લાલી લેખે

સોરઠ જીલ્લો ગીરનારની છાયા વાળો પ્રદેશ બહુ  રળિયા મણો.પ્રદેશ લીલુડી નાઘેર ,બરડો .ગીરનાર , ગીર કે જ્યાં સાવઝ  વસે છે .જે ભૂમિમાં  જલારામ બાપા .ભગત કવિ નરસીમેતો,મહાત્મા .ગાંધી,જન્મ્યા .આવા પ્રદેશના માણસો ,બહુ ઉદાર દિલના અને ભોળા નિખાલસ. સાધુ  ,ફકીર, સંત , બ્રાહ્મણ.વગેરે લોકોનું સન્માન કરવાવાળા હોય છે .આવી ઉદારતા અને ભોળપણ નો લાભ લઇ  વેશ પલટો કરીને  ,ઠગારા પણ આવતા હોય છે .

એક સમયે  વરસાદ બહુ સારો થયો .ખેડૂતો અને પશુપાલકો (માલધારી )બહુ ખુશ છે. આવા સમયે એક ઠગ  બ્રાહ્મણ નો  વેશ લઇ ગામડાઓમાં  ઘર ઘર ભટકવા લાગ્યો .અને એક એવે ઘરે ગયો કે જે ઘરવાળાની એકની એક  લાડકી દીકરી” લાલી” મૃત્યુ પામેલી.ઘરની માલિક બાઈ .ઠગ નાં ટીલાં ટપકાં વાળો વેશ જોઈ .

ઠગને બ્રાહ્મણ સમજી તેને  નમસ્કાર કર્યા,અને પૂછ્યું  ગોરબાપા  ક્યે ગામ રહો છો?ઠગ લોકો , દારૂના અને જુગારના અડ્ડાવાળા ,વૈશ્યાઓ.game tevo chhupo વેશ પહેરીને જાય તો પણ  તે લોકો પોલીસને  એંસી ટકા  ઓળખી લેતા હોય છે. એવી રીતે  ઠગ લોકો સામા માણસની વાતો ,હાવભાવ ઉપરથી  એ  કેવો મૂરખ છે ,એ જાણી લેતા હોય છે .   ઠગે જવાબ આપ્યો કે હું અમરાપુર થી આવું છું .(અમરાપુર=સ્વર્ગ )

સાંભળીને બાઈ એકદમ ગળગળી થઇ ગઈ અને બોલી .મહારાજ મારી લાલી થોડા દિવસથી  સરગમાં ગઈ છે ઇના કંઈ વાવડ ?  ઠગે જવાબ આપ્યો .aamto લાલી મજામાં  છે પણ આ સાતમ આઠમના તહેવારોમાં એને  ઘરેણાં  લૂગડાં  નવા નથી . બાઈ બોલી સાચી વાત  ઇના સારું અમે નવાં લૂગડાં ,ઘરેણાં ,લીધેલાં પણ ઈ પેરે ઇના મોર તો મારી લાલી સરગે જાતી રઈ  .જો તમે મારા ઉપર દયા કરીને  મારી લાલી સારુ લૂગડાં ઘરેણાં લઇ જાવ તો તમારી ભલાઈ .

ઠગ બોલ્યો .મારે હજી ઘણા ગામોમાં  જવું છે. ઘણાનાં    કલ્યાણ કરવા છે . એટલે હું આ સપેતરું ન લઇ જઈ શકું .  બાઈ બોલી મહારાજ હું તમને  સો રૂપિયા આપીશ .પણ તમે આ સપેતરું મારી લાલીને પુગાડો.   ઠગે હા પાડી અને બાઈએ નવી નકોર પછેડીમાં લૂગડાં ,ઘરેણાં . બાંધી આપ્યા .ઉપરથી  એક લાકડી  પોટકીમાં   ખોસવા માટે આપી .

ઠગતો  પોટકી ખંભે લઈને ઓલો રાજકપૂર  (आवारा हु ) એ ગીત ગાતો ગાતો જાય છે એમ ઠગ ઉતાવળે પગે હાલવા માંડ્યો . અને કોઈ પાછળ  આવતું નથીને ?એમ જોતો જોતો હાલ્યો જાય . થોડી વારે  સાંઢડી સવાર ઘર ધણી આવ્યો .ઘરવાળી એ  હરખાઈને એના ધણી ને સમાચાર  આપ્યા કે  આપણી લાલીના સમાચાર આવ્યા હતા .એક મારાજ સરગમાંથી   આવ્યો હતો . મેં એને લાલી સારું ઘરેણા અને લૂગડાં મોકલાવ્યા છે .

વધારે કંઈ પણ    સાંભર્યા    વિના  પૂછ્યું ઈ કંઈ બાજુ ગયો છે? અને  ભૂખ્યા તરસ્યા અને  થાકેલા માલિકે  ઊંટ ઉપર સવાર થઇ ઠગને પકડવા માર માર કરતા ઊંટને દોડાવ્યો .ઠગે જોયું અને એ તુરત  નજીકના ઝાડ ઉપર સપેતરા સાથે ચડી ગયો .ઊંટ વાળા એ  ઝાડ નીચે ઊંટ ઉભો રાખ્યો .અને પોતે ઝાડ ઉપર ચડ્યો .અને ઠગ ઝાડ ઉપરથી ઊંટ ઉપર કુદ્યો . અન ઊંટ ને વેતો કર્યો .

નિરાશ લાલીનો બાપ બોલ્યો .કે આ ઊંટ પણ ઘરેણાં અને લૂગડાં ભેગો “લાલી લેખે “

8 responses to “લાલી લેખે

 1. pragnaju જૂન 11, 2013 પર 7:03 એ એમ (am)

  સરસ

  યાદ …

  કલાપીનો કેકારવ

  સનમના પેરના લાલી,

  જીગરનું ખુન મારૂ છે!

 2. priteshmmodi જૂન 11, 2013 પર 11:44 એ એમ (am)

  ghana diwav pachhi tamaro lekh vanchyo dada , majha avi gai…

 3. pravinshastri જૂન 17, 2013 પર 7:41 પી એમ(pm)

  પછી એ ઠગ બીજા ગામે ઊંટ પર સવાર થયો. ત્યાં એક ઠકરાણી મળી. આતાની ખાસ બેનપણી. ખૂબ પાક્કી દોસ્તી. હોંશીયાર અને ચતુર. મીઠી વાતથી જાણી લીઘું કે આતો ઠગ છે. એણે કહ્યું હું લાલી છું. ઉપરથી હમણાં જ આવી છું. લાવો મારા કપડા અને ઘરેણાં. આ મારા પોટલામાં હજાર સોનાના સિક્કા છે. સ્વર્ગમાં તો મારી પાસે ઘણાં છે. મને ત્યાં જરૂર નથી આ તું લઈ લે. મારા માંએ આપેલી ઘાઘરી ઘરેણાં ત્યાં ન મળે. મારા બાપનું ઊંટ પણ ત્યાં ન મળે. બોલ ત્યારે મારી સાથે પરલોકમાં મજા કરવા આવવું છે કે આ સોનાના સિક્કા લઈને અહીં જ મજા માણવી છે? ઠગે બધું ઠકરાણીને આપી એનું ભારે પોટલું લઈ લીધું ઠકરાણી. ઊંટ સાથે ઊડી ગઈ. લાલીની માં ને બધી વસ્તુઓ પાછી મળી. ઠગ પથરાનું પોટલું ઉંચકી ચાલતો થયો. (એક કલપીત વધારો)

 4. હિમ્મતલાલ જૂન 17, 2013 પર 10:02 પી એમ(pm)

  પ્રિય પ્રવીણભાઈ
  તમારી વાર્તા વધારો મને બ હુજ ગમ્યો ,તમે મારા ભાઈ મારી ખરી દોસ્તારણ ગોતી કાઢી . મારી દોસ્તારણો બધીયુંય ભલીયું અને હોશીયાર છે . એટલેતો હું એવીયુંને દોસ્તારણ બનાવું છું .

 5. Tasha Giles જૂન 26, 2013 પર 11:24 પી એમ(pm)

  સામાન્ય રીતે ગુજરાતી સાહિત્ય રસીકો સામે વક્તાઓ સુવાક્ય યાદ ન આવે તો વાતોમાં ઉર્દુ ગઝલના એક–બે શેર ઠોકી દે. અને આમ કોઈ પણ ગઝલને ગાલીબનો સીક્કો લગાવી દો એટલે કોઈ ચેલેન્જ ન કરે.સામાન્ય જણને માટે તો ગાલીબ પછી કોઈ બીજો ગઝલકાર પેદા જ નથી થયો ! ગુજરાતી સાહિત્યકાર માટે ઉમાશંકર જોશી, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ હુકમના એક્કા છે. છેવટે કલાપી, ખબરદાર, બોટાદકર, મેઘાણી, ધુમકેતુનાં વાક્યો, સુવાક્યો ફરી–ફરીને શ્રોતાઓના માથે સાહિત્યકારો ઝીંકે. વધારે સોફીસ્ટીકેટેડ દેખાવા માટે કોઈક ફ્રેન્ચ, મેક્સીકન, ઈટાલીયન સાહિત્યનાં અવતરણો શ્રોતાઓને માથે ફટકારશે. શ્રોતાઓ આમેય તેમનું લેક્ચર સાંભળતા નથી હોતા. એટલે આ પરદેશી અવતરણોની ખરાખરીની ચિંતામાં પડતા નથી.

 6. Carlene Cleveland જૂન 28, 2013 પર 10:59 એ એમ (am)

  સાંભળીને બાઈ એકદમ ગળગળી થઇ ગઈ અને બોલી .મહારાજ મારી લાલી થોડા દિવસથી સરગમાં ગઈ છે ઇના કંઈ વાવડ ? ઠગે જવાબ આપ્યો .aamto લાલી મજામાં છે પણ આ સાતમ આઠમના તહેવારોમાં એને ઘરેણાં લૂગડાં નવા નથી . બાઈ બોલી સાચી વાત ઇના સારું અમે નવાં લૂગડાં ,ઘરેણાં ,લીધેલાં પણ ઈ પેરે ઇના મોર તો મારી લાલી સરગે જાતી રઈ .જો તમે મારા ઉપર દયા કરીને મારી લાલી સારુ લૂગડાં ઘરેણાં લઇ જાવ તો તમારી ભલાઈ .

 7. Silver Price જૂન 30, 2013 પર 9:25 એ એમ (am)

  હજુ ગઈ કાલે જ અમેરિકાના પ્રેસીડન્ટ બરાક ઓબામાએ કાંગ્રેસે પસાર કરેલ અમેરિકામાં સ્ત્રીઓ ઉપર ગુજારાતા કૌટુંબીક ત્રાસ અટકાવવાના કાયદા ઉપર એકત્રિત થયેલ મહિલાઓના વીશાળ જૂથ સમક્ષ સહી કરી હતી કાયદો અમલી બનાવ્યો છે .આ શું બતાવે છે ? એ કે જગતમાં સુપર પાવર ગણાતા અમેરિકામાં પણ સ્ત્રીઓ સામાજિક રીતે સંપૂર્ણ રીતે સહીસલામત નથી અને પુરુષો તરફથી ત્રાસ અને અન્યાયનો આજે ૨૧મી સદીમાં પણ ભોગ બની રહી છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: