સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
સંતાનોના ગુણ-અવગુણ એના માતાપિતાની ય ઓળખ આપ છે.! ગમે તેટલા ગોપિત રાખો, અપ્રગટ રાખો, છાના રાખો એ છતરાયા થવાના જ. પ્રકૃતિવિદનું એક બહુ જ જાણીતું અવલોકન છે. કોયલ પોતાના ઈંડા કાગડીના માળામાં મૂકી આવે છે. કાગડી એને પોતાના જ બચ્ચા સમજી ઉછેરે છે ને એક દિવસ એને કાને ‘કા..કા…’ને બદલે ‘કૂઉ…’ ગૂંજે છે. આ કિસ્સામાં ઈંડા છેતરે છે. ઓળખ તો કોચલુ તૂટે પછી જ બોલે છે. પણ કાગડીના માળામાં રહેવા છતાં, કોયલનું બચ્ચું કા… કા… નથી જ કરતું. એ પોતાની ઓળખ જાળવી રાખે છે.
આ ઉદાહરણમાંથી એક તારણ કઢાયું છે કે, પેઢીના સંસ્કાર આગળ ઉતરે છે ને પેઢીની ઓળખ બને છે ને એને કારણે જ અસલના વખતમાં વર કરતાં ય ઘરનો મહિમા વઘુ હતો. ‘કોના સંતાન છે’ એ વાતનું વજન પડતું કે ઓછું થતું. મા-બાપની સિદ્ધિ કે મર્યાદા એમના સંતાનોની ઓળખ ઘડતી. જેના પરિવારમાં કોઈ રોગ હોય તો એ એના વંશમાં પણ અંશરૂપે ઉતરે એવી માન્યતાથી સંબંધ તોડાતા કે રોકાતા અને કેટલાય કિસ્સા એના અનુમોદનમાં ઘ્યાન પર લવાતા. વિજ્ઞાન પણ ‘જીનેટીક્સ’નું નવું શાસ્ત્રજ્ઞાન દ્રઢ કરી રહ્યુ છે. સંશોધનો ચાલે છે અને આ વંશાનુગત વારસાના સિદ્ધાંતોને ચકાસે છે.કાગડીનું બચ્ચું ટહૂકીને ના છેતરે. માણસ પાસે તો પોતે જે નથી તે દેખાડવાના હજાર કિમીયા છે.
દુલા કાગ વાંચતા જ યાદ ગુંજે
જમ જડાફા ખાય , મોતે નળ્ય માંડિયુ;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
ધમણે શ્વાસ ધમાય, ઘટડામા ઘોડા ફરે;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
તો અંગ અઘળા તાવ, પૂતર તળ પૂછે નઇં;
(પણ) ભળ્યો ન બીજો ભાવ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
કિધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણા લગી;
ન કર્યા દુઃખડા નેણ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?
આખર ઍક જતાં, ક્રોડ્યું ન આખર કામના;
મોઢે બોલુ ‘મા’, કોઠાને ટાઢક, કાગડા!
પ્રિય પ્રજ્ઞા બેન એક દુહો લખું છું
સવરણે સવરણ નીપજે ક્વરણ ઉછરેલ કરણ
કોયલ કસુર ન હોય મર દરીદરે સેવી દાદવા
વાહ
સમદર જળ સરખાં ભર્યાં, તાવે સાયરમાં તાણ,
સમણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા’ણ,
ભલાં ભલાં પ્રજ્ઞાબેન
તમારી કોમેન્ટ મને બે હદ ગમે છે।
કોયલડી ને કાગ ઈને વાને વર્તારો નૈ
ઈની જીભડી દ્યે જવાબ સાચું સોરઠી યો ભણે
મૂળ દોહો આ પ્રમાણે છે…
કોયલડી ને કાગ ઈ વાને વરતાય નહિ
જીભલડીમાં જવાબ સાચું સોરઠીયો ભણે
આ ગમશે…
કરવત, કાતર, કુજન, એ વહેરી જુદાં કરંત,
સૂઈ, સુહાગો, સજ્જન, ભાંગ્યાં એ સાંધંત.
પ્રિય પ્રજ્ઞા બેન
સારું કર્યું તમે ખરો દુહો વાંચવા આપ્યો અને કાતર વાળી વાત દુહો ગમ્યો મને એક આવું આખું ભજન આવડે છે
સુણ દરજીડા કાતર ગજને સોય તણા ગુણ હું કહું
કાતર કેવી ભૂંડી ભારી તે પેટ વિષે રાખે પારી
સાજ્યાં ભાંગ્યાં કરવા વારી વગેરે વર્ણન વારુ આખું ભજન કોઈ વખત હું બ્લોગમાં મુકીશ
કુદરત પ્રેમી આતા અને સાહિત્ય જ્ઞાતા પ્રજ્ઞાબહેન પ્રતિભાવ ગાનમાં ભૂલ્યો કે શું લખવું વિચાર્યું હતું. કોમેન્ટ આપનારે આતા-પ્રિયજ્ઞાનો સંવાદ સૌ પ્રથમ વાંચવો જ રહ્યો.
પ્રિય પ્રવીણભાઈ
હું એક કાતર ,ગજ .ને સોય .બાબત એક કવિતા મારા બ્લોગમાં મુકવાનો છું એ વું મેં પ્રજ્ઞા બેનને કહેલું પણ હવે તમ્નેજ કોમેનત આપવાની ઈ ચ્છા થઇ ગઈ જાણે કે તમે મને પ્રેરણા આપી હોય .
આ કવિતા મારી માએ જ્યારે તેઓ તાજા પરણેલાં હતા અને બેટ દ્વારકા મારા બાપા સાથે રહેવા ગએલા ત્યારે કોઈ પાસેથી સાંભળેલી અને કંઠસ્થ કરેલી જે કવિતા આપના માટે વાંચવા આપું છું .
સુણ દરજીડા કાતર ગજને સોય તણા ગુણ હું કહું
અચરજ ઉપજે જોઈ જગતની રીત વિષે હું શું કહું
કાતર કેવી ભૂંડી ભારી તે પેટ વિષે રાખે પારી
સાજ્યાં ભાંગ્યાં કરવા વારી ….સુણ
હવે ગજના ગુણ કહું છું જે છે બદ સલાહ કાતર ને દે છે પછી પોતે તો અળગો રે છે ……..સુણ
જો સોય બિચારી સારી છે તૂટ્યાં સાજાં કરનારી છે તેથી દરજી ને બહુ પ્યારી છે ……….સુણ
ગુણ ઓળખીને ગુણી જન ભાખે ગજ કાતરને હેઠાં નાખે સિર ઉપર સોય ધરી રાખે …….સુણ
આતાજી આપની આ કવિતા ખુબ બોધદાયક છે. તમે જરૂરથી તમારા બ્લોગમાં મૂંકો.
તો પછી હવે આતાવાણી માં જવા દઈશ
આ શ્રી પ્રવીણભાઇ ની વાત પ્રમાણે મુ શ્રી આતાજીની વાતમા ગાડી આડે પાટે જતી લાગે અને અમારા ભૂતકાળના બનાવો પર કહેવાઇ જાય જે અમારા પાગલપણાની દવાનું કામ કરે છે.આપ જેવા વિદ્વાન ન કેવળ આ સહન કરી માફ કરો છો પણ વાંચો અને સરાહો ત્યારે અમારી દીવાનગીની ફીકર ઓછી થાય….
બાકી આદિ.શંકરાચાર્ય પ્રમાણે જર્જર દેહે કોઇને વાત સાંભળવાનો સમય જ નથી ત્યારે આપની પ્રેરણાથી આગળ વધીએ.
પ્રથમ પંક્તિમાં કરવત, કાતર અને કુજનની વાત છે. જેમની પ્રવૃત્તિ ભેગાં થયેલાને જુદા કરી નાંખવાની છે અને બીજી પંક્તિમાં સોય, સુહાગો અને સજ્જનની વાત છે જે વિખૂટાં પડેલાંને એક કરે છે. આપણે સોય સુહાગો અને સજ્જનની પ્રવૃત્તિને બિરદાવી અનુસરવી જોઇએ એવો ભાવ બોધ આ પંક્તિઓમાંથી પ્રાપ્ત થાય છે.
આ જગતમાં દરેકની સાથે કેટલીક સ્વભાવગત બાબતો વણાયેલી હોય છે. એવી સ્વભાવગત્ બાબતને પકડીને લોકહિતમાં સદ્વર્તન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેમ કે કરવતનો ગુણધર્મ લાકડુ વહેરવાનો છે. એવું જ કામ કાતરનું પણ છે. કાતર કાપડને વેતરીને એના ટુકડા કરી નાંખી એ પણ જોડાયેલાંને જુદાં કરી નાંખવાનું કામ કરે છે. ભેગાં હોય તેમને જુદાં કરવા એ નકારાત્મક એટલે કે ખરાબ પ્રવૃત્તિ ગણાય. ‘કુજન’ એટલે ખરાબ માણસ. આવા માણસો કુટુંબ, સમાજમાં કુસંપ કરાવવાનું કામ કરે છે. એકબીજાના કાન ફૂંકવા, કાગનો વાઘ કરવો કે નાની વાતને મોટું સ્વરૂપ આપી, રાઇનો પર્વત કરી યેનકેન પ્રકારે માણસોમાં તે ભાગલા કરાવે છે. આવા માણસો કુજન-દુર્જન કહેવાય. એથી અહીં એમની પ્રવૃત્તિને કરવત અને કાતર સાથે સરખાવવામાં આવી છે.
સોય ફાટી ગયેલાં કપડાંને સાંધીને જોડવાનું કામ કરે છે, એવી જ રીતે વાસણ સાંધવામાં સુહાગોનો ઉપયોગ થાય છે. આ લોકોહિતમાં સોય અને સુહાગોની સાથે’સજ્જન’ ની પ્રવૃત્તિને જોડવામાં આવી છે. સજ્જન માણસો વિખુટાં થયેલાં, ઝગડેલા માનવીઓને એમની વચ્ચે સુલેહ સંપ કરાવવાનું ઉમદા કાર્ય કરે છે. કુટંુબમાં,સમાજમાં માણસો માણસો વચ્ચે ક્યારેક તો કજિયો થાય જ. જ્યારે આવું કંઇ થાય ત્યારે સજ્જન એકઠાં માણસ એમને સમજાવી-પટાવી એકઠાં કરવાનું કામ કરે છે માટે એવી ઉમદા પ્રવૃત્તિને જ અનુસરાય એવો ભાવ બોધ પ્રસ્તુત પંક્તિઓમાંથી મળે છે. આવા જ ભાવને વ્યક્ત કરતો એક બીજો દુહો પણ જાણીતો છે જે આ પ્રમાણે છે.
‘કજ્જલ તજે ન શ્યામતા, હીરો તજે નશ્વેત, દુરિજન તજે ન વક્રતા, સજ્જન તજે ન હેત’
અર્થાત કાજળ એની કાળાશ છોડી શકતું નથી તેમજ દુર્જન એની દુષ્ટતા (વક્રતા) છોડી શકતો નથી. તો સામે પક્ષે જેમ હીરો છોડી એનું તેજ નથી છોડી દેતો તેમ સજ્જન અન્ય માણસોને હેત કરવાનું છોડી શકતો નથી. માણસે દુર્ગુણ ત્યજી સદ્ગુણી બનવું જોઇએ. આપણે ‘કુજન’ નહીં પણ સજ્જન બનવાનું છે. સુહાગા બનવાનું છે. માનવ જાતે જો સુખી અને સમૃદ્ધ થવું હોય તો આ સનાતન સત્યને સ્વીકારવું જ રહ્યું.
પ્રિય પ્રજ્ઞા બેન
તમારાં જેવાં સ્નેહીઓનો મારી તંદુરસ્તી (શારીરિક અને માનસિક )ટકાવી રાખવામાં અને વધારવામાં કંઈ ઓછો ફાળો નથી ,
जहाँ तक हो आताई दिलमे रख आला खयालोको हसद मगरूरी दिलमेंसे निकाल देने के काबिल है यारो मै इतना बरखुरदार हूँ है नेक दिल माशूक़ संग दिल फ़ितनागर माशूक़ हटा देने के क़ाबिल है
હંમણા સમાચારમા દિલ્હી વધુ આવે ત્યારે યાદ આવે
दो गज जमीं के लिये तडपते खातेमुनशहेनशाहे
मुघलिया बहादुरशाह जमीन का आखरी मस्कन.
दिल्ली से अपने विदा होने को बहादुर शाह ज़फ़र ने इन शब्दों में बांधा है:
जलाया यार ने ऐसा कि हम वतन से चले
बतौर शमा के रोते इस अंजुमन से चले
न बाग़बां ने इजाज़त दी सैर करने की
खुशी से आए थे रोते हुए चमन से चले
जब बहादुर शाह ज़फर रंगून के जेलमे था जब उदास था उस वक्त उनका पहरेगिर जो अँगरेज़ था शायर था उसने ज़फर को कहा
दम दमाए दम नहीं अब खैर मांगो जानकी
ऎ ज़फ़र ठंडी पड़ी अब तेग हिन्दुस्तानकी जफरने जवाब दिया
हिंदिओमे बू रहेगी जब तलक इमानकी
तब तो लन्दन तक चलेगी तेग हिन्दुस्तानकी
પ્રિય પ્રવીણભાઈ
તમારી વાર્તાઓ રસદા યક તો હોય છે પણ જ્ઞાન વર્ધક પણ કહેવાય મારા જેવાને ઘણું શીખવા મળે છે