માણાવદર ના કવિ મનુભાઈ ત્રિવેદી “ગાફિલ “ની ગજલ

DSCN0069DSCN0227 DSCN0221

 

 

 

 

 

 

 

 

 

જુદી જિંદગી છે મિજાજે મિજાજે   જુદી બંદગી છે નમાજે નમાજે

છે એકજ સમંદર થયું એટલે શું   જુદા છે મુસાફિર જહાજે જહાજે

ભલે હોય એકજ તારેથી વહેતા   છે સુરો જુદેરા રિયાજે રિયાજે

જુદા અર્થ છે શબ્દોના બોલ્વાપર   છે શબ્દોય જુદા અવાજે અવાજે

જીવન જેમ જુદા છે કયા પણ જુદી   છે મૃત્યુય જુદા જનાજે જનાજે

હટ જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ  જુદી પ્રીત જાગે મલાજે મલાજે

તમે કેમ “ગાફિલ “હજુએ છો ગાફિલ જુવો દુનિયા બદલે તકાજે તકાજે         રજુ કરતા આતા

8 responses to “માણાવદર ના કવિ મનુભાઈ ત્રિવેદી “ગાફિલ “ની ગજલ

 1. Shakil Munshi સપ્ટેમ્બર 9, 2013 પર 10:00 પી એમ(pm)

  મુ.આતા વાહ…વાહ…. સરસ ગજલ… મનુભાઈ “ગાફિલ” ની એક મસ્ત ગજલ

  અસલના ઉતારા છે મારી ગઝલમાં,
  કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.
  રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
  સળગતા સિતારા છે મારી ગઝલમાં
  સહારે સહારા છે મારી ગઝલમાં,
  કિનારે કિનારા છે મારી ગઝલમાં.
  નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
  ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.
  નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
  પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.
  જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
  અમીના ફુવારા છે મારી ગઝલમાં.
  વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
  ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.
  જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
  કલંદરના નારા છે મારી ગઝલમાં.
  રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
  છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.
  – મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

 2. હિમ્મતલાલ સપ્ટેમ્બર 10, 2013 પર 2:22 એ એમ (am)

  પ્રિય શકીલભાઇ
  તમારી પાસેતો ગજલનો ખજાનો છે. તમે.જ મને એક ઘાયલની ઉર્દુ ગજલ મોકલેલી આ હું તમને સારું લગાડવા નથી બોલતો સાચું કહું છું.તમારા જેવા દીકરાઓને તેનો ઉત્સાહ વધારવા પણ બોલી શકું છું અને ભૂલ કરો તો કાન પકડીને થપાટ મારવાનો પણ હક્ક ધરાવું છે અને એટલેજ હું “આતા ” છું

 3. pragnaju સપ્ટેમ્બર 10, 2013 પર 9:24 એ એમ (am)

  મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’) અમારા માનીતા કવિશ્રી…
  આ પણ માણો
  ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?
  વહેવારના ઉચાટ હવે કેટલો વખત ?

  કાનાએ કાંકરી લીધી છે હાથમાં ,
  અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ?

  પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં ;
  ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત ?

  સંધ્યા ઉષા જલાવી રહી છે હવે ચિતા ;
  ટકવાનાં આટકાટ હવે કેટલો વખત ?

  જયારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી ,
  ત્યારે ખટૂકશે ખાટ હવે કેટલો વખત ?

  ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ ;
  જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત ?

  ‘ગાફિલ’, તમારો ઘાટ ઘડાવાની છે ઘડી ;
  ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત ?
  …………………………………………………..
  અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે,
  કોઈ શું જાણશે, કેવી અમારી બાદશાહી છે ?

  ન એને સાથની પરવા ન એને રાહથી નિસ્બત
  ન એને મનથીયે મસલત, કોઈ એવોય રાહી છે.

  પવન કેરા સપાટે આઘી પાછી થઈ હશે કિંતુ,
  દિશા ચૂકી નથી નૈયા સિતારાની ગવાહી છે.

  ઘડો જે ઘાટ ઘડવો હોય તે, ગમતા બીબાં ઢાળો,
  અમારી આગ છે તે આગ છે, કિંતુ પ્રવાહી છે.

  તમારી દેન માનીને સ્વીકારી છે મળી એવી,
  પૂછી જુઓ ને ખુદ અમ જિંદગીને કેવી ચાહી છે.

  અમે તમ મ્હેરના વરસાદથી નાહ્યા છીએ એવા,
  કે જેવી શ્રાવણી વરસાદથી આ સૃષ્ટિ નાહી છે.

  ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને?
  કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.
  ……………………………………………..
  ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
  મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.

  ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
  તમે મારું કહ્યું, માનો ન માનો રંગ લાગ્યો છે.

  મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
  ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.

  નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,
  પડ્યા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.

  અહીં ને ત્યાં, બધે એક જ સમંદર રંગનો રેલે,
  કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે?

  થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું ‘ગાફિલ’ !
  તને આ અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.

 4. aataawaani સપ્ટેમ્બર 10, 2013 પર 3:26 પી એમ(pm)

  થયો રંગીન વાતો લાવતો ગજલો મહી “ગાફિલ ”
  આતા ને તારી ગજ્લોનો ગાફિલ રંગ લાગ્યો છે

 5. yuvrajjadeja સપ્ટેમ્બર 14, 2013 પર 10:30 પી એમ(pm)

  વગર પીધે નશો કરવો હોય તો આતા ની કવિતા વાંચવી ! ઝૂમી ઉઠાય એવું કમાલ સર્જન કરો છો આતા.

  • હિમ્મતલાલ સપ્ટેમ્બર 17, 2013 પર 9:34 પી એમ(pm)

   tamara jeva ttsahi juvaniyaj મારામાં ઉ ત્સાહ પ્રેરે છે આ હું તુને સારું લગાડવા નથી કહેતો સત્ય કહું છું થોડી દિવસમાં મારો ઉત્સાહ વધારનારી છોકરીઓનો મારી સાથેનો ફોટો મોકલીશકેમેરો સામે ધર્યો નથી કે સુંદરીઓએ મોઢું મલકાવ્યું નથી
   મને ખબર નથી પડતી કે મારામાં આ ગોરી અપ્સરા જેવી છોકરીઓ શું જોઈ ગઈ છે ?હું બીલખા ભણતો ત્યારે 19 વરસની ઉમરનો હતો ત્યારે તો ઠીક કે મારા હાથનો પ્રસાદ પોતાના મોઢામાં મારા હાથ થી ઘલાવ્વા આવતી પણ આ ઉમરે ?

   • yuvrajjadeja સપ્ટેમ્બર 17, 2013 પર 10:40 પી એમ(pm)

    આ ઉમરે પણ તમારું દિલ ૧૯ વર્ષ નું જ છે, એટલે .

    • હિમ્મતલાલ સપ્ટેમ્બર 18, 2013 પર 1:39 એ એમ (am)

     યુવરાજ તારી જેમજ એક અમેરિકન જુવાન બોલ્યો તો
     એક વાત યાદ આવી લખું છું.ક્રુઝમાં હું ફરવા ગએલો ત્યાં ક્રુઝ તરફથી પુનામાં જન્મેલો એક કલ્પેશ કરીને ચ ગુજરાતી ઘરેણા વેચવાની નોકરી કરતો હતો તેનેમે મારી સાથે બે છોકરીઓએ ફોટો પડાવેલો એ ફોટો મેં તેને દેખાડ્યું બંને છોકરીઓ પણ મારી સાથેજ હતી કલ્પેશ 27 વરસ જેટલી ઉમરનો હતો ઈર્ષાના માર્યા કલ્પેશે ફોટો જોરથી ઘા કરીને ફેકી દીધો .એક છોકેરી એના સામે જીભડો કાઢીને બોલી ઢીલા તાર કરતા આમાં દસ ગણી તાકાત વધુ છે

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: