લાઈન માસ્તર કું ફુસલા ફુસલા કે તીનો કપડે ધો ડાલે

img050 _DSC1408

મને ફોસલાવીને ત્રણેય કપડાં ધોઈ નાખ્યાં .એવું કહેનારી છોકરી                 લાઈન માસ્તર  જાદુગર એની  બાધોડકી  પત્ની ભાનુમતી સાથે    હું અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો ત્યારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી ચુડાસમા હતા .અને s .p તરીકે મજબુતસિંહ જાડેજા હતા .પોલીસ વાળાઓ  પોલીસોના નામ પાડી દેતા હોય છે .એક કાસમ મિયાનું નામ બીજલી ,મહોબતસિંહનું નામ બુલડોઝર ,નટવર લાલ નું નામ જવાબદાર  ,મારુનામ જાદુગર .પોલીવાળા અંદરો અંદર જુદા પોતે પાડેલા નામોથી ટીખળ કરે .પણ ઓફિસરો ખરા નામથી બોલાવે ,જયારે હું એક એવી જાણીતી વ્યક્તિ હતોકે કેટલાક ઇન્સ્પેકટરો મને જાદુગર નાં નામે બોલાવે ,પોલીસના છોકરાં મને જાદુગર કાકા કહે  સ્ત્રીઓ મને હિમ્મત લાલ ભાઈ તરીકે બોલાવે .હું નોકરી કરતો ત્યારે જે પોલીસની બદલી જે પોલીસ સ્ટેશનમાં થાય એને જેતે પોલીસ સ્ટેશનની પોલીસ લાઈન માં ફરજીયાત રહેવા પણ જવું પડે .કેટલાક પોલીસોને ખાસ કરીને તેમની સ્ત્રીઓને પોતાના મૂળ ઘરનો મોહ મુકાય નહિ નેટલે ઘડીકમાં ખાલી નો કરે ,અને પછી વખત જતાં બધું થાળે પડી જતું હોય છે .જેમ અમેરિકામાં ગેરકાયદે વસનારાઓ સમય આવ્યે કાયદેસર થઈ જતા હોય છે એમ ,મજબુત સિંહ જાડેજા રૂમો ખાલી કરાવવા બાબત ખાસ રસ ધરાવે, અઠવાડિયામાં એક વખત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દરેક ઇન્સ્પેકટરોને ભેગા કરે અને રૂમો ખાલી કરાવવા બાબત પૂછ પરછ કરે .જાડેજા સાહેબ સાથેની મારી અંગત મુલાકાત ની વાત કહું છું .જયારે અમદાવાદ માં ધાંધલ ધમાલની કટોકટી સર્જાય ત્યારે પોલીસોની રજાઓ બંધ કરી દેવામાં આવે .સામાન્ય રીતે ઇન્સ્પેકટરો રજા આપતા હોય છે .પણ અનિવાર્ય સંજોગોમાં S .P .રજા આપે .મારા દીકરાને અમેરિકા આવવાનું થયું .(જે હાલ www .wrsu .org  ઈન્ટરનેટ ઉપર ભારતીય સંગીત રજુ કરે છે જે દેવ જોષી તરીકે જાણીતો છે)મારે એને મુંબઈ પ્લેનમાં બેસાડવા જવાનું થયું .આ વખતે રજાઓ બંધ હતી .એટલે હું રજા લેવા માટે  જાડેજા સાહેબ પાસે ગયો .જાડેજા સાહેબે મને કીધુકે જે છોકરો અમેરિકા ભણવા જવાની યોગ્યતા ધરાવતો હોય એને બાપની આંગળી પકડીને ચાલવાની જરૂર નથી .એને એકલાને જ્વાદ્યો એ એકલોજ બધે પહોંચી વળશે .એકવખત પોલીસોની બદલીઓ થઇ .પોલીસોને જબરદસ્તીથી રૂમો ખાલી કરાવનાર તરીકે ચુડાસમા સાહેબના ધ્યાનમાં હું આવ્યો ,એટલે મને બોલાવ્યો .અને મને કીધું જાદુગર આજથી તુને હું આરામની નોકરી દેવા માગું છું .તારે યુનિ .પહેરવાનો નહી નાઈટ નોકરી કરવાની નહી .ફક્ત તારે પોલીસ ભાઈઓની સેવા કરવાની .પછી બોલ્યા .હવે તારે લાઈન માસ્તર તરીકે નોકરી કરવાની .હાલ તારે પોલીસોની રૂમાં ખાલી કરાવવાની ,અને નવા આવતા પોલીસોને રૂમો આપવાની ,એવું ખી મને લીસ્ટ આપ્યું .મેં ચુડાસમા સાહેબને કીધું .હું  કોને કઈ રૂમમાં જવું એ બધી ગોઠવણ હું કરીશ .એમાં તમારો કોઈ માણસ આવીને ખે કે સાહેબ મને અમુક નબરની રૂમ જોઈએ અને તમે મને કહો  કે આ ને એને જે જોઈએ એ રૂમ આપ ,તો એવું કરવું મને નહી ફાવે .ચુડાસમા સાહેબ મને કહે  જા તુને ફૂલ રૂમો બાબતની સત્તા છે .મારું નામ લઈને કોઈ આવે કે મને ફલાણી રૂમ આપો તોપણ તારે નાપાડી દેવાની .પછી મેં કીધું તો સાહેબ જુવો મારો  જ્પાટો ?એક વખત ચુડાસમા સાહેબે કીધું કે  સૌ થી ઝડપથી આપના પોલી સ્ટેશનની રૂમો ખાલી થાય છે .જાડેજા સાહેબ બહુ ખુશ થાય છે પણ એ બધો યશ તુને છે .એક વખત એક ભાઈ કે જે એવું માનતા હતાકે હું ચુડાસમા સાહેબનો ખાસ માણસ  છું પણ એને ઓલા કબીર સાહેબના દોહરાની   ખબર નહી .  કે  “કાચબો ઝડપી હોય નહિ માછલી ન્હોય સ્થિર ,પોલીસ કોઈના હોય નહિ કહગયે  દાસ કબીર .એણે મને કીધુકે હું રૂમ ખાલી નથી કરવાનો તમારાથી થાય ઈ કરી લ્યો .મેં કીધું મારાથી ખાસ બીજું કઈ નહિ થાય  ફક્ત તમારો સામાન હું ઘરમાંથી કઢાવીને બહાર મુકવી દઈશ અને જે માણસ ને મેં રૂમ આપી છે ,એનો સામાન તમારી ખાલી કરેલી રૂમમાં જતો રહેશે .ભાઈ દોડતા દોડતા ચુડાસમા સાહેબ પાસે ગયા .અને કીધું ,હું જે રૂમમાં રહું છું .એ મારે ખાલી નથી કરવી પણ લાઈન માસ્તર ધમકીથી ખાલી કરાવે છે .એટલે તમે એને નાં પાડી દ્યો કે એ મને રૂમ ખાલી નો કરાવે . ચુડાસમા  સાહેબે એને કીધું કે એને   કહે  કે મેં ખાલી કરવાની નાપાડી છે . દોડતો મારી પાસે આવ્યો અને મૂછોના આકડા ચડાવતા બોલ્યો .ચુડાસમા  સાહેબે મને રૂમ ખાલી ન કરવાનું કીધું છે ,એટલે  ખાલી નથી કરતો મેં એને જવાબ આપ્યો .ચુડાસમા સાહેબના બાપ કહેશે તોપણ હું માનવાનો નથી .વળી દોડતો દોડતો ચુડાસમા પાસે ગયો અને બોલ્યો  સાહેબ એ તમારા બાપસામે બોલે છે . ચુડાસમા  સાહેબ કહે હમણાં તું ખાલી કરીને જતો રહે અને એક અઠવાડિયા પછી એજ રૂમમાં તું આવી જજે  અને  લાઈન માસ્તરને હું જોઈ લઈશ .બાપુને  મૂછોના આંકડા એમને એમ રહી ગયા અને રૂમ ખાલી કરીને જતા રહ્યા થોડા દિવસ પછીચુદાસમાં સાહેબે મને બોલાવ્યો કે  તું મારા બાપ સામે જતો રહ્યો હા મેં એને કીધુકે ચુડાસમા સાહેબના બાપ  કહેશે તોય હું માનવાનો   નથી .પછી હસતા હસતા મને  કહે  મારા બાપા કહે  કે   એલા એ રૂમમાં ભલે રહે।  તો તમે શુ કહો ? મેં કીધું હું એમ કહું કે બાપુ આમાં તમને સમજણ નો પડે એટલે આ  બાબતમાં તમારે વચ્ચે નહી આવવું જોઈએ .ભાનુંમતીને મેં કીધું કે હવે  તું સહુની રીતે વાર ફરતી વારો અકેકું વાસણ લઈને પાણી ભરી જવું જો ન તું એમ નહી કરેતો હું બધાની વચ્ચે તારી પીખડી પકડીને ઘર ભેગી કરી દઈશ . પાણી સૌ એ ભરી લીધું હોય તો કોક ભાનુમતી જેવાં  નળ ઉપર કપડાં ધોવા બેસી જાય .આવી બહેનોની કપડા ભરેલી ડોલ હું ધૂળમાં ફેંકી  દઉં .એક વખત ફોટામાં દેખાય છે એવી છોકરી મારી પાસે આવી અને બોલી  જાદુગર કાકા મેં તુમારી બલાયા લેતી હું એવું બોલીને પોતાના બે હાથની  મુઠી યુ વાળીને પોતાના માથા ઉપર મુકે અને બોલે  મેરેકું  છોટે છોટે તીન કપડે ધોને બાપુ તુમારી ભલાઈ  હું કહું  નળ ઉપર કપડા ધોવાની મનાઈ છે એ તુને ખબર છે , પછી હું કહું જા એક કપડું ધોજે વધારે નહિ જા તારી ડોલ પાછી મૂકી આવ ,પછી એ એક  કપડું લઇ આવે અને  ધોઈને મૂકી આવે અને આડું અવળું જોઇને બીજું કપડું લઇ આવે મારા ધ્યાનમાં બધું હોય .એવી રીતે અકેક કરીને ત્રણેય રુમાલીયા ધોઈ નાખે .હું મારા મનમાં એની હુશીયારીઉપર બહુ ખુશ થાઉં . પછી એની માને કહે મા  લાઈન  માસ્તર કુ  ફુસલા ફૂસ્લાકે  મેને તીનો કપડે ધો ડાલે  .સ્ત્રીઓ અંદરો અંદર વાતું કરે કે અભીતો ભાનુ બી સુધ ર ગઈ હૈ .એક વખત એક બી જોડે ભાનુંમતી ને ઝઘડો થયો નળ ઉપર પાણી ભરવા બાબત , એક સ્ત્રી કોકની ચડાવી ચડી ગઈ બને ભાનુંમ તીને ભાઠે ભરાણી  બીજી સ્ત્રીઓના  કહેવા પ્રમાણે ભાનુંમતીનો  વાંક નોતો  એક વખત આ બાઈ વેર રાખીને ભાનુમતી જયારે બકરી દોતી હતી ત્યારે એના વાંસામાં ડબલું મારીને દોડીને ઘરમાં ઘુસી ગઈ .અને ભાનુમતી જેનું નામ લાકડી લઈને એને ઘરે પહોંચી અને એ બાઈની ઘરમાંથી ભાર નીકળવાની વાટ જોતી ઉભી રહી  . પછી સમજાવવાથી ભાનુ મતી  બધું ભૂલી ગઈ .પણ એ બાઈએ એના ધણીને વાત કરીકે  જાદુગર તેની બૈરીને ઉશ્કેરે છે અને ઝઘડો કરાવે છે એવું ખોટું બોલીને એના ધણીને ઉશ્કેર્યો .હું અમેરિકા આવવાની તૈયારી કરતો હોવાથી  ઝઘડાથી દુર રહેતો હતો .જો પોલીસ રેકર્ડમાં મારું નામ જાય તો મને અમેરિકા જવાના વિસા નો મળે ,નહીતર હું એના લાડ ઉતારી નાખું જેમ હું શાંત રહું એમ એને પાનો ચડે ,એતો પછી મને માબેન સામી બીભત્સ ગાળો દેવા લાગ્યો હજુ હું શાંતજ  હતો પણ મારો નાનો  દિકરો  સતીશ એકદમ ઉશ્કેરાય ગયો એ ઘરની બહાર  હાથમાં સડેલું પાટિયું લઈને બહાર નીકળ્યો .અને તેના કપાળ માં ઠોકી દીધું .લોહી નીકળવા માંડ્યું .આવી સ્થિતિમાં તે ફરિયાદ કરવા ગયો .ફરિયાદમાં  એવું લખાવ્યું કે  ભાનુબેને અને સતીશે મને પકડી રાખ્યો અને હિમ્મત લાલે મને લાકડી મારી  ઈન્સ્પેકટરે  તેને કીધું કે  બે જણાએ તુને પકડી રાખ્યો અને ફક્ત એકજ લાકડી મારી . આ વાત કોઈ માની નો શ કે  માટે  ફરિયાદ કરીશ તો તારે ગુમાવવાનું થશે . અને  માર ખાણા  ભાઈ  ચુપ થઇ ગયા અને હોસ્પીટલમાં જઈને દવા કરાવવા  માંડી ગયા . રામ રામ

5 responses to “લાઈન માસ્તર કું ફુસલા ફુસલા કે તીનો કપડે ધો ડાલે

  1. સુરેશ જાની જૂન 29, 2013 પર 5:55 પી એમ(pm)

    તમારા અનુભવોનો મોટો ખજાનો છે.

    • aataawaani જૂન 29, 2013 પર 8:29 પી એમ(pm)

      સુરેશ ભાઈ એટલેજ મારે કોઈનું લખેલું લખાણ લખવું પડતું નથી .જ્યાં સુધી મારી યાદ શક્તિ ટકી રહેશે ત્યાં સુધી મારા 92 વરસના જુવાનનો ખજાનો ખૂટે એમ નથી .અવશ્ય તમારા જેવા સન્મિત્રોનો ઉય્સાહ તો ખરોજ

  2. pravinshastri જુલાઇ 7, 2013 પર 7:28 એ એમ (am)

    આતાની સાહિત્યિક શબ્દોના આડમ્બર વગરની વિતેલા દાયકાઓની સાચી રસપ્રદ વાતો એ જમાનાની સંસ્કૃતિનો ઈતિહાસ છે.

    • હિમ્મતલાલ જુલાઇ 7, 2013 પર 7:40 એ એમ (am)

      શાસ્ત્રીજી મને પુસ્તકો વાંચતા બહુ આવડે નહિ .એટલે મને પુસ્તકોમાં કોકનું લખેલું બ્લોગમાં મુકવાનું ફાવે નહિ એટલે મને જે જાત અનુભવો થયા છે એ લખું છું .અને હું એટલો ભાગ્યશાળી છું કે તમારા જેવાને મારું લખાણ ગમે છે .
      કોકનું લખેલ નો લખીએ કોઈની નો ખાયે ગાળ
      મોજથી રહીએ ઘર બહાર જઈ સરોવર પાળ

  3. Greg Patterson જુલાઇ 7, 2013 પર 2:47 પી એમ(pm)

    જલારામના વીરપુર નજીકના ગામડે પતિ પત્ની વચ્ચે ઘરેણું અપાવ્વામાટે ઝઘડો હતો .ઉપર ફોટામાં દેખાય છે એ સ્ત્રીએ ઘરેણાં પહેર્યા છે એટલા ઘરેણા પત્નીને હતાં છતાં એ નાકની દાંડી થી અંબોડા સુધીનો લાંબો સોનાનો દોરો લઇ દેવા માટે પોતાને ધણી ને ખેતી હતી આથી ધણીને બહુ ગુસ્સો આવ્યો અને ગુસ્સાના આવેશમાં બોલ્યો .તારા આ બધાં ઘરેણાં હું આચકી લઈને પહેરેલે લુગડે તુને હું બાવાને આપી દેવાનું છું . પછી તું બાવા સાથે ભટક્યા કરજે ,આ વાક્ય એક બાવો સાંભળી ગયો .ધણી ધણી યાણી વચ્ચે તો પછી સમાધાન થઇ ગયેલું . બીજે દિવસે બાવો આવ્યો ,એને એમ કે જેમ જલારામે પોતાની પત્નીને સાધુને આપી દીધેલી એમ આ માણસ એની સ્ત્રી મને આપી દ્યે તો મારું કામ થઇ જાય .બાવે રામાયણની કોપી લલકારી કે રઘુ કુલ રીતી સદા ચલી આઈ પ્રાણ જાય અરુ બચન જાઈ સાંભળી ને ઘરવાળો રાયણ નો ગાંઠા વાળો ધોકો લઈને ઘર બહાર આવ્યો અને બાવાને કીધું ભાગીજા નહિતર આ એકજ ધોકો માર્યા ભેગા તારા પ્રાણ નીકળી જશે અને મારું વચન જતું રહેશે . બાઓ એકદમ ઉભી પુંછડીએ ભાગ્યો .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: