બાપલીયા, કોક ચીજ વરહે એકાદ વાર જોવામળે, જ્ય્મકે અહાઢની બીજ, ને એટલેતો ભગત બાપુ કેછ:
“કોટે મોર કણુંકિયા‚ વાદળ ચમકી વીજ;
રૂદાને રાણો સાંભર્યો‚ આતો આવી અષાઢી બીજ.”
કોક ચીજ માં ખોડીયાર નવરી પડે તીયે પેદા થાય, જેમકે ચણોઠી આંખ્યું વાળી, હિંગોળ હાથ્યું વાળી, ઉગમણા પવને આથમણી નમે, આથમણા પવને ઉગમણી નમે ને બેય કોર થી વા વાય તો વેલ ની જ્ય્મ ભાંગી ને ભૂકો થઇ જાય એવી પુતળાના રૂપાળા અવતારે અસ્ત્રી, ને એટલેતો ગાંડી ગર નો ટપાલી મેઘાણી કેછ:
“આંખડી લાલ ચણોઠડી‚ હિંગોળ જેવા જેના હાથ;
પંડયે બનાવ્યું પૂતળું જે દિ’ નવરો દિનોનાથ.”
ને કોક વસ્તુતો જો આદમીની છથીએ ભાગે લખાણી હોય તો ઈ દર દહ દાયકે દેખા દે, જ્ય્મ્કે દુધે જરતી સિહણને ધાવતા લાવરા ના મોમાં થી કદાચ જોને એકાદ ટીપું જો ભો એ ભટકાય તો ઈ માં જાનકી ની જેમ સાતે પડ સોસરવું સડેડાટ ઉતરીજાય, ઈમજ સારા ઘોડા ને સારા અસવારનું મો સુજણૂ પણ એકાદ દાયકે એકાદ-બે વાર થાય, ને એટલેતો દાદુભાઈ લખેછ ને કે:
ભલ ઘોડા ને વલ બંકડા, તારે હલ બાંધવા હથિયાર;
તારે જાજા ઘોડામાં જીકવું, મરવું એકજ વાર.
જાજે ભાગે ગામમાં ફરતા ઘોડા, ઈ હંધાય તો હાડાત્રણ પગે, પા અંખ ઉઘાડી ને ઉભેલા ટટું, ટાયલા ને ખચર. ભાઈ, ઈ તોખરી ઘોડા મેં પણ બે-ત્રણજ જોયાછ – આપાભાઈ ગોવાળિયાનો, રાણીગભાઈ ધાધલનો, પોલાભાઈ કારડનો, પણ આ હંધાય ને ઠેક મારે ઈ ઘોડોતો ચોરવાડમાં નંદલાલભાઈનો, ને માથે ઈવોજ બે જોટા ની બંધુક વાળો તડોતડ ખાખી ચોયણી, માથે જોધપુરી સાફો એવો તોખરી અસવાર ઈ નંદલાલભાઈ પોતે. કેવાતુંકે ભાઈ ઈ ઘોડો જંબુસરથી છએક મહિનાનું વછેરું હતું તીયે ગાડામાં લીયાવ્યતા ને એના પંડ ના ચાર દિકરા ની હારો-હાર એને ઉછેર્યો. ઈને રોજ સાંજે લોટાડવા નંદલાલભાઈ ને આંગણે હાથમાંથી રેસમ ની જ્યમ સરકી જાય એવી દરિયા ની ધોળી રેતી. ઈ જનાવરની હામે ચોવીસે કલાક લીલોછમ ગમાણૅ રજકો ને ગદબ, મુઠી ફાટે એવા દાણા નો કપાસ, ઈના પોતાના વાઙના વિસ-વિસ આન્ખ્યુ વ।ળી પીળી શેય્ડી ના ગોળ ના દડબા ને વા-છૂટ હાટુ હિંગના ગાન્ગડ। રાખતા, ને ઈને મધરાતે ને પરોઢિયે હુકું નિણ નાખતા.
જો ઈ ઘોડા ને વરણવા બેહુ તો રાતું ની રાતું વૈજાય તોયે ટૂંકમાં – ઈ પોણ। બે વામ ઉંચો, વંશે તુર્કી, રંગે કાળો ને માય છુટા છવાયા ધોળા દુધમલીયા ધાબા એટલે ઈ ટીલડો. ગુડા હુધીની એની કેહવળી ને જાયદી ખજુરની પીસી જેવો વાન, એની કાનહૂરી ડોઢે વળીગેલી જાણે દેરાણી જેઠાણી હામ-હામી બેહિને બે મણ ની ઘંટીએ સવામણ બાજરો દળે. ઈના કપાળ વચાળે કેહવાળીની લટ જાણે જહોદાના જાયાના મુગટે સોળે કળાએ કળાયેલ મોરેનું પીછું. ઈની કાળી ભમર આંખ જાણે ગંગા-જમના માં તરતા ગજી ઢાલના કાચબા. ઈના પરવાળા જેવી પાપણ, ઈની મુઠી હોહરવી વયીજાય એવી નાકહુર, ને ઈના જાડા હોઠ જાણે શીયાળે દાણે ભરાયેલા બાજરા ના બે ડુંડા. ઈની કોક જોગીન્દરની ગુફા જેવી મોફાડ, ને માય દુધે ધોયેલા દાંત જાણે આહુની પુનમે કાલા માથી ફાટ-ફાટ બારુ આવતુ બરફ ન કટકા જેવુ રૂ. ઈના ચાર સાથળ જાણે તરકોણ આકરે સંકાડતો નાગેશ્રીમાં પોપટડી નો પટ. ઈના જોરળ। પગું ને કાઠી ને ઘેર અભેરાઈએ ઉન્ધી વાળેલી ચાર તાહળી જીવા કાળ।ભમર ડ।બલા, જાણે આઠેક વરહની છોકરીનો ફળીમાં પગ થંભે નહિ એમ કા ઉપાડ ને નકર ઉપાડું. ઈની લોઠ્કી પણ માખણના પીંડા જેવી સુવાળી કાય – જો ભૂલે ચુકેયે નખ ફેરવોતો રતુમડા લોઈ ના કાતો ટસીયા ફૂટે ને કાતો લીહોટા પડે. એનું ભોયે લીહોટ। પાઙ પૂછડું જાણે વડોવને હોએક વરહ્થી લટકતી વડવાઈ.
નંદલાલભાઈ નો વચલો દીકરો બાર આંગળીયો બાબુ રોજ આથમતા સુરજની સાખે ઈ ટીલડાના પીતળનું ચોકઠું ચડાવી, શેમળ।ના રુનિ ગાદી માથે ૨૫ કિલો નુ પીતળનું પલાણ મૂકી ને ગામ ના હવેડે પાણી પાવા નીકળતો. કેવાતુકે ઈ પલાણના પેગઙ।મા કિમ્તી માળેક જઙય।તા, ને પલાણની કસ કાળીયારનિ સુવાળી ચામડીની હતી. અમારા દવાખાનાના વીઘા ના પટ માં વળતા ઈ ઘોડા ને “જાડ” કરતો. પણ બાપલીયા, ઈ ઘોડો “જાડ” થાતો તીયે એના આગળ ના બે પગ ભો થી આઠ-આઠ હાથ હવામા, ને એના પાછલા બે પગ જૂકીને બે હાથ ના થાતા, ને બાબુ નો વાહો ભો થી સવા વેત ઉંચો રે. ભાઈ, આતો મે કાલે જોયુ હોય ઈવુ યાદછે. ઈ ટીલદડ।ને બાબુડીયો હલાવાતો પણ ઘણી રિતે – કોક્વાર મજરૂ-મજરૂ, તો કોક્વાર રેવાલ હાલે, તો કોક્વાર રૂમઝુમા, તો કોક્વર તબડાકા, તો કોક્વર બાગડદા, તો કોક્વર બગાક્જમ.
નન્દ્લાલભાઇ દર હોળીએ ટીલડાને હોળી ટપાવતા ને એનો નાના દિકરા રાજનુ દર બેસતા વર્સે આ ઘોડે ચઙીને ફુલેકુ નિકળતુ ઈ વાત કોક્વર કરિસ.
Like this:
Like Loading...
Related
બહુ મઝાની વાત લખી કનકભાઈ તમે અને સુરેશભાઈએ આતાવાની માં ચડાવીને આતાવાણી ની શોભા વધારી દીધી તમારા બન્નેનો ખુબ ખુબ આભાર
મુ.વ.શ્રી. આતા – “ડાયરે ચડ્યો તોખરી ઘોડો” ઈ મારી પેલી વાર્તા મેં રજુ કરી. આપને ગમી ઈ જાણીને મને પણ ગમ્યું. કનકભાઈ, સુરેશભાઈ ને આપનો આભાર – દિનેશ વૈષ્ણવ
આતાવાણીમાં પોસ્ટ થયેલ શ્રી દિનેશભાઈની પ્રથમ વાર્તા મેઘાણીની યાદ અપાવી ગઈ .
આતાવાણીમાં ઘણા વખતે આવી લોકવાણી વાંચવાની મજા આવી ગઈ।
એમની પાસેથી આવી લોક સાહિત્યની વાતો વધુ મળતી રહે એવી આશા રાખીએ .
વિનોદભાઈ, આજે ઓગસ્ટ 17, 1897 મેઘાણી ની જન્મતિથી. તમે પણ એને સાચે વખતે યાદ કર્યા, એટલે બે બોલ ઈ “ચારણોના ટપાલી” સ્વ. ઝવેરચંદ મેઘાણી ની યાદ માં:
“લાલ કસુંબલ આંખડી, ને તારી પાઘડી એ પાણી
અમર લોક થી આવ તું અમારા શાયર મેઘાણી”
“કોણ હવે કોદાળી લઈને ધરતી ના પડ ઢંઢોળે
કોણ હવે સમસાને જઈ ને ખપી ગયેલા ને ખોળે
કોણ હવે ગાશે આ આપણા ગૌરવ ની એ કહાની
અમર લોક થી આવ તું અમારા શાયેર મેઘાણી”
“ગીર, કંદરા, પહાડ ગજવતો ગાંડો તૂર થઇ ગાતો
સાવજ ને ચારણ કન્યા ના દૂધ પરખવા જાતો
લાલ હિંગોળી ચારણ કન્યા ને જગદંબા સી જાણી
અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી”