વાણિયાનો દિકરો વિચારીને વાણી વદે ભફાકો નો કરે

મારા ઘણા હિતેચ્છુ  વાણીયા  છે .રુઘો મારો લંગોટીયો ભાઈબંધ ,વાણિયાના જોક હોય છે .પણ એ બડાઈ ના ન હોય  માર માર કરતો આવતા માણસને ઠંડો ગાર કરવાની આવડત  વાણી યા માં હોય .કઈંક  દેવાની વાત આવે તો કંજુસાઈ કરે ખરા .શરણાઈ વાળા ને સાંબેલું વગાડવાની વાત કરી .એવું પણ કરે ખરા .હું વાણીયાની વાત લખીશ  કોઈ સ્નેહીને  જો માઠું  લાગી જાય તો બીજા હજાર ભાઈઓને સારું લાગ્યું હશે , એમાં તમારા માઠા ને નાખી દેજો એટલે એ પણ સારું થઇ જશે .જેમ ગંગામાં ગએલી  ગટર ગંગા બનીજાય છે એમ .

દ્વારિકા તીર્થ સ્થળ છે .દેશ  વિદેશથી ઘણા યાત્રાળુઓ અહી આવે છે .એક દિવસ હું પોરબંદરથી કુતિયાણા આવવા બસમાં બેઠો।મારી સામેની સીટ ઉપર એક ભાઈ હરણની શીંગડી ઓ જેવું લાલ રંગનું ટીલું કરીને બેઠેલા હતા .અમારી  બાજુના  માણસોને   લોકોને પૂછ પૂછ કરવાની  બહુ ટેવ હું પણ એમાં આવી જાઉં છું . ભાઈ તમે ક્યા  ગામના છો .કઈ જ્ઞાતિ ના છો શું ધંધો કરો  છો .કેટલા છોકરા છે .કેટલી છોકરીઓ છે .સગપણ થયું છે .કોઈના લગ્નમાં જાઓ ત્યારે કેવા કપડા  પહેરો છો .ચાંદલો એટલેકે વધામણું કેટલા રૂપિયા કરો  છો .વગેરે ચિત્ર વિચિત્ર અનેક સવાલો પૂછે .જોકે હવે એવી પરિસ્થિતિ નહિ હોય .

મારી સામે બેઠાતા એ ભાઈ વૈષ્ણવ સંપ્ર દા યના  હશે, એવું માનીને મેં તેમને જય શ્રી કૃષ્ણ કહ્યા . થોડી વાર થયા પછી  ધીરેથી મને  સામા જય શ્રી કૃષ્ણ કહ્યા .વળી મેં પ્રશ્ન કર્યો ભાઈ તમારું નામ શું ?કંઈપણ જવાબ આપ્યા વિના પોતે ચુપચાપ બેસી રહ્યા . પછી મેં તેમને પાછું પૂછ્યું ,ભાઈ તમે મને તમારું નામ નો કીધું ?પોતાનું નામ કહેવાને બદલે એમણે  મને સામો પ્રશ્ન કર્યો .તમારું નામ શું ?મેં જવાબમાં મારું નામતો કીધું .પણ મારા બાપ દાદાનાં   નામો પણ કીધા એ ભાઈ મારી લાંબી કથની સાંભળીને  ફક્ત એટલું બોલ્યા ઠીક .એમ કહીને એતો બેસી રહ્યા .વળી મેં પૂછ્યું ભાઈ તમે તો તમારું નામ મને નો કીધું .?તેઓ બોલ્યા મારા નામનું તમારે શું કામ છે .?તેઓએ જવાબ આપ્યો .ભાઈ તમને બોલાવવા હોય તો  તમારું નામ હું જાણતો  હોઉં તો બોલાવી શકાયને ? તો તે  કહે  મને તમે બોલાવો એમાં મને શું ફાયદો . આમ ફાયદાવાળી વાત કરવા માંડ્યા એટલે મને થયું કે આ ભાઈ વિચારી વિચારીને બોલે છે .ફાય્દાવાળી વાતું કરે છે એટલે આભાઈ વાણીયા  હોવા જોઈએ .એટલે મેં તેમને પૂછ્યું ભાઈ તમે વાણીયા  છો ?માર્રું બોલવાનું સાંભળીને  તેઓ ચમકીને બોલ્યા . હું વાણીયો છું .એની તમને કેવી રીતે ખબર પડી ? મેં કીધું હું જોષી  છું  હું કાશીની વિદ્યાપીઠ માંથી  જ્યોતિષ શાસ્ત્રમાં પહેલો નંબર પાસ  થએલો છું .મારી વાત સાંભળી  તેઓએ  પોતાના જમણા  હાથની બાંય ચડાવી મારી સામે હથેળી ધરીને બોલ્યા। મારો જોશ જુને બોલાવ્યો ને બોલાવવામાં આવ્યો વો .મેં કીધું 50 રૂપિયા આપો .તે  કહે  કેમ જોશ જોયા પહેલા પૈસા માગો છો ?મેં કીધું .મારું જ્યોતિષ એટલું સચોટ છે કે  તમે અભણ લોકોને  ખોટું સાચું  સમજાવીને ઉઠાં  ભણાવ્યા હોય ,એ બધુંજ  મારા જ્યોતિષમાં આવી જશે ,અને એ વાત જ્યારે હું કહીશ ત્યારે  તમે એવું ખે શોકે  જ્યોતિષ ફ્યોતીશ્માં હું માનતો નથી .તમે ગપ્પાં  મારો છો .એવું બોલીને તમે પૈસા મને નો આપો . તો હું પૈસા કોની પાસે લેવા જાઉં ? ઓલાતો પૈસા મારા ખિસ્સામાં આવી ગયા હોય તો નીકળતા વાર લાગે . મેં એને  શરણાઈ વાળા ની વાત યાદ અપાવીને કીધું કે  તમે ઓલા બાપડા શરણાઈ વાળા ને કીધું કે પોલું છે અને વાગે છે એમાં  તે શું મોટી કારીગરી કરી  એટલું બોલીને તમે એને સાંબેલું આપ્યું અને કીધું કે  જો તું આ સાંબેલું વગા ડ તો હું તુને ખરો કારીગર જાણું  .બાપડો શરણાઈ વાળો વિલે મોઢે ઘેર ગયો .પણ પછી એના દીકરાને કીધું કે આ માણસના પરિવારમાં લગ્ન પ્રસંગે  કોઈ સંજોગોમાં શરણાઈ વગાડવા જવું નહિ અને જવું તો પહેલા પૈસા લેવા . વખત જતા શરણાઈઓ મારીગ્યો અને ઓલો વાણીયો પણ મ રી ગયો .એક વખત વાણીયાને ઘરે લગ્ન પ્રસંગ આવ્યો .શરણાઈ વાળા ને બોલાવવામાં આવ્યો .શરણાઈ વાળો ગયો  દિલ દઈને શરણાઈ વગાડી પછી વાણીયા પાસે પૈસા માગવા ગયો . વાણીએ પોતાના બાપ વાળી વાત કરીકે  પોલું હતું ને વાગ્યું એમાં શું તે મોટી કારી ગરી કરી .એમ કહીને  તેને સાંબેલું આપ્યું અને કહ્યું આ સાંબેલું વગાડ   તો હું માનું કે તું ખરો કારીગર છે .શરણાઈઓ બોલ્યો . શેઠ  સાંબેલું તો મને બહુ સરસ વગાડતા આવડે છે સાંબેલું .લાવો સાંબેલું  શરનાઈ વાલાને આપવામાં આવ્યું . શરનાઈવાલાએ સાંબેલું લઈને શેઠ નાં માથામાં માર્યું અને  બોલ્યો  વાગ્યું ?શેઠ સુ બોલે એતો સીધા પોલીસ સ્ટેશને ગયા અને ફરિયાદ નોધાવી  પોલેસે શરણાઈ વાળાને પકડ્યો .પોલીસ સ્ટેશને લઇ આવ્યા સાથે મુદ્દામાલ તરીકે સાંબેલું પણ લઇ આવ્યા .શેઠ ને પોલીસે  ખુરસી ઉપર બેસાડ્યા .અને તેને હોસ્પિટલ  સારવાર અર્થે મોકલવાની તજવીજ કરવા માંડ્યા .પોલેસે શરણાઈ વાળા ને પૂછ્યું . એલા તે શેઠને સાંબેલું કેમ  માર્યું ? ત્યાં મુદ્દામાલ તરીકે સાંબેલું પડ્યું હતું એ ઉપાડીને  શેઠના માથામાં માર્યું અને બોલ્યો સાહેબ આમ માર્યું . પોલીસ કહે હવે તારા ઉપર બે કેસ થશે એનું તુને ભાન છે ?શરણાઈ વાળો કહે હા સાહેબ મને ખબર છે અને હવે હું જેઇલ માં જઈશ એટલે મારી સગાઈ પણ થઇ જશે .

પછી કેસ ચાલ્યો શેઠિયા માણસને  કોર્ટના ધક્કા ખાવા આકરા  લાગવા  માંડ્યા . શેઠ કંટાળ્યા આબરૂ જવાની પણ બીક લાગી ,એમને શરણાઈ યા  સાથે સમાધાનની તજવીજ આદરી .શરણાઈ વાળો  મહામુશીબતે  200 રૂપિયામાં માન્યો .અને શેઠ ઉપર ઉપકાર કરતો હોય એમ બોલ્યો  .શેઠ આતો આપણે  ભાઈઓ છીએ એટલે થોડા પૈસામાં પતાવું છું .નહીતર પુરા પાંચસો લેત એક પૈસો પણ ઓછો ન લેત  આ  સાંભ ળી શેઠને કુતુહલ થયું . અને શરણાઈ વાળા ને પૂછ્યું . આપણે ભાઈઓ કેવીરીતે ?શરણાઈ વાળો કહે  આજથી સાતમી પેઢી ના મારા વડવા  વાણીયા હતા . એક વાણિયાનો સંઘ પાલીતાણા મંદિરે દર્શન કરવા આવ્યો આ સંઘમાં  એક કામદેવ જેવો રૂપાળો જુવાન હતો .મંદિર નજીક એક મેન્કાથી  ટપી જાય એવી રૂપ રૂપના અંબાર  જેવી છોકરી ફૂલની માળાઓ વેંચાતી હતી .વાણીયો જુવાન આ છોકરી ઉપર મોહિત થયો .પછીતો શેઠ તમે જાણો છોને કે પ્રેમ નાત ,જાત ,રૂપરંગ . ભાષા દેશ ધર્મ કંઈ  ગણતો નથી .છોકરીએ વરમાળા છોકરાના ગળામાં ફેરવી દીધી .અને લગ્ન થઇ ગયાં . છોકરાના કુટુંબીઓએ  છોકરાને ઘર બહાર કાઢી મુક્યો .છોકરીના કુટુંબીઓએ  હર્ષભેર પોતાની નાતમાં લીધો . બસમાં  બેઠેલો વાણીયો  હિમ્મતલાલ  જોશીની  ઐતિહાસિક વાત  ઉ પર આફરી થઇ ગયો .અને વધારાના દસ રૂપિયા આપ્યા . બસમાં થોડે દુર  એક આતા જેવો દાઢી મુછાળો બેઠો હતો .તે બોલ્યો એલા હવે ઈ વાણિયાનો જોહ જાત પૂરો કર અને મારો જોહ જો   વાણિયાનો જોશ પૂરો કર્યા પછી એ  ગામડીયા નો જોશ જોવાનું શરુ કર્યું . બહુ ધીમી ગતિએ વાણીયો  બોલ્યો કે તમે મારી પાસેથી  જોશ જોયા પહેલા પૈસા પડાવ્યા .અને આ માણ સ થી તમે ડરી ગયા .એટલે પૈસા લીધા વગર જોષ  જોવા માંડી ગયા .મેં શેઠને કીધું આ જાતિના લોકો  અમને નો  ડરાવે પણ અમને ડરાવવા બસ ડ્રાઈવરને  કીધું માણસને  કોટડા ગામે ઉતારવાનું હતું .જોશ જોઈ લીધા પછી .ગામડી યાએ પોતાની આંગડીના ખિસ્સામાં હાથ નાખ્યો પછી ચુપ બેસી ગયો ,શેઠ કહે એ તમને પૈસા આપવાનો નથી .મેં શેઠ ને કીધું મારા પત્સા ક્યાંય જવાના નથી ,શેઠ કહે એને તમારું સરનામું લીધું નથી એ તમને કેવી રીતે વ્પૈસા આપશે કોટડા આવશે એટલે તો એ બસમાંથી ઉતરી જવાનો છે .મેં કીધું એ એના ગામે જઈને મારા નામે પચાસ રૂપિયાનો ધર્માદો કરી નાખશે પણ મારી નિમિત્તના પૈસા એ રાખવાનો નથી .કોટડા આવ્યું એટલે એ ઉતરી ગયો .જતા જતા એણે ડ્રાઇવરને  કીધું કે હું હમણાં જ આવું છું મારા આવ્યા પછી હું કહીશ  ત્યારે બસ ઉપાડજે   થોડી વારે એ આવ્યો અને એક પડીકી નાનું જોશીના હાથમાં મૂકી ગયો જોશીએ ખોલી જોયું તો અંદર 51 રૂપિયા હતા . આ જોઈ શેઠ ને બહુ નવાઈ લાગી .  હવે સૌ ને રામ રામ  હું કેટલો સમય સુધી બેસીને લખી શકું છું એની આપને ખાતરી થઇ હશે।

9 responses to “વાણિયાનો દિકરો વિચારીને વાણી વદે ભફાકો નો કરે

 1. pragnaju જુલાઇ 22, 2013 પર 8:18 પી એમ(pm)

  …….
  વાણિયો કહે –

  અહીંથી કાઠી કબકબ્યા ને
  ત્યાંથી કોળી હમહમ્યા
  સામસામી ખેંચાણી ને
  મારી આંખ મીંચાણી.
  ન્યાયાધિશે આખરે વાણિયાને રજા આપી ને કાઠીને કોણે માર્યો તે સમજાયું નહિ એટલે કેસ આખો ઊડી ગયો.

 2. Vinod R. Patel જુલાઇ 22, 2013 પર 8:27 પી એમ(pm)

  આતાજી તમે ખરા જોશી બની ગયા અને વાણીયાને પણ શીસામાં ઉતારી દીધો .

  વાણીયાને ડાહીમાનો દીકરો કહેવામાં આવે છે અને તેઓ કાગડા જેવા ચતુર હોય છે .

  વાણીયા કરતા પણ તમે હોંશિયાર નીકળ્યા !

  એક વાતમાંથી બીજી અને એમાથી એ બીજી એમ ઘણી વાર્તાઓ તમે આ તમારા લાંબા લેખમાં

  કરી દીધી એ વાંચવાનો આનંદ લીધો . ગુજરાતી લખવાની તમારી ગાડી વણ અટકી સડસડાટ દોડવા માંડી છે !

  ધન્યવાદ .

  • aataawaani જુલાઇ 23, 2013 પર 4:16 એ એમ (am)

   પ્રિય વિનોદભાઈ
   મારી ગુજરાતી ગાડી વણ થંભી હાલી જાય છે .એ માટે હું તમારા જેવા સ્નેહીઓનો આભારી છું .મેં મારો શેર તમને સંભળાવ્યો હશે .છતાં ફરીથી વાંચવા આપુ છું . (કમ્પ્યુટર હિંદી અક્ષર નથી લખવા દેતું )
   કિતના હૈ ખુશ નસીબ ‘આતા “દોસ્તોકે લીએ
   અદના હૈ આદમી ઉસે આલા બનાદિયા ખુશનસીબ = ભાગ્યશાળી
   અદના =મામુલી
   આલા =શ્રેષ્ઠ

 3. keyursavaliya જુલાઇ 23, 2013 પર 6:32 એ એમ (am)

  આતા,આપડી બાજુ આ વાતો યાદ આવતી હોય તો મારે ગામ પધારો..મે’માંગતી માણવા..

 4. vkvora Atheist Rationalist જુલાઇ 24, 2013 પર 1:36 એ એમ (am)

  રુપ રુપના અંબાર જેવી છોકરીના કુટુંબીઓએ હર્ષભેર પોતાની નાતમાં લીધો.

  આવું બધી જગ્યાએ થાય તો શરણાઈવાળો, ફુલવારી અને જ્યોતીષીનો ધંધો ખુબ ચાલે…

  વાહ દાદા વાહ !!!!

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: