રામ રાવણ યુદ્ધ સમાપ્ત થયા પછી

દિનેશ વૈષ્ણવ ના પરિચય પછી મને એમ સુઝ્યું કે પોતાના કાવ્યો વાર્તાઓ જરૂર લખવી પણ સાથે સાથે બીજા કવિઓની સુંદર રચનાઓ પણ જનતા સમક્ષ રજુ કરવી જોઈએ  તો વાંચો પદ્મશ્રી દુલા ભાયા કાગ નો છંદ

કુલ રાવણ તનો નાશ કીધા પછી એકડી  રામને વેમ આવ્યો મુજ તણા નામથી પત્થર તરતા થયા આ બધો ઢોંગ કોને  ચલાવ્યો

એજ વિચારમાં આપ ઉભા થયા નવ પછી કોઈને સાથ લાવ્યા સર્વ થી છુપતા છુપતા રામજી એકલા ઉદધિને તીર આવ્યા

ચતુર હનુમાનજી  બધુય સમજી ગયા ચાલીયા  શ્રી રઘુનાથ પેલે રામનો દાસ એ વેરીના વતનમાં એકલા રામને કેમ મેલે

તીર સાગર  તને વીર ઉભા રહ્યા કોકથી જાણીએ હોય ડરતા  પાનકો (પત્થરો )હાથમાં એક લીધા પછી ચાહું દિશે રામજી નજર કરતા

ચોરની જેમ સંતાઈ હનુમાનજી  વ્રુક્ષ ની  ઘટા  થી નીરખે છે  ચિત્તમાં કપીને ખુબ વિસ્મય થયું રામજી આ બધું શું કરે છે

ફેંકતા પાનકો તુર્ત તળિયે ગયો તસ્ગરે જાણીએ હોય લુંત્યાં  રામ પોતા થાકી ખુબ  ભોથા પડ્યા શરમના શેરડા મુખ ફૂટ્યા

ચરણમાં જઈ કપી હાથ જોડી કહે આ મતી  આપને કેમ આવી ?જેહનો હાથ ગ્રહ્યો તેને તરછોડતા આપના બીરુદની શરમ નાવી ?

તારનારા  થઇ ધકેલો નીરમાં માફ કરજો કરી ભૂલ ભારે  તમે તરછોડશો જેહને જગતમાં તેને ત્રણ લોકમાં કોણ તારે  .

ક્યાં  કરે કીસ્મત કા ખેલ  વિભીશન કો લંકા મિલી હનુમાન કો તેલ

Advertisements

8 responses to “રામ રાવણ યુદ્ધ સમાપ્ત થયા પછી

 1. pragnaju October 18, 2013 at 9:41 am

  તમે તરછોડશો જેહને જગતમાં તેને ત્રણ લોકમાં કોણ તારે
  ગૂઢ જ્ઞાન……કેવી સહજતાથી

  • હિમ્મતલાલ October 18, 2013 at 9:43 pm

   પ્રિય પ્રજ્ઞા બેન
   મારે આ છંદ માં એક ચિત્ર મુકવું હતું પણ મેલ નો ખાધો ચિત્ર એવું મુકવું તું કે રામ હાથમાં પાનકો (પત્થરો )લઈને ઉભા હોય અને હનુમાન ઝાડીમાંથી ડોકિયું કરીને જોતા હોય .
   થોડી વાર પેલા મેં શ્રીમતી કામિની સંઘવીને મારું બનાવેલું સ્ત્રી સ્તુતિ ગીત એના ઈ મેલ ઉપર લખ્યું છે

 2. vkvora Atheist Rationalist October 18, 2013 at 11:25 pm

  હનુમાન ભણેલો ગણેલો હતો. બધા પત્થર ઉપર જયશ્રી રામ લખવાથી પત્થર તરતા હતા. એ હીસાબે રામ અભણ કહેવાય. લખતા વાંચતા કયાં આવડતું હતું? રામને કોણ સમજાવે?

  • હિમ્મતલાલ October 19, 2013 at 5:03 am

   રામ અભણ હતા અને પાછા આંટી ઘૂંટી વિનાના સીધા સાદા હતાઅને એટલેજ હનુમાનની કદર નો કરી શક્યા અને એને બિચારાને તેલ આપ્યું કે તે માલીસ કર્યા કરે અને ઓલા ખૂટલ વિભીષણ કે જે પોતાનાં ભાઈના દુશ્મન રામનો જાસુસ બની ગયો એને લંકાનું રાજ અર્પણ કરી દીધું

 3. હિમ્મતલાલ October 19, 2013 at 10:30 pm

  સુરેશ ભાઈ
  ચારન ઘણી જાતના હોય છે ઝવેર ચં મેઘાણીએ ચારની સાહિત્ય ભેગું કર્યું છે એમાં દુહા છંદ વગેરે ચારન લોકોએ બનાવેલા છે એ ચારન જુદા દુલાભાયા કાગની જાતિમાં કોઈ કવિ પેદા નહિ થયો હોય દુલા કાગ એક અપવાદ કહેવાય બાકી આ જાતના ચારનો એવી ભાષા બોલતા હોય છે ઢોર ચોરીનો ધંધો કરતા બીજા જામનગર રાજ્યમાં વસનારા તુમ્બેલા ચારન કહેવાય છે આ લોકોની ભાષા કચ્છી હોય છે વાઘેર લોકો અને એના ગોર બ્રાહમનો પણ એવી ભાષા બોલેછે તુબે લા ચારન ડાકુ ગીરી પણ કરી લ્યે ચારનો પોતાને દેવી પુત્ર કહેવડાવે છે જયારે તુમ્બેલા ચારન દેવી પુત્ર નથી કહેવડાવતા
  ભાવનગરના રાજકવિ પીન્ગલ્શી પાત્યાભાઈ એ ઘણા ગીતો બનાસ્વ્યા છે
  એના કાવ્યની છેલ્લી લીટી તમને વાંચવા આપુંછું
  નાખાધુ કે ન ખવડાવ્યું દુખી થઈને રલ્યાથી (કમાયા )શું
  કવિ પિંગળ કહે પૈસો મુવા વખ તે મળ્યાથી શું

 4. Vinod R. Patel October 20, 2013 at 5:48 pm

  દુલા ભાયા કાગનું એક વાક્ય મને બહુ ગમી ગયું છે એ આ છે —-

  લોકો હખી (સુખી ) થવા હારું દખી (દુખી ) થાય છે .

 5. હિમ્મતલાલ October 20, 2013 at 9:40 pm

  દુલા કાગની વાત પણ ખરી છે આપને સુખી થવાની દોડમાં દુખી દુખી થઇ જવાય છે એ આપના સહુનો અનુભવ છે બાકી ખરું પૂછો તો વિનોદભાઈ સુખ દુખ એ બધા મામ્નાજ કારનો છે એટલે તો શ્રી કૃષ્ણ ને ગીતા માં કહેવું પડ્યું કે મન એવ મનુંશ્યાનામ કારનમ ન્બંધ મોક્ષ્યો :

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: