Daily Archives: એપ્રિલ 4, 2014

ભૂત ,ચુડેલ ,દેવ,દેવતા .આવા અસંસારી જીવોને પડછાયો ન હોય

Image

હું એટલે કે આતા અનેક પ્રકારના મિત્રો રાખું છું  .તમને આશ્ચર્ય થશે મારા મિત્રો વિષે જાણીને દારૂના હડેડ બંધાણી મારા   મિત્રો છે  .મારો ખાસ મિત્ર બહુ સજ્જન છે  .વૈશ્યા ગામી મારો મિત્ર છે  .ઠગ ,ચોર  ,ડાકુ ,નજીવી વાત માટે ખૂન કરી નાખે એવા મિત્રો પણ છે . હુ  દરેક સાથે  કાદવમાં કમળ રહે એ રીતે રહું છું મને એવા લોકોના સંગ કુસંગ ની કોઈ અસર થતી નથી  .ઓલા રહીમે કીધું છે એમ

रहिमन  उत्तम प्रकृतिको  कहा करी सकत कुसंग
चन्दन  विष व्यापे नहीं  लिपटे रहे भुजंग

મેં ઘણી વખત મારા બ્લોગમાં જેના નામનો ઉલ્લેખ કર્યો છે  એ મારો પરમ સ્નેહી મિત્ર  ક્રિશ પાવરફુલ હન્ટર છે  . હિતેચ્છુ મિત્રો ઘણી વખત મને કહેતા હોય છે કે  નિ મિત્રતા તમારે છોડી દેવી જોઈએ   

आता तेरा दोस्त क्रिश हिंसा करता है
मुझे उसकी क्या पड़ी वो जो कुछ  करता है

મારા એક વૈષ્ણવ  મિત્ર છે બહુ મશ્કરા છે  .(જોકે હવે  સ્વર્ગ માં છે )એણે મને એક વખત કીધું કે જાઓ તમને હું મારી ઉમરમાં થી  તમને વીસ કાઢીને તમને બક્ષિશ કરું છું  .મેં તેમને કીધું કે આજે તમને  મને આવું દાન કરવાની કેમ ઈચ્છા થઇ આવી ? તેઓ બોલ્યા આમ કરવાથી હું થોડો જુવાન થઇ જાઉં અને તમે  સ્વર્ગનું સુખ માણવા વહેલા સ્વર્ગે જતારહો  .
એક વખત હું સખત બીમાર પડી ગયો  .મિત્રો મારી તબિયતના સમાચાર પૂછવા આવવા લાગ્યા  .મારી ઘરવાળી તેઓ મિત્રોના માટે જમવાની અને બીજી સરભરા કરવામાંથી ઉંચી ન આવે  .એક વખત યુ પી નાં કબીર પંથી ભૈયા  મારી ખબર પૂછવા આવ્યા  એ દારૂડિયા હતા  .અને એ દુરથી આવેલા હોવાથી ઘરે રોકાઇ ગયા  .એના માટેતો મહુડાની  પહેલી ધારનો દારુ તૈયાર રાખવો પડે  .
મારા જાનિ ,કનક રાવલ  ,વલીભાઈ દિનેશ વૈષ્ણવ પ્રવીન્કાંત શાસ્ત્રી પ્રજ્ઞા વ્યાસ વિનોદભાઈ પટેલ રાજા ભાઈ  જેવા અનેક મિત્રો  મારી ખબર અંતર પૂછવા આવેલા  હવે મારી તબિયત  જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી .ઉર્દુમાં કહેવું હોય તો “મેરે ઉપર  નજ અ કા આલમ થા મેરે મયગુસાર
 મારું મોઢું ઘડી ઘડી જોઈ રહ્યા હતા એ એટલા માટે કે હું જીવું છું કે મરી  ગયો છું ? એટલામાં  એક ગુસાર(મય ગુસાર= શરાબી મિત્રો ) બોલ્યો

अब  आता मरजाएगा  उसको अबी कबरस्तान को ले चलो  दुसरेने कहा ये अबी ज़िंदा है   तीसरा बोला अरे साले  कबरस्तान  जाते जाते तो वो मर जाएगा चलो उठाव जनाज़ा  तैयार करो   कनक रावल बोले  वो अभी कबरस्तान  नहीं जा सकता  क्योंकि वो अब ज़िंदा है  . शराबी के   आगे  किसका चलता है  . मेरे लिए स्टेनलेस स्टीलकी  मजबूत संदूक तैयार रखी थी  उसमे डालके मयगुसारो ने मुझे जिंदाही कबीर पैंथिओका रिवाज के अनुसार दफ़न कर दिया ; स्वर्ग लोक में चित्र गुप्तने देखातो मेरे मरने का समय अभी हुवा नहीं है  ये यमराजको बोला  तुम जल्दी जाओ और आता  को कबर यानिके समाधि से बहार निकालो  चित्रगुप्तका हुकुम सुनके  यम देवता अपने भेंसे के ऊपर सवार होकर  मेरी समाधिके पास आये और भेंसे को होकम किया कि आताको बहार निकालो 

 યમદેવના પાડે પોતાના  મજબુત કુંધલા શીંગડા થી સમાધી ખોદીને મારી  પેટી બહાર કાઢી યમરાજાએ પેટી ખોલી અને અંદર મને જોયો અને પુચ્છ્યું એલા અહી કેમ આવ્યો છો ? મેં કીધું મહારાજ હું મારી ગયો છું એટલે મને મારા કબીર પંથી  શરાબી મિત્રોએ મને અહી દાટી દીધો છે  .યમરાજા કહે તું મારી નથી ગયો  જા ઘર ભેગો થઇ જા  મેં કીધું મારારાજ મનેતો અહી ફક્ત ત્રણ લૂગડાં ભેર દાટી દીધો છે  .એતો મને ફક્ત લેંઘો અને ઝભો  પહેરાવીને  દાટી દેતા હતા એતો ભલું થાજો  સજ્જન  દારૂડિયા મિત્રનું કે એણે એવું  કીધું  કે  પછિ યમરાજા બોલ્યા  ને સ્વર્ગમાં નો ફાવે તો  એને આપઘાત કરવો હોય તો એ  પાઘડીથી  ગળે ફાંસો ખાઈ શકે  .પછી યમરાજા બોલ્યા  જા હું તુને રાઈડ આપું છું મારા પાડાની કાંધ ઉપર બેસી જા  મેં કીધું મહારાજ આ મારા ગામ ફિનિક્ષ્મા  ટ્રાફિક ની જબરી સમસ્યા છે અહી  તમારા પાડા ને એક્સીદેન્ત થાય અને એને  હોસ્પિટલ ભેગો કરવો પડે અને તમે અને હું  રખડી  પડીએ  હું તો મારા ઘર ભેગો થઇ જાઉં અને તમને કોનો માઠો બેઠો છે કે  કોઈ આશરો ?આપે   યમ્દેવ્તા કહે  હું પાડાને  અધર  ઉડાડીને  લઇ જઈશ  તો તો બહુ મોટી મુસીબત સર્જાય  કેમકે અલકાયદા થી ભય ભીત અમેરિકન એવું માને કે  આ અલકાયદાની નવી શોધ હશે  એટલે  મીલ્ત્રી વાલા આપણ ને   ભડાકે  દ્યે  યમરાજા કહે હવું બહુ દલીલ કર્યા વિના ચુપ ચાપ પાડાના શિગડા પકડીને  એની કાંધ ઉપર બેસી રહે હું પાડાને અદ્રશ્ય રીતે ઉડાડીશ  પછીતો યમરાજ મને મારા  ડ્રાય વે માં મૂકી ગયા આ વખતે મારા ઘર વાલા   તુલસીને પાણી પીવડાવતા હતા મને જોઈ  ગયા એમને ભૂત ભૂત ની બુમ પાડી  ઘરમાં મારી પાછળ ભજન રાખેલા તે  હામ્ફારા  ફાફર થઇ ગયા  એક પંજાબીએ કીધું  એહ્ડી   બોડી  કટકે લેલો બોડી = ચોટી પછી પ્રવીન્કાંત શાસ્ત્રીએ કીધું  એને પડછાયો છે એટલે એ  ખરેખર આતાજ  છે  ભૂત નથી  સાંભળી બધાના જીવ હેઠા બેઠા