Daily Archives: ઓક્ટોબર 26, 2013

મહાવીર પાછા લ્યોને અવતારજી

નીચે લખેલું ભજન “પગ મને ધોવા દ્યો રઘુરાય જી ” એ  રીત થી  ગાઈ શકાશે

મહાવીર પાછા લ્યોને અવતારજી  પાછા લ્યોને અવતાર  સમજાવવા અહિંસા નો સાર  …………1 મહાવીર

નિર્દોષ માનવીને મારી નાખે ઇના દિલમાં દયા ન લગાર જી  ,સાધુ વેશે પૂજાવા માંડે અને કરે બલાત્કાર  ………..2 મહાવીર

બાકર બચ્ચા  પાંદડા  કરડે ને માનું દૂધ પીનારજી   દુર્ગા માતા ઈનો ભોગ નમાગે તોય  માનવી મારે ધરાર  ………..3 મહાવીર

ગાફલ  ગેંડો ઘાસ ચરે ને કરે ન માસા હારજી  શીંગડું ચામડું લેવા કાજે ઈનો કરી નાખ્યો સંહાર। ……………………….4 મહાવીર

ઊંટ રેતીમાં તાપ તપે ને  વેઠે ભૂખ અપારજી પાણી કાજે મારી નાખે  ઈને બેઠેલ માથે સવાર  …………………..5 મહાવીર

ભેંસ પાડાને જનમ આપે ઈ પાડો દૂધ ન પીનારજી   વાસી છાશ પાઈ મારી નાખે ઓલ્યા માલા ફેરવનાર  ……..6 મહાવીર

ગાયુંને ખીલે બાંધ્યા પછી ઇના પગ બાંધે ગોવાલ  જી  વાછરું છોડે  ધાવવા કાજે પણ બોઘરે  દુધની ધાર  ………7  મહાવીર

ઈવા દુધનો પ્રભુને આગળ ભોગ ધરે નર નારજી  કુડા માનવીને  જોયા પછી રોવા માંડ્યા જુગ્દાધાર  ”””””””8 મહાવીર

બે કર જોડી વંદે “આતા “પ્રભુ રોશોમાં લગારજી અમે અપરાધી પાપી જીવ  તમે પાપીના તારણ હાર  ………….9 મહાવીર