વાલીયો ગ્યોતો વલાતે નવી શીખી આવ્યો વાણી

બ્રિટીશ રાજ્ય વખતે  રાજા મહારાજાઓને  ઇંગ્લેન્ડ જવાનો  બહુ  મોહ રહેતો . ઇંગ્લેન્ડ ને લોકભાષામાં વિલાયત કહેતા મારા જેવો ગામડિયો વલાત કહે . વિલાયત શબ્દ મૂળ અરબી ભાષાનો છે .જેનો અર્થ થાય છે .પરદેશ

અંગ્રેજોએ આપણા કેટલાક શબ્દોનો ઉચ્ચાર  પોતાને ફાવે એવીરીતે  કરી નાખેલો  વડોદરાનું બરોડા ,ભરૂચ નું બ્રોચ ./વગેરે એમ  આપણા લોકોએ ઈંગ્લીશ શબ્દોનો ઉચ્ચાર આપણે  ફાવે એમ કરી નાખ્યો છે . રાયફલ ને રફલ ,સોલ્ઝર ને સોઝર ,પોરબંદર રાજ્ય ઉપર જપ્તી બેઠી તેનો હેડ જે ગોરો હતો .તેનું નામ લેલર હતું તેને આપણા લોકો લેલીડો કહેતા .બાવા વાળો બહારવટી યો હતો . એની જપટે  એક ગોરો ચડી ગયો . એનું નામ ગ્રાન્ટ હતું  એનું  નામ આપણા  લોકોએ ઘંટ  કરી નાખે લુ એનો દુહો પ્રશન્શકોએ આ રીતે બનાવ્યો . રાજ કારભાર ચલાવવામાં

તેં  બાંધ્યો બરડાના ધણી ગરમાં ઘંટને જે

ઈની વાળા  વલાતે  બુમું પુગી બાવલા

એક બીલખાજેવા 24 ગામના  જાગીરદાર બાપુને ઇંગ્લેન્ડ જવાના કોડ જાગ્યા ,એણે આ વાત પોતાના દીવાન ત્રિભોવન ભાઈ જાની જેવાને કરી ,અને કીધું કે હાલો આપણે  વલાત જાયેં તમે પણ ભેળા  હાલો .દીવાને બાપુને વાત કરીકે  બાપુ આપણે બેય જણા વિલાયત જાયેં તો આપણી ગેરહાજરીમાં રાજકારભાર ચલાવવામાં બીજા અમલદારોને અગવડ આવે .બીજું હું ત્યાં આપને ખાસ અંગત ઉપયોગમાં પણ નો આવું .એના કરતાં આપ કોઈ  જુવાન માણસ સેવક ને લઇ જાઓ કે જે તમને હોકો ભરી આપે ,કાવો કસુંબો બનાવી આપે ,તમારા પગ દબાવી આપે ,અને લંડનમાં હ રી ફરીને ન વા જુના સમાચાર પણ લઇ આવે ,અને વાતું ચીતુંમાં તમને સથવારો પણ રહે .દિવાનની વાત બાપુને યોગ્ય લાગી .બાપુએ એવા માણસ ગોતવાની  ગોઠવણ કરી .એમાં એક નાના ગામડાનો વિધવા માનો  દિકરો વાલિયો બાપુને પસંદ પડ્યો .બાપુએ વાલિયાને પોતાને બંગલે તેડાવ્યો .ચારેક જોડી  સુટ વાલિયા માટે સિવડાવ્યા .વાલીયોતો ઠાઠ માઠ થી તૈયાર થઇ ગયો .વાલિયાની છાતી હરખથી ફૂલવા લાગી .અને પછી વાલિયો  બાપુ ભેગો ઇંગ્લેન્ડ પહોંચ્યો .થોડાક ઈંગ્લીશ શબ્દો શીખવાડવામાં આવ્યા  વાલિયો તો લંડન માં બસ મારફત ફરવા માંડ્યો .અને બાપુને નવા જૂની વાતું સંભળાવ વા માંડ્યો . થોડા દિવસ પછી બાપુને દેશમાં આવવાનો ટાઇમ થઇ ગયો .બાપુ ઘરે આવી ગયા વાલીયો પોતાને ઘેર ગયો . વાલિયો તો ગામડામાં ઈંગ્લીશ જેટલા શબ્દો આવડતા હતા એટલા શબ્દો બોલવા લાગ્યો જેમ  આતા દેશીગા જાય ત્યારે  લોકો સમજે કે ન સમજે એનો વિચાર કર્યા વિના ઈંગ્લીશ બોલવા માંડે એમ . એક વખત વાલિયો માંદો પડ્યો .બહુ માંડો પડ્યો .પથારી વશ થઇ ગયો .થોડું ઘણું માંડ  બોલી શકતો હતો .પણ ઇંગ્લીશની મગજમાં રાય ભરાઈ ગએલી .એટલે  જે એકાદ શબ્દ ઈંગ્લીશના આવડે એ બોલે  એક વખત એને સખત તરસ લાગી એ એની માને કહેવા લાગ્યો ,મધર  વોટર ,એની  મા બિચારી સમજે નહિ ,એ એવું સમજે કે  વાલિયો  મઘર મોટર એવું સમજે એ વાલિયાને  કહે  ગગા મઘર સરોવરમાં હોય આંય  ન હોય અને દીકરા મોટર આપણા ગામમાં કોઈને નથી .ગામ લોકો વાલિયાના ખબર અંતર પૂછવા આવે ખર્ચો થાય એ નગર શેઠ ખર્ચો થાય   કહે વાલિયો ચિત્ત ભ્રમ થઇ ગયો છે અને વલાત  ગયોતો ઈમાં મોટરું નો હેવાયો થઇ ગ્યોસ  ઈ મોટરની માંગણી કરેસ પણ મારે ઈને મોટર ક્યાંથી લાવી દેવી .વાલિયો  “મધર મોટર મધર મોટર “એમ બોલતો રહ્યો .અને એકડી મારી ગયો

ગામડામાં શેઠ શાહુકાર માંદા પડે તો શહેર થી ડોક્ટરને બોલાવે અને તે વખતે  ગામડાના કોઈ દર્દી હોય એને તપાસે અને દવા આપે એનો જે કઈ ખર્ચો થાય એ નગર શેઠ ભોગવે .લોકોએ  ડોક્ટરને વાત કરી કે ગઈકાલેજ એક દર્દી  મધર મોટર એમ બોલતો બોલતો મરી ગયો .ડોક્ટરને લોકોને પૂછ પરછ કરતા ખાસ્બર પડી કે વાલીયો પાણી એની માં પાસે માંગતો હતો .પણ તે ઇંગ્લીશમાં બોલતો હતો એટલે તમે કોઈ સમજી નો શક્યા  પછી લોકોએ  ઉખાણું જોડ્યું કે

વાલિયો  ગ્યોતો  વલાતે  નવી શીખી આવ્યો વાણી

વોટર વોટર કરતા મરી ગયો અને ખાટલા હેઠ પડ્યું તું પાણી

Advertisements

5 responses to “વાલીયો ગ્યોતો વલાતે નવી શીખી આવ્યો વાણી

 1. Vinod R. Patel July 9, 2013 at 10:23 pm

  વાલિયો ગ્યોતો વલાતે નવી શીખી આવ્યો વાણી

  વોટર વોટર કરતા મરી ગયો અને ખાટલા હેઠ પડ્યું તું પાણી

  આતાજી , તમોએ ખરી રમુજી વાત કહી .આને કહેવાય અધુરો ઘડો છલકાય ઘણો

  • હિમ્મતલાલ July 10, 2013 at 2:04 am

   પ્રિય વિનોદ ભાઈ
   તમારી કોમેન્ટો મને બહુજ ગમે છે .એક એવું પણ ઉખાણું છે કે ==
   ઓછું પાતર અદકું ભણ્યો ,વઢ કણી વહુએ દીકરો જણ્યો .

 2. pragnaju July 10, 2013 at 5:04 am

  હવે તો વૉટર કહે તો જ સમજ પડે
  વોટર હાર્વેસ્ટિંગ …વરસાદી પાણીનો સંગ્રહ શહેરીજનોએ કેવી રીતે કરવો? આ ઉપરાતં તે પ્લાન્ટ લગાવવા પાછળ થતા ખર્ચ જેવી વિગતો વિશે માહિતી આપતા સીઇઇના પ્રોજેક્ટ ઓફિસર હસમુખ પટેલે જણાવે છે કે, ‘’વરસાદી પાણીનો સંગ્રહ કરવો ખૂબ સરળ છે. આપણે ધારીએ છીએ એવું કોઈ અઘરું કાર્ય નથી. એકવાર નાણાં ખર્ચીને પ્લાન્ટ લગાવ્યા બાદ તમે વર્ષોવર્ષ કુદરતી શુદ્ધ પાણીનો ઉપયોગ કરી શકો છો.
  ………………………………………………………………………………………………………………………
  સ રસ ગોત્યું
  ઓછું પાત્ર ને અદકું ભણ્યો

  ઓછું પાત્ર ને અદકું ભણ્યો

  વઢકણી વહુએ દીકરો જણ્યો

  મારકણો સાંઢ ચોમાસું માલ્યો

  કરડકણો કૂતરો હડકવા હાલ્યો

  મર્કટ ને વળી મદિરા પીએ

  અખા એથી સૌ કોઈ બીએ

 3. સુરેશ જાની July 10, 2013 at 5:21 am

  વાલિયાની વાત ગમી. પણ બચારો પાણી ખાતર મર્યો એ ન ગમ્યું.

  આતા! તમે ત્યાં હોત , તો કાંક રસ્તો કરત.

  • હિમ્મતલાલ July 10, 2013 at 7:11 am

   અરે હું નાં કણે હોત તો રત્નાગરમાંથી મઘર પકડીને દેખાડત અને મુજફ્ફર્બાપુની મોટર ક્યાંક ઉકરડે બુકરડે પડી હોત તો વાલિયા આગળ મુકત કાંક કરત ખરો , તોય ઈ વાલીયો વોટર વોટર જ કરત તો મારે ઈને મ્યાજરા વાઘેરનું જુનું પગરખું સુંઘા ડવું પડત

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: