tulsi તુલસી ઇસ સંસારમે સબસે મીલીઓ ધાય

મારો એક મિત્ર છે આપ જાણો છોકે  મિત્રો અનેક પ્રકારના હોય છે  સન્મિત્ર ,કુમિત્ર, તાલી મિત્ર ,લાલચુ મિત્ર  આ મારો મિત્ર મને હર્ષભેર મદદ કરનારો મિત્ર છે  .પણ જરાક મુર્ખ છે  ખુબ સિગારેટ પીએ છે  .પાતળા બાંધાનો વીસેક વરસની ઉમરનો  દેખાવડો જવાન છે  તે કંઈ નોકરી ધંધો કરતો હોય એં વું લાગતો નથી  ,તેને એક બહુ રૂપાળી ગર્લ ફ્રેન્ડ છે , વિનોદભાઈ નાં એક લેખ માં એક અમેરિકન 41 વરસની ઉમરની બાઈ ભારતના એક ગામડિયા ખેડૂત 25 વરસની ઉમરના  છોકરાને પરણીને પોતાને સાસરે ભારતના હરિયાણા  સ્ટેટમાં  ઢોરના છાણ વાસીંદા કરવા આવી છે” ફક્ત પ્રેમ એવીરીતે”” મારા દોસ્તની ગર્લફ્રેન્ડ  તેના ઉપર મોહિત થઈને એની મિત્ર બની છે  હું એક વખત મારા યાર્ડમાં કામ કરતો હતો ત્યારે એને મને પૂછ્યું હું તમને મદદ કરું ?એનું નામ હું બુલી ગયો છું એટલે  આપણે  એને ગાંડિયા  તરીકે ઓળખીશું , મેં એને  આભાર સાથે મદદની  નાપાડી  .તે સિગારેટ પીતો પીતો આવે અને  મારા ઘર પાસે આવે ત્યારે એની સિગારેટ  પૂરી થઇ ગઈ હોય  એટલે એ સિગરેટનું સળગતું  ઠુંઠું  મારા બેક યાર્ડમાં નાખે ,કેટલાય સમજુ માણસોના  કહેવા પ્રમાણે  આ દેશના  યુવાનોને  ઉપદેશ અપાય નહિ  ભૂલ કઢાય નહિ  પોલીસનું પણ આવું કહેવાનું હોય છે   ,એક વખત મેં એને કંઈ કામ માટે બોલાવ્યો  એ  સિગારેટ પીતો પીતો મારી પાસે આવ્યો અને  સિગારેટના   ધુમાડા ની છેલ્લી ફૂંક એણે  મારા મોઢા ઉપર મારી  ફક્ત નિર્દોષ ભાવે   આવું ન કરાય  એવી શિખામણ   એને  કદી અપાય નહિ  મારેતો એના ગુણ જોવાના છે એના અપ લક્ષણ સુધારવાનું કામ  એના માબાપનું છે  મારું નહિ  મને એક વખત એણે કોમ્પુતેરમાં  મારી  મૂંઝવણ  દુર કરી આપેલી  મેં  એને  પૂછ્યું  કેટલા  પૈસા આપું તો તે કહે  મિત્ર  પાસેથી ક્દી પૈસા  લેવાતા  હશેએ   વું   બોલી  એણે પૈસા ન લીધા  .
એક વખત એ એની  ગર્લ ફ્રેન્ડ  સાથે  મારા ઘર આગળથી  પસાર થયો   મને જોઇને બોલ્યો  જો આ મારી ગર્લ ફ્રેન્ડ  કેટલી સુંદર છે ? મેં કહ્યું બહુજ સુંદર છે  .એક વખત હું એને  કમ્પ્યુટર પાસે મારી રૂમમાં લઇ ગયો   કમ્પ્યુટર  ઠીક કરી ગયો  અને મારી પાસેથી  પૈસા નો લીધા  મારા બ્લોગના ચિત્રમાં  સર્પ  દેખાય છે એ ચિત્ર એણે  મૂકી આપ્યું છે  .
તુલસી દાસનું  આ વાક્ય  મને  આ ગાંડીયાને  જોઉં  ત્યારે અવશ્ય યાદ આવે  મેં  તુલસી દાસના  દોહામાં  થોડો ફેરફાર  કર્યો
તુલસી ઇસ સંસારમે  સબસે  મીલીઓ ધાય
નાં જાને  કિસી ભેશ્મે  ગાંડિયા દોસ્ત મીલ્જાય

8 responses to “tulsi તુલસી ઇસ સંસારમે સબસે મીલીઓ ધાય

  1. Vinod R. Patel ફેબ્રુવારી 19, 2014 પર 11:57 એ એમ (am)

    આતાજી આપની આ પોસ્ટનો લેખ ગમ્યો . જે નજરે જોયું એને સુંદર રીતે લખ્યું .

    આ દુનિયામાં કોણ ડાહ્યું અને કોણ ગાંડું એ જલ્દી પરખાતું નથી .

    એક કહેવત છે . જે ફાવ્યો એ ડાહ્યો અને જો ન ફાવ્યો તો ડાહ્યો હોય તો પણ ડફોર !

    કોયલડીને કાગડો એ વાને વર્તાય નહીં

    જીભલડીમાં જવાબ સાચું આતાજી કહે !.

    • himmatlal ફેબ્રુવારી 21, 2014 પર 11:07 એ એમ (am)

      પ્રિય વિનોદ ભાઈ
      તમારી વાત સાચીછે
      ફાવ્યો હોય ઈ મુરખો હોય તોય ડાયો અને બહુ સમજદાર હોય પણ કોઈ કામમાં ફાવે નહીતોઈ ડફોર
      જો હિટલર ફાવ્યો હોત તોએનીજ બોલ બાલા હતી . અને આપણે સ્વસ્તિક વાલા તો કુદકા મારત
      ઝીણા સાહેબ સુવારનું માંસ ખાતા હતા . દારૂપિત હતા . કદી નમાજ પઢતા નહિ રોજા રાખતા નહિ હજ પઢવા ગએલા નહિ .છતાં એને પાકિસ્તાનનું સર્જન કરવામાં સફળતા મળી બસ પછી વખણાઈ ગયા
      સંસ્કૃત ભાષા એટલી સચોટ છે કે જેમાં કંઈ ગોટાળો નહી અને અંગ્રેજી ભાષામાં જરૂર વગરના શબ્દો પણ ઘાલેલા છે ઘણામાં લખવું પણ તેનો બોલવામાં ઉપયોગ કરવાનો નહિ કારનું નામ શેવરોલેટ છે તેમાં ત નો ઉચાર કરવાનો નહિ . તે છતાં અંગ્રેજ અને તેની ભાષા ફાવી ગઈ અને પાણીની બાપડા પાછા પડી ગયા અને સિંહ ની ભાષાનો અખતરો કરવા ગયા એમાં સિંહે ફાડી ખાધા

  2. pravinshastri ફેબ્રુવારી 19, 2014 પર 11:04 પી એમ(pm)

    આતાજી’
    ઘણા વર્ષો પહેલાની વાત છે. મારો દીકરો ટિનેજર હતો. એનો એક દોસ્ત પણ સીગારેટ પીતો હતો. મેં મારા દીકરાને કહ્યું તું કેમ એને સીગરેટ ના પીવાનું કહેતો નથી. મારા દીકરાએ મને જવાબ આપ્યો મારો દોસ્ત મને સીગરેટ પીવાનું કહેતો નથી, મારે શા માટે એને સીગરેટ ન પીવાનું કહેવું જોઈએ? એ એનો બિઝનેશ છે. એ કામ એના ફાધરનું છે. ભારતની સંસ્કૃતી અને અમેરિકાની વાતમાં આટલો ફરક.

    • himmatlal ફેબ્રુવારી 21, 2014 પર 10:37 એ એમ (am)

      શાસ્ત્રી ભાઈ તમારા દીકરાને સમજદાર કહેવોપડે કેમકે એ સિગારેટ પીનાર તેના દોસ્તને સિગારેટ ન પીવાનો ઉપદેશ આપવા માટે એનેથોડા કોઈ પૈસા આપવાનું હતું ?

      • pravinshastri ફેબ્રુવારી 21, 2014 પર 11:18 એ એમ (am)

        આતાજી સાદર વંદન. કહેવાનો મતલબ એ છે કે આપણા દેશનો મિત્ર ધર્મ અને અમેરિકન યુવનોનો મિત્રધર્મ જૂદો છે. આપણે માત્ર થોડી ઓળખાણમાં જ ગુરુ બનીને બીજાની અંગત વાતોમાં સલાહ આપવા બેસી જઈએ છીએ. અહીંની પ્રજા મૈત્રીમાં ડોન્ટ આસ્ક ડોન્ટ ટેલ માં જીવવા વાળી છે.

  3. vkvora Atheist Rationalist ફેબ્રુવારી 20, 2014 પર 12:20 એ એમ (am)

    બીડી સીગરેટ તમ્બાકુના બંધાણીઓને ઘણાં ફાયદા હોય છે એ સમજાવો જેમકે વૃદ્ધાવસ્થા ન આવે. કમર જલ્દી વળી જાય. લાકડીથી ચાલવાથી કુતરા ન કરડે. રાતે ખાંસી ખાવાથી ચોર ન આવે…..

  4. himmatlal ફેબ્રુવારી 21, 2014 પર 10:25 એ એમ (am)

    ઈ વાત તમારી સાચી છે
    તમાકુના બંધાણીને ઘડપણ નો આવે ક્યાંથી આવે ? જુવાનીમંજ એ હાલ્યોગ્યોહોય કુતરા ન કરડે કેમકે તે લાકડી લઈને હાલ્તોહોય એટલે લાકડીની બીકે કુતરા ધુક્ડા નો આવે અને આખી રાત ખાંસ ખાંસ કર્તોહોય જાગતો હોય એટલે ચોર્પણ નોજ આવે ને ?

  5. pragnaju ફેબ્રુવારી 24, 2014 પર 8:07 પી એમ(pm)

    યૌવન, ધનસંપત્તિ, સત્તા, તુમાખી અને અહંકાર આ બધાં લક્ષણો ભેગાં થાય છે ત્યારે અનર્થ સર્જાય છે. આવા માણસો કોઈ ને કોઈ તબક્કે ગાંડપણમાં સરકી જતા હોય છે. કોઈ પણ માણસને ડાહ્યો ઠરાવવા કરતાં પાગલ ઠરાવવાનું કઠિન છે. કોઈને ડાહ્યો કહીએ તો તે સ્વીકારી લેશે, કારણ કે એ પોતાને ડાહ્યો જ સમજતો હોય છે, પણ કોઈને ગાંડો કહીએ તો આપણું આવી બને. આ કહેવાતા ડાહ્યા માણસો બીજાને નાસમજ, અબુધ અને ગાંડા સમજતા હોય છે. ધન, સત્તા અને કીર્તિ પાછળ દુનિયા પાગલ બનીને દોડી રહી છે. આ માયાવી તત્ત્વો છે, તે હંમેશાંનાં કોઈનાં રહ્યાં નથી. રાજાને રંક બનતા વાર લાગતી નથી. સત્તાનું સિંહાસન હવાની એક લહેરખીમાં ઉથલી પડે છે, લક્ષ્મી ચંચળ છે. આ બધું સમજવા છતાં માણસ તેની પાછળ પાગલ છે. ધર્મ અને પ્રેમમાં દીવાનગી સારી છે, પરંતુ ગાંડપણ સારું નથી. ગાંડપણ અને ઝનૂને ધર્મને સાચા અર્થમાં ધર્મ રહેવા દીધો નથી. હૃદય ધર્મથી રંગાયેલું હશે તો બહારના બીજા કોઈ રંગની જરૂર નથી. માણસને માણસ બનાવે એ સાચો ધર્મ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: