Daily Archives: સપ્ટેમ્બર 2, 2013

થોડુક ઈરાન વિશે અને હાલ ત્યાં વસતા પારસીઓ વિષે

DSCN0214DSCN0213DSCN0215મારા મિત્ર જેસ્સ લોટવાલા  ઈરાનની યાત્રાએ ગએલા તે પ્રવાસના બહુ શોખીન  છે વિશ્વના ઘણા દેશો નો પ્રવાસ કર્યો છે  અમેરિકાના બધાજ  સ્ટેતો જોએલા છે યુરોપના ઘણા દેશો અને આખો ભારત જોઈ વળ્યા છે। જેટલા તે પ્રવાસના શોખીન છે એટલા  પ્રાચીન વસ્તુઓ  ચોપડી ઓ નો સંગ્રહ કરવાના શોખીન છે ઉપર ફોટા છે એ રગ   તેઓ ઈરાનથી ખુબ પૈસા ખર્ચીને લાવેલા છે  હું જે વાત લખીશ એ મેં તેમના પાસેથી સાંભળી છે જ્યારે અરબ લોકોએ ઈરાન ઉપર હુમલો કર્યો ત્યારે પોતાનો ધર્મ બચાવવા કેટલાક પારસીઓ  ભારત આવી પહોંચેલા ,એ ઈતિહાસ આપને જાણીએ છીએ  પણ કેતલાક પારસી  પોતાના વહાલા અગ્નિને (આતિશ બહેરામ )લઈને  જંગલમાં જતા રહેલા ,આજથી પચાસેક વરસ પહેલા ઈરાનના શાહે પારસીઓને  અગ્નિ ને જંગલમાંથી  પાછા લાવીને  ગામમાં  મંદિર (અગિયારી )બનાવીને એમાં  સ્થાપના કરાવી પારસી નું ફારસી  અરબ લોકોએ કરેલું છે કેમકે અરબી ભાષા માં “પ”ના ઉચ્ચારનો અક્ષર નથી એટલે એ લોકો પને બદલે  ફ અથવા બ વા પરે છે પારસી લોકોને ફારસી ભાષામાં  ગબરુ પણ કહેવાય છે. આતિશ પરાસ્ત પણ કહેવાય છે.ઈરાનમાં એક “યાઝ “નામનું ગામ છે જેમાં બધા પારસી વસે છે આ ગામમાં ફક્ત 11 માણસોની વસ્તી છે  અગિયારીમાં પારસી સિવાય  બીજા ધર્મના લોકોને પ્રવેશ કરવાની મનાઈ છે.પાજ મારો મિત્ર જેસ્સ અને તેનો    ગાઈડ  અલી  સુનસાન  અગિયારીમાં ઘુસેલા  ઈરાની છોકરીયો  બીજી મુસ્લિમ દેશની છોકરીયો કરતા થોડી છૂટ  છાટ ધરાવે છે   પુરુષો ખાસ કરીને પરદેશીઓ  સાથે વાતો કરતી હોય છે ક્યાય એકલી છોકરી જોવા નો મળે   એની સાથે ઓછામાં ઓછી એક બીજી છોકરી હોય છે જોકે ખાસ કરીને  ઘણી બધી  છોકરીયો હોય છે  ઈરાનમાં સ્ત્રી કાર ચલાવી  પણ  મોટર સિકલ નહિ  મુલ્લાઓનું એવું કહેવાનું છેકે   મોટર સાઈકલ  ચલાવેતો  તેના નિતંબ  પુરુષોનું આકર્ષણ  બને છે ઈરાનમાં વસતા કુર્દ લોકો સુન્ની મુસલમાન છે તેઓ અતીથીનું પ્રેમથી સ્વાગત કરનારા છે તેઓ પોતાની કુર્દીશ ભાષા અને ફારસી ભાષા સારી રીતે બોલતા હોય છે કુર્દ વિસ્તારમાં તમે જાઓ તો તમને બહુ માં આપે પણ  જો તમે તેઓની સ્ત્રીઓ ઉપર  કુદૃષ્ટિ  કરો છો એવું લાગે તો તમને  માથા વગરના કરી નાખે જેસ્સને એક કુર્દ અને બીજી શિયા  મુસલમાન બેન  પ ણી ઓ મળી  તેઓ  હરશ ભેર   જેસ્સ સાથે  અલી દુભાષિયાની મારફત  વાતો કરતી હતી  જેસ્સે તેને લચ માટે  રેસ્ટોરામાં આવવાની વાત કરી  છોકરીઓ કહે અમે અમારા માબાપને પૂછીને આવીએ  પછી તેઓ લચ માટે આવેલી  કુર્દ છોકરીનું નામ રોનક હતું  અને શિયા છોકરીનું નામ   તુંતી યા હતું રોનકના માબાપે  જેસ્સ અને અલીને  પોતાને ઘરે જમવા આવવા માટે  આમંત્રણ  આપેલું પણ સજોગોવશાત એ લોકો જઈ નો શક્યા  ઈરાનમાં એક  ફ્રેંચ કે જે પોલીઓ ગ્રસ્ત છે તે  વર્ષોથી રહે છે  અને પોતાની કાર ચલાવે છે  તેને ફારસી ભાષા  આવડતી નથી  તેને ઈરાનમાં બહુ ગમે છે  ઈરાનમાં  પોતાના ઢોર   સાથે ભટકતી  કેટલીક ટોળીઓ  છે  જેમાં ખાસ અફગાન અને બલુચ  મુખ્ય છે  જેસ્સને જેટલો પ્રવાસનો શોખ છે  એના તલ જેટલા ભાગનો  ફોટા પાડવાનો કે મુવી લેવાનો શોખ નથી જેસ્સની વાતો સાંભળ્યા પછી  મને ઈરાનમાં જવાનું મન થઇ ગયું જેસ્સ બહુ અલભ્ય ગણાય એવી  ઘણી  રગ લાવ્યો છે. ઈરાનમાં  કોઈની સાથે વાત ની શરૂ આત  કરતા  પહેલા “હાજી સલામ ” બોલવાનો રીવાજ છે ઈરાન નાં લોકોને કવિઓ ઉપર બહુ માન  છે  જેસ્સ  હાફેઝ અને શેખ  સાદી ની કબર  બીજા ઘણા  જોવા લાયક સ્થળોની સાથે  જોઈ છે   આપ સબ બ્લોગર ભાઈઓ કો  “હાજી સલામ ”

વસ્તુઓ