મહાવીર પાછા લ્યોને અવતારજી

નીચે લખેલું ભજન “પગ મને ધોવા દ્યો રઘુરાય જી ” એ  રીત થી  ગાઈ શકાશે

મહાવીર પાછા લ્યોને અવતારજી  પાછા લ્યોને અવતાર  સમજાવવા અહિંસા નો સાર  …………1 મહાવીર

નિર્દોષ માનવીને મારી નાખે ઇના દિલમાં દયા ન લગાર જી  ,સાધુ વેશે પૂજાવા માંડે અને કરે બલાત્કાર  ………..2 મહાવીર

બાકર બચ્ચા  પાંદડા  કરડે ને માનું દૂધ પીનારજી   દુર્ગા માતા ઈનો ભોગ નમાગે તોય  માનવી મારે ધરાર  ………..3 મહાવીર

ગાફલ  ગેંડો ઘાસ ચરે ને કરે ન માસા હારજી  શીંગડું ચામડું લેવા કાજે ઈનો કરી નાખ્યો સંહાર। ……………………….4 મહાવીર

ઊંટ રેતીમાં તાપ તપે ને  વેઠે ભૂખ અપારજી પાણી કાજે મારી નાખે  ઈને બેઠેલ માથે સવાર  …………………..5 મહાવીર

ભેંસ પાડાને જનમ આપે ઈ પાડો દૂધ ન પીનારજી   વાસી છાશ પાઈ મારી નાખે ઓલ્યા માલા ફેરવનાર  ……..6 મહાવીર

ગાયુંને ખીલે બાંધ્યા પછી ઇના પગ બાંધે ગોવાલ  જી  વાછરું છોડે  ધાવવા કાજે પણ બોઘરે  દુધની ધાર  ………7  મહાવીર

ઈવા દુધનો પ્રભુને આગળ ભોગ ધરે નર નારજી  કુડા માનવીને  જોયા પછી રોવા માંડ્યા જુગ્દાધાર  ”””””””8 મહાવીર

બે કર જોડી વંદે “આતા “પ્રભુ રોશોમાં લગારજી અમે અપરાધી પાપી જીવ  તમે પાપીના તારણ હાર  ………….9 મહાવીર

Advertisements

6 responses to “મહાવીર પાછા લ્યોને અવતારજી

 1. સુરેશ October 27, 2013 at 6:55 am

  મહાવીર એટલે ક્ષમાયાચના. મિચ્છામિ દુક્કડમ …

  • હિમ્મતલાલ October 27, 2013 at 11:08 am

   હા સુરેશભાઈ મિચ્છામી દુક્કડમ
   આ દુનિયામાં અનર્થ પાપાચાર થઇ રહ્યો છે એના માટે મારે મહાવીર સ્વામીને વીંટી કરવી પડી કે પ્રભુ આપ પાછા પૃથ્વી ઉપર પધારો અને આ વા વાછરડાના ભાગનું દૂધ પોતે પી જનારને અહીસા નું રહસ્ય સમજાવો

 2. dhavalrajgeera October 27, 2013 at 8:15 am

  અમે અપરાધી પાપી જીવ તમે પાપીના તારણ હાર.

  • હિમ્મતલાલ October 27, 2013 at 11:14 am

   મારા જેવા પાપી ભગવાનને પણ એની જવાબદારીનું ભાન કરાવે છે કે અમે તો પાપિયા લોકો છીએ પણ તમે પાપી લોકોના પાપને ક્ષમા કરનારા દયાળુ છો એટલે અમે તો અમારા સ્વભાવ પ્રમાણે પાપ કર્વાનાજ અને તમે તમારા સ્વભાવ પ્રમાણે અમને ક્ષમા કરતા રહેજો

 3. pragnaju October 27, 2013 at 8:26 am

  ભગવાન મહાવીરની એ વાત તો જરુર યાદ હશે જ કે, તેઓ તપ કરતાં હતાં ત્યારે એક ભરવાડ તેમને ડોબું સાચવવાનું કહે છે. પ્રભુ તો તપમાં તલ્લીન, ડોબું તો ત્યાંથી જતું રહે છે અને ક્રોધિત ભરવાડ તેમનાં કાનમાં ખીલા ખોસી દે છે. આ જ વાતને આપણે તીજા નહિં તો પાંચમા કે સાતમા ધોરણમાં ભણેલાં પણ હવે જેઠા ભરવાડની સોડી ને આ પાઠ ભણવામાં આવે છે અને જેઠો ભરવાડ રજૂ કરે છે તેની વાત ભગવાન મહાવીરને. મહાવીરનું તપ, પેલા ભરવાડનું ડોબું જ્યમ એનું તપ … એમ જ સોડીને ભણાવવું એ જેઠાનું તપ !

  આ સ્યોરી કહેવા આ’યો સું ને ઘાબાજરિયું લાયો’સું.
  હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
  કે તીજા ધોરણમાં તારો પાઠ આવે’સે.
  હવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ
  તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
  ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
  તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
  હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
  ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો.
  મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
  આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી.
  હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું,
  પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું !
  ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો.
  એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો.
  બાપડાન ભા, મારા ભા જેવા હશે,
  આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
  બારી કરી આલી’તી ઘરમાં
  તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે,
  દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા.
  વાંક એનો સી,
  હાડી હત્તરવાર ખરો,
  પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
  હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
  તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
  તો શું તું ભગવાન ના થાત?
  તારું તપ તૂટી જાત?
  હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ.
  ચલો એ ય જવા દો,
  તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
  પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું?
  તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા,
  મું ખાલી એટલું કહું’સું.
  કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
  હખેથી ભણવા દે ન મારી સોડીને,
  આ હજાર દેરા (જૈનદેરાસર) સી (છે) તારા આરસના,
  એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય,
  ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ!
  ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં,
  કે પેલો ગોવાળિયો આયો’તો, સ્યોરી કહી ગ્યો છે,
  ને ઘાબાજરિયું દઈ ગ્યો છે !
  – સૌમ્ય જોશી….
  આ સ્યોરી કહેવા આ’યો સું ને પ્રાયશ્રીત નું પોટલું લાયો’સું.
  હજુ દુ:ખ લાગતું હોય તો માફી માગવા આયો છું .
  મારા છોડા એ ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
  તો નરસિહ ને નાત બહાર કરી ને કડવા વેણ કીધા ,
  વાંક અમારો ,
  હાડી હત્તરવાર ખરો,
  પણ થોડો વાંક તારોય ખરો કે નહિં, તું તો જમાનાથી એક શતકો આગળ ,
  તે જમાના નાં સમાજ માં તારી વાત નો મેળ ખાય ખરો ?

 4. હિમ્મતલાલ October 27, 2013 at 11:01 am

  બહુ સરસ ભજન વાંચવા આપ્યું ધન્ય વાદ સોમ્ય જોશી

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: