Daily Archives: જૂન 16, 2013

happy fathers day બાપા

નાટકના  બીજા માણસો મદદમાં આવ્યા એટલે ગુંડા નાસી ગયા .

દ્વારકામાં  રાધા કૃષ્ણનો ખેલ ઘણી વખત ભજવાતો દ્વારકા યાત્રા ધામ એટલે યાત્રાળુઓ  બહુ આવે રાજા મહારાજા પણ આવે .એકવખત બુંદી નાં કે  કોટના  મહારાજા આવેલા   આ મહારાજાને  તમાકુ  ગડાકુ  પીવાનો વિચિત્ર શોખ હતો ,પોતાની રૂમના બારી બારણા બંધ કરી  રૂમની અંદર  સળગતીસગડી રાખી તેના ઉપર ગ્દાકું નાખે  એટલે  ધુમાડો થાય અને આ ધુમાડો શ્વાસની સાથે એની મેળે ફેફસામાં જાય .આ બાપુને નાટકમાં જે છોકરો કૃષ્ણ નું પાત્ર ભજવતો એ છોકરાને એ ખરેખર કૃષ્ણ માને જ્યારે આ છોકરો કૃષ્ણ નો વેશ પેરીને  પડમાં   આવે ત્યારે બાપુ એને પગે લાગવા પોતાની ખુરસી ઉપરથી નીચે ઉતરે અને એને પગે લાગે ,આ છોકરાને પોતાની સાથે બુન્દીકોટા  લઇ જવાની ઈચ્છા થઇ ,એટલે એને બાપાને પોતાની પાસે બોલાવીને કીધું કે આ છોકરો મને આપી દ્યો તમારે જેને પૂછવું હોય એને પૂછી જુવો હું તમને મો માગ્યા પૈસા આપીશ ,બાપાએ  મેનેજરને બધી વાત કરી  છોકરાને વાત કરી પંદરેક વરસની ઉમરનો છોકરો હતો .છોકરો કહે તમતમારે મને વેચી દ્યો હું ગમે તેમ કરીને હું અહી આવી જઈશ . પછી બાપુને છોકરો આપી દેવાનું નક્કી થઇ ગયું .આ વાત ફક્ત બાપા મેનેજર અને છોકરો ફક્ત ત્રણ જ્ણાજ  જાણે પૈસાનું નક્કી થઇ ગયું .બાપુએ શરત મુકીકે  ગાયકવાડ સરકારની હદ પૂરી થાય અને જામનગરની હદમાં અમે પ્રવેશ કરીએ એટલે હું પૈસા આપી દુ અને છોકરો તમે મને આપી દ્યો .જ્યારે ગાયકવાડી હદ પૂરી થવાની હતી ત્યારે નાકા દ્ ડ્યુટી વાળાને છોકરા બાબત વહેમ પડ્યો એટલે  છોકરાને બાપુ સાથે નો જવા દીધો .અને સોદો ફેલ થયો .આ બધી વાતની નાત્લ મંડળીના માલિકને ખબર પડી .એટલે બાપાને અને મેનેજરને  નાટક મંડળીમાંથી કાઢી મુક્યા .બાપાને એક પૂજાપો અને કાજુ બદામ વગેરે વેચનાર દુકાનદારે નોકરીએ રાખી લીધા .અમુક ટાઈમે દેશીંગાથી મારા માને બોલાવી લીધા .આ વાતને વર્ષો વીત્યા .માએ એક દીકરીનો જન્મ આપ્યો .થોડા મહિના પછી દીકરી મૃત્યુ પામી ,પછી દીરાનો જન્મ થયો એનું નામ ગીરધરલાલ  રાખ્યું .ગીરધરલાલ ચાર વરસની વામઉમરનો થયા પછી એ પણ ગુજરી ગયો .અવાર નવાર દેશીંગા મારા માબાપ આવતા દ્વાર ખરો . પછી કાથી  મ છવા  માં બેસે   અને  પોરબંદર  ઉતરે રસ્તામાં મછવા માં પાણી પીવા માટે પાણીનો હાંડો લઇ આવે  એક વખત ગાગર લઇ આવેલા એવી રીતે દેશીંગા બેડું આવી ગયું . જે બેડું હાલ મારી દીકરીના ઘરે છે . એક દિવસ મારા બાપાના મોટાભાઈ પ્રાણશંકર  બાપા પ્લેગના રોગથી મૃત્યુ પામ્યા . આવખતે મારા માબાપ દેશીંગા  આવ્યાં .પણ મારી દાદીમાએ પાછા દ્વારકા જવા નો દીધાં  દેશીન્ગા દરબાર મુજફ્ફર ખાં એ પોલીસ પટેલ તરીકે નોકરીમાં માસિક પગાર રૂપિયા બારથી રાખી લીધા .25 વરસ નોકરી કરી તોય પગાર બાર રૂપિયા રહ્યો પછી 16 રૂપિયા પગાર થએલો ખરો પછી નોકરી અમે બન્ને ભાઈઓએ નોકરી છોડાવી કેમકે અમે બંને નોકરી કરતા હતા .અને ડીસેમ્બરની 6 તારી અને 1960 ના રોજ બાપા સ્વર્ગે જતા રહ્યા।  હેપી ફાધર ડે