Daily Archives: ઓક્ટોબર 28, 2013

પાણી કો જંતુ કહા પહીચાનત ગ્રીષ્મ કે તપકી ગર્દીકી

હું  એક છંદ લખવાનો છું  .એની વિગત હું પહેલા કહું છું , કે જેથી કરી લોકો બરાબર સમજી શકે અને મારી મહેનત એળે ન જાય  .

જે હમેષા  પાણી મા રહેતું હોય એને ઉનાળા ની  અસહ્ય ગરમીની ખબર નો પડે  અને દક્ષિણ આફ્રિકાના બુશ મેં આગળ તમે કેસરના ગુણ ગાન  ગાઓ એમાં એ નો સમજે કે જેને હળદર વિષે ગતા ગમ નો હોય  .અને કાયર માણસ હોય કે જે હુલ્લડ થઇ રહ્યું છે એવી અફવા સાંભળીને  બારનાં  બંધ કરીને ઘરમાં ભરાઈ જાય  એને લડાઈમાં  કેવી પરિસ્થિતિ હોય કેવી રીતે યુદ્ધ ખેલવું પડે એની એને ખબર નો પડે  એતો લડવૈયા જવામર્દ નેજ ખબર પડે  .અને જે માણસની ઘરવાળી ગરમા ગરમ રોટલી ઘી ચોપડી ને વહાલાપ થીઓ જમાડતી હોય એને અર્ધી અવસ્થાએ ઘરવાળી સ્વર્ગ માં જતી રહી હોય એની પીડાની શું ખબર   પડે  ઈ તો મારા જેવા વિનોદભાઈ જેવા અને મારા મિત્ર (નામ નથી લખતો )81  વરસ નાં બાપાનેજ ખબર પડે  . આપ્રસંગે   એક વાત યાદ આવી જે આપને માટે લખું છું ઘણા વખત પહેલા આનો ઉલ્લેખ  મેં કર્યો હશે પણ  નવા  બ્લોગર ભાઈ બહેનો માટે લખું છું  .

હું દરરોજ અમેરિકાના સીનીયર સેન્ટરમાં જાઉં છું  .અહી એક પોલીઓ ગ્રસ્ત માજીને લઈને સરકાર તરફથી એક અલ્લડ જુવાની ધરાવતી રૂપ રૂપના અંબાર જેવી 25 વરસની કુંવારી છોકરી પીતરી (સાચું નામ નથી )આવે છે મારી એ મિત્ર છે  અમારી વચ્ચે કેવી રીતે મિત્રતા થઇ એ વિષે હું નથી લખતો અમારા વચ્ચે ઉમરનો ઘણો તફાવત હોવા છતાં  મારી સાથે નખરા કરવાનું એને ગમે છે  .અવશ્ય હું પણ એની સાથે સમાજનો ભય રાખ્યા  બહુ છૂટ થી વર્તુ છું અને મારો વર્તાવ એને ગમે છે  . એક  વખત હું અને 81 વરસના બાપા  વાતોએ વળગ્ય હતા આ વખતે  પીતરી  આવી રહી હતી  .મેં એને જોઈ એટલે  પીતરીએ પોતાના પોલકા નું એક  બટન  ખ્જોલી નાખ્યું અને મને  પીતરીએ બે ટેકરીઓ વચ્ચેની ખીણ દેખાડી દીધી અને મારી પાછળથી પસાર થઇ અને મને મારી પીઠમાં ટાપલી મારી  મેં એની સામે જોયું એટલે પીતરીએ  મારી સામે આંખ મારી અને જતી રહી આ વખતે  મેં કોઈ શીઘ્ર કવિની જેમ એક શેર બનાવી નાખ્યો  , અને બાપા સાંભળે એમ બોલ્યો  .પીતરી તો ક્યા સમજવાની હતી  . હું બોલ્યો .

ખુલ્લા સીના દિખાય કે બદમસ્ત બના દિયા

પીતરીને  આંખ માર કે   કતલ  કર દિયા   બાપા એવું બોલીને ઉઠીને હાલતા થયા કે તમે કતલ કરાવ્યા કરો હું તો આ હેન્ડ્યો  .. બાપા સુરતી છે  . હવે છંદ વાચો

પાનીકો જંતુ કહા પહીચાનત  ગ્રીષ્મ કે તપ કી ગર્દીકી

કેસરકી કરીએ કહા કીમત હૈ ન પરીખ જહાં હર્દીકી

કા યર કો ન કછુ જંગ ક જ્ઞાન વોતો  સુરન કો સુધ હૈ મર્દીકી

બે દર્દી ન “પ્રવીણ ” લહે વોટો જાનત હૈ દર્દી દર્દીકી