપે ચડ્યા .
ये कोनसा उकड़ा है जो वा हो नहीं सकता
हिम्मत करे इंसान तो क्या हो नही सकता
મને શેઠે સુબ્રું કાર ખરીદી આપી .અમેરિકા આવતા પહેલા મેં નક્કી કરેલું કે મને કામ ચલાવ અંગ્રેઝી આવડવું જોઈએ મારી પોતાની કાર હોવી જોઈએ અને મારું પોતાનું ઘર હોવું જોઈએ .અને આ મારો સંકલ્પ પરમેશ્વરે પૂરો કર્યો .
.
Like this:
Like Loading...
Related
સરસ
કિસી કે ઝોરો સિતમ કા તો ઈક બહાના થા,
હમારે દિલ કો બહરહાલ ડૂબ જાના થા,
યે કમશનાસ તલાતુમ કિસે ડરાતા હૈ?
વો લોગ ડૂબ ગયે, જિનકો ડૂબ જાના થા.
સફળતા એને જ મળે છે જે નિષ્ફળતાથી ડરતો નથી.
સફળ માણસ એ જ છે જેણે નિષ્ફળતાને પોતાના ઉપર હાવી થવા દીધી નથી
પ્રિય પ્રજ્ઞાબેન
તમે બહુ સુંદર જવાબ આપો છો .
તમારી વાત તદ્દન સાચી છે કે જે નિષ્ફળતાથી ડરતો નથી .એનેજ સફળતા વરમાળા પહેરાવે છે .
મને શેઠે સુબ્રું કાર ખરીદી આપી .અમેરિકા આવતા પહેલા મેં નક્કી કરેલું કે મને કામ ચલાવ અંગ્રેઝી આવડવું જોઈએ મારી પોતાની કાર હોવી જોઈએ અને મારું પોતાનું ઘર હોવું જોઈએ .અને આ મારો સંકલ્પ પરમેશ્વરે પૂરો કર્યો .
વાહ આતાજી , તમારા નામ પ્રમાણે તમારી હિંમતને દાદ દેવી પડે .ધાર્યું હતું એ પૂરું કરી બતાવ્યું .
તમોએ અમેરિકાની તમારી જોબનું સરસ બયાન કર્યું છે . આ દેશની ખૂબી જ એ છે કે નોકર અને માલિક
કોણ એની ખબર ન પડે અને તમોને આગળ વધવા માટે માલિક તરફથી બધી તકો આપવામાં આવે .
. સ્ત્રી શક્તિની તમોને મદદ મળી એ પણ આ દેશની એક બીજી ખાસિયત છે .
પ્રિય વિનોદ ભાઈ
તમારા ઉત્સાહ પ્રેરક વચનો મારા હૃદય માં જડાઈ જ જાય છે .મેં અમેરિકન શેઠ ને લોભિયો કીધો આ જગ્યાએ દેશી શેઠ હોય તો ?
આદરણીય શ્રી આતાજી
હમારે આતાકે લિયે કોઇ કામ નામુકિન નહી
કાર ભી ચલા શકે ઓર પ્રેસ ભી ચલા શકે
નારી શક્તિકા કરે સન્માન યે હૈ આતા હમારા.
ધન્ય વાદ પ્રિય ગોવિંદ ભાઈ
તમારા જેવાના ઉત્સાહ પ્રેરક વચનો હું 93 વરસ નો છું એ વિષે શંકા ઉભી કરે છે .
अभी तो में जवान हुँ
સ્ત્રી શક્તિ તારો જય જય કાર હો
tamaro ghano aabhaar raja bhaai
આજે આ લેખ વાંચ્યો. બહુ સરસ લખ્યું છે.
પ્રિય મનસુખલાલ ગાંધી ભાઈ
તમે મારા લેખો વાંચો છો . એ જાણી મારામાં લખવાનો જુસ્સો પૈદા થાય છે .