Daily Archives: ઓક્ટોબર 5, 2013

લોકશાહીની સંવેદના- ડો. દિનેશ વૈષ્ણવ

      ગાંધીજીની જન્મજયંતિ હજી હમણાજ ગઈ, ને ઈ સબબ ઝાઝા લોકોએ ઝાઝી જગ્યાઓએ ઝાઝું લખ્યું છે.. “વસ્તી” ની દ્રષ્ટીએ ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહીછે ને “નાણા” ની નજરે (બજારમાં ફરતા પૈસા) યુ.એસ. બાકીની બધી લોકશાહી આ બે વચે સમીતછે. ઘણા દેશોમાં લોકશાહી સિવાયના શાશનો પણ છે, ટક્યાછે. શાશનની કઈ રીત સારી ઈ વિષે લખવા હું સમર્થક નથી પણ અમારા જુનાગઢના કાંગરારૂપ, રાષ્ટ્રકવિ, સાસ્વત પુત્ર કવિ દાદની “લોકશાહીની સંવેદના” ચીતરી સકુએમ છું – તો આ છે એની લોકશાહીની અનુકંપા:

વલોવીને વધુ એમાં વડવાનલ પ્રગટ કીધો
હવે આ લોક સમંદરની સબૂરી ક્યાં સુધી રહેશે?

કરી મુખ બંધ એના તપેલાને તપાવો ના
વરાળો ભૂખની ઢાંકી-ઢબૂરી ક્યાં સુધી રહેશે?

સેવાનાં અંચળા નીચે વરુનાં નહોર રાખીને,
કલેજાં કોરતી આરી તમારી ક્યાં સુધી રહેશે? 

બાંધી મહેલ સપનાંનાં ને ખોદો ઘર તણા પાયા
ઊભી આ લોકશાહીની હવેલી ક્યાં સુધી રહેશે?

ભરાવે નહોર તે પહેલાં તમે આઘા ખસી જાજો
ભૂખ્યો એ વાઘ પંપાળ્યો હવે એ ક્યાં સુધી રહેશે?

વચનનાં જામ પી પીને પ્રજા બેશુદ્ધ થઇ ગઇ છે
વધારે જામ ના આપો, બિચારી ક્યાં સુધી રહેશે?

ગયો છે ઘાટ હવે છલકી ઋષિનાં રક્તબિંદુથી
રઘુના હાથમાં એ તીર અટક્યું ક્યાં સુધી રહેશે?

હરાળા તો ફરે છુટ્ટા ને પાળેલા ડબે પૂર્યા
તમારી દંડ નીતિની અનીતિ ક્યાં સુધી રહેશે?

સતાવ્યા સંત તે શાસન કદી જાજું નથી ટકતું
હકુમત દશાશન જેવી હલાવી ક્યાં સુધી રહેશે?

માહી છે સાવ ખાલી તે ખબર સહુને પડી ગઇ છે
હવે ખોલો તમારી બંધ મુઠ્ઠી ક્યાં સુધી રહેશે?

જરૂર છે રોટલાની નહીં કે ખાલી ટપાકાની
પ્રજાને આપ્યા જુઠ્ઠા દિલાસા ક્યાં સુધી રહેશે?

શહીદોનાં મસ્તકોથી ચણેલી દીવાલ સરહદની
કરો ત્યાં થૂંકના લેપન સલામત ક્યાં સુધી રહેશે ?

નથી એને શરમ જરીપણ બોલ્યું ફરી જાવાની
હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે?

કહે છે ‘દાદ’ ફુંકાશે પવન જે દિ’ એ વિપ્લવનો
ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે?

– કવિ દાદ