Daily Archives: ઓક્ટોબર 31, 2013

રાણાનો રાજ્ડો લેલીડે લીધો

બ્રિટીશ રાજ્યસમયે  રાજાઓના બે ફામ ખર્ચા  વધી જતા  એટલે બ્રિટીશો એ રાજ્ય ઉપર જપ્તી બેસાડતા  અને એના મેનેજર તરીકે પોતાનો માણસ મુકતા પોરબંદરના  રાજા નો ખર્ચ વધી ગયો એટલે તેના રાજ્ય ઉપર જપ્તી બેસાડી અને મેનેજર તરીકે  લેલર નામના  અન્ગ્રેઝ ની નિમણુક કરી  ,લેલર એક આલીશાન બંગલામાં એના બાળ બચ્ચા  .સાથે રહેવા લાગ્યો  .એક રાતે કુતરાના ભસવાના અવાજે લેલર ની   મેડમની  ઊંઘ હરામ કરી દીધી  . મેડમે એના ધણી  લેલરને  કુતરા નાં અવાઝ બાબત ફરિયાદ કરી  .લેલ રે  બીજી રા તે  કુતરાઓને ઝેર ખવડાવી  મારી નાખ્યા  .અ ને કુતરાના મડદા ઓનો  ટ્રક ભરી બરડા ડુંગરના જંગલમાં  નાખી આવ્યા  .

આ બાજુ  સ્ત્રીઓ રસોઈ બનાવે ત્યારે  નાનકડા રોટલા (ચાનકીયું ) કુતરા નાં ખાવા માટે બનાવે અને પછી ઘરના સભ્યો માટે રોટલા ઘડે

સવારમાં  ચાનકીયું  .લઈને ગૃહિણી કુતરાને ખવડાવવા  ગઈ  તું તું અવાજ કરીને કુતરાને બોલાવે પણ કોઈ કુતરું દેખાણું નહિ. મહાજન  લેલર પાસે ફરિયાદ કરવા ગયું  .લેલરે ઉદ્ધતાઈ થી જવાબ આપ્યો  એટલે મહાજને  આ વાત  કાટિયા વરણ (આયર ,મેર ,વાઘેર રબારી કોળી ચારણ )આગળ લેલરના કુતરાને મારી નાખવાની વાત કરી સાભળીને એક માથાભારે માણસ  કુવાડી લઈને  લેલર પાસે ગયો એની ભાષાનું ભાષાંતર કરવા એક ઈંગ્લીશ ભણેલો માણસ સાથે ગયો માથાભારે  માણસ બોલ્યો  .આવા ન્ધા કરીશ તો તુને અમે તું તોપો પહેરીને બજારે નીકળીશ ને તએ  કુવાડીથી    મારી નાખીશું   અમારા વાઘેર લોકોએ  તારા જેવા  કેટલાય ચીછરા નાં પગવારા (પગે મોજા પહેરેલા )ગોરાઓને મારી નાખેલા  ઈનો દુહો તુને સંભળાવું   ”    માણેકે  સીચોડો માંડયો  વાઘેર ભરડે વાળ  સોઝરની કીધી શેરડી ધધકે લોઈની ધાર ” અમારો કાળીયો કરસન મથુરાથી રણ છોડીને ભાગેલો  ઈને  મામા કંસના સગા વહાલાના  ભય થી કોઈએ આશરો નોતો આપ્યો ઈને અમે આશરો આપ્યો હતો  લેલર સમજી ગયો કે  અહી ધર્મ વિરુદ્ધના  ધંધા કરવા જેવા નથી . લેલરે ભાષાંતર કરનારને વાત કરીકે  આ લોકોનો ગુસ્સો શાંત થાય એનો કોઈ રસ્તો ? એક રસ્તો છે તમે દાન પુણ્ય કરો  યજ્ઞ કરો તો  પ્રજા ભૂલી જશે  તારા ઉપર વેર વાળવાનું  પછી લેલર  ધર્માદો કરવા માંડ્યો લંઘા (મીર ) લોકોએ રાસડો બનાવ્યો કે   રાણાનો  રાજ્ડો  લેલીડે લીધો પરથમ આવી લેલીડે કુતરાને માર્યા  પછી દીધા ઇનીયે દાન   રાણાનો  રાજ્ડો લેલીડે લીધો