Daily Archives: જાન્યુઆરી 29, 2014

આતાની ગુજરાત યાત્રા 2013 #2

DSCN0357ઉપલેટા હું મારા પ્રિય મિત્ર પરબત ભાઈના  દીકરા  રાજસી ભાઈ અને તમના પત્ની શોભના બેનનો હું મહેમાન હતો આ સાથેના ફોટામાં ડાબેથી જમણે  શોભનાબેન ,વંદના મારી દીકરીની દીકરી , વંદના નાં પતિ વિનોદ કુમાર  મારા ઉપર ઉછળતો  પ્રેમ ધરાવતો રાજસી, અને ખાસ ખુરસી ઉપર બેસાડેલ ધોળી  ફગફગતી દાઢી મૂછનો ધણી બ્લોગર ભાઈઓ જેને  આતા નાં  લાડલા નામથી ઓળખે છે. એ જે ને મિત્રો અરિઝોના  અમેરિકાના   સુખા પ્રદેશનો સાવાઝ કહે છે અને વલીભાઈ મુસા જેવા જેને ભાભા તરીકે માન આપે  છે એ

રાજ્સીના લીધે મને ઉપલેટામાં ઘણા સ્નેહીઓ મળ્યા જેમાના કેટલાક  કરોડ પતિ હતા પણ તદ્દન નિરાભિમાની શોભાના બેનના ભાઈ  શિક્ષક માંથી નિવૃત થએલા છે તેમની પાસે પાડાના કાંધ જેવી  110 વીઘા જમીન છે હાલ એક વીઘા જમીનની કીમતએક વીઘાની પંદરલાખ રૂપિયા કરતા વધુ છે  એમના બે ઘર રાજ્સીના ઘરથી નજીક છે એક ઘરમાં પોતે રહે છે એના દીકરા મેહુલ સાથે  બીજું ઘર એ તેઓના બેન બનેવીને વાપરવા આપ્યું છે  તેઓ શ્રી ઘુલ સાહેબ મને દરરોજ અચૂક    મળવા  આવતા  સત્ય સી મંદિરમાં મને એક ગીરીશભાઈ મળેલા તેઓએ  શીખ લોકોપપહેરે છે એવું  લોખંડ  કડું પહેરેલું  મેં એને પૂછ્યું આ વું કદુ મારે ખરીદવું છે    તેઓએ  મને પોતાના હાથમાં  પહેરેલ કડું  આપી દીધું  મેં તેમને    પૈસા આપવાની વાત કરી તો તેઓ બોલ્યા  આ કડું અમેરિકા જશે એટલે એની કીમત વસુલ થઇ જશે બીજા એક અરુણ ભાઈ મળ્યા         તેઓનું ગોત્ર ,મારૂ  ગોત્ર અને સત્ય  સાઈ બાબા નું ગોત્ર  એકજ છે ભારદ્વાજ ,

બીજા એકભાઈ ભગવાનજીભાઈ  પટેલ મળ્યા તેઓ પોરબંદર  પાસેના ગામ આદિત્યાણા નાં છે આદિત્યાણા   પત્થરો માટે જાની  તું છે  સાંભળવા પ્રમાણે મુંબઈનો  ગેટવે ઓફ ઇન્ડિયા  આદિત્યાણા  નાં પત્થરનો  છે , રાજ્સીની ભાષામાં કહું તો  ભગવાનજી ભાઈ  ધૂળ માંથી પૈસા ઉત્પન્ન  કરે છે  જ્યારે  ભગવાનજી ભાઈને  ગરીબી આંટો લઇ ગએલી ત્યારે એમની પાસે    પણ  ઉપર  વાંસદા  નો તા એટલે    કપાસના  સુકા છોડવા (સાંથીયું )  નાખેલીયું હાલ એમની પાસે ઉપલેટામાં  આરસની લાદી વાલા  પચાસ લાખ રૂપિયાનીકિમતના  બે   મકાનો છે જેમાં તેમના બે દીકરા રહે છે ઉપરાંત ધંધા માટે  વિશાલ જમીન છે  ચારેક જેટલા ટ્રક  છે  ઉપરાંત જમીન ખોદવા માટેના  ડોઝર જેવા કેટલાક સાધનો છે  ઘણા બધા નોકર ચાકર છે એને સારું લગાડવાની વાત કરતો નથી કેમકે હું બારોટ નથી  અમેરિકામાં  મારું, મારા  ભાઈ નું ભત્રીજાનું બે દીકરાઓના મોટી પ્રોપર્ટી વાલા ઘરો છે  પણ  ભગ્વાન જી ભાઈ નાં ઘરને નો લગે

હું ટાઢે પાણીએ સ્નાન કરું છું  એક વખત રાજ્સીને   આવ્યો કે આતા આવડી મોટી ઉમરે  ટાઢે  પાણીએ સ્નાન કરે છે લાવો હું પણ આજે ટાઢે પાણીએ  નહાઉં  અને માથે પાણી રેડ્યું  અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય  જાપ કરવા માંડી ગયો , શોભનાબેન સમજી ગયા કે આજે ભાઈ સાબ  ટાઢે પાણીએ નાતા લાગે છે , પછી  શોભાના બેને  મને પણ  ટાઢે પાણીએ  નાવા નું બંધ કરી દીધું  અને રાજ્સીને મીઠો ઠપકો આપ્યો કે આમ ચોરને વાદે ચનાં  નો ઉપાડાય

મને વંદના અને વિનોદ કુમાર  ઉપલેટા તેડવા આવવાના હતા  પણ વિનોદ કુમારને રજા મેળવવા માટે વાર લાગતી હતી  એટલે રાજસી માનતા કરતો હતો કે રજા મોદી મળે તો સારું કે જેથી અમને આતા સાથે રહેવાનો લાભ વધારે મલે