વાલ્મિકી ઋષીએ રામાયણ લખી . એ પછી એનાથી વિશેષતા ધરાવતું વ્યાસમુનીએ મહાભારત લખ્યું .આ બન્ને કાવ્યોની મુવીઓ બની એમાં પ્રથમ રામાનંદ સાગરે રામાયણ બનાવી .અને પછી ચોપડાએ મહાભારત મુવી બનાવી .આમ જોવા જઈએ તો તુચ્છ ગણાતા લોકો અને ગૈર કાયદે જન્મેલા લોકોજ મહાન બન્યા છે .વાલ્મિકી ઋષિ ક્રૂર લુંટારા અને પારાધી હતા ,વ્યાસમુની કુંવારી માતાથી જન્મેલા ,હતા હઝરત ઈસા (ઈસુખ્રીસ્ત )પણ કુવારી માતાથી જન્મેલા હતા .
ફિલ્મ ઉતરતી હોય ત્યારે .જે જેને જે કામ સોંપ્યું હોય . એ કામ ઉપરજ એનું ધ્યાન હોય .એ પારકી પંચાતમાં નો પડતા હોય .ઋષિ હમેશાં દાઢી મુછ અને જટા વાળા હોય .મહાભારત મુવીમાં જે પરાશર ઋષિનું પાત્ર ભજવે છે ..એ બશીરખાન દાઢી વગરનો છે .ખાં સાબને શું ખબર પડે કે ઋષિ દાઢી વગરની નો હોય .કોઈક હિંદુ હોય તો વળી દાઢી ચોટાડવા વાળાનું ધ્યાન દોરે કે ભાઈ તમે મને દાઢી ચોટા ડવાનું ભૂલી જતાં લાગો છો . કોઈનું ધ્યાન નો ગયું અને દાઢી વગરનો પરાશર મુવીમાં ગોઠવાઈ ગયો .
કૃષ્ણે મહાભારતમાં ઘણું છળ કપટ કર્યું છે .પણ કહેવત છે કે “ફાવ્યો વખણાય “બીજા વિશ્વ યુદ્ધ વખતે હિટલર જીત્યો હોત તો એણે લાખો યહુદીઓને જીવતા બાળી નાખ્યા .ર વ્યાજબી હતું એમ લોકો કહેવા માંડી જાત અને સ્વસ્તિક એનું રાજ્ય ચીન હતું એ કારણે જૈનો ફૂલ્યા નો સમાંત .એમ પાંડવો જીત્યા એટલે વખણાઈ ગયા .
ઝરાસંધ અને ભીમ વચ્ચે દ્વન્દ્વ યુદ્ધ ચાલતું હતું .ભીમ ઝરાસંધ ના બે ફાડિયાં કરીને ફેંકી દેતો હતો .પણ વરદાનના કારણે એનું શરીર પાછું જોડાઈ જતું હતું . આ વખતે કૃષ્ણે ઈશારો કર્યો કે તું ઝરાસંધના શરીરના ફાડિયાં ઉલ્ટી દિશામાં ફેંક .અને ભીમે કૃષ્ણનું માનીને એમ કર્યું .અને ઝરાસંધ મોતને ભેટ્યો .
પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા . તે વખતે દ્રૌપદિ એ કીધુકે મને બહુ થાક લાગયો છે .માટે થોડો વખત ક્યાંક વિશ્રામ કરીએ તરસ પણ બહુ લાગી છે .સૌ ને તરસ તો બહુ લાગેલીજ હતી .સરોવરે પાણી લેવા માટે એક પછી એક બધા ભાઈઓ ગયા .યક્ષ સાથેના સંવાદની વાત તો આપ સહુ જાણો છો .પાણી લેવા જે ગયો એ વાસણ વગરજ ગયો .અને છેલ્લે યુધિષ્ઠિરે યક્ષના પ્રશ્નોના સાચા જવાબ આપ્યા એટલે યક્ષે દરેકને પાણી પીવાની છૂટ આપી અને પાણી લઇ જ્વાની પણ છૂટ આપેલી .છતાં બધા ખોટા રુપીયાની જેમ ખાલી હાથે પાછા આવ્યા .પોતે પાણી પીધું પણ નહિ અને દ્રૌ પદી માટે પાણી લઈ પણ નોગ્યા ઓલી બિચારી દ્રૌપદી તરસી જ રહી .
ગાદીનો ખરો વારસ ધૃત રાષ્ટ્ર હતો પણ એ જન્માંધ હોવાના કારણે એના નાના ભાઈ પાંડુને રાજગાદી સોંપી .પણ પાંડુના મૃત્યુ પછી તો દુર્યોધનને ગાદિ મળવી જોઈએને ?પણ એ શક્ય નો બન્યું અને યુદ્ધ નાં શંખ વાગ્યા .આ વખતે ગાંધારીને પોતાના પુત્ર દુર્યોધનને બચાવવા .પોતાના તપોબળ ની શક્તિ વાપરવાનો વિચાર આવ્યો . એને દુર્યોધનને કહ્યું દિકરા તું ગંગામાં નજ્ઞ સ્નાન કરીને એવીજ દશામાં નાગો પુગો મારી પાસે આવ જેવો તું તારા જન્મ વખતે હતો એવોજ આવ .દુર્યોધન ગંગા સ્નાન કર્યા પછી નાગો પુગો પાતાની માં ગાંધારી પાસે જઈ રહ્યો હતો ,આ વખતે કૃષ્ણ ને તેના જાસુસ મારફત બાતમી મળી કે દુર્યોધન પોતાનું શરીર અભેદ્ય બનાવવા તદ્દન નાગો એની માં પાસે જઈ રહ્યો છે .
અને કૃષ્ણ દોડતા દોડતા દુર્યોધન પાસે ગયા અને કીધું કે એલા માં પાસે આવો નાગો તું જાય એ સારું નો કહેવાય માટે કંઈ નહીતો છેવટે તારો ગોઠણ થી ઉંચો અને કમરથી નીચો ભાગ ઢંકાય એટલું કંઈક પહેરીને જા દુર્યોધને કૃષ્ણ નું કહ્યું માન્યું અને કેળ નાં પાંદડા ની લંગોટી વાળી ને ગાંધારી પાસે ગયો ગાંધારીએ પોતાની આંખો નો પાટો ખોલ્યો અને પોતાના તપોબળ ની દિવ્ય દૃષ્ટિ દુર્યોધન તરફ ફેંકી દુર્યોધનનું આખું શરીર કોઈ અસ્ત્ર શ સ્ત્ર થી કંઈ અસર નો થાય એવું અભેદ્ય બની ગયું .પણ સાથળ અને કમરનો ભાગ કે જે કેળ નાં પાંદડાં થી ઢાંકેલો હતો .તે અભેદ્ય નો થઇ શક્યો .યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું બ ધા યોધ્ધાઓ મૃત્યુ પામ્યા હતા .છેલ્લે દુર્યોધન સાથે લડવાનું બાકી હતું .દુર્યોધન સાથે ભીમ દ્વન્દ યુદ્ધ લડી રહ્યો હતો .ભીમના ગદા પ્રહારની દુર્યોધન ઉપર કોઈ અસર થતી નોતી આ વખતે કૃષ્ણે ભીમને દુર્યોધનની સાથળ ઉપર ગદા મારવાનો ઈશારો કર્યો અને ભીમે દુર્યોધનની સાથળ ઉપર ગદા નો પ્રહાર કર્યો .અને દુર્યોધન ભૂમિને ભેટ્યો .
જયારે યુદ્ધ નાં નિયમો ઘડેલા ત્યારે કમરથી નીચે ન મારવાનો કાયદો હતો .પણ કૃષ્ણે બધા કાયદા નેવે મૂકી દીધેલા . અને આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચેનું હતું .એમાં ધર્મનો વિજય થયો એવી ઘોષણા કૃષ્ણે કરી . ફાવ્યો વખણાય
Like this:
Like Loading...
Related
યુદ્ધમાં તો જે જીતે એ શુર. કૃષ્ણે ગોળા ગોળ ફેરવી બધાને મૃત્યુને ભેટવાની તક આપી.
વ્યાસ મુની કુવારી માતાના પુત્ર હતા એટલે એને વર્ણસંકર કહેવાય. ગીતાના પ્રથમ અધ્યાયમાં વર્ણસંકરને જે મહત્વ આપવામાં આવેલ છે દાદા એ પોલ અહીં ખુલ્લી થઈ જાય છે.
વોરાભાઇ
આમ જોવા જાઓ તો કોરવ પાંડવો . વર્ણ સંકર છે .
મહાભારતની કથા વારંવાર સાંભળીએ તો પણ રસ પડે એવી હોય છે .
રામાયણ અને મહાભારત કથાઓ ભારતના લોકજીવન સાથે વણાઈ ગઈ છે .
શ્રી કૃષ્ણની ચાલાકી ઘણા પ્રસંગોમાં દેખાય છે .ભગવાન કરે એ ભૂલ નહી પણ લીલા એવું
મનાય છે .
ખરેખર મહાભારત અને રામાયણ વાંચવાનો કંટાળો આવતો નથી .મારી પાસે મહાભારતની મૂવીની d .v .d .છે મારી પત્ની કામકાજમાંથી પરવારે એટલે મહાભારતની મુવી જોવાની વાત કરે ઇંગ્લીશમાં લખાણ આવતું હોવાથી મારા પોત્રોને પણ ગમતી મારો એક પોત્ર મને કહે કીચકને મારી નાખવા માટે નૃત્ય શાળા કેમ પસંદ કરી ? એનો જવાબ હું ન આપી શક્યો પણ એણે આપ્યો . મારા દીકરાને મહાભારતના બધાં પાત્રો કરતા કર્ણ ઉપર વધુ પ્રેમ
ઓહો !!! હવે ખબર પડી ઋષિ દાઢી વગરની નો હોય…
ઋષિ દાઢી વગરનો નો હોય એ તમને મારા તરફથી ખબર પડી એથી મારા મનને થયું કે હું પણ દાવડા ભાઈ જેવા વિદ્વાન થી ઉણો ઉતરું એમ નથી
દાદા, આપે ઉપર પોસ્ટમાં ભીમ વીશે ઘણું લખ્યું છે. દરેક માતા એમ ઈચ્છે છે કે મારો પુત્ર ભીમ જેવો બને…..હા હા હા……કુંતીનો લાડકો ભીમ…
વોરા ભાઈ
ભીમને ખાવાનું ખુબ જોતું .પણ જયારે માતા કુંતી એને ફક્ત એકજ કોળીયો ખવડાવે તો ભીમ ધરાઈ જતો .
બીજી તમને ખબર છે ?”ભીમ ખાય અને દુર્યોધન જાજરૂ જાય ”
એક પ્રસંગ ,વાલ્મીકી રામાયણ માં નથી .તુલસી રામાયણ માં નથી .આતા -વોરા રામાયણ માં નથી . પણ જેણે આ ગોઠવણ કરી છે .એને ઘણા બધા ધન્યવાદ આપવાનું મન થાય છે .પ્રસંગ નીચે લખું છું .
ગર્ભવતી સીતાને અંધ વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂકી આવેલા .ત્યાં સીતાએ એક બાળકને જન્મ આપ્યો .જેનું નામ લવ રાખવામાં આવ્યું .એક વખત સીતા લવને ઘોડિયામાં સુવડાવી ઋષિને કાળજી લેવાની ભલામણ કરી સીતા નદીએ કપડાં ધોવા ગયાં .ત્યાં એણે એક વાંદરીને પોતાની છાતીએ નાના બચ્ચાને વળગાળી ઝાડ ઉપર આમથી તેમ કુદકા મારતી જોઈ એટલે સીતાએ વાંદરીને કીધું .તું કેટલી ક્રૂર છો આટલા નાનકડા બચ્ચા ને લઇ કુદકા મારે છે . તો બચ્ચું પડી જશે તો મરી નહિ જાય ? વાંદરી બોલી કે ક્રૂરતો તું છો કે આવા ઘોર જંગલમાં આંધળા ના ભરોસે બાળકને મૂકી આવી છો .કોઈક હિંસક પ્રાણી લઇ જશેતો ? વાંદરીની વાત સાંભળી સીતા દોડતી જઈને આશ્રમે ગઈ આ વખતે લવ ઊંઘતો હતો અને ઋષિ ઉપવનમાં બેઠા હતા .સીતા ઉતાવળે લવને તેડીને નદીએ આવી ગઈ .ઋષિને કહેવાનું પણ ભૂલી ગઈ કે હું લવ ને લઇ જાઉં છું .થોડીવારે ઋષિ લવ પાસે આવ્યા જોયું તો ઘોડિયું ખાલી .એટલે ઋષિને ચિંતા થઇ કે હવે હું લ વ બાબત સીતાને શો જવાબ આપીશ .એકજ ક્ષણમાં ઋષિ દાભડાનો પુળો લઇ આવ્યા અને ઘોડિયામાં મૂકી પોતાની મંત્ર શક્તિ થી બાળક બનાવી નાખ્યો . દાભડા ને સંસ્કૃતમાં કુશ કહે છે . થોડી વારે સીતાજી આવ્યાં જોયું તો ઘોડિયામાં બાળક રમે ,પછી સીતા બે દીકરાઓની માતા બની ગયા લવ અને કુશ .
………………વાંદરી બોલી તું ક્રુર અને બધી વાંદરીઓ સત્ય બોલવા લાગી…
વોરભાઈ વાદરી ઓમાં એકતા કહે વાય હો.
વરસાદનું મહત્વ કચ્છ જેવા રણ પ્રદેશના લોકોને વધારે હોય છે. આ મહાભારતના યુદ્ધમાં કોમેન્ટની વ્યાસપીઠને શું થયું છે?
વોરાભાઇ
મોટા ભાગના લોકોને પોતાનું વંચાવવું ગમે છે કોઈનું વાંચવું નથી ગમતું .
આતાજી હું વિદ્વાન પણ નથી અને વિજ્ઞાન પણ નથી. બન્ને થવા ગયો તેમા ક્યાંયે નો ન રહ્યો.
સાપને હાથ, પગ, નાક, કાન હોતા નથી. મગજ પણ ક્યાં વીકસ્યું છે? છતાં હડ્ડપન સંસ્કૃતીથી સાપ પુજાય છે.
આતા દાદાના બ્લોગ ઉપર સર્પના ઘણાં ફોટા જોઈ એનાથી વીશેષ વીધ્વાન કે વીજ્ઞાન કરી પણ શું સકે?
પ્રિય વોરા ભાઈ
આજે મેં મારી જૂની મૂવીની ડી વી ડી તૈયાર કરાવી એ આવી ગઈ છે ,જેમાં હું સર્પ રમાંડું છું। કાળા વીંછીને રમાડું છું એ જોવા મળશે। ઉપરાંત હું મોરલી વગાડું છું એ પણ આપ સાંભળી શકશો। મને જોઈ પણ શકશો આ વખતે મને દાઢી મુછ નહિ દેખાય। કેમકે તે વખતે હું મારું મોઢું સુવાળું રાખતો .પણ હવે મને ખબર પડી કે ચુંબન કરનાર છોકરીઓને દાઢી મુછ નડતી નથી।
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
એટલેજ તમને કવિતા બનાવતા આવડી ગઈ મેં એક ભાઈ કે જે ધાની યું ફૂટે એવું ઈંગ્લીશ બોલતા હતા મેં એને કીધું મને ઈંગ્લીશ નથી આવડતું ઈનો મને અફસોસ છે। એ ભાઈ બોલ્યા તમને ઈંગ્લીશ નથી આવડતું એટલેજ તમે મારા જેવા ઈંગ્લીશ બોલનારના કાન કાપી શકો છો।