Daily Archives: જૂન 24, 2013

જોભી આતા હૈ યહાઁ હારકે હી જાતા હૈ

કેસીનો ની વાત લખતાં પહેલાં  હું કેદાર નાથ દાદાને  ઠપકો લખુછું  કે દાદા તમે તમારા યાત્રાળુ ઓને  કરુણ રીતે મરવા  દિધા ,અને તમે પોતે પોતાના મંદિરની આજુબાજુ  વિશાળ શિલાઓ  ખ ડ કાવીને  તમારું અને તમારા ઘરનું રક્ષણ કરી દીધું . આ તમારું કેટલું બધું સ્વાર્થી પણું  કહેવાય ? બીજા ત્રણ ધામ વાળાને  કહીને તમારો  ચાર ધામમાંથી બહિષ્કાર કરાવીશ .

ગયા રવિવારે મારા મિત્ર શ્રી લોટવાલા મને કેસીનોમાં લઇ ગયા .લગભગ આઠેક વરસથી હું કેસીનોમાં ગયો નથી .અગાઉ હું અને લોટવાળા જે કેસીનોમાં ગએલા એજ કસીનામાં ગયા હતા clief castle  casino -hotel માં 75 માઈલની ઝડપે ચાલનારી કારને દોઢેક કલાક જેટલો સમય લાગે એટલે દુર મારા ઘરથી દુર કસીનો છે .mr .lotwala ને ઘરે મારી સન્માન પાર્ટી રાખેલી .તમેં મારી પાર્ટીની મુવીમાં એમને જોયા હશે .ક સીનાના  બીજા વિભાગમાં એન્ટીક શો હતો ખાસતો લોટવાલા ને એમાં રસ હતો .કસીના વાળાએ અમને રમવા માટે દસ ડોલરનું એક કાગળિયું આપ્યું .આ કાગળિયું ઓફિસે આપવાનું એટલે ઓફીસ વાળા તમને કાર્ડ આપે એમાં પૈસા જમા થઇ જાય .અને આ કાર્ડ રમવાના મશીનમાં ઘાલી  રમવાનું શરુ કરવાનું કાર્ડના પૈસા ખલ્લાસ થઈજાય એટલે ઘરના પૈસા મશીનમાં નાખી રમવાનું .એક પેનીથી માંડી પાંચ ડોલર કે તેથી વધુ રકમથી પણ રમી શકાય કેટલું જીત્યા  કેટલું  હાર્યા .બધો હિસાબ મશીન રાખતું હોય છે .લોટવાળા ને આવવાની વાર થઇ .દરમ્યાન હું એકલો પેની વાળા  મશીનમાં રમવા  માંડ્યો આઠ વરસમાં મશીનમાં ઘણા ફેરફાર થઇ ગએલા  એટલે રમવાનું શિખવા  માટે મને કોઈ મદદગાર ની જરૂર પડતી .પણ  ભોળા નો ભગવાન છેને ?મારી બાજુમાં એક છોકરી બેઠી  હતી ,તે મને હર્ષ ભેર મદદ કરતી હતી .(આતાનેતો છોકરીયુજ  ભટકાય છે .જ્યાં જાય ત્યાં )મેં એને પૂછ્યું તું કેમ રમતી નથી .તે બોલી હું ઘણા પૈસા હારી ગઈ છું .હવે મારી પાસે પૈસા  નથી .તમે મને બે ડોલર આપો તો હું રમવાનું શરુ કરું .મેં રુઘાની ફિલોસોફી પ્રમાણે  ખોટું બોલ્યો ,મારી પાસે પણ પૈસા નથી . આ કસીનો વાળાએ પૈસા આપ્યા છે .એમાં જો હું જીતું તો તુને બે ડોલર આપું .અને હું પાંચેક ડોલર જેટલું જીત્યો .મશીન તમને વધ્યા   ઘટ્યા પૈસા જયારે જોઈએ ત્યારે આપે પણ કાગળિયા ના રૂપમાં મને એક કાગ્લીયો બે ડોલર અને બિયાંસી પૈસાનો મળેલો મેં એને એ કાગળ આપ્યો .છોકરીયું આવી રીતે પૈસા માગતા કદી  જોએલી નહિ .કેમકે છોકરાઓ તેને વણ માગ્યે આપતા હોય છે પણ આ છોકરી એક કદરૂપી પંજાબી છોકરી કહે છે એમ  .”ના મૈ  સોણી  તે નાગુણ પલ્લે મૈ  કાદા  માન કરેસાં ”

જોભી આતા હૈ યહાં હારકેહી  જાતા હૈ  કોઈ કિસ્મત વાલા હૈ જીત જાતા  હૈ યેતો ક્સીના હૈ માલિક કો મજા દેતા હૈ હારને વાલાભી હાર નેકી મઝા લેતા હૈ . લોટવાલા  કસીનાએ  દસ ડોલર આપેલા એમાંથી પાંચ ડોલર બચાવ્યા .