Daily Archives: ઓગસ્ટ 14, 2013

ડાયરે ચડ્યો તોખરી ઘોડો- દિનેશ વૈષ્ણવ

બાપલીયા, કોક ચીજ વરહે એકાદ વાર જોવામળે, જ્ય્મકે અહાઢની બીજ, ને એટલેતો ભગત બાપુ કેછ: 

“કોટે મોર કણુંકિયા‚ વાદળ ચમકી વીજ;

રૂદાને રાણો સાંભર્યો‚ આતો આવી અષાઢી બીજ.”

કોક ચીજ માં ખોડીયાર નવરી પડે તીયે પેદા થાય, જેમકે ચણોઠી આંખ્યું વાળી, હિંગોળ હાથ્યું વાળી, ઉગમણા પવને આથમણી નમે, આથમણા પવને ઉગમણી નમે ને બેય કોર થી વા વાય તો વેલ ની જ્ય્મ ભાંગી ને ભૂકો થઇ જાય એવી પુતળાના રૂપાળા અવતારે અસ્ત્રી, ને એટલેતો ગાંડી ગર નો ટપાલી મેઘાણી કેછ:

“આંખડી લાલ ચણોઠડી‚ હિંગોળ જેવા જેના હાથ;

પંડયે બનાવ્યું પૂતળું જે દિ’ નવરો દિનોનાથ.”

ને કોક વસ્તુતો જો આદમીની છથીએ ભાગે લખાણી હોય તો ઈ દર દહ દાયકે દેખા દે, જ્ય્મ્કે દુધે જરતી સિહણને ધાવતા લાવરા ના મોમાં થી કદાચ જોને એકાદ ટીપું જો ભો એ ભટકાય તો ઈ માં જાનકી ની જેમ સાતે પડ સોસરવું સડેડાટ ઉતરીજાય, ઈમજ સારા ઘોડા ને સારા અસવારનું મો સુજણૂ પણ એકાદ દાયકે એકાદ-બે વાર થાય, ને એટલેતો દાદુભાઈ લખેછ ને કે:

ભલ ઘોડા ને વલ બંકડા, તારે હલ બાંધવા હથિયાર;

તારે જાજા ઘોડામાં જીકવું, મરવું એકજ વાર.

જાજે ભાગે ગામમાં ફરતા ઘોડા, ઈ હંધાય તો હાડાત્રણ પગે, પા અંખ ઉઘાડી ને ઉભેલા ટટું, ટાયલા ને ખચર. ભાઈ, ઈ તોખરી ઘોડા મેં પણ બે-ત્રણજ જોયાછ – આપાભાઈ ગોવાળિયાનો, રાણીગભાઈ ધાધલનો, પોલાભાઈ કારડનો, પણ આ હંધાય ને ઠેક મારે ઈ ઘોડોતો ચોરવાડમાં નંદલાલભાઈનો, ને માથે ઈવોજ બે જોટા ની બંધુક વાળો તડોતડ ખાખી ચોયણી, માથે જોધપુરી સાફો એવો તોખરી અસવાર ઈ નંદલાલભાઈ પોતે. કેવાતુંકે ભાઈ ઈ ઘોડો જંબુસરથી છએક મહિનાનું વછેરું હતું તીયે ગાડામાં લીયાવ્યતા ને એના પંડ ના ચાર દિકરા ની હારો-હાર એને ઉછેર્યો. ઈને રોજ સાંજે લોટાડવા નંદલાલભાઈ ને આંગણે હાથમાંથી રેસમ ની જ્યમ સરકી જાય એવી દરિયા ની ધોળી રેતી. ઈ જનાવરની હામે ચોવીસે કલાક લીલોછમ ગમાણૅ રજકો ને ગદબ, મુઠી ફાટે એવા દાણા નો કપાસ, ઈના પોતાના વાઙના વિસ-વિસ આન્ખ્યુ વ।ળી પીળી શેય્ડી ના ગોળ ના દડબા ને વા-છૂટ હાટુ હિંગના ગાન્ગડ। રાખતા, ને ઈને મધરાતે ને પરોઢિયે હુકું નિણ નાખતા.

જો ઈ ઘોડા ને વરણવા બેહુ તો રાતું ની રાતું વૈજાય તોયે ટૂંકમાં – ઈ પોણ। બે વામ ઉંચો, વંશે તુર્કી, રંગે કાળો ને માય છુટા છવાયા ધોળા દુધમલીયા ધાબા એટલે ઈ ટીલડો. ગુડા હુધીની એની કેહવળી ને જાયદી ખજુરની પીસી જેવો વાન, એની કાનહૂરી ડોઢે વળીગેલી જાણે દેરાણી જેઠાણી હામ-હામી બેહિને બે મણ ની ઘંટીએ સવામણ બાજરો દળે. ઈના કપાળ વચાળે કેહવાળીની લટ જાણે જહોદાના જાયાના મુગટે સોળે કળાએ કળાયેલ મોરેનું પીછું. ઈની કાળી ભમર આંખ જાણે ગંગા-જમના માં તરતા ગજી ઢાલના કાચબા. ઈના પરવાળા જેવી પાપણ, ઈની મુઠી હોહરવી વયીજાય એવી નાકહુર, ને ઈના જાડા હોઠ જાણે શીયાળે દાણે ભરાયેલા બાજરા ના બે ડુંડા. ઈની કોક જોગીન્દરની ગુફા જેવી મોફાડ, ને માય દુધે ધોયેલા દાંત જાણે આહુની પુનમે કાલા માથી ફાટ-ફાટ બારુ આવતુ બરફ ન કટકા જેવુ રૂ. ઈના ચાર સાથળ જાણે તરકોણ આકરે સંકાડતો નાગેશ્રીમાં પોપટડી નો પટ. ઈના જોરળ। પગું ને કાઠી ને ઘેર અભેરાઈએ ઉન્ધી વાળેલી ચાર તાહળી જીવા કાળ।ભમર   ડ।બલા, જાણે આઠેક વરહની છોકરીનો ફળીમાં પગ થંભે નહિ એમ કા ઉપાડ ને નકર ઉપાડું. ઈની લોઠ્કી પણ માખણના પીંડા જેવી સુવાળી કાય – જો ભૂલે ચુકેયે નખ ફેરવોતો રતુમડા લોઈ ના કાતો ટસીયા ફૂટે ને કાતો લીહોટા પડે. એનું ભોયે લીહોટ। પાઙ પૂછડું જાણે વડોવને હોએક વરહ્થી લટકતી વડવાઈ.

નંદલાલભાઈ નો વચલો દીકરો બાર આંગળીયો બાબુ રોજ આથમતા સુરજની સાખે ઈ ટીલડાના પીતળનું ચોકઠું ચડાવી, શેમળ।ના રુનિ ગાદી માથે ૨૫ કિલો નુ પીતળનું પલાણ મૂકી ને ગામ ના હવેડે પાણી પાવા નીકળતો. કેવાતુકે ઈ પલાણના પેગઙ।મા કિમ્તી માળેક જઙય।તા, ને પલાણની કસ કાળીયારનિ સુવાળી ચામડીની હતી. અમારા દવાખાનાના વીઘા ના પટ માં વળતા ઈ ઘોડા ને “જાડ” કરતો. પણ બાપલીયા, ઈ ઘોડો “જાડ” થાતો તીયે એના આગળ ના બે પગ ભો થી આઠ-આઠ હાથ હવામા, ને એના પાછલા બે પગ જૂકીને બે હાથ ના થાતા, ને બાબુ નો વાહો ભો થી સવા વેત ઉંચો રે. ભાઈ, આતો મે કાલે જોયુ હોય ઈવુ યાદછે. ઈ ટીલદડ।ને બાબુડીયો હલાવાતો પણ ઘણી રિતે – કોક્વાર મજરૂ-મજરૂ, તો કોક્વાર રેવાલ હાલે, તો કોક્વાર રૂમઝુમા, તો કોક્વર તબડાકા, તો કોક્વર બાગડદા, તો કોક્વર બગાક્જમ.

નન્દ્લાલભાઇ દર હોળીએ ટીલડાને હોળી ટપાવતા ને એનો નાના દિકરા રાજનુ દર બેસતા વર્સે આ ઘોડે ચઙીને ફુલેકુ નિકળતુ ઈ વાત કોક્વર કરિસ.

હવે ગોરબાપા ની:સ્પૃહી થઇ ગયા.

DSCN0207.જયારે ગોરબાપા એક બાઈએ  પાણી નોતું લીધું ઈ વર્તી ગયા ત્યારથી ગોરબાપા બહુ વખણાય , ગયા.એટલે મોકો જોઇને ગોરબાપાએ  પોતાની દક્ષિણા પણ વધારી દીધીપ્રથમ તો જયારે  પાણી નોતું લીધું એ વર્તી ગએલા  એ યજમાને  .ગોર બાપાને ફક્ત સવા ડોલર  દક્ષિણા પેટે આપ્યો એ એમને  હર્ષભેર સ્વીકારી લીધેલો પણ સુરેશ જાનીએ  છાપામાં  ગોરબાપા  થયું થા વું અને થશે  એ બધુંજ  જાને  છે એવી જબરી પ્રસિદ્ધિ  કરી એટલે કથા કરાવવા વાળા લોકોની જબરી ભીડ થવા માંડી આનો લાભ લઇ  ગોરબા પાએ દક્ષિણા  સીધી બે હજાર ડોલરની કરી નાખી  .અને ગોરબાપાના   આલીશાન  મકાન ઉપર હિન્દીમાં   આરસની તકતી લગાવી એમાં લખ્યું કે ” નામે વો બારી બારી યજ્માંનકે પઢેંગે। ઉલ્જત્સે  કુછ ન હોગા  નંબર લ ગે હુવે હૈ ” .મતલબ કે  દરેક યજમાનની ચિઠ્ઠીઓ  વારા ફરતી ગોર બાપા વાંચશે દરેકને નંબર આપી રાખ્યા છે માટે કોઈ ઉતાવળ કરશો નહિ એક વખત ઓલા   વિનોદ ભાઈને વિચાર આવ્યો કે  આપને કથા કરાવીએ  કોઈ ખાસ હેતુ નથી પણ એ બહાને મિત્રો સાથે પ્રીતિ ભોજન થઇ જાય અને ગોર બાપાને રૂબરૂ મલાય  પણ ખરું  પણ વિનોદભાઈને  લાલચુ ગોરબા પાએ  દક્ષિણા  વધારી દીધી છે એ ખબર નહિ એઓએતો  ઈ મેલ દ્વારા સહુને આમંત્રણ આપી દીધા  .લોકો આવ્યા પરસાદિયા ભગત કથા. પૂરી થવાના સમયે આવ્યા  .કથા  પૂરી થઇ એટલે  ગોર બાપાને  વિનોદભાઈએ દક્ષિણા આપી  . દક્ષિણા ઓછી જોયા  પછી  ગોરબાપો બોલ્યા। હનેથી હું બે હાજર ડોલર  દક્ષિણા લઉં છું એટલે  વિનોદભાઈ ચિડાઈ ગયા અને બોલ્યા  આટલા બધા પૈસા હું નથી આપતો  જાઓ તમારાથી થાય  એ કરી લ્યો વળી કોઈ ડાહ્યા  માણસે વિનોદભાઈને સમજાવ્યા કે  આ માં તમારી ખોટી છાપ પડે છે માટે તમે પુરા પૈસા આપી દ્યો

વખત જતા  ગોર બાપાએ દક્ષિણા ડબલ કરી ના ખી. એક ગધેડા વાળાનો ગધેડો  વધારે ભાર  ખેચવામાં પોતાની ઊંચાઈમાં ,પુછડા  અને કાનનીલંબાઈમાં  પહેલું ઇનામ જીત્યો એની ખુશાલીમાં એને  સત્યનારાય ણ ની કથા કરવાની ઈચ્છા થઇ। પણ દક્ષિણા બહુ  મોટી કરી છે આ લોભી અને લાલચુ  બ્રાહ્મણે  દક્ષિણા બહુ  મોટી કરી છે એ બ્થોડી ઓછી કરે એવું સમજાવવા એ  વી કે વોરા પાસે ગયો  વી કે વોરા કહે  મારા કરતા તમે ડો રાજેન્દ્ર ત્રિવેદી પાસે જાઓ એ  કૈંક  રસ્તો બતાવશે .ગધેડા વાળો  ડો ત્રિવેદી પાસે ગયો  ડો  ત્રિવેદીએ કહ્યું કે  એમના મગજ્માં લોભ અને લાલચની  જે ગ્રંથી છે એ ઓપરેશન કરીને કાઢવી પડશે ,એટલે પૈસાને હાથ નહિ લગાડે અને  પૈસા સોનું હીરા કે ચાંદી જોઈનેજ ભાગશે।  અ ને આથી લોકોને ઘણો લાભ થશે ,ડો ત્રિવેદી એ ગધેડા વાલાને કીધું હું એક જડી બુટી આપું છું એ તમે ગોરબાપાને  મોસંબીના રસમાં પીવડાવી દેજો એટલે રસ પીધા પછી અર્ધી મીનીટમાં  બે ભાન થઇ જશે પછી મને તમે બોલાવજો એટલે હું મગજનું ઓપરેશન કરી  લોભ લાલચની ગ્રંથી કાઢી નાખીશ  .ડોક્ટરની વાત સાંભળી  ગધેડા વાળો બોલ્યો  તોતો  બહુ વાર લાગી જાય અને કથાનું બહુ મોડું થઇ જાય  ડોક્ટર બોલ્યા મારી પાસે એવી જડી બુટી છેકે   માણસ  એકજ મીનીટમાં  પહેલા હતો એવોજ સાજો સારો તબ્દુરસ્ત થઇ જાય , ગધેડા વાળો  બોલ્યો આવી જડી બુટ્ટી યમને ક્યાંથી મળી  .ડોક્ટર કહે  જયારે ગોરબાપાએ  સુર્પન્ખા સાથે લગ્ન કરેલા ત્યારે હું તમને જમવાનું આમંત્રણ આપવા ગયો હતો ત્યારે મને સુરપન્ખાએ  આવી રામબાણ જડી બુટ્ટીઓ મને આપેલી ગધેડા વાળો જડીબુટ્ટી લઈને ઘરે આવ્યો ,ગોરબાપાને પીવડાવી તે બેભાન થઇ ગયા .ડોકટરે ઓપરેશન કરીને મગજમાંથી લોભ લાલચની ગ્રંથી કાઢી નાખીપછી ગોરબાપાએ  કથાનું રસપાન  સહુને ક.રાવ્યુંગધેદાવાલો દક્ષિણા આપવા ગયો એટલે ગોરબાપાએ  દક્ષિણા લેવાની એવું કહીને નાં પાડી કે હવેથી હું દાન દક્ષિણા લેતો નથી.પછીતો કથા કરાવવા વાળાઓની જબરી લાઈન લાગવા માંડી  એટલે  ક ન કરાવ ળ અને સુરેશ  જાણીએ એવો વિચાર કર્યો  કે  આપને યજમાન પાસેથી  પૈસા લેતા જવા અને આ પૈસાનો ઉપયોગ  ગરીબ વિદ્યાર્થીઓને  ભણવામાં મદદ કરવામાં  લોકોમાં ફેલાએલી અંધ શ્રદ્ધા નું નિવારણ કરવા માટે ઉપયોગ કરવો પ્રવીન્કાંત શાસ્ત્રી એ પા આ શુભ કાર્યમાં સાથ આપ્યો।