

હું બીજી વખત અમેરિકા પરમેનેન્ટ રેસીડેન્ટ તરીકે આવ્યો ત્યારે મેં નોકરી કરવાનું નક્કી કર્યું .પ્રથમ અમેરિકા વિઝીટર વિસા થી આવેલો અને અમેરિકા ના કેટલાક સ્ટેટ અને કેનેડા માં ફર્યો મારા નાના ભાઈ પ્રભા શંકર ના તેડાવવાથી હું અમેરિકા આવેલો અને એણે મને બધે પ્રવાસ કરાવેલો .અમેરિકન ઈમી ગ્રેશન ની બે દરકારી ના લીધે મારા વિસાની મુદ્દત પૂરી થવા છતાં હું અમેરિકા માં 22 મહિના રોકાઈ રહેલો અને પછી મારી ઈચ્છા થી દેશમાં ગયો . અને ફરી કાયમી રહેવાસી તરીકે આવ્યો .અને મેં પ્રિન્ટીંગ પ્રેસ માં નોકરી શરુ કરી આ વખતે મને ઈંગ્લીશ બોલતાં , લખતાં કે વાંચ તા આવડે નહી એટલે મારે સખત મેહનત નું કામ કરવું પડતું .રૂડા પ્રતાપ મારા ભાઈ અને એની અમેરિકન પત્ની એલીઝાબેથ ના કે મને પોતાની સાથે રાખ્યો ,અને મને નોકરી ઉપર લઇ જાય અને લઇ આવે એટલે હું નોકરી કરી શક્યો , અને અમેરિકામાં સ્થિર રહી શક્યો . પ્રેસની નોકરી એ મારી મુખ્ય નોકરી હતી .
એક વખત મારા ભાઈએ મને વાત કરી કે રજાના દિવસમાં જો તમારે કામ કરવું હોય તો એક માણસ ને એના બગીચામાં કામ કરનાર ની જરૂર છે . મેં કીધું મને આવડશે ? મને એમ કે બગીચામાં મેંદી કાપીને હાથી ,ઘોડા વગેરેની આકૃતિઓ બનાવ વાણી હશે . મારો ભાઈ કહે આપને જઈએ તો ખરા ? ફાવશે તો નોકરી કરીશું નહીતર નાં પાડશું .
અનુકુળતાએ હું અને મારો ભાઈ તેને ઘરે ગયા .બહુ મોંઘા વિસ્તારમાં સાડા સાત એકરની પ્રોપર્ટી ઉપર એનું ઘર હતું .પાંચ એકરમાં ફળ ઝાડ હતા અને અઢી એકરમાં કુદરતી ઘાટું જંગલ હતું અમે ઘર ધણી ને મળ્યા . એનું નામ હારી મેક ફર્લાંડ , એના કુવારા જુવાન દીકરાનું નામ લારી , એની વાઈફ ને પૂછ તા એને પોતાની ઓળખાણ મીસીસ મેક ફર્લાંડ તરીકે આપી .મેક ફર્લાંડ મને એક ઝાડ પાસે લઇ ગયો .અને મને કીધું કે આવા ઝાડ ફરતે ગોળ કુંડાળું કરી એમાં થી અડ બાવ ઘાસ વગેરે કાઢી નાખી એમાં પિત મોસ (પાન છાલ નો સડેલો ભૂકો )પાથરવાનો છે ફક્ત આ કામ તમારે કરવાનું છે .બપોરે અર્ધો કલાક જમવા માટે રજા મળશે .પણ એના બદલા માં તમારે અર્ધો કલાક વધારે કામ કરવું પડશે . એટલે સવારના 8 વાગ્યાથી સાંજના સાડા ચાર કલાક સુધી કામ કરવાનું . કામ કરતી વખતે જો વરસાદ થઇ પડે તો તમારે ઘરે જતું રહેવું પણ તમને આખા દિવસ નાં પુરા પૈસા મળશે .જો તમને તેડવા માટે તમારો ભાઈ ન આવી શકે તો હું તમને તમારે ઘરે મૂકી જઈશ .રોજના $33 લેખે પૈસા આપવાનું નક્કી કર્યું . અને શનિવારે વિનોદ ભાઈ પટેલના ગામ નાં સ્વામી નારાયણ મંદિરના મુછાળા હનુમાન દાદાનું નામ લઇ કામ કરવા જવા રવાના થયો .બપોરે જમવા માટે બશેર દહીં થોડી ખાંડ ,અને બ્રેડ અને માંડવી નું માખણ લીધું અને કામ કરતા કરતા ખાવા માટે બદામ ,પીસ્તા ,અને દ્રાક્ષ લીધી . અને આને કહેવાય ” ખદ વાધવા જાવું અને ગર ચોપડી નું ભાતું ” મને કામ કરતી વખતે જોઈએ એ ઓઝારો લીધા અને વિયલ બારોમાં ભર્યા અને હું કામે જવા રવાના થતો હતો , તે વખતે મને રોક્યો અને પોતે વાતોએ વળગ્યો .અને કામ કરતી વખતે મેઘર્વાને લીધે મારા કપડા ભીના ન થાય એ માટે મને બેસવા માટે ગાદલી આપી .હજુ એની વાતો ચાલુજ હતી .બસ ખાલી અમસ્તીજ વાતો હતી . મારો પગાર ચડતોજ હતો . છતાં મેં કીધું હવે મારે કામ ઉપર જવું પડશે . .મારા આ વાક્ય થી તે બહુ ખુશ થયો . હું કામ કરતો હોય ત્યાં આવે અને મને પાણી આપી જાય અને કહે કે કોઈ ઓઝર જોઈએ તો બોલો હું લાવી આપું . મારું કામ પૂરું થયું હતું સાડા ચાર વાગી ગયા હતા .એટલે મને બુમ પાડીને બોલાવી લીધો .અને કીધું કે હજુ તમારા ભાઈ આવ્યા નથી . ત્યાં સુધી તમે અંદર આવો અને શોફા ઉપર બેસો હું મારા ધૂળ વાલા જોડા સાથે એની મખમલી ઈરાનની જાજમ ઉપરથી પસાર થઇ શોફા ઉપર બેઠો . થોડી વારે મારો ભાઈ આવ્યો .મેક ફર્લાંડે મને $ 35 નો ચેક આપ્યો . 33 આપવાનું નક્કી થએલું પણ મને 35 આપ્યા હું તો બે હદ ખુશી થઇ ગયો .
બપોરે લંચ માટે મેક ફર્લાંડ ની વાઈફ “લંચ ટાઈમ ” એમ જોરથી બુમ પાડીને બોલાવે મને તેઓ બધા હિમ ઈથ લાલ કહીને બોલાવે .દર વરસ મેં મહિનાથી નવેમ્બર સુધી એનું કામ ચાલે દર વરસે 3 ડોલર વધારે આપે . નાતાલ નિમિત્તે $25 નો ચેક મોકલાવે ઘણા વરસ આવું કામ ચાલ્યું . છેલ્લે છેલ્લે મને $91 ચૂકવેલા અને કામ સાડા સાત કલાક કરવાનું . એક દિવસ હું કામ ઉપર ચડ્યો અને વરસાદ થયો ઘરે મેં મને તેડી જવા માટે કોઈ હતું નહિ .એટલે મેક ફર્લાંડ પોતે મને મારે ઘરે મુકવા આવ્યો .વચ્ચે એક રોડ આવે છે એનું નામ વોટર મેલન હિલ રોડ છે . આ આખો વિસ્તાર ઘાટા જંગલ અને ઉંચી નીચી ટેકરી ઓ વાળો પહાડી છે . મેક ફર્લાંડે મને કીધું . આ રોડનું નામ વોટર મેલન હિલ રોડ શું જોઇને પાડ્યું હશે આવી ટેકરીઓ માં કોઈ દિવસ તરબૂચ થતા હશે ? પછી પોતેજ ખુલાસો કર્યો કે આ રોડ નું નામ પાડનારને અથવા એની વાઈફ ને તરબૂચ બહુ ભાવતા હશે .
આમને આમ વર્ષો વીત્યા એક દિવસ એની વહુનો ફોન આવ્યો . મારા ભાઈને કે હિમ ઈથ લાલ નો મિત્ર મેક ફર્લાંડ મારા ઉપર ઘરની જવાબદારી મુકીને સ્વર્ગે જતો રહ્યો છે . મેં એના માટે મર્સિયા લખ્યા મારા ભાઈએ એનું ઇંગ્લીશમાં ભાષાંતર કરીને મીસીસ મેક ફર્લાંડ ને મોકલ્યું .આપને વાંચવા માટે લખું છું .
મરતા મેક ફર્લાંડ ઇના ઝાડવા ઝાંખા પડ્યા , રાતે આહુડે રડ્યા ઈનો પ્રીતાલ પોઢી ગયો 1
મરીને મેક ફર્લાંડ સામાન વિન સરગે ગયો .
ઈનો પૈસો પડ્યો ર્યો ઈ લારી વાપરશે લેરથી 2
માયા મેક ફર્લાંડ કોક જાન કારે જાની તી
મેંતો માની તી પાથરત કુંડાળે પિત મોસ 3
મને જ્યારે $33 નક્કી કરીને $35 આપ્યા ત્યારે હું બહુજ ખુશી થયો અને મેં એનો રાસડો બનાવ્યો .
બાપને બેટો હારી લારી મેક ફર્લાંડ
મીઠા બોલી મીસીસ મેક ફર્લાંડ રે રામ માયા રામ
મેક ફર્લાંડે કુંડાળા કઢાવ્યા રામ
એક દીના ડોલર ઠરતી ફાઈવ રે રામ મયારામ
આઠે જાવું નોકરીએ રામ મયારામ
સાડા ચારે વળવું ઘેર રે રામ મયારામ
કામ પૂરું થયે કાવડિયા રામ મયારામ
પેની બાકી રાખે નાઈ રે રામ મયારામ
ચિંતા છોડો ભારતમાં રામ મયારામ
“આતા ” કરજો અમેરિકામાં લહેર રે રામ મયારામ
Like this:
Like Loading...
Related
આતાજી
તમારી આત્મકથાની આ વાતો તો પહેલા માણી હતી પણ તમે મરશિયા લખી આનંદની અનુભૂતિ કરાવી ! આ વીગલીતવેદ્યાંતરઆનંદ કહેવાય !!
યાદ ….અમારા કાકાજી વાતવાતમા કહેતા-‘જયારે કોઈ પરણતુ હોય ત્યારે આવડતા હોય તો પણ મરશિયા ગાઈએ તો ફજેતો થાય. ‘
ત્યારે સાંપ્રત સ્થિતીનું મકરંદદાદાએ લખેલું ગીત
ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!
જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
…………………….અને યાદગાર વાત
ઝવેરચંદ મેઘાણીજીની….મરશિયાની મોજ…
વેલો આવ્યો વીર ! સખાતે સોમૈયા તણી;
હીલોળવા હમીર ! ભાલાંની અણીએ ભીમાઉત !
પાટણ આવ્યાં પૂર, ખળહળતાં ખાંડા તણાં;
શેલે માહી શૂર, ભેંસાસણ શો ભીમાઉત.વેળ્ય તાહરી વીર, આવીને ઉવાંટી નહિ;
હાકમ તણી, હમીર, ભેખડ આડી, ભીમાઉત !
એ ભીમ લાઠિયાના પુત્ર ! તારા શૌર્યની ભરતી ચડી આવી, પણ તે પાછી ન વળી, દરિયાની ભરતીને તો પાછો ઓટ છે, પણ વીરનો શૌર્ય-જુવાળ ચડ્યો તે પાછો ન વળ્યો. કેમ કે આડે હાકેમ કહેતાં મુસ્લિમ શત્રુની ફોજરૂપી ભેખડ બંધાઈ ગઈ હતી.
મૃત્યુના ગાન
આ મરશિયા સોરઠી જુવાને મરતે મરતે સાંભળ્યા. પોતાના જ મૃત્યુનું કીર્તિકાવ્ય પોતે સાંભળી લીધું. સાંભળવાના એને કોડ હતા. રસ્તામાં જ એ અભિલાષ એને જન્મ્યા હતા. બુઢ્ઢી ચારણીને એણે એક સંધ્યાએ રસ્તાના એક ગીર-ગામડામાં મોં ઢાંકીને રડતી સાંભળી હતી. મરનાર પાછળના સોરઠી રુદનમાં પઠાણી રુદનની પેઠે જ કાવ્ય હતું, સાહિત્ય હતું, સ્નેહના કાતિલ આર્તનાદ હતા, રડનારના કંઠની કલા હતી.
એવું મીઠું રુદન-ગાન સાંભળતા સોરઠી જુવાને બુઢ્ઢીને આંગણે ઘોડો થંભાવ્યો. પૂછ્યું : “માડી, શું કરતાં’તાં ? “બાપ, મારો જુવાન દીકરો મુવો છે એના મરશિયા ગાતી’તી.” “મા, બહુ મીઠા મરશિયા: મારાય ગાઓને ? ગાશો ? બહુ મીઠા.” “અરે બાપ ! મરશિયા તો મુવાના હોય, જીવતાના – તું સરીખા બાળના તે મરશિયા હોય ?” “અરે મા, હુંય મરી ચૂક્યો છું. મરવા ચાલ્યો છું. શીશ સોમૈયાને અર્પણ કરીને નીકળ્યો છું. ગાવ, મા, ગાવ, સુખેથી.” “બાપ, જા, હું રણખેતરને કાંઠે ઊભી ઊભી તારું શીશ કપાવાની ઘડીએ સંભળાવીશ.”
હજુ પણ -મોહરમ દરમિયાન શહાદત ની યાદમા -” યા હુસેન આપ કી જુદાઇ કે ગમ કે મારે સલામ કરતે હૈ નામનું છેલ્લુ મરશિયુ શ્રી રાજુભાઇ ગાય …
ચાલો ત્યારે—- આ…જી વાળુનો વખત થયો પોકાર થયો
એક મર્સિયો યાદ આવ્યો .જે કવિ દલપતરામે એના અન્ગ્રેઝ મિત્ર ફાર્બસ માટે લખેલો
તારા બોલ તણા ભણકારા વાગે ભલા
ઉપજે ઘાટ ઘણા ફરી ક્યાં દેખું ફાર્બસ
આપની જીવન કથાઓ જાણવાની સૌને ગમે છે કારણકે સત્ય વાતોમાં શ્બદોના આડંબરવાળા ભપકા નથી. નવા ઈમીગ્રાન્ટે મહેનત કરી કેમ આગળ વધવું તેના પાઠૉ આપની પાસે શીખવા જેવા હોય છે.
તમારા ન્યુ મોનીયાએ ચાલતી પકડી લાગે છે . શાસ્ત્રી ભાઈ
અને દિનેશ વૈષ્ણવ ને તાન્દુરતી પાછી આવી લાગે છે
પ્રિય પ્રવીણ ભાઈ તમારી સત્ય નિષ્ઠ મારી પ્રશંશા મને બહુ ગમે છે . ઉત્સાહ વધારે છે .
ઝાડ ફરતે કુંડાળા કરવાને અહીં દેશમાં ઝાડ ગોડવા એવું કહે છે.
बचपनमें हमने एक कविता पढीथी
ले पावडा और कुदाली कोई आया है
धराका मन मुसकाया है ॥
कीसीको ये कविता पुरी आती हो और यहा लीखेंगे तो बेहद खुशी होगी ।
પ્રિય પ્રજ્ઞા બેન
બહુ સરસ ગીત – મરશીયા વાંચ્યા .
બાબી મા અને ઓખા નાં વાઘેર લોકોમાં મૃત્ય થાય ત્યારે મરસીયા ગાવા લંધી યુ આવે (મીર સ્ત્રી ઓ )પણ બાપુ પાષાણ હૃદય ના મર્દ ને પોકે પોકે રડાવી મુકે હો .
એક નાગાજણ નામે ચારણની વહુ છાતી ફાટ મર્સિયા ગાતી . નાગા જણ ને પોતાને પોતાની વહુ પોતાના મરસીયા ગાઈ અને પોતે સાંભળે એવી ઈચ્છા થી પોતે ખોટે ખોટો મરી ગયો . ચારણી વહુએ મર્સિયા શરુ કર્યા અને નાગા જણે છુપાઈને સાંભળીય
ગઢવી ગળ બથે નાગા જણ મળશે નૈ
ભાથા વાળી ધોળીફૂલ ચીન્ધડીમાં માથે ભાથું લઇ ને આવતી ને તમે બેય માન્હ વડલા ના છાયડે બેહી ને ખાતા ને એક-બીજા ને ખવરાવતા, ને પછી કોહ ના થાળે થી પાણી પીતાં? બાપ,મર્હિયા તો મેં અમારા ગામ માં જેઠસૂર કળાયું મરણ થ્યું ને ગવાણાંતા ઈ યાદ આવી ગ્યાં.
પ્રિય દિનેશભાઈ
એક બીજા નાગા જણ નો મર્સિયો લખું છું
નાગડા નિહરને બાર રાફ્ડી એ કિં રૂંધાઇ રહ્યો તુને મારશું મોરાલીયું નાં માર તો
તારી નાડ્યું તૂટશે નાગડા