અમદાવાદની સિદ્દી શહીદની જાળી

DSCN0200Golden Bride[2]અમદાવાદની સિદ્દી શહીદની જાળીના ઇતિહાસની  હું વાત કરવા ઈચ્છું છું જે વાત મેં ઘણા અનુભાવિયો પાસેથી સાંભળેલી છે ..આ સિદ્દી સૈહ્હે કે યદની જાળીના નામે લોક જીભે ચડેલી છે .માણસોનો એક સ્વભાવ હોય છેકે ભળતું નામ જે જીભે ચડેલું હોય એ લોકો બોલતા હોય છે .દેશીંગા માં એક વિશાળ શિલા દેશીંગા ના બહાદુર જવાનોએ ખાણમાંથી ખોદી જમીન ઉપર મૂકી દીધેલી  ચાર માણસો પોતાના લટકતા પગ રાખીને બેસી શકે એટલી એ વિશાલ હતી .એ દેશીંગા નું ગોરવ હતું .પણ લોકોએ તોડી નાખીને નાના નાના ટુકડા કરીને મકાનો ચણવામાં વાપરી નાખ્યા , બાબતઆ શીલા નું મને દુખ છે .આશીલા  ગામના ચોકીદારોને બેસવા માટેની હતી ,જયારે દેશીગા ગામ વસ્યું એ વખતે પણ પછી સમય બદલા ણો  ચોકીદારો ને એ શીલા ઉપર બેસી રહેવાની જરૂર ન રહી  એટલે  ગામના ગોવાળિયાઓ સવારમાં  ઢોર ભેગાં  તે વખતે બેસતા  આ શીલા દોઢી ના પાણા  તરીખે  ઓળખાતી પણ લોકજીભે લોઢી  વધુ ચડેલી હોય કેમકે  ખાવા માટે પુડલા વગેરે લોઢી  ઉપર બનતા હોય .એવું નામ લોક જીભે  ચડેલું એ ટલેઆ શિલા “લોઢીના પાણા “તરીકે અમે સૌ ળખાતા ,હવેતો મારા જેવડી કે થોડી વધુ નાની ઉમરના માણસો ને આ લોઢીનો પાણો યાદ હશે . જયારે નવું તોલમાપ અમલમાં આવ્યું જે કિલો તરીકે ઓળખાતું .અમારા ગામના રૂડીમાં લુવાર  કિલાને  બદલે ખીલો બોલતાં ,એવીરીતે સિદ્દી શહીદ ને હહીદને બદલે  વધુ પરિચિત નામ સૈયદ થઇ ગયું . સૈયદ એ લોકોને કહેવાય કે જે લોકો હજરત મહમદ પેગંબર સાહેબની  દીકરી ફાતિમા અને હજરત અલીના સંતાનો સૈયદ તરીકે ઓળખાય છે .જયારે આ  સિદ્દી  તો આફ્રિકાથી ગુલામ તરીકે આવે લો હતો .

અમદાવાદ વસાવનાર અહમદશાહ કે એ પછીના કોઈ બીજા બાદશાહના વખતમાં  એક સિદ્દી ગુલામ જેનો ફોટો ઉપર દેખાય છે .એવા રૂપ રંગનો હતો  સિદ્દી શબ્દ મૂળ અરબી ભાષાનો છે .એનો અર્થ થાય છે . બહુ સાચો સત્યનિષ્ઠ , આફ્રિકાથી આવેલા ગુલામો બહુજ વફાદાર અને સત્યનિષ્ઠ હતા . એક વખત રાતના એક ગુલામ શહેરની અંદર  ચોકી કરી રહ્યો હતો .તે વખતે  એક ઉપરના ફોટામાં દેખાય છે એવી સ્ત્રી ગુલામે જોઈ એટલે એને તેની  તપાસ કરવાની ઈચ્છા થઇ ,સીદ્દીને નવઈ લાગી કે આવી રાતના વખતે ભરપુર દાગીના પહેરેલી સ્વરૂપ વાન સ્ત્રી ક્યાં જતી હશે એટલે એણે  બીને પુચ્છ્યું  કે બેન તું કોણ છો અને અત્યારે ક્યા  જઈ રહી છો     બાઈએ  જવાબ  આપ્યોકે   હું લક્ષ્મી દેવી છું અને સ્વર્ગમાં  જઈ  રહી છું . સિદ્દી એ કહ્યું મારે આ બાબત બાદશાહને ખબર આપવી પડશે . માટે તું અહી ઉભી રહે  હું પાછો  બાદશાહ નો જવાબ લઈને નો આવું ત્યાં સુધી જતી નહિ ,લક્ષ્મી દેવીએ વચન આપ્યું કે  જ્યાં સુધી તું જવાબ લઈને નહી આવે ત્યાં સુધી હું જઈશ નહિ .બાદશાહને બધી બીનાની ખબર પડી કે આતો લ્ક્ષ્મિદેવિ છે એ અમદાવાદમાંથી જાય એ કેમ પોસાય  ? એને સીદ્દીને કીધું કે તું એને રોકાય રહેવાની વિનંતી કર  સિદ્દી એ બાદશાહને કીધું કે જહાંપનાહ દેવી  હું તેને જવાબ આપવા જઈશ પછીજ એ જશે ,બાદશાહ  કહે “એ બાત હૈ ” એટલું બોલી  એણે  જલ્લાદ ને બોલાવ્યો અને  સીદ્દીને કત્લ કરવાનો હુકમ કર્યો  તુર્તજ જલ્લાદે  તલવારથી  સીદ્દીનું માથું ધડ થી જુદું કરી નાખ્યું અને સીદ્દીને લાલ દરવાજા  બહાર   માન  ભેર દફ્નાવ્યો  .અને એના ઉપર સુંદર કોતરકામ વાળી જાળીઓ  જે  મકાન  મસીદ તરીકે વપરાય છે .પણ સિદ્દી સૈયદની જાળી તરીકે હાલ ઓળખાય છે . આતો  સાંભળેલી વાત મેં લખી આપ સહુને  જાણ ખાતર

13 responses to “અમદાવાદની સિદ્દી શહીદની જાળી

  1. yuvrajjadeja જુલાઇ 11, 2013 પર 11:09 પી એમ(pm)

    આતા તમે ખુબ સરસ અને રસપ્રદ માહિતી પૂરી પાડી

    • aataawaani જુલાઇ 12, 2013 પર 6:59 એ એમ (am)

      યુવરાજ આતા ના ભેજામાં આવી અઢળક વાતો ભરેલી છે કોઈ તારા જેવો જુવાન કઢાવવા વાળો જોઈએ

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

      • yuvrajjadeja જુલાઇ 12, 2013 પર 7:27 એ એમ (am)

        તમે રહ્યા પરદેશ , ને મારી પાસે તો પાસપોર્ટ પણ નથી , બાકી તમે અહી હોત તો તમારી જોડે મહેફિલ જમાવવા ની અને તમારી વાતો સાંભળવાની મોજ પડત .
        મહેફિલ ની વાત નીકળી તો થયું પૂછી લઉં – તમારી ફેવરીટ બ્રાંડ કઈ આતા ? 😉

        • aataawaani જુલાઇ 12, 2013 પર 6:50 પી એમ(pm)

          પ્રિય યુવરાજ
          પાસપોર્ટ હોવો એ બહુ મહત્વનું નથી ,પણ જે દેશમાં જવું હોય એનો વિસા જરૂરી છે ,અને એ પછી તમારે જે તે દેશમાં રહેવાની જોવા લાયક સ્થળો જોવાની અને બીજા જલસા કરવા માટે પૈસાની ખુબ જરૂર પડે પ્લેનનું ટીકીટ ભાડું તો ખરુજ
          હું નવેમ્બર મહિનામાં દેશમાં આવવાનો છું .ત્યારે અનુકુળતા હોય તો મને મળવા માટે ગાંધી નગર ,સુરત ,જામનગર .ઉપલેટા દેશીંગા આમાંના કોઈ બી ઠેકાણે હું મળું પણ પહેલા તપાસ ક્ર્વાનીકે હું ક્યા છું . અથવા તું કહે એ સ્થળે હું મળવા આવું . હું હું મીઠા મરચાં કે એવા કોઈ મસાલા વગરનો ખોરાક ખાઉં છું ઉપરાંત દૂધ કે તેમાંથી બનતી ઘી વગેરે કોઈ વસ્તુ ખાતો નથી .મને તેલ ખાવાનો વાંધો નથી .ભજીયા ,પુડલા , ઢોકરાં પરાંઠા બે હાથે ખાઉં છું। પણ થોડાક કોમલ પુડલા બનાવતાં કંટાળે એટલા બધા નો ખાઈ શકું . મેહ્ફીલ્માં તો મારા મગજમાંથી ક ઢા વવા વાળો જોઈએ મારી પાસે દેશની જૂની વાતો પણ છે અને અમેરિકાની અજબ ગજબની ઘણી વાતો છે ..હું કવિતા ,ગુજરાતી ઉર્દુ ,બનાવી જાણું છું અને બગાઈ પણ શકું છું .મારો અવાજ તમે બ્લોગમાં સામ્ભ્લીયો હશે . પણ હવે મારો અવાજ જોઈએ એવો સારો નથી હવે તો મારા ગીતો કોઈ ગાય એ સૌ ને ગમે તો મળશું .અને
          ધીંગા કચ્છીજા હથડા ધીંગી બાજરજી માની
          દેવકે ભી દુર્લભ હેડી કચ્છીજી માની ખાઈશું

        • yuvrajjadeja જુલાઇ 12, 2013 પર 9:23 પી એમ(pm)

          આ તો બહુ આનંદ ના સમાચાર ! જરૂર મળીશું નવેમ્બર માં ! આપ અમદાવાદ આવવાના હો તો જણાવજો બાકી હું તમને મળવા આપ જે શહેરમાં હશો ત્યાં પહોંચી જઈશ , મારો મોબાઈલ નંબર ૯૮૯૮૨૨૮૯૪૯ છે , આપ ભારત આવો ત્યારે કોન્ટેક કરી ને મને આપ આવ્યા છો તેવા સમાચાર આપી શકો ! તમારો ઈન્તેજાર રહેશે

        • aataawaani જુલાઇ 13, 2013 પર 4:24 એ એમ (am)

           યુવરાજ મારો બીજો ગ્રેટ ગ્રાન્ડ સન કુલદીપ ગાંધીનગર રહે છે .તે તારી જેમ કમ્પ્યુટર માં હોશિયાર છે .તેનું  ઈમેલ એડ્રેસ  kulsmehta 13@g mail .com તેનો જન્મ દિવસ સપ્ટેમ્બર 14 1993 ,   એનિ  સાથે અને એના માબાપ સાથે મારે ગઈ રાતે સ્કાયપ  ઉપર રૂબરૂ વાત થઇ  કુલદીપ મારી દિકરી ની દિકરી નો દીકરો છે .

          Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

          ________________________________

  2. pragnaju જુલાઇ 12, 2013 પર 5:20 એ એમ (am)

    આ માહિતી આજે જાણી

    અમે આ ગરબો ગાતા તેની યાદ અપાવી !

    સીદી સૈયદની જાળી
    ગુલઝારી જોવા હાલી
    કાંકરિયાનું પાણી
    ગુલઝારી જોવા હાલી

    હે વઉ તમે નઉ જશો જોવાને
    ત્યાં બાદશો બડો મિજાજી

    એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

    અને તે દરમિયાન જે લટ્કાથી ચાલતા

    અને

    તાળીઓનો ગડગડાટ !!!

    • aataawaani જુલાઇ 12, 2013 પર 6:39 એ એમ (am)

      પ્રજ્ઞા બેન ‘ અમદાવાદમાં જે મસીદો છે . એના નામ છે . રાણી  સિપ્રી ની મસીદ, રાણી રૂપમતીની મસીદ ,જયારે આ  સીદી  સૈયદની જાળી તરીકે ઓળખાય છે .ખરેખર   સિદ્દીક નામ હોવું જોઈએ  લોકો પોતાને સહેલું લાગે એ મુજબ બોલતા હોય છે  .એક કાચની મસીદ તરીકે ઓળખાતી મસીદ છે .ખરેખર એનું નામ” કુચ કી “મસીદ છે . અમદાવાદમાં ખીસકોલાની  પોળ  છે એનું નામ  ખુશ્કુલ્લાહ ની પો ળ  છે . કોચરબ ગામ છે .ખરેખર એનું નામ કુચે અરબ છે . કુચ = શેરી  અરબની શેરી

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  3. Vinod R. Patel જુલાઇ 12, 2013 પર 10:44 એ એમ (am)

    અમદાવાદમાં આ સીદી સૈયદની જાળી પાસેથી ઘણીવાર ચાલતા અને રીક્ષામાં પસાર થયા છીએ . એ વખતે

    એનું બહુ મહત્વ ગણતા ન હતા . પણ એની કોતરણી અજબ પ્રકારની જરૂર છે એ સાચું છે .

    આ જાળીનો ઈતિહાસ આતાજી તમારી આ પોસ્ટથી જાણ્યો .

    • aataawaani જુલાઇ 12, 2013 પર 6:15 પી એમ(pm)

      પ્રિય વિનોદભાઈ અમદાવાસ્દની અજબ ગજબની વાતો છે , માણેક નાથ બાવા વિષે આપ જાણતા હશો .અમદાવાદના માંણે ક્ચોકનું નામ આ બાવાના નામ ઉપરથી છે ,માણેકનાથ બાવા અને અહમદશાહના સંવાદની તમને ખબર હશે ,હું ભણતો ત્યારે આનો પાઠ હતો

  4. pravinshastri જુલાઇ 12, 2013 પર 7:54 પી એમ(pm)

    આતા, તમારી અને તમારા સ્નેહિઓની વાત મુંગા રહીને વાંચું છું. ઘણું જાણવાનું મળે છે.

    • aataawaani જુલાઇ 13, 2013 પર 4:02 એ એમ (am)

      પ્રિય શાસ્ત્રીજી
      તો પછી તમે આતા પાસેથી ઘણું કઢાવી શકશો .
      એક અતિ ધાર્મિક લાગતી બાઈએ મારા પાસેથી એવી વાતો ઓકાવી કે તમારા જેવા પોતાના માણસને પણ કહેવાની જીભ નથી ઉપદે એમ અને હવે એકએક સબંધ તોડી નાખ્યો છે .

  5. Anurag Rathod જુલાઇ 16, 2013 પર 10:10 પી એમ(pm)

    જોરદાર વાત લાવ્યા માલિક !

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: