આતાં તારો બાપો વલાતી સે

ઘેડ અને આજુબાજુનાં  ગામડાં ઓમાં  સુતાર , લુહાર દરજી .કુંભાર,. વાણન્દ  . મોચી ,વગેરે લોકો વસવાયાં કહેવાય .ગામમાં મુખ્ય વસ્તી ખેડૂતની હોય  અને બીજા ખેત મજૂરો હોય .વસવાયાં ખેડૂતનું કામ કરે બદલામાં ખેડૂત એને  પોતાના ખેતરમાં જે પેદાશ થાય એમાંથી  થોડુક આપે ,કેટલું આપવું એવું નક્કી નહિ .ઉદાર દિલનો ખેડું  વધારે પણ આપે .ઉપરાંત બ્રાહ્મણ  સાધુ ફકીર વગેરેને ધર્માદા તરીકે આપે .વસવાયાં  નવું કામ કરેતો એના પૈસા લ્યે  બાકી રીપેરીંગ કામ કરે એના બદલામાં  ખેડૂત એને ખેતીની  પેદાશ માથી આપે .એક ગામમાં  હલામણ નામનો  જુવાન ખેડૂત  વાણ દને પોતાનું વ તું કરવા પોતાને ઘરે બોલાવે .,જયારે વાણદ હલામણ ને ઘરે વતું  કરવા જાય ત્યારે હલામણ એને  જમવાનો સમય હોય તો જમવા બેસાડે ,ઉપરાંત ખેત પેદાશ થાય ત્યારે વાણદને  અનાજ વગેરે ખુબ આપે ,અને પછી પોતે ગામમાં વાતું કરેકે હું  વાણ દને ઘરે  વતું  કરાવવા નો જાઉં મારે ઘેર વાણ દ આવે અને વતું કરી જાય અને એ રીતે એ પોતાનો અહમ પોષે

એક  બહુજ  ઉદાર દિલનો  ખેડૂત હતો  તે પોતાને જે ખેત પેદાશ થઇ હોય એમાંથી  વસવાયાં અને બ્રાહ્મણ વગેરેને એમ  કહે  કે  આ અનાજના ઢગલા માંથી તારે જેટલું જોઈએ એટલું  લઈલે  અને પોતે નજીક ખાટલા ઉપર બેઠો બેઠો  હોકો ગુડ ગુડાવતો  હોય .

તમે  એક વાતની ખબર હશે કે એક લોભિયો બ્રાહ્મણ  મફતનું નાળીયેર લેવા નાળીયેરી ઉપર ચડ્યો .અને પોતે તો મારી ગયો પણ બીજા મદદ કરવા ગયા એ પણ મરી ગયા . આ લોભિયો બ્રાહ્મણ સો પેઢીએ હિમ્મત લાલ  જોશીનો ભાયાત થાય . આ ઉદાર ખેડૂતને ત્યાં હિમ્મત લાલ જોશી ધર્માદાનું અનાજ લેવા ગયા ,ખેડૂતે કીધું  ગોરબાપા તમારે જોઈએ એટલું અનાજ આ ઢગલા માંથી લઇ લ્યો એવું બોલી  ખેડૂતે અનાજનો ઢગલો  દેખાડ્યો ,હિંમતલાલ જોશીએ તો  બાપુ જબરી ફાંટ બાંધી ,અને જેવી ઉપાડવા ગયા એટલે જરાય ઉંચી ન થઇ શકી એટલે એણે ખેડૂતને કીધું  ભાઈ આમાંથી હું થોડું અનાજ કાઢી નાખીને ઢગલામાં નાખી દઉં  છું કેમકે આટલું બધું અનાજ મારાથી ઉપ ડે  એમ નથી .ખેડૂત બોલ્યો એ હવે તારું થઇ ગયું , મારાથી પાછું નો લેવાય   હવે તમે ઘરે જતા રહો ,સાંજે અમે ઘરે આવીએ ત્યારે  ગાડામાં  આ તમારું પોટકું લીધે આવશું અને તમારે ઘરે પુગાડી દઈશું , આ સોરઠ ભૂમિના માણસો .

હલામણ રહેતો હતો ઈ ગામમાં એક મુંજાલ કરીને ખેડું રહેતો હતો તેને એક દિ  વાણદને કીધું એલા તું આ હલામણ નું વતું કરવા ઈને ઘેર જાછ અને વતું પણ સાબુ ચોપડીને કરછ  તો મારું વતું એકલું પાણી  ચોપડીને ઓતરડી  નાખશ ઈમ કીમ ? વાણ દ ખે ઈમને ઘણું અનાજ આપે છે .વળી ઈને ઘેર વતું કરવા જાઉં તો ઈ મને  ખાવા પણ બેસાડે છે . મુંજાલ ખે હું પણ હલામણ થી વધુ અનાજ આપીશ અને તુને  હું માલપુઆ ખવડાવીશ ,એકદી  મુંજાલે વાણદ ને પોતાનું વતું કરવા પોતાને ઘેર બોલાવ્યો .વાણદ ખંભે કોથળી નાખીને  મુંજાલને ઘરે ગયો .જ્યાં વાતું કરવા બેઠો ત્યાં સાબુ નો મળે  સાબુ એ લેવાનું ઘરેથી ભૂલી ગએલો .પણ ચતુર વાણ દ સાબુ લેવા ઘરે પાછો થોડો જાય ? એને અસ્ત્રાની ધાર કાઢવાની જે લંબ ચોરસ પથરી હોય એ  મુંજાલ ની દાઢી ઉપર પાણી ચોપડીને  ઘસવા માંડી ગયો .મુંજાલ  કહે એલા આમાં ફીણ કાં  નો વળે ?હાજર જવાબી વાણદ બોલ્યો . આતાં  તારો બાપો વલાતી  સે આમાં ફીણ નો વળે આતો બહુ મુંઘો  સાબુ સે એમાં ગંધારા વેડા  નો થાય .

13 responses to “આતાં તારો બાપો વલાતી સે

  1. pravinshastri જુલાઇ 10, 2013 પર 7:50 પી એમ(pm)

    આતાને ત્યા અમેરિકામાં ક્યો વાળંદ વતુ કરવા આવે છે?….હા,હાહા…આતાને વાળંદની જરૂર જ ક્યાં છે?

    • હિમ્મતલાલ જુલાઇ 10, 2013 પર 9:08 પી એમ(pm)

      પ્રિય પ્રવીણભાઈ
      તમારી વાત સાચી છે ..મારે જટાજુટ માણસને વાણદ ની જરૂર નો પડે .એક વખત મને વિચાર આવ્યો કે મારી પગચંપી અને શરીર ના મસાજ કરાવવા વાણદ બોલાવું પણ દોસ્તારણું કહે અમે મરી ગયું છીએ કે તમે વાણદને મસાજ કરવા બોલાવશો ?અને એવુજ મારે ઠાકોરજીના દર્શન કરવા જવાનું થયું હું મંદિરે જઈ નથી શકતો , એમાંય દોસ્તારણ છોકરીયું નાં પાડે છે .એટલે
      ન આતા બુત ખાને જાતા ન બુતપરસ્તી કરતા હૈ
      બુતાંકો ઘર બુલા કરકે ઈબાદત ઉસકી કરતા હૈ બુતખાના = મંદિર બુતપરસ્તી = મુર્તીપુજા
      બુતાં =સુંદરીઓ ઈબાદત = પૂજા
      પ્રવીણભાઈ તમારા જેવા આગળ આવિયુ વાતું કરાય બીજા તો કહે આતા તમારી ડાગળી તો નથી ખસી ગઈને ?

  2. Vinod R. Patel જુલાઇ 10, 2013 પર 8:48 પી એમ(pm)

    હલામણ જેઠવો એ નામનું નાટક હતું એ હલામણ કે બીજું કોઈ ?

    વાળંદ અને વતું એ ઉપરથી અમારા ગામના સોમા રાત યાદ આવી ગયા .

    અમે નાના હતા ત્યારે સોમા રાતથી બહુ બીતા . અમારા બાપા જોર કરી વાળ કપાવવા એની સામે બેસાડતા

    અને અમે આઘા પાસા ન થઈએ એટલે સોમા રાત એમના બે પગ વચ્ચે અમારું માથું બરાબર જકડીને

    દબાવતા અને વાળ પાણી વાળા કરી અસ્ત્રો ફેરવી દેતા કે મશીન ફેરવી દેતા , બે પગ વચ્ચેથી છૂટીએ ત્યારે

    કસાઈ વાડેથી ગાય છૂટે ને રાજી થાય એવી ખુશી થતી . વતું કરાવતા હલી જઈએ એટલે બે ત્રણ જગ્યાએ

    માથામાં લોહીની ટસરો ફૂટી નીકળતી હતી .

    ગામનો વાળંદ એટલે જીવતું છાપું . વતું કરતો જાય અને ઘર ઘરની વાતો કરતો જાય .

    હવે તો ગામડાઓમાં પણ ખુરશી વાળી સલુનો થઇ ગઈ છે .

    વસવાયાં ને અમે વહવૈયાં કહેતા . એ બધા ખેડૂતના અનાજ ઉપર નભતા . એટલે તો કહેવત પડી છે

    કે કણબી પાછળ કરોડ, કણબી કોઈની પાછળ નહી .હવે આ કહેવત સાચી રહી નથી .પહેલાંની જેમ

    જ્ઞાતિ પ્રમાણે કામ એ પધ્ધતિ હવે રહી નથી . સમય સાથે બધું જ બદલાઈ ગયું છે .

    • હિમ્મતલાલ જુલાઇ 10, 2013 પર 9:21 પી એમ(pm)

      હવેતો વિનોદભાઈ મારા ગામ દેશીંગા માં પણ સલુન થઇ ગયું છે . વતાના પ્રકારના ભાવ લખ્યા હોય છે બગલના વાળ કાપવાના જુદા પહેલાં વાણદ બાબત નું ઉખાણું
      કોઈ આપે ખેતરે અને કોઈ આપે ખરે (ખળે )
      ગોવો વાણદ વતું કરેતો ત્રણ દિ સુધી બરે (બળે ) ખળાં એટલે શું એ તમને ખબર હશે .

    • aataawaani જુલાઇ 10, 2013 પર 9:37 પી એમ(pm)

      વિનોદભાઈ તમે કહો છો કે  વાણદ એટલે જીવતું છાપું .એ દુનિયાના દરેક વાણદને  લાગુ પડે છે . હો  

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  3. yuvrajjadeja જુલાઇ 11, 2013 પર 1:14 એ એમ (am)

    હા …હા …હા .. મોજ પડી આતા ! ફીણ કા નો વળે? નો જવાબ બાકી આલ્યો વાણંદે એની જાત મુજબ 😉 ને અનાજ પાછુ નો લેવાય વાળી વાત પણ સ્પર્શી ગઈ હોં આતા !

    • હિમ્મતલાલ જુલાઇ 11, 2013 પર 4:02 એ એમ (am)

      પ્રિય યુવરાજ બાપુ
      તમારા જેવા ઉત્સાહ પ્રેરકો મારામાં લખવાની શક્તિ ટકાવી રહ્યા છે .એટલુંજ નહી શક્તિ માનસિક અને શારીરિક વધારી રહ્યા છે . તમારા આવા ઉત્સાહ પ્રેરક જવાબને લીધે .તમારું લખાણ વાંચવામાં આનંદ આવે છે મોજ આવે છે .બાકી ઘણા પ્રીયભાઈઓ લખે કે .they thought “આતાં તારો બાપો વલાતી સે “was pretty awesome .
      you shoud go see what they `ll like their blogas much as they like yours .આવું લખીને પોતાનું લાંબુ લખાણ મારા ઉપર કૃપા કરીને મારા જ્ઞાનમાં વધારો કરવા વાંચવા આપી દ્યે .એક તો હું ઈંગ્લીશ જાણું નહિ એટલે તેઓ વિદ્વાનો મને શું કહેવા માગે છે એ હું સમજુ નહિ .

      • yuvrajjadeja જુલાઇ 11, 2013 પર 6:59 એ એમ (am)

        પ્રિય આતા …. , ” .they thought “આતાં તારો બાપો વલાતી સે “was pretty awesome .
        you shoud go see what they `ll like their blogas much as they like yours”
        આવું અંગ્રેજી લખાણ તમારી દરેક પોસ્ટ માં આવશે પણ આ લખાણ એ કોમેન્ટ નથી હોતી , એ તો કોઈ તમારી પોસ્ટ ને લાઈક કરે અર્થાત તમારી પોસ્ટ ને ગમાડે ત્યારે આવી સુચના બ્લોગ તરફ થી તમને આવે. અને જેટલા લોકો એ તમારી પોસ્ટ ને ગમાડી હશે તે બધા બ્લોગર્સ ના ચોરસ નિશાન તમારી પોસ્ટ ની નીચે બનેલા તમને જોવા મળશે . એટલે આવું લખાણ એ માત્ર બ્લોગ તરફથી મળેલી સુચના હોય છે જે બ્લોગર મિત્રો એ નથી લખેલી હોતી .

    • aataawaani જુલાઇ 11, 2013 પર 6:46 એ એમ (am)

      પ્રિય યુવરાજભાઇ

      મારી થોડી ભૂલ થઇ .તમને નીરજ કરતા નાના કિધાએ . તમે નીરજ કરતા 8 મહિના મોટા છો .

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

      • yuvrajjadeja જુલાઇ 11, 2013 પર 6:53 એ એમ (am)

        તમે મને નીરજભાઈ સાથે સરખાવ્યો અર્થાત એમના પર વરસાવો છો એવું હેત મારા પર વરસાવ્યું એ જ મોટી વાત છે .
        અને હા , તમે મને યુવરાજભાઇ કહેવાને બદલે ફક્ત યુવરાજ કહી ને તુંકારે બોલાવશો તો વધુ ગમશે

  4. pragnaju જુલાઇ 11, 2013 પર 6:53 એ એમ (am)

    “જયારે વાણદ હલામણ ને ઘરે વતું કરવા જાય ત્યારે હલામણ એને જમવાનો સમય હોય તો જમવા બેસાડે ,ઉપરાંત ખેત પેદાશ થાય ત્યારે વાણદને અનાજ વગેરે ખુબ આપે ,અને પછી પોતે ગામમાં વાતું કરેકે હું વાણ દને ઘરે વતું કરાવવા નો જાઉં મારે ઘેર વાણ દ આવે અને વતું કરી જાય અને એ રીતે એ પોતાનો અહમ પોષે…”
    દેશના વાતાવરણની યાદ આપી.
    કોક વાળંદને ઘાંયજો કહે કારણ કે તે ઘા રુઝવે ! તેના મલમ પટ્ટા પર શ્રધ્ધા રહેતી સર્જન જેવી કાબેલિયતથી પરુ વાળા ગોડ ચીરે.અને ચાર્જ તમને પોષાય તે ! ગરીબને મફત!! એક વાર તેણે ચામડીના કેન્સરનું નિદાન કરી કેન્સર હો.મા મોકલતા ત્યાના નિષ્ણાતો પણ આફ્રિન પોકારી ઊઠેલા!
    અને હજામડી તો ઓ.બી.જી. વાય !
    અહીં તો અમારા ઘરમા અને સ્નેહીઓમા જાતે જ હજામત કરવાની પધ્ધતિ બધાએ સ્વીકારેલી છે અને સામાન્ય તબિબિ સારવારમા પણ સ્યુની બીકે ડૉ.ગભરાતા સારવાર કરે !

  5. vkvora Atheist Rationalist જુલાઇ 11, 2013 પર 6:41 પી એમ(pm)

    વાણંદ વતું કરે અને હજામ?

    આપણે ઘણાંને હજામ કહીએ છીએ તો હજામ કલાકાર કહેવાય?

    • aataawaani જુલાઇ 12, 2013 પર 7:02 પી એમ(pm)

       વોરા ભાઈ  મુસલમાન ધર્મી વાણ દ ને હજામ  કહે  છે . પોરબંદર રાજ્યના ગામડામાં  ઘણા ખરા હજામ હતા, પણ એ બધા નો એક પ્રકારનો ધંધો

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: