happy fathers day બાપા

નાટકના  બીજા માણસો મદદમાં આવ્યા એટલે ગુંડા નાસી ગયા .

દ્વારકામાં  રાધા કૃષ્ણનો ખેલ ઘણી વખત ભજવાતો દ્વારકા યાત્રા ધામ એટલે યાત્રાળુઓ  બહુ આવે રાજા મહારાજા પણ આવે .એકવખત બુંદી નાં કે  કોટના  મહારાજા આવેલા   આ મહારાજાને  તમાકુ  ગડાકુ  પીવાનો વિચિત્ર શોખ હતો ,પોતાની રૂમના બારી બારણા બંધ કરી  રૂમની અંદર  સળગતીસગડી રાખી તેના ઉપર ગ્દાકું નાખે  એટલે  ધુમાડો થાય અને આ ધુમાડો શ્વાસની સાથે એની મેળે ફેફસામાં જાય .આ બાપુને નાટકમાં જે છોકરો કૃષ્ણ નું પાત્ર ભજવતો એ છોકરાને એ ખરેખર કૃષ્ણ માને જ્યારે આ છોકરો કૃષ્ણ નો વેશ પેરીને  પડમાં   આવે ત્યારે બાપુ એને પગે લાગવા પોતાની ખુરસી ઉપરથી નીચે ઉતરે અને એને પગે લાગે ,આ છોકરાને પોતાની સાથે બુન્દીકોટા  લઇ જવાની ઈચ્છા થઇ ,એટલે એને બાપાને પોતાની પાસે બોલાવીને કીધું કે આ છોકરો મને આપી દ્યો તમારે જેને પૂછવું હોય એને પૂછી જુવો હું તમને મો માગ્યા પૈસા આપીશ ,બાપાએ  મેનેજરને બધી વાત કરી  છોકરાને વાત કરી પંદરેક વરસની ઉમરનો છોકરો હતો .છોકરો કહે તમતમારે મને વેચી દ્યો હું ગમે તેમ કરીને હું અહી આવી જઈશ . પછી બાપુને છોકરો આપી દેવાનું નક્કી થઇ ગયું .આ વાત ફક્ત બાપા મેનેજર અને છોકરો ફક્ત ત્રણ જ્ણાજ  જાણે પૈસાનું નક્કી થઇ ગયું .બાપુએ શરત મુકીકે  ગાયકવાડ સરકારની હદ પૂરી થાય અને જામનગરની હદમાં અમે પ્રવેશ કરીએ એટલે હું પૈસા આપી દુ અને છોકરો તમે મને આપી દ્યો .જ્યારે ગાયકવાડી હદ પૂરી થવાની હતી ત્યારે નાકા દ્ ડ્યુટી વાળાને છોકરા બાબત વહેમ પડ્યો એટલે  છોકરાને બાપુ સાથે નો જવા દીધો .અને સોદો ફેલ થયો .આ બધી વાતની નાત્લ મંડળીના માલિકને ખબર પડી .એટલે બાપાને અને મેનેજરને  નાટક મંડળીમાંથી કાઢી મુક્યા .બાપાને એક પૂજાપો અને કાજુ બદામ વગેરે વેચનાર દુકાનદારે નોકરીએ રાખી લીધા .અમુક ટાઈમે દેશીંગાથી મારા માને બોલાવી લીધા .આ વાતને વર્ષો વીત્યા .માએ એક દીકરીનો જન્મ આપ્યો .થોડા મહિના પછી દીકરી મૃત્યુ પામી ,પછી દીરાનો જન્મ થયો એનું નામ ગીરધરલાલ  રાખ્યું .ગીરધરલાલ ચાર વરસની વામઉમરનો થયા પછી એ પણ ગુજરી ગયો .અવાર નવાર દેશીંગા મારા માબાપ આવતા દ્વાર ખરો . પછી કાથી  મ છવા  માં બેસે   અને  પોરબંદર  ઉતરે રસ્તામાં મછવા માં પાણી પીવા માટે પાણીનો હાંડો લઇ આવે  એક વખત ગાગર લઇ આવેલા એવી રીતે દેશીંગા બેડું આવી ગયું . જે બેડું હાલ મારી દીકરીના ઘરે છે . એક દિવસ મારા બાપાના મોટાભાઈ પ્રાણશંકર  બાપા પ્લેગના રોગથી મૃત્યુ પામ્યા . આવખતે મારા માબાપ દેશીંગા  આવ્યાં .પણ મારી દાદીમાએ પાછા દ્વારકા જવા નો દીધાં  દેશીન્ગા દરબાર મુજફ્ફર ખાં એ પોલીસ પટેલ તરીકે નોકરીમાં માસિક પગાર રૂપિયા બારથી રાખી લીધા .25 વરસ નોકરી કરી તોય પગાર બાર રૂપિયા રહ્યો પછી 16 રૂપિયા પગાર થએલો ખરો પછી નોકરી અમે બન્ને ભાઈઓએ નોકરી છોડાવી કેમકે અમે બંને નોકરી કરતા હતા .અને ડીસેમ્બરની 6 તારી અને 1960 ના રોજ બાપા સ્વર્ગે જતા રહ્યા।  હેપી ફાધર ડે

9 responses to “happy fathers day બાપા

    • aataawaani જૂન 17, 2013 પર 6:46 એ એમ (am)

      હું બાપા વિષે Ataai વધારે  લખવા જતો હતો  ત્યાં  જટા બાપાને ખીજ ચડી એટલે ઉપરનો અર્ધોભાગ  લઈ  ગયા .પણ હું કઈ એમ છોડવાનો નથી હવે હું તમારા પ્યારની અને મારની  વાત લખવાનો છું . કે જેથી કરી લોકોને ખબર પડે કે  જટા બાપા જેવા બાપા  ભાગ્યેજ કોઈના હશે . ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  1. Vinod R. Patel જૂન 17, 2013 પર 10:02 એ એમ (am)

    આતાજી , આપના ભૂતકાળની વાતો વાંચવાની મજા આવી .

    ફાધર્સ ડે પ્રસંગે આપના પુજય પિતાશ્રી અને આપને પણ હાર્દિક વંદન .

  2. pravinshastri જૂન 17, 2013 પર 6:51 પી એમ(pm)

    જેમ જેમ ઉમ્મર આગળ વધે તેમ તેમ પાછલી સ્મૃતિ વધુ સ્પષ્ટ થતી જાય. ખાસ તો બાળપણ અને માતાપિતાની. આતાજી જે જે યાદ આવે તે લખતા રહો. વહી ગયેલા દીવસો અમને પણ રોમાંચિત લાગે છે.

    • હિમ્મતલાલ જૂન 17, 2013 પર 7:31 પી એમ(pm)

      પ્રિય પ્રવીણભાઈ
      \આ મારા happy father day બાપા” વાળા લખાણનું પહેલું લખાણ ભૂસાઈ ગએલું .તે હું ફરીથી .લખીશ .
      મેરી ઉમર બઢતી જા રહી હૈ પરવીન મુહબ્બત દેતે રહો
      મેરી જીવન નવકા ડૂબ રહી હૈ અહબાબ હલેસે દેતે રહો અહબાબ= મિત્રો

  3. yuvrajjadeja જૂન 17, 2013 પર 11:05 પી એમ(pm)

    ધન્ય છે આપના પિતા ..આતા , તમારા જેવા સંતાનો થકી. તમે અને તમારા ભાઈએ એમને નોકરી છોડાવી એ વાંચીને આનંદ થયો – તમારી વાતોમાંથી ખુબ પ્રેરણા મળે છે , ભવિષ્યની પેઢીને વંચાવવા સાંચવી ને મુકિ રાખવાનું મન થાય એવી તમારી વાતો હોય છે

    • aataawaani જૂન 18, 2013 પર 5:49 એ એમ (am)

      પ્રિય યુવ રાજ્ભાઈ મારા બાપા વિષે ની વાતનો આગળનો ભાગ મારી અણ આવડત

       ને લીધે ભૂસાઈ  ગયો છે . એનું મને કોઈ બ્લોગર મિત્રે ધ્યાન ન દોર્યું એ મને નવાઈ લાગે છે . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: