લોકશાહીની સંવેદના- ડો. દિનેશ વૈષ્ણવ

      ગાંધીજીની જન્મજયંતિ હજી હમણાજ ગઈ, ને ઈ સબબ ઝાઝા લોકોએ ઝાઝી જગ્યાઓએ ઝાઝું લખ્યું છે.. “વસ્તી” ની દ્રષ્ટીએ ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહીછે ને “નાણા” ની નજરે (બજારમાં ફરતા પૈસા) યુ.એસ. બાકીની બધી લોકશાહી આ બે વચે સમીતછે. ઘણા દેશોમાં લોકશાહી સિવાયના શાશનો પણ છે, ટક્યાછે. શાશનની કઈ રીત સારી ઈ વિષે લખવા હું સમર્થક નથી પણ અમારા જુનાગઢના કાંગરારૂપ, રાષ્ટ્રકવિ, સાસ્વત પુત્ર કવિ દાદની “લોકશાહીની સંવેદના” ચીતરી સકુએમ છું – તો આ છે એની લોકશાહીની અનુકંપા:

વલોવીને વધુ એમાં વડવાનલ પ્રગટ કીધો
હવે આ લોક સમંદરની સબૂરી ક્યાં સુધી રહેશે?

કરી મુખ બંધ એના તપેલાને તપાવો ના
વરાળો ભૂખની ઢાંકી-ઢબૂરી ક્યાં સુધી રહેશે?

સેવાનાં અંચળા નીચે વરુનાં નહોર રાખીને,
કલેજાં કોરતી આરી તમારી ક્યાં સુધી રહેશે? 

બાંધી મહેલ સપનાંનાં ને ખોદો ઘર તણા પાયા
ઊભી આ લોકશાહીની હવેલી ક્યાં સુધી રહેશે?

ભરાવે નહોર તે પહેલાં તમે આઘા ખસી જાજો
ભૂખ્યો એ વાઘ પંપાળ્યો હવે એ ક્યાં સુધી રહેશે?

વચનનાં જામ પી પીને પ્રજા બેશુદ્ધ થઇ ગઇ છે
વધારે જામ ના આપો, બિચારી ક્યાં સુધી રહેશે?

ગયો છે ઘાટ હવે છલકી ઋષિનાં રક્તબિંદુથી
રઘુના હાથમાં એ તીર અટક્યું ક્યાં સુધી રહેશે?

હરાળા તો ફરે છુટ્ટા ને પાળેલા ડબે પૂર્યા
તમારી દંડ નીતિની અનીતિ ક્યાં સુધી રહેશે?

સતાવ્યા સંત તે શાસન કદી જાજું નથી ટકતું
હકુમત દશાશન જેવી હલાવી ક્યાં સુધી રહેશે?

માહી છે સાવ ખાલી તે ખબર સહુને પડી ગઇ છે
હવે ખોલો તમારી બંધ મુઠ્ઠી ક્યાં સુધી રહેશે?

જરૂર છે રોટલાની નહીં કે ખાલી ટપાકાની
પ્રજાને આપ્યા જુઠ્ઠા દિલાસા ક્યાં સુધી રહેશે?

શહીદોનાં મસ્તકોથી ચણેલી દીવાલ સરહદની
કરો ત્યાં થૂંકના લેપન સલામત ક્યાં સુધી રહેશે ?

નથી એને શરમ જરીપણ બોલ્યું ફરી જાવાની
હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે?

કહે છે ‘દાદ’ ફુંકાશે પવન જે દિ’ એ વિપ્લવનો
ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે?

– કવિ દાદ

Advertisements

3 responses to “લોકશાહીની સંવેદના- ડો. દિનેશ વૈષ્ણવ

 1. pragnaju October 5, 2013 at 12:41 pm

  નથી એને શરમ જરીપણ બોલ્યું ફરી જાવાની
  હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે?

  કહે છે ‘દાદ’ ફુંકાશે પવન જે દિ’ એ વિપ્લવનો
  ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે?
  સલામ આ વાણીને
  .પડઘાય
  પૂ દાદા ધર્માધિકારીના વિચારકાંતિના પ્રવચનો.કેટલાક વિચારો તો ચિતમા જડાઇ જાય…જેવા કે શરીરશુદ્ધિ અર્થે જલમ.
  ચિત્તશુદ્ધિ અર્થે સંતવચનમ.
  બુદ્ધિ પ્રક્ષાલનાર્થે મૌનમ અને
  આત્મભાવ જાગરણાર્થે ધ્યાનમ
  સાંપ્રત કાળમા આપણા વિચાર ડગે તેવી સ્થિતીમા પણ આ વિચાર પડકાર છે જીવનમૂલ્યોના પરિવર્તનનો. આર્થિક મૂલ્ય, રાજનૈતિક મૂલ્ય. તમામ ક્ષેત્રોમાં મૂલ્યોને બદલાવવાનાં છે. આપણા પોતાના નાનાં નાનાં એકમોમાં, નાનાં નાનાં સંગઠનોમાં જ મૂલ્યોને નહીં બદલીએ તો આગળ ઉપર શું થશે ? આ ભારે મોટો પડકાર છે – સમગ્રતાની ક્રાંતિનો, દષ્ટિકોણની ક્રાંતિનો, સમસ્યાઓના વિશ્લેષણ અને શાબ્દિક અભિવ્યક્તિમાં ક્રાંતિનો રસ્તો તેમણે કાઢવાનો છે. પરિવર્તનની પ્રક્રિયા માટે વ્યવસ્થાઓ બદલવી છે પરંતુ વ્યવસ્થા બદલનાર વ્યક્તિઓના જીવનમાં મોટાભાઇ જેવું પરિવર્તન આવવું જોઈએ.

 2. હિમ્મતલાલ October 5, 2013 at 8:11 pm

  પ્રિય દિનેશભાઈ
  કવિ દા દ નું ગીત સરસ છે મને ભાઈ સુરેશ જાની બહુ મદદ કરે છે। અરે ભૂલી ગયો ભાઈ જાની નહિ દીકરો જાની
  હવે વૈષ્ણવ જણતો તેનેરે કહીએ “ગાંધી બાપુનું પ્રિય ભજન કે જે નરસિંહ મેહતાએ લખ્યું છે . હવે આતા બાપુનું “{રાજકીય જન તો તેનેરે કહી એ “વાંચો
  રાજકીય જન તો તેનેરે કહીએ જે પીડી બીજાને જાણે રે
  પર દુ:ખે જલસા કરે તોએ મનમાં દુ”ખ નવ આને રે
  સકલ લોકને છેતરે તોએ પરવા ન કરે એ કેની રે
  કોભંડો એ કરી બહુ જાને અભાગણ જનની એની રે
  ચુ ta naa પેલા સેવકનો દંભ કરવાનું નવ ચુકે રે
  જીભથી કોઈડી સાચું નવ બોલે ખોટા બન ગા ફૂંકે રે
  મોહ માયાથી મન ભરપુર પણ દૃઢ વૈરાગ્યની વાતું રે
  રામ નામ ને ઈ વેચી ખાએ (ભલે ) થતું હશે એમ થાતું રે
  કાળું નાનું ને કોભાંડો કરવામાં નિષ્ણાત રે
  ભણે” આતા ” ઈને ભરોસે ર્યો તો તો કરવો પડે આપ ઘાત રે રાજકીય જન તો તેને રે કહી એ

  • Dr, Dinesh Vaishnav October 5, 2013 at 11:50 pm

   બેશક, સુરેશભાઈ જાની નું યોગદાન મોટા ગજાનું છે. અમારા જીવતો બે0એક શબ્દો ચીતરી નાખે પણ એમાં રંગ પૂરી, નીખારીને એને જનતા સામે મુકવું આ અઘરુકમ છે. ઘટઘટ અભિનંદન સુ.જા. સવ્તાન્ત્રતા ના રથ નો સારથી ગાંધીજી આજે તમે લખ્યું છ ઈજ ગાત, કારણ 1600 વરસ પેલા મારા અઢારમી પેઢીએ દાદા “નરસીહ મેહતાએ આતા તમે લખ્યુંછ ઈજ લખ્યું હોત.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: