
મુરજીભાઇ પટેલના દિકરા શંભુની ફ્લોરીડામાં મોટેલ છે .મારે મુરજી ભાઈ ની મારે ઓળખાણ મારા ગુજરાત times માં પ્રસિદ્ધ થતા લેખોને લીધે થઇ .મારા બે ગ્રાન્ડ સન tampa ફ્લોરીડામાં રહે છે .
મુરજી ભાઈએ મને એક વખત કીધું કે તમે ફ્લોરીડા આવો ત્યારે મને જરૂર મળજો .હું જયારે ફ્લોરીડા ગયો ત્યારે મેં મારા ગ્રાન્ડસન ડેવિડને કીધું કે મને તું અનુકુળતાએ મુરજીભાઇ ને મળવા તેડી જજે . એક દિવસ મુરજી ભાઈને મળવાનું નક્કી કર્યું .શંભુ પાસેથી માર્ગ દર્શન લીધું . અને હું,ડેવિડ ,અને તેનો નાનોભાઈ રાજીવ અમે ત્રણ જણા મુરજી ભાઈ ને મળવા ગયા .શંભુની વાઇફ રૂપલ અને તેની સાસુ જસુમતી બેને અમને દિવાળી ના દિવસો હોવાથી મઠિયા ,અને મીઠાઈનો નાસ્તો કરાવ્યો . અમે થોડી વાર વાતો ચિતો કરી , નાસ્તો કર્યો .પછી મેં જવાની રજા માગી .(કચ્છ સોરઠ ,વઢિયાર વગેરે બાજુ “ળ ‘નો ઉચ્ચાર “ર”કરેછે .એટલે ઘણી વખત રમુજ થઈજાય એક આરતી બોલાય છે એમાં સંત મરેતો મહાસુખ પામું ગુરુ મરેતો મેવા ) શંભુએ મને કીધું કે કાકા રાતની રાત અહી રોકાય જાઓ .સવારે હું તમને tampa મૂકી જઈશ ડેવિડને જવા દો . ડેવિડને મેં કીધું તું ઘરે જતો રહે .શંભુભાઈ મને સવારે મૂકી જશે . મને 8 નંબરની રૂમ રહેવા માટે આપી .સ્વર પડ્યું એટલે મુરજી ભાઈએ ફોન કર્યો નાસ્તો તૈયાર છે .પધારો એમ લહેકાથી મને બોલાવ્યો . નાસ્તો કર્યા પછી . મેં શંભુને કીધું .આપણે જવાનું થાય ત્યારે મને પંદરેક મિનીટ પહેલા કહેવું ,કે જેથી કરી હું તૈયાર થઇ જાઉં .શમ્ભુ કહે ભલે બપોર થયા .મુરજી ભાઈએ જમવા માટે પોકાર પાડ્યો .સૌ સાથે મને જમવાનું પીરસાણું મેં દાળ ,શાક .થોડુંક્જ લીધું .મુરજી ભાઈના પત્ની જસુમતી બેન વ્હીલ ચેરમાં હોય છે .પણ રસોઈ ,અને બીજું ઘરકામ કરેછે .(હાલ તેઓ પથારી વશ છે મને એ બાબત ઘણું દુ:ખ છે .)જસુમતી બેને મને પુચ્છ્યું કેમ શાક ,દાળ જ્રક્જ લીધાં મેં કીધું હું મીઠું મરચું ખાતો નથી એટલે .આ પછી જશુ બેન દાળ શાક મીઠાં મરચાં વગરનું બનાવવા મન્ડી ગયાં મેં કીધું મારા એકલા માટે થઈને બધાનો સ્વાદ કેમ બગડો છો ?જશુમતી બેન કહે એતો જેમ જોઈએ એમ અને જેને જોઈએ એમ ઉપરથી વાડકા માં નાખી લેવાય .મને આજુબાજુના જોવા લાયક સ્થળો બતાવ્યા .ફ્લોરીડામાં ઊંચામાં ઉંચી જગ્યા બતાવી .એક જગ્યાને આપણાં ગુજરાતી લોકો ભૂતની ટેકરી કહે છે .એ ભૂતની ટેકરીનું ઈંગ્લીશ નામ કઈંક બીજું છે .આ ભૂતની ટેકરી પાસે સફેદ કપડાં માં વીંટેલ ભૂ જેવો ચાડિયો લટકાવ્યો છે .ચમત્કાર જેવી બાબત એ છે કે ટેકરી ઉપરથી કાર રસ્તે થી નીચે ઉતરો પછી કાર બંધ કરી દ્યો એટલે કાર એની મેળે ટે કરી ઉપર ચડી જવાની ટેકરી બહુ ઉંચી નથી .આ અનુભવ મેં જાતે કરેલો છે .
આજ કાલ કરતાં મને પુરા 16 દિવસ રોક્યો . પછી મારેજ કહેવું પડ્યું કે હવે મને મહેબાની કરીને મૂકી જાઓ .ત્યારે શંભુએ કીધું કે કેમ કાકા અહી નથી ગમતું ? મેં કીધું બહુજ ગમે છે .તમારા બેઉનો,તમારાં માબાપનો તમારાં દીકરા દિકરીનો જે મારા ઉપર પ્રેમ્પ્રેમ વરસ્યો એ મારાથી ભૂલી શકાય એમ નથી . પણ હવે થોડાક દિવસ મારા ડેવિડ અને તેની નાની અને તેના ભાઈ અને બાળકો સાથે ગાળું .
મુરજીભાઇ ઈંગ્લીશ ભણેલા પણ અહી બોલવા માટે તેઓને થોડી અગવડ પડે ,એક વખત ઉપરના ફોટામાં દેખાય છે .એવી છોકરી સાથે વાતો કરવામાં તેમને થોડી અગવડ પડી .છોકરી મોટેલમાં ઉતરેલી હતી .મુર્જીભીએ મને વાત કરવા માટે બોલાવ્યો . હું ગયો .અને છોકરીને સમજણ પાડી પછી મારું ધ્યાન એની છાતી ઉપરનાં છુંદ ણાં પડ્યું .સ્તન ઉપર એક બાજુ છુંદ ણું હતું મેં છોકરીને પૂછ્યું આ છુંદ ણું તાજું પડાવેલું છે ? દુખે છે .? તે બોલી જરાય દુ:ખતું નથી ,એમ કહી એણે મને છાતી દેખાડું હું તેના સ્તન ઉપર હાથ ફેરવવા લાગ્યો .આ વખતે .મુરજી ભાઈ બોલ્યા હિમ્મત લાલ આવી રીતે છોકરીઓને તમે અડપલાં કરો છો .તમે અમારા ઘરાકને ભગાડશો . મેં કીધું તમારું ઘરાક ભાગી જવાનું નથી .ઉલટું આ છોકરી બીજા ઘરાકને લઇ આવશે અને મારા બાબત તમને પૂછશે . એક દિવસ મુરજીભાઈનો ફોન આવ્યો કહેતા હતા કે એ છોકરી બીજી બે છોકરીઓને લઇ આવેલી .અને તમારા વિષે પૂછતી હતી કે ઓલા દાઢી વાળા ટીખળી ભાઈ કેમ નથી દેખાતા ?
મેં મુરજીભાઇ અને તેના ઘરનાઓની પ્રેમભરી વિદાય લીધી .જતી વખતે હું થોડા પૈસા દેવા બેઠો .છોકરાં એ પણ પૈસાને હાથ નો અડાડ્યો અને રૂપલ અસલી પટેલ વાળી ભાષામાં બોલી કે કાકા અમે તમારી જે સેવા કરી એના ઉપર પૈસા આપીને પાણી ફેરવવા માગો છો ?
જેમ પાંચ આંગળીઓ સરખી નથી એમ બધા પટેલ પણ સરખા નથી હોતા પણ મને પટેલનો અનુભવ થયો છે .એના ઉપરથી મેં એક જોડકણું લખ્યું જે નરસી મેહતાના પ્રભાતિયાની જેમ ગાય શકાસ્ય છે .
ત્યાગ કરશો નહી પટેલ મિતર તણો , કડવી પણ હિતની વાત કેહશે . માન જાળવશે એ મિત્ર સજ્જન તણું કોઈદી મિત્રને દગો ન દેશે .
Like this:
Like Loading...
Related
સ રસ વાત.ધન્ય ધન્ય
અમારા સ્નેહી પટેલ કહેતા
કડવો હોય લીમડો, શિતળ એની છાંય;
પટેલ હોય અબોલડો, તોયે પોતાની બાંય
અમારા એક સ્નેહી જોષી પણ પોલીસપટેલનું કામ જીવનભર કર્યુ તો બધા તેમને પટેલ તરીકે જાણતા.!
હાસ્ય સમ્રાટ જ્યોતિન્દ્ર દવે કહેતા કે ભરુચ તરફ નળ નહીં તેથી નળનો ળ બોલતા ફાવતું નહીં
તેવા મિત્ર રસ્તામા મળ્યા…અને કહેવા લાગ્યા,” ચાલો,સારું થયું.તમે રસ્તામા મરી ગયા નહીંતો હું તમારે ત્યાં મરવા આવવાનો હતો !”
પ્રિય પ્રજ્ઞા બેન
અમારી બાજુ પટેલની આગવી ઓળખ હોય છે .ગુજરાતમાં બધા પોતાને પટેલ કહેવડાવે છે . ચોખવટ કરવી હોય તો તમે કેવા પટેલ તો કહે અમે લેઉવા અથવા કડવા ,જોકે હવે અમારી બાજુ પણ કણબીને બદલે પટેલ કહેવડાવવા માંડી ગયા છે . અને ગુજરાતી પાસેથી શીખીને નામની પાછળ ભાઈ નો પ્રત્યય લગાડવા મંડી ગયા છે .મારા ગામ દેશીંગામાં પટેલની વસ્તી છે .એમાં દરેકની પોતાની અટક હોય છે . મણવર ,દેસાઈ .કણસાગરા ,જુલાસણા , વગેરે હવે કણબી કહેવડા વવું ગમતું નથી .જયારે મેર, આયર ,વાઘેર ખાંટ કાઠી રબારી ખસીયા પોતાની જ્ઞાતિ બતાવવામાં ક્ષોભ નથી અનુભવતા .આપણા વિનોદ ભાઈ પટેલે કોમેન્ટમાં કણબી શબ્દ વાપરેલો .એક ઉખાણું છેકે આયર કાયર કણસલે કણબી કાયર દૂધ ભામણ કાયર રોટલે વાણીયો કાયર જુદ્ધ કણસલું =જાર બાજરીના ડુંડા ભામણ = બ્રાહ્મણ
જુદ્ધ = લડાઈ , ઝઘડો ,ટન્ટો ફિસાદ
દાઢીવાળા કાકાથી હાથ ફેરવાય. બીજા ફેરવે તો પોલીસ પકડી જાય.
શાસ્ત્રીજી ગમે તેમ પણ દાઢી વાળાઓનું માન છે ખરું ?મારી સન્માન પાર્ટી જેને ઘરે રાખેલી એ શ્રી લોટવાલા મને એક વખત મેક્ષિકો લઇ ગયા .અમે એક બાંકડા ઉપર બેઠા હતા .ત્યાં એક છોકરીએ પોતાના બોય ફ્રેન્ડને મારી પાસે મોકલ્યો .અને કીધું કે દાઢી વાળાને પુછીજો કે હું એની સાથે ફોટો પડા વું ? મેં હા પાડી અને સાથે સાથે કીધું કે હું અને મારા દોસ્ત વચ્ચે બેસીને ફોટો પડાવ .એ આવી અને અમારી બન્ને વચ્ચે બેઠી પણ મારા પડખામાં ઘૂસીને બેઠી .અને ફોટો પડાવ્યો .
સેડોના a ,z .માં એક બાઈ ધાતુની ઢાળા મૂર્તિઓ બનાવીને વેચે છે .એને મારા દોસ્તને કીધું કે તમે દાઢી વાળાને પૂછી જુવો કે હું એનો ફોટો પાડું ?મેં હા પાડી અને ફોટો પાડ્યો .એક લેબનોનની ખ્રિસ્તી અરબ છોકરી નઅમતે મારા પોત્રને કીધું .તારા દાદાને પુછીજો હું તેની સાથે ફોટો પડા વું ? પોત્ર પાસે કેમેરો હતો .આ ફોટો મારી પાસે છે .એક ચાઇનીઝ છોકરી કે જે ફિનિક્ષ્મા રહે છે આ છોકરી ગામની સોંદર્ય હરીફાય માં પહેલો નમ્બર આવેલી છે તેનો મારી સાથે ફોટો છે . શાસ્ત્રીજી આ દાઢી વાળા સાથે ઘણી છોકરીયુંના ફોટા છે . આવી છોક રીયું મને ઘડપણ નથી આવવા દેતી।
આતાજી હવે તમારા બધા જ મિત્રો દાઢી વધારશે અને તમારી સાથે કોમ્પીટીશન કરશે. તમારે તમારું સિક્રેટ બ્લોગમાં ન્હોતું જણાવવું. તમારું જોઈને અડપલા કરવા જશે તો માર ખાશે. આતાથી જે થાય એ બીજાથી ન થાય.
શાસ્ત્રીજી મારી સાથે કોમ્પીટીશન કરીને ભલે ઢાઢી વધારે પણ હાથ ફેરવીને ખુશ કરવાની કળા તો શીખવા મારી પાસે આવવું પડે નહિતર તમે કહો છો એમ અડપલા કરવા જશે અને માર ખાશે
પહેલું નામ કોણ નોંધાવે છે તે જરા મને ખાનગીમાં જણાવજો.
ફ્લોરીડાના મુરજીભાઇ પટેલની મોટેલમાં દાઢી વાળા 90 વટાવી ગયેલા આતાજીએ 15 દિવસની સાચી
પ્રેમ વર્ષા વચ્ચે જે મહેમાનગતી માણી એનું સરસ વર્ણન વાંચીને એક પટેલ તરીકે આનંદ થયો .
મુરજીભાઇ પટેલ એ એવા અનેક પટેલ ભાઈઓના પ્રતિનિધિ છે .
તમોએ આ પોસ્ટમાં જે નિખાલસતાથી તમારી આ મહેમાનગતિનું વર્ણન કર્યું એ બહુ ગમ્યું .
પ્રવીણભાઈ , તમે દાઢી વધારવાનું ક્યારે શરુ કરો છો ! ઘણા ફાયદા છે ! આતાજીને પૂછી જુઓ .
પ્રિય વિનોદભાઈ
મુરજીભાઇ મારા બહુ પ્રેમાળ મિત્રોમાંના એક છે .તે ઉર્દુ ભાષા પ્રત્યે પ્રેમ ધરાવે છે .ક્યાંક થી એને ઉર્દુ શેર હાથ લાગે તો મને મોકલાવે .મારા કરતાં ઉમરમાં નાના છે .થોડા દિવસ પહેલા એમને ન્યુમોનિયા થએલો થોડા દિવસ હોસ્પીટલમાં રહેવું પડેલું હાલ તેઓ વોકરને મદદથી ચાલે છે અને એમનાં પથારી વશ પત્નીની સેવા કરે છે .
યાદ બાદશાહ અકબર એક દિવસ દરબારમાં પધાર્યા અને સિંહાસન પર બેસતાની સાથે જ તેમણે દરબારીઓને કહ્યું કે, આજે એક વ્યક્તિએ મારી દાઢી ખેંચી. બોલો હું તેને શું સજા આપુ?
આવું સાંભળીને બધા જ દરબારીઓ હેરાનીમાં પડી ગયાં અને વિચારવા લાગ્યા કે કોણે આવી હિંમત કરી? આખરે કોનું મૃત્યું નજીક છે જે આવી હિંમત કરી શકે? તેઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા.
થોડી વાર પછી એક દરબારીએ કહ્યું, જહાઁપનાહ! જેણે પણ આ કામ કર્યું છે, તેનું માથુ ધડથી અલગ કરી દો. બીજા દરબારીએ કહ્યું, મારા મતે આવી ભુલ કરનાર વ્યક્તિને તો હાથીના પગ નીચે કચડી દેવો જોઈએ. કોઈએ કહ્યું કે, ફટકા મારવા જોઈએ, કોઈએ કહ્યું કે જીવતો દિવાલમાં ચણાવી દો. જેટલા દરબારીઓ એટલી પ્રકારની વાતો. કેટલીયે પ્રકારની સજા સંભળાવવામાં આવી.
તેમની વાતો સાંભળીને બાદશાહ કંટાળી ગયાં. છેલ્લે તેમણે બીરબલને પુછ્યું, બીરબલ તુ શું કહે છે? મારી દાઢી ખેંચનારને શું સજા આપવી?
બીરબર મનમાં હસ્યો અને કહ્યું,- જહાઁપનાહ! તમે તેને પ્રેમથી મીઠાઈ ખવડાવો. આ ગુનાની આ જ સજા છે. બીરબલનો જવાબ સાંભળીને બધા દરબારીઓ ચોંકી ગયાં અને એવી રીતે બેરબલનો ચહેરો જોવા લાગ્યા જાણે કે તે પાગલ હોય.
જ્યારે કે બીરબલનો જવાબ સાંભળીને બાદશાહે કહ્યું, વાહ બીરબલ તારી તો વાત જ અલગ છે.
પરંતુ મને એ તો જણાવ કે મારી દાઢી કોણે ખેંચી હશે? બીરબલે કહ્યું- જહાઁપનાહ! નાના રાજકુમાર સિવાય આટલી હિંમત કોનામાં હોઈ શકે? તેણે તો પ્રેમથી જ આવું કર્યું હશે ને! એટલા માટે તેને સજામાં મીઠાઈ ખવડાવો.
બીરબલની વાત સાચી હતી. સવારે શહેજાદા બાદશાહના ખોળામાં બેઠા હતાં. રમતાં રમતાં તેમણે બાદશાહની દાઢી ખેંચી હતી. ચતુર બીરબલના જવાબથી બાદશાહ ખુશ થયાં.
બધાએ દાદાની દાઢીને હાથ લગાડેલ છે એમાં હું પણ આવી જાઉં….
વોરા ભાઈ તમે ભાવના કરી એટલે બીજા ઓની સાથે તમારો હાથ પણ દાઢીએ લાગીજ ગયો .
સૌ ને વ્હાલા એવા આતા ની દાઢી છે જ સુંવાળી …. એમાય છોકરીઓ ને એ દાઢી બહુ વ્હાલી
યુવરાજ
તારીવાત સાચી હોય એવું લાગે છે .એક દિવસ હું બસમાં બેસવા માટે અહીના કેમ્લ્બેક રોડ અને 11 એવન્યુ ઉપર હતો ત્યારે મને કેમેરા સાથેની ત્રણ છોકરીયુ મળી .અને વાર ફરતી દરેક છોકરીએ મારી સાથે ફોટો પડાવ્યો .મારી ક્રુઝ મુસાફરી વખતે બે બેનપણી ઓએ મારી સાથે ફોટો પડાવ્યો .અને એ ણે મને જે કંપની આપી એ મારા જીવનનું અમર સંભારણું છે .આ સિવાય એક બી કે જે મિલ્ટ રીના ઓફિસરની વાઈફ હતી .તેને મને કીધું કે મારી દીકરી કહે છે કે હું તમારી સાથે ફોટો પડાવું તો હું તમારી સાથે ફોટો પડાવું ?મેં હા પાડી .ફોટો પાડ્યો . આ દેશમાં છોકરીઓ આપના ખોળામાં બેસી જાય રતો બહુ સામાન્ય વાત છે . આ બાઈએ મને કીધું હું તો તમારા ખોળામાં બેસીને ફોટો પડાવું પણ મારા વજનદાર કૂલા ઓનો તમને ભાર લાગે .
આ વખતે મારો પોત્ર ડેવિડ મારી સાથે હતો .ડેવિડ કહે એનો ધણી તમને મારી નાખશે મેં કીધું મેં એને નથી કીધું કે તું મારી સાથે ફોટો પડાવ
ખુબ સરસ નિર્દોષ હાસ્ય ઉપજાવતો લેખ………..દાઢી સફેદ હોય કે કાળી પણ દાઢી ધારીના સ્વભાવ અને વર્તન ને અનુલક્ષી સ્ત્રીઓ કે છોકરીઓ વિશ્વાસ મુક્તિ હોય છે. આતાની સ્વભાવ પર સૌ કોઈ વિશ્વાસ મુકે તેમ છે ! તેમાં કોઈ આશ્ચર્ય નથી…….પણ બધાની કોમેન્ટ પણ એક અલગ હાસ્ય ઉભું કરી બતાવ્યું છે…તેઓ નો પણ આભાર………રીતેશ
તમને મ’ર’વાની મઝા આવી એ જાણી ને આનંદ થયો. 😀 🙂
પ્રિય દિનેશભાઈ
મને મરવાથી તમને મજા આવી એ જાણી મને બેહદ ખુશી થઇ . મરતા રહેજો અને મારો ઉ ત્સાહ વધારતા રહેજો .ધન્યવાદ
ટેકરી પર મોટર જાતે ચઢી જાય, એ મનાય એવી વાત નથી. એ જગ્યાનું અંગ્રેજ નામ ગોતીને જણાવજો. ગૂગલ પર એની વાર્તા ગોતી કાઢીશ.
પ્રિય સુરેશ ભાઈ
મનાઈ નહિ એવી વાત હોય તોજ આશ્ચર્ય કહેવાય
મુરજી ભાઈ નો મિત્ર મુકેશ મને એની કારમાં। ભૂતની ટેકરી ઉપર લઇ ગએલો હું કારમાં બેઠો હતો કારને ટેકરીથી નીચે ઉતારી અને મને દેખતા મુકેશે કાર ન્યુતાલ માં મૂકી કાર રીવર્સમાં એની મેળે ટેકરી ઉપર ચડી ગઈ
વિનોદભાઈ પાસે મુ.કેશનો ઈ મેલ છે। તેને પૂછવાથી ભૂતની ટેકરીનું ઈન્ગ્લિશ નામ મળી આવશે।
સુરેશભાઈ
તમે મુરજી ભાઈ વારો ફોટો આતાવાની માં મુક્યો એ બહુ સુંદર કાર્ય કર્યું।
મેં કિશન અને એનો જાદુઈ રથ નું કોમેન્ટ લાંબુ લખીને રીપ્લાય્માં મુકવા ગયો એટલે કમ્પ્યુટર ના પાડવા માડ્યુ બહુ મહેનત કરી પણ મુકવા નો દીધું।
ક્યારેક ગુજરાતીમાં લખવા પણ નથી દેતું। મારાથી થોડા ઈની પાસે અંગુઠા પ્ક્દાવાય ?