Daily Archives: ફેબ્રુવારી 1, 2014

આતાની ગુજરાત યાત્રા ભાગ #3

DSCN0366 DSCN0367 DSCN0378 DSCN0389 DSCN0419ઉપલેટામાં  મને મિત્રોએ ખુબજ આનંદ કરાવેલો  ઉપલેટા  માં  એક  દેવાયત બોદર નામના આહેર જુવાનનું  બાવલું છે.એ વિષે વાત એવી છેકે  જ્યારે  સિદ્ધરાજે  જુનાગઢ ઉપર ચઢાઈ કરી અને ચાવડા રાજાને હરાવેલો  ત્યારે  હારેલા રાજાની રાણીએ પોતાના એકના એક પુત્રને બચાવવા  માટે એક ઝાડું મારનાર બાઈને સોંપ્યો અને કોઈ વિશ્વાસ પાત્ર ને ઘરે મૂકી આવવા વિનંતી કરી  ઝાડું વાળી બાઈ  નાનકડા  રાજકુમારને લઈને યોગ્ય  ઠેકાણું શોધવા નીકળી  શોધતા શોધતા તેને સોરઠીયા આહેર દેવાયત બોદારનું ઘર યોગ્ય લાગ્યું। રાજ્કુવારને  દેવાયાતની વહું ને સોપી ઝાડું વાળી ભાઈ રવાના થઇ ગઈ  સોલંકી જાસૂસોને બાતમી મલી  કે રાજકુમારને  દેવાયતબોદરને ઘરે   .છુપાવવામાં આવ્યો છે  .સોલંકી સરદારો   દેવાયાતને ઘરે પહોન્ચ્યા  આ વખતે  દેવાયાતની વહુ એકલી ઘરે હતી એને  એકક્ષન નો પણ    વિચાર કર્યા પહેલા રાજ્કુવારને બદલે  પોતાનો વહાલ સોયો પુત્ર  આ રાજકુમાર છે એમ કહેને  સૈનિકો ને જરા પણ ખચકાત વગર સોંપી દીધો  અને ક્રૂર સૈનિકોએ  તલવારના એકજ ઝાટકે  કુમળા બાળકનું  માથું ધડ થી જુદું કરી નાખ્યું  સૈનિકોને બાળકનું માથું વાઢી નાખ્યા પછી વહેમ પડ્યો કે  કદાચ બાઈએ  રાજકુમારને બદલે  પોતાનો દીકરો સોંપી દીધો હોય  એટલે સૈનિકોએ દેવાયાતની  વહુની લાજ ઉઘ્દાવીને ખાતરી કરી કે બાઈ રુવે છે કે નહિ ? લાજ ઉઘડ્યુઆ પછી જોયું તો બાઈ  હસતી હતી એને હરખ હતો કે  પોતાના પુત્રનું બલિદાન આપીને  પોતે એક રાજકુમારને બચાવ્યો છે  આ પછીથી  સોરઠીયા આહેરો માં લાજ કાઢવાની પ્રથા નથી।  ફક્ત જ્યારે લગ્ન થાય ત્યારે  કન્યાએ  ઘૂંઘટ તાણ્યો હોય  લગ્ન વી ધી પતિ જાય  ચાર મંગલ ફેર ફરી લેવાય  કન્યા વરરાજા સાથે  ગાળામાં બેસીજાય એટલે ઘૂંઘટ ખોલી નાખે  પછી તો  મેર , સોરઠીયા  રબારી।  ઘેડીયા કોળી  વગેરે લોકોએ પણ લાજની પ્રથા બંધ કરી દીધી  છે  .

મેહુલને મેં વાત કરીકે આજે સાંજે ત્રણેક વાગ્યે અમો  વંદના। અને વિનોદકુમાર  જામનગર જવા નીકળી જવાના છીએ  મેહુલ ગલ ગળો થઇ ગયો અને બોલ્યો કે હું મારી નોકરી પૂરી કરીને સાંજના 6 વાગ્યે આવીશ ત્યારે તમો નહિ હોવ  અમને વિનોદકુમારના મામા ચંદુભાઈએ  ટેક્ષી કરી આપી અને અમો જામનગર જવા રવાના થયા  ઉપલેટા નાં ઘણા લોકો અમેરિકામાં વસે છે  એક ઉકાભાઈ સોલંકી નામના આહેર  કેલીફોર્નીયામાં મોટા બીજ્નીસ મેન  છે એક સુરેશ સુવા નામના ભાઈ ન્યુ જર્સીમાં રહે છે તેનો ભાઈ ઉપલેટામાં જબરો પ્લાસ્ટીકનો ધંધો કરે છે મેં તેને પૂછ્યું  તમારે અમેરિકા નથી આવવું ?તે કહે નાં  અહી તેના પાતાના ધંધામાં ઘણા માણસો નોકર છે  માંકડિયા શાખાનાકડવા પટેલ અહી અમેરિકામાં છે

અમો  ઉપલેટાના સ્નેહીઓની પ્રેમ ભરી વિદાય લઇ  જામનગર જવા રવાના થયા  રસ્તે એક કોલકી ગામ આવ્યું એનો સુંદર દરવાજો જોઈ ગામની મેમાંન્ગતી માનવાનું મન થઇ ગયું આ ગાનના એક દેવશીભાઈ કરીને માંકડિયા  અમેરિકામાં એના દીકરા સાથે રહે છે બીજા એક લેવા પટેલ પરસોતમ સોજીત્રા પોતાની દીકરીને ઘરે અવાર નવાર અમેરિકા આવે છે। તેઓ પાસન ઉપલેટાના છે  કોલકી છોડ્યા પછી અમે આગળ વધ્ય એટલે ધ્રાફા  ગામ જાડેજા ગરસીયાઓની વસ્તી નું ગામ આવ્યું અને પછી  મોટી ખાવડી ગામ આવત્યું જે ની પથરાળ જમીન પાણીના મુલે ધીરુ ભાઈ અંબાની  એ ખરીદીને  પોતાની રિલાયન્સ કામની ખડી કરી દીધી  જેમાં 30હાજર માણસોની વસાહત  ખડી કરી દીધી અહી નોકરી કરતો મારો ગ્રેટ ગ્રાન્ડ સન  નીરજ ને ઘરે  મહેમાન બન્યો અમને લેવા માટે  નીરજ રિલાયન્સના દરવાજે હાજર હતો મેમણ તરીકેનું કાર્ડ કાધ્જાવી અમોએ દરવાજામાં પ્રવેશ કર્યો અહી નીરજની પત્ની નિધિ એ અમારું  સ્વાગત કર્યું અને મારા માટે  મોરું માસ અને બીજાઓ માટે તીખું તમતમતું  શાક અને બીજું ભોજન તૈયાર રાખ્યું હતું  પણ બાપુ તમે કોક અમેરિકાની વાસહાત્ય્માં આવી પહોચ્યા હોઈએ એવો મને એહસાસ થયો તમે મહાભારત મુવી જોઈ છે એમાં દુર્યોધને ઇન્દ્રપ્રસ્થ   આપેલું પછી ભીમ જાતે હાલ હાંકવા માંડેલો બલભદ્ર  બળદની મદદ થી હાલ હાંકવા માંડ્યો અર્જુને એના બાપ ઇન્દ્રને કહીને વરસાદ વરસાવ્યો  અને પછી જેવું નંદન વન થઇ ગએલું એવું આ  ધીરુભા। ઈ અંબાણીએ  નંદન વન કરી મુક્યું છે હપછી બીજી વખત વધારે લખીશ આ વજો રામ રામ