આતાની ગુજરાત યાત્રા ભાગ #1 2013

હું મારા  ગામ ફિનિક્ષ થી  અલ્સ્સ્કાની  એર લાઈનમાં બેસીને  વોશિંગ  સ્ટેટના    તાકોમાં એરપોર્ટ ગયો અહીંથી અમીરાત   એર લાઈનમાં બેસી 14   કલાક થી વધુ સમય બેસી દુબઈ  આવ્યો (કુલ   રાઉન્ડ  ટ્રીપ ના $1500) હેતુ મિત્રો  ભારત જવાની  નાં પાડ તા  હતા   કેમકે મારી  તબિયત  સારી નોતી  નર્સે મને કીધેલું કે તમને કશું થવાનું નથી  मुद्दई लाख बुरा चाहे  तो क्या होता  है  ,वोहितो होताहै जो मंजूरे खुदा होता है અને પછી બાપુ હું વિમાનમાં ચડી બેઠો અને દુબઈ આવ્યો.,દુબઈથી  અમીરાતના બીજા વિમાનમાં બેસી અમદાકાદ આવ્યો  અહીં એર પોર્ટ ઉપરથી મારી દીકરીના જમાઈ વિનોદકુમાર ગાંધી નગર પોતાને ઘરે લઇ ગયા.થોડાદિવસ અહી રોકાયો આ લોકોએ મારી ખુબ કાળીજી લીધી જમવા બાબતની અને પાણી બાબત  અહીંથી મને મારી દીકરીનો દીકરો જયદીપ પોતાને ઘરે। સુરત લઇ ગયો.અહીંથી મેં  આપના   બ્લોગર ભાઈ  શકીલ મુનશીને ફોન કરીને કીધી કે  મારે તમને મળવાની ઈચ્છા છે તો તમે કહેતા હોતો હું તમને મળવા વાપી આવું અથવા તમે મને મળવા સુરત જયદીપને ઘરે આવો પોતે ખુબ કામ    વાલા હોવા છતા મને તેઓને ઘરે ધક્કો ખવડાવ્વાને બદલે  પોતે મનેમળવા જયદીપને ઘરે આવ્યા

અહીંથી જયદીપ પોતાની કારમાં મને જુનાગઢ  બ્લોગર મિત્ર  અશોક મોધ વાડિયાને   ઘરે  લઇ ગયો  અહી અશોકના પિતાશ્રી મેરામણ ભાઈ અશોકની પત્ની  દક્ષાબેન  દીકરી શ્રદ્ધા અને દીકરા હિરેનને મળ્યો   . દક્ષાએ મને પછ્યું આતા તમે કહો ઈ તમારા માટે જમવાનું હું બનાવીશ પછી બોલી હમણાં હું ચા બનાવું  છું   મેં કીધું હું ચા નથી પીતો તો તે કહે  કોફી મેં નામા જવાબ આપ્યો તો પછી હું દૂધ બનાવું  મેં કીધું હું દૂધ ,દહીં છાશ ,માખણ ઘી કઈ ખાતો નથી  .ઉપરાંત હું  મીઠું મરચું ધાણા જીરું રાય મેથી  હિંગ પણ  ખાતો  નથી .આ વાતો ઉપરથી મને મારી દીકરીના ગામ મીતીના એક વડીલ મેર યાદ આવી ગયા મેં એની વાત્ય કરી અને સહુને હસાવ્યા  બેશક મેરની ભાષામાં હું બોલેલો  જે આપને  પણ સાંભળવું ગમશે

એલા   સાલ મારે ઘેર  સા પીવા  મેં કીધું  હું ચા નથી પીતો  બધી બાબત ની નાં આવી એટલે  ઈ બોલ્યો  તાર તારી આગર  કાં ઉ      કીપહિયાનો હુન્દલો મૂકા    (   તું જયારે કશું ખાતો પીતો નથી તો  શું તારા ભાણામાં  ભેંસ ખાય એ કપાસિયા  પીરશું ) મારી વાત સાંભળી સહુ હસી પડ્યા

.જયદીપને બહુ સમય ન હોવાથી  અશોકને ત્યાં ફક્ત એકજ રાત રોકાણો

આજથી પાંચેક મહિના પહેલા મારા એક સબંધી અમેરિકા આવવાના હતા એની સાથે મારા માટે  મેર ભાઈઓ પહેરે છે એવા કપડા મોકલવા નું મેં અશોકને કીધેલું  તે વખતે કપડા મોકલવાની સરખી નહી આવેલી એટલે ઝડપથી  અશોકે કપડાની જોડી તૈયાર કરીને સવારે ઘરેથી નીકળતી વખતે મને આપી મેં પૈસા આપવા કહ્યું તો  અશોકે કીધું કે આ તમને સ્નેહથી અર્પણ કરી છે એટલે એના પૈસા ન લેવાય  અને મારા અનુભવ પ્રમાણે મને ખરું પૂછો તો અહી  ખેડૂતો કરોડ પતિ છે   અમેરિકાના  ડોલરિયા  ક્યાય દેખાય એમ નથી। અહી કોઈ ખેડૂતને  તેને કશુક બદલા પેટે આપો એ  સૂર્યનારાયણ ને દીવો દેખાડ્ફ્વા જેવી વાત થાય

અશોક દ્ક્ષાનિ મહેમાન ગતિ માનયા  પછી અમો  ઉપલેટા  દેશીન્ગાના મારા મિત્ર પરબતભાઈ કન્ડોરીયા ના દીકરા  રાજસીભાઈ  અહી મુકીને એ અને તેની પત્ની શોભનાના મેમાન બન્યા જયદીપ મને અહી રાજ્સીભાઈને ઘરે ઉતારીને સુરત જવા રવાના થઇ ગયો અહી સત્ય સાઈબાબાનું મંદિર છે દર રવિવારે એક ડો ગોપી ભાટિયા દર્દીની મફત સારવાર કરે છે  ગોપીબેન સિંધથી ભાગલા વખતે ઉપલેટા આવીને વસ્યા છે। તેઓ વરસમાં એક વખત એક તહેવાર ઉજવે છે જે  તહેવાર  તેના માબાપ સિંધમાં ઉજવતા  મુખ્ય ખાવાનું જુવારની લાપશી હોય છે ગોપી બેને મને તેડવા માટે  રાજ્સીને ઘરે કાર મોકલેલી  અને જમણવાર પૂરો થયો એટલે ટેક્ષી રાજ્સીને ઘરે મને મૂકી ગઈ

મને દરરોજ સવારે સત્ય સાઈ બાબાને મંદિરે લઇ જાય ઘરથી મંદિર બહુ દુર ન હોવાથી અમો ચાલતા જતા એક વકત એક મંદિરની સેવાભાવી બેને વાત કરીકે આજે સવારે મેં  અહી વિભૂતિ વાલા  સાઈબાબાના પગલા પસ્દેલા મેં જોયા આ આ મેં પણ જોયા  મંદિરે જતા એક શાકભાજી વેચનારી દેવી પૂજક જાતિની બાઈ ની ઓળખાણ થઇ  આ બેન પાસેથી મારી પસંદગીનું શાક લેવા મને રાજ્સીએ કીધું મેં કરેલા પસંદ કર્યા   મારા માટે કારેલા લીધા હોવાથી શાકભાજી વાળી બેને પૈસા નો લીધા

અહી રાજ્સીના ઘરેથી  જામનગર મારા ગ્રેટ ગ્રંસન નીરજ કે જે મીકેનીકલ એન્જી છે અને ખ્યાત નામ ધીરુભાઈ અંબાણીના  રિલાયન્સમાં નોકરી કરે છે તેને ઘરે જવાનું હતું અને આ માટે મારી દીકરીની દીકરી વંદના અને તેના પતિ વિનોદ કુમાર લઇ જવા

6 responses to “આતાની ગુજરાત યાત્રા ભાગ #1 2013

  1. દિનેશ જાન્યુઆરી 27, 2014 પર 12:54 પી એમ(pm)

    આતો અધ્યાય પેલો… ને જામ્યો. પાંચમે અધ્યાયે તો બાપલીયા મારે ને મહાદેવ ને વેંત એક નું યે છેટું નહિ રે.

  2. pravinshastri જાન્યુઆરી 27, 2014 પર 6:34 પી એમ(pm)

    આતા વાંચવાની મજા આવે છે. આનંદની વાત તો એ છે કે તમે સુરત ગયા હતા. સુરત તો મારુ જન્મ સ્થળ અને મારો ઉછેર પણ સુરતમામ જ. કેવું લાગ્યું મારું સુરત?

    • himmatlal જાન્યુઆરી 28, 2014 પર 8:42 એ એમ (am)

      પ્રિય પ્રવીણભાઈ
      તમારા જન્મ સ્થળનું ગામ સુરત મને ખુબ સુરત લાગ્યું બળદ ગાડા વાળું ગામ વચાળાબાવલું જોયું તયેતો મને મારા ગામ દેશીન્ગા ના મારા લંગોટિયા ભાઈબંધ પરબત ભાઈ કન્ડોરીયા યાદ આવી ગયા અને બીજુતો બાપુ એકજ રસ્તામાં જબરી ભીડ ઈમાં છોક્રીયુંનો તો બાપુ કોઈ ઉપાડો કે વાત મૂકી દ્યો ગમેઈવી ભીડમાં સ્કુટર ખોસી દ્યે હો અટાણે હું જો પહેલી વીસીનો જુવાન હોત તો કોક છોકરી નું અપ હરણ કરત

      • pravinshastri જાન્યુઆરી 28, 2014 પર 8:52 એ એમ (am)

        આતાજી, અપહરણની જરૂર જ ન પડે. જો તમે આંખ મારીને એક સીટી વગાડી હોત તો છોકરીઓ એના સ્કુટર પર બેસાડીને તમને જ કિડનેપ કરી જતે. સારૂ થયું કે તમે બચી ગયા. અને સહીસલામત પાછા અમેરિકા આવી ગયા.

  3. dave joshi જાન્યુઆરી 27, 2014 પર 8:28 પી એમ(pm)

    Your body might be weak but your mind is as strong as ever.
    Nice Prakarn of your Yatra, Bhai.
    Looking for Bhaag 2.

    Date: Sun, 26 Jan 2014 23:59:25 +0000
    To: bharatdarshan@hotmail.com

  4. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 30, 2014 પર 3:30 એ એમ (am)

    એ…રામ રામ આતાને,
    સુખરૂપ અમેરિકે પોં‘ચે ગ્યા કે ? બાકી ભારે મોજ કરાવી દીધી તમીં તાં. ઘરનો ડાયરો ક્યે કે આતાને કાંઉ કરવા જાવા દીધા ! (ઈમાં રહોડાનો ભેદ ઈ છે કે ‘આતાને ખાવાપીવાની ઝાઝી કાઇશ નેથ’ એટલે એ…ય ને આવા મે‘માન તાં ભારે ય ન પડે !! 🙂 ) આ તાં જરાક ઠોઇર કરાં છ, બાકી કાંઉ મજા આવી આતા. જયદિપભાઈ તાં થાક્યા તા તી લંબવે ગ્યા ને અમે આતે-દિકરે પોણી રાત લગી વાતુનાં ફડાકા ઝીંક્યા. આતાની મીઠી વાણીમાં ઘરનાં સૌ ડાયરે ભજન, ગઝલ ને કવિતડાં પણ સાંભળ્યા. ભારે જલ્સો પડી ગયો. આતાની વહાલપ નહિ ભુલાય. ઈનું વર્ણન કરવા મારી પાંહે શબ્દો જ નથી. આંઈથી રામભાઈ (આપણે જેને ઘરે ગ્યાતાં ઈ) આતાને રામરામ કે‘વરાવે છે. આતાને ઘણી ખમ્મા.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: