जो है परदेमे पिन्हा चश्मे बिना देख लेती है ज़माने की तबीयतका तक़ाज़ा देख लेती है

ImageImage

મારે નવાં ચશ્માં  લેવાની જરૂર પડી એટલે હું  આંખના ડોક્ટર ની ઓફિસે ગયો  .હું ચશ્માં વિના નો જોઈ શકું ,  ઘુઘટ વાલીઓ  ઘુઘટ કાઢેલો હોય તો પણ માણસોને જોઈ શકે અને કેવા પ્રકારના માણસો છે . એ પણ જાણી શકે  મારા  ગામ દેશીંગા માં  પટેલ અને આહેર જાતિના ખેડૂતોની વસ્તી છે  .આહેર લોકોમાં  ઘુઘટ કાઢવાનો રીવાજ નથી  .જયારે પટેલોમાં વહુવારું  સ્ત્રીઓ એ  ઘૂંઘટ પ્રથાનું કડક પાલન કરવું પડે છે  .
એક ડેલીમાંથી   આહેર સ્ત્રી અને પટેલ સ્ત્રી પસાર થઇ   આહેર સ્ત્રીને પૂછવામાં આવ્યું કે  ડેલીમાં કોણ કોણ  બેઠું હતું ?તેણે જવાબ આપ્યો  .ભાયડાઓ  બેઠા તા  એવું લાગ્યું પણ કોણ બેઠું હતું એની મને ખબર નો પડી  ,જયારે પટેલ સ્ત્રીએ જવાબ આપ્યો  કે   અમુક તમુક બેઠા હતા  .એક ભાભો તો  પોતાની દાઢી ઓળતો હતો  .
આંખના ડોકટરે મારી આંખો તપાસી  નીચે જુવો ઊંચું જુવો  મારા કાન તરફ જુવો એવી રીતે તપાસ કરી  . આ વખતે મને મારી ઘરવાળી યાદ આવી એની આંખની તપાસ કરવા માટે  ડોક્ટર પાસે જવાની જરૂર પડી  મારી ઘરવાળી ને બહુ ઈંગ્લીશ આવડે નહિ એટલે હું મદદ માટે ગએલો   .જોકે મને પણ બહુ   ઈંગ્લીશ  આવડતું નથી  , પણ મારી ઘરવાળી કરતા  હું  ઇંગ્લીશમાં  બે કાંકરી વધુ માન્ડું ખરો  મારી ઘરવાલીને ડોકટરે કીધું  હવે તમે મારા કાન સામે જુવો  મારી ઘરવાળી મારા કાન સામું જોવા માંડી એટલે મેં કીધું ડોક્ટર એના પોતાના કાન સામે જોવાનું કહે છે  .મારી ઘરવાળી  બોલી એના કાન કરતા તમારા કાન સામે ન જોઉં ?
ડોક્ટર કહે  તમારી વાઈફ  તમારી બોલી પણ નથી સમજતી ?એ કઈ ભાષા સમજે છે  ? મેં કીધું એ જુના વખતની અફઘાનિસ્તાન ની ભાષા સમજે છે  . ડોક્ટર મને કહે  તમે એકબીજા  એક બીજાની ભાષા સમજતા નથી  .તો  તમારો  મેલ કેવી રીતે પડ્યો ? મેં કીધું અમારા માબાપોએ  બધી ગોઠવણ કરી નાખી  .અમારી વાતો ચાલતી હતી એવામાં મારી ઘરવાળી  મારી સામે ડોળા કાઢીને  ઘુરકી  કેમ મારી નિંદા  કરો છો  .ડોક્ટર ભાષા તો ન સમજે પણ મારી ઘરવાળી ઊંચા  અવાજે બોલે એટલે  ડોક્ટરને થયું કે મારી ઘરવાળી મારા ઉપર ગુસ્સે થાય છે  .એટલે ડોકટરે મને પૂછ્યું  તમારા લગ્ન થઈ કેટલા વરસ થયા  મેં કીધું આશરે 70 જેટલા વરસ તો થઇ ગયા હશે  . ડોક્ટર બોલ્યો તમને શાબાશી  આપવી પડે  .
મારી ઘરવાળી  ને તાણી ને    બોલવાની ટેવ ખરી  .એક વખત અમે હાલ્યાં આવતાં હતાં . મારી ઘરવાળી એની ટેવ પ્રમાણે  મારી સાથે  દલીલ  બાજી  કરતી હતી  .આ સાંભળી  એક યુ પી ની  બાઈ  બોલી क्या  खान दान का  घर बिगाड़ा है ? મારી ઘરવાળી એ એને   સંભળાવ્યું કે તો તું એનું ઘર માંડ  .તે બોલી   में तो अबी उसके घरमे बैठ जाऊ मगर वो  पंडित मुझे रखेगा नहीं  .  મારી ઘરવાળી   બોલી   આ પંડિત યો  તુને અને તારી માને બેયને ઘરમાં બેસાડે એવો છે  .
મથાળે  ફોટો છે એમાં એકમાં મારી સાથે ડોક્ટર છે અને બીજામાં  શ્યામ  વરણ ની  નમણી  નર્સ છે  . એક પંજાબી ભાષાનું ગીત યાદ આવ્યું  .
લોકી આખ્યા  મજનું નું   તેરી લયલી  રંગ  દી કા  લિ   અગા મજનુને જવાબ દીત્તા   તેરી  અખ નહિ   દેખાણ  વાળી  જેડી  મન દિલ  અર્પ્વે  વો ગોરી હોવે યા કાળી  
ચિત્તે વરખ કુરાન દે  જીહ્ડી  સ્યાહી રંગ ડી કાળી  
નવાઈ છે કે આજતો કમ્પ્યુટર  સરખું ચાલ્યું  .નહીતર  મને   ક્ષેત્ર  સન્યાસ લેવાનો વિચાર થઇ ગયો હતો  .   

 

8 responses to “जो है परदेमे पिन्हा चश्मे बिना देख लेती है ज़माने की तबीयतका तक़ाज़ा देख लेती है

  1. Atul Jani (Agantuk) એપ્રિલ 25, 2014 પર 11:43 પી એમ(pm)

    tame biju je kai levu hoy te lejo pan kshetra sanyas no leta.

  2. ગોવીન્દ મારુ એપ્રિલ 26, 2014 પર 1:52 એ એમ (am)

    दील बाग बाग हो गया..

  3. pragnaju એપ્રિલ 26, 2014 પર 6:36 એ એમ (am)

    વાહ આતાજી સવાર રમુજી બનાવી…
    અમે ચશ્મા કઢાવવા ગયા ત્યારે
    આ વધારે સારું દેખાય કે આ…
    આનો જવાબ બન્ને મા સરખું દેખાય
    તો ડોકટર મુંઝાય…!
    અને અહીં ચશ્મા ? એટલે
    હીરાના દાગીના લેવા !!
    કવિતા યાદ આવે
    ‘બજારમાંથી હું ચશ્મા નવા લઈ આવ્યો,
    ને બિલ પેટે મારી બેઉ આંખ દઈ આવ્યો’
    નવા ચશ્મા જુની નજરને ચૂવે છે…
    અને એટલે જ એ …
    સામે કોણ છે એ જોઈને
    સંબંધ રિસિવ કરતો થઈ ગયો
    સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
    સ્વીચ ઓફ કરતો થઈ ગયો
    આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
    ………………………………………….
    અમારા કાકાશ્રી ચશ્મા સાફ કર્યા કરે !
    અમે સાફ કરી આપીએ તો પણ ડાઘ દેખાય
    ડૉકટરને બતાવ્યું તો કહે તેમને કૉર્નીઆની ડીસ્ટ્રોફી છે
    ચશ્મા નહીં પણ આંખ બદલવાની જરુર છે!
    જીવનભર નેત્રદાનનનો પ્રચાર કરતા તેમને જ
    નેત્રદાન લેવાનો વારો આવ્યો! અને
    અનામીની રચના ગાવા માંડ્યા
    આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,
    ધૂળ મારા પર હતી ને હું અરીસો સાફ કરતો રહ્યો.

    કેવી અજીબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,
    ભૂલ મારી હતીને એ દોસ્ત હું તને માફ કરતો રહ્યો.

    ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને,
    હું ન્યાયાલય ખોલીને બધાનો ઇન્સાફ કરતો રહ્યો.

    જે મારી વિરુદ્ધ હતા એમને મનાવવાના પ્રયત્નોમાં,
    જે મારી સાથે હતા એમને મારી ખિલાફ કરતો રહ્યો.

    ખુદ મારા વિષે તો રતીભારનુય જાણતો નહોતો,
    ને ખુદાના અસ્તિત્વ વિષે વાદવિવાદ કરતો રહ્યો.

    જીવન આખું કેવળ હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
    ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો.

    ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ ખાઈ ગયો,
    ત્યાગના બહાને વરસોના વરસો પ્રમાદ કરતો રહ્યો.

    વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું,
    ભવિષ્યમાં શું થશે એ વિષે બહુ સંતાપ કરતો રહ્યો.

    બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્યા વગર,
    ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ કરતો રહ્યો.

    મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,
    હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ કરતો રહ્યો.

    • aataawaani એપ્રિલ 26, 2014 પર 9:27 એ એમ (am)

      પ્રિય પ્રજ્ઞાબેન
      તમારા કાકાશ્રીને જેટલી શાબાશી આપીએ એ ઓછી પડે એમ છે .ગજબની કવિતા બનાવી .
      અને તમે આટલી સરસ કવિતા મારા સુધી પહોંચાડી એ બદલ તમને પણ ધન્ય વાદ

  4. Vinod R. Patel એપ્રિલ 26, 2014 પર 10:05 એ એમ (am)

    હું ચશ્માં વિના નો જોઈ શકું , ઘુઘટ વાલીઓ ઘુઘટ કાઢેલો હોય તો પણ માણસોને જોઈ શકે અને કેવા પ્રકારના માણસો છે .
    વાહ આતાજી લેખ વાંચવાની મજા આવી . 93 વરસે જૂની આંખે નવી દુનિયા જોવા ચશ્માની તો જરૂર પડે જ .
    સીનીયર સેન્ટરની કોયલડીઓ ઝાંખી ઝાંખી દેખાય એ કેમ ચાલે !
    ઘુઘટ વાલીઓ તનની નહી પણ મનની આંખોથી જુએ એટલે એ બધું જોઈ શકે .
    મન કી આંખે ખોલ મનવા …….

    • aataawaani એપ્રિલ 26, 2014 પર 7:56 પી એમ(pm)

      પ્રિય વિનોદભાઈ
      તમને મારા લેખો ગમે છે .ઘણી સારી વાત છે .
      સેન્ટરમાં એકલા સીનીયારોજ આવે એવું નથી .બાળકોને લઇ લઇ ને ઘણી બાયડી ઓ આવતી હોય છે .એક બાયડી ને મારો ગમ્યો .તેને લખાણ માં તો નો ખબર પડે પણ ફોટો જોઇને બહુ ખુશ થઇ એવું કહીને મને ભેટી પડી . આ દ્રુશ્ય જોઈ એક હિન્દી ભાષી બોલ્યો भाई साब तुमतो कृष्ण कनैया हो गोपियां आपके इर्द गिर्द घूमती रहती है

    • aataawaani એપ્રિલ 26, 2014 પર 8:18 પી એમ(pm)

      પ્રિય વિનોદ ભાઈ
      બહુ મજાના જોક હતા વાંચવાની મજા આવી અને હસવાની પણ મજા આવી .એક હું જોક આપ સહુને માટે લખું .
      એક બાયડી એ એના ધણીને પૂછ્યું .સાંભળ્યું છે કે સ્વર્ગ માં પુરુષોને અપ્સરાઓ મળે છે . તો સ્ત્રીઓ ને શું? ધણી કહે કશુંજ નહિ . ભગવાન ફક્ત દુખિયારા નુંજ સાંભળે છે .

  5. દિનેશ વૈષ્ણવ એપ્રિલ 26, 2014 પર 10:25 એ એમ (am)

    લાજ ચાર જાતની – કાઠીયાણી જે માથા થી હૈયા લાગી કાઢે ઈ “હૈયા લાજ,” પટલાણી જે માંથી થી દાઢી ની નીચે લાગી કાઢે ઈ “ઘુમટો,” વાણીયા-બ્રાહમણ જે નાકની ડાંડી લાગી કાઢે ઈ “લોક લાજ,” ને બાકી ના સૌ કોઈ વરણ કપાળ ઢાંકે ઈ “ઢેઢ લાજ.” પણ સાચી લાજ તો હંધાય ભાયડાઊ ને બાયડીઊ એ કાઢવાની છ, ને ઈ છે “લોક લાજ.”

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: