Daily Archives: ઓક્ટોબર 20, 2013

ધીરજ ,ધર્મ ,મિત્ર ,અને સ્ત્રી આ ચારની પરિક્ષા આપત્તિના વખતે થાય

સંત તુલસીદાસ  કહી ગયા છે કેधीरज  धर्म मीत्र अरु नारी  आपात  काल  परखीएहू  चारु અહી હું એક કવિ શ્રી  દુલા કાગનો છંદ આપને વાંચવા માટે લખુ  છું  મારાથી એમાં થોડો ફેરફાર થઇ ગયો છે એટલુંજ   નહિ   મેં એક આખી કડી મારા તરફથી ઉમેરી દીધી છે  એ બદલ હું પરલોક જઈશ ત્યારે કાગ બાપુની ક્ષમા  માગી લઈશ

એક હાથી જ્યારે મુશ્કેલીમાં જ્યારે મુકાઈ ગયો  .અને ધીરજ ખોઈ બેથો એનું સરસ વર્ણન કાગ કવીએ કર્યું છે એ છંદ્ હવે વાંચો પહેલા એ હાથી કેવો હતો એનું વર્ણન આવશે  .અને આફત આવી અને કેવો ઘાંઘો વાંઘો થઇ ગયો એની વાત આવશે અને છેવટે  એક શિયાળ (સ્ત્રી ) એ કેવો બચાવ્યો એની  વિગત આવશે

એની પાછળ આખો સમાજ હતો  સહુ હાથી  તનો  શિરતાજ હતો   ગીરીરાજ સમો ગજરાજ હતો

ઝરતો મદ  કુંભ અખંડ અને  મહી વિન્ધ્ય દીપાવન હાર હતો

નીરખી એનું શ્યામલ અંગ સદા  નગ કાજળ નો શરમાઈ જતો

પશુ પંખી હતા લપતા છપતા એને જોઇને સિંહ છુપાઈ જતા એની હાકથી ડુંગરડા હલતા   એની હાક થી ડુંગરડા હલતા

એની મોટપ ઉપર એ વનમાં આખો દિવસ સૂર્ય હતો તપતો  એને છોરું હજારનો સાથ હતો એ હજારેક નારીનો નાથ હતો

ગજ કાદવ   તાલમાં  માં ખુંપી ઓ ગયો એનો આત્મા ત્યાં અકળાઈ ગયો એની આરત ચીસોનો શોર થયો

સુણીને  ભસતા ભસતા એ તળાવને કાંઠડે  શ્વાનોએ  પાવ ધર્યા

મરતી વખતે ગજરાજ ભૂલ્યો એને  શ્વાનોને કાઢવા સાદ કર્યા

તુને કુતરા કોઈદી કાઢશે નહિ ચુપ થા ચુપ થા પરલોક જતો

તારી મોટપ “કાગડો “ક્યે લઈને  મરીજા ગજ તું હસતો હસતો

દુર એક શિયાળ ત્યાં  ઉભી  હતી આખીએ ઘટનાને નિહાળી હતી એને હાથી બચાવવાની હામ હતી દુર આગળ ભોમ કઠોર હતી  કહ્યું હાથીને  દાંત ત્યાં ખોદી  કરી  પ્રભુને સમરી હૈયે હામ ધરી  થોડું બજોર કરી પછી જા નિહરી

સ્ત્રી શક્તિનું કહ્યું માની અને હાથી  કાદવ માંથી બહાર નીકળી ગયો  પ ન તે નું શરીર  કાદવથી ભરેલું નહતું  શિયાળ તેને નજીકના પત્થ્રરાલ  સરોવરમાં લઇ ગઈ અહી હાથીએ સ્નાન કર્યું  પછી હાથી એ શિયાળ ને કીધું  તું મારી પીઠ ઉપર સવાર થઇ જા હું તુને તું કહે એ સ્થળે લઇ જઈશ  શિયાળે નમૃતાથી હું તારી પીઠ ઉપર  સવાર થવાને પાત્ર નથી  તારી પીઠ ઉપર રાજા મહારાજા શોભે  હૂતો મારી મેળે મારે ઘરે જતી રહીશ

હાથી મોડો મોડો પોતાને ઘરે પહોંચ્યો  હાથનીઓ એની રાહ જોઈ રહી હતી  તેઓએ  મોડું થવાનું કારણ પૂછ્યું  હાથીએ  બનેલી ઘટનાની  સત્ય વાત કહી અને વધારામાં કીધું કે મને એક સ્ત્રીએ બચાવ્યો જો એ સ્ત્રી એ મને બચાવ્યો ન હોત તો હું મૃત્યુ પામ્યો હોત