Daily Archives: સપ્ટેમ્બર 20, 2013

ઇન્ગારા વરહે તયે છોરુંની છત્રી કરે

DSCN0237 DSCN0236મારા બેક યાર્ડમાં  બિલાડીએ  ત્રણ બચ્ચાને જન્મ આપ્યો એને ખાવાની તકલીફ ઉભી થઇ માને પક્ષી ઘડીકમાં હાથ આવે નહિ પોતે ભૂખી રહે બચ્ચા ને ધાવણ આવે નહી  બચ્ચા  એની પાછળ પડે  આખર  માં બચ્ચાથી કંટાળી ગઈ અને ભાગી છૂટી આ દૃશ્ય મેં નજરે જોયુ નાના બચ્ચા  દીવાલ કુદીને એની પાછળ નો જઈ  શક્યા  માં બિલાડી ગઈ એ ગઈ એકજ વખત દેખાણી  મેં બચ્ચાને ફળો ખવડાવવાનું શરુ કર્યું   ફોટા માં આપ પીચના કકડા જોઈ શકો છો શ્રી સુરેશ જાની ના  આભાર સાથે એક હિન્દી છંદ રજુ કરું છું  .

भुख्मे राजको तेज सब घट गयो भूख में सिध्ध की बुध्धि हारी

भुख्मे कामिनी काम सो तज गई भुख्मे तज गयो पुरुष नारी

भुख्मे और वहेवर नहीं   हॉट है  भुख्मे रहत कन्या कुवारी

कहत कवी गंग भजन नहीं बन पडत  चारोही  बेदसे भूख न्यारी  હવે એક કુંડળીઓ છંદ આપને લલકારવા આપું છું

रोटी तुझको रंग है पावत सब संसार ज्ञानी ध्यानी जोगी जती जब लग ले आहार

जब लस्ग ले आहार जब लग ले आहार पार गति प्रेमकी सूझे

भूख समे कच्छू बात और नर कबू न बुझे

कहे गिरधर कवी राय देख देवंमे  मोती

पावत सब संसार रंग है तुझको रोटी        સવંત 1956માં ભયંકર દુકાળ પડ્યો  ભૂખ્યા લોકો એ પોતાના વહાલા  બાળકોને ખાઈ ગયાનું  સાંભળવા મળતું હાલ અમારી બાજુ સમ ખાય છે ત્યારે છપ્પનીયો દુકાળ યાદ આવી જાય છે  “જો હું ખોટું બોલતો હોઉં તો મારા માથે છપ્પનીયાની પાપ ” લોકો વરસાદ ની કાગ ડોલે વાત જોતા હોય  દિવસના વાદળા ઘટ ટોપ હોય  હમણાં બારે મેઘ ખાંગા થશે એવું લાગતું હોય પણ રાત પડે એટલે આકાશ સ્વચ્છ થઇ જાય  તારા   દેખાવા માંડે  ત્યારે આવું ઉખાણું લોકો કહેતા હોય છે કે

દીના દેખાય દુબારા અને રાતે દેખાય તારા  આનદ ક્યે પરમાં નંદા ઈ છાપ્નીયના ચાળા

મિત્રો મને પુછાતા હોય છે કે તમે તો બિલાડા ને શાકાહારી કરી દીધા   કળા   ભમ્મર છ ઇંચ લાંબા ઝહરીલા વીંછીને કરડવાનો સ્વભાવ ભુલાવી દીધો  આ રહસ્ય તો તમારી પાસે શીખવા જેવું છે .