Daily Archives: જૂન 11, 2013

લાલી લેખે

સોરઠ જીલ્લો ગીરનારની છાયા વાળો પ્રદેશ બહુ  રળિયા મણો.પ્રદેશ લીલુડી નાઘેર ,બરડો .ગીરનાર , ગીર કે જ્યાં સાવઝ  વસે છે .જે ભૂમિમાં  જલારામ બાપા .ભગત કવિ નરસીમેતો,મહાત્મા .ગાંધી,જન્મ્યા .આવા પ્રદેશના માણસો ,બહુ ઉદાર દિલના અને ભોળા નિખાલસ. સાધુ  ,ફકીર, સંત , બ્રાહ્મણ.વગેરે લોકોનું સન્માન કરવાવાળા હોય છે .આવી ઉદારતા અને ભોળપણ નો લાભ લઇ  વેશ પલટો કરીને  ,ઠગારા પણ આવતા હોય છે .

એક સમયે  વરસાદ બહુ સારો થયો .ખેડૂતો અને પશુપાલકો (માલધારી )બહુ ખુશ છે. આવા સમયે એક ઠગ  બ્રાહ્મણ નો  વેશ લઇ ગામડાઓમાં  ઘર ઘર ભટકવા લાગ્યો .અને એક એવે ઘરે ગયો કે જે ઘરવાળાની એકની એક  લાડકી દીકરી” લાલી” મૃત્યુ પામેલી.ઘરની માલિક બાઈ .ઠગ નાં ટીલાં ટપકાં વાળો વેશ જોઈ .

ઠગને બ્રાહ્મણ સમજી તેને  નમસ્કાર કર્યા,અને પૂછ્યું  ગોરબાપા  ક્યે ગામ રહો છો?ઠગ લોકો , દારૂના અને જુગારના અડ્ડાવાળા ,વૈશ્યાઓ.game tevo chhupo વેશ પહેરીને જાય તો પણ  તે લોકો પોલીસને  એંસી ટકા  ઓળખી લેતા હોય છે. એવી રીતે  ઠગ લોકો સામા માણસની વાતો ,હાવભાવ ઉપરથી  એ  કેવો મૂરખ છે ,એ જાણી લેતા હોય છે .   ઠગે જવાબ આપ્યો કે હું અમરાપુર થી આવું છું .(અમરાપુર=સ્વર્ગ )

સાંભળીને બાઈ એકદમ ગળગળી થઇ ગઈ અને બોલી .મહારાજ મારી લાલી થોડા દિવસથી  સરગમાં ગઈ છે ઇના કંઈ વાવડ ?  ઠગે જવાબ આપ્યો .aamto લાલી મજામાં  છે પણ આ સાતમ આઠમના તહેવારોમાં એને  ઘરેણાં  લૂગડાં  નવા નથી . બાઈ બોલી સાચી વાત  ઇના સારું અમે નવાં લૂગડાં ,ઘરેણાં ,લીધેલાં પણ ઈ પેરે ઇના મોર તો મારી લાલી સરગે જાતી રઈ  .જો તમે મારા ઉપર દયા કરીને  મારી લાલી સારુ લૂગડાં ઘરેણાં લઇ જાવ તો તમારી ભલાઈ .

ઠગ બોલ્યો .મારે હજી ઘણા ગામોમાં  જવું છે. ઘણાનાં    કલ્યાણ કરવા છે . એટલે હું આ સપેતરું ન લઇ જઈ શકું .  બાઈ બોલી મહારાજ હું તમને  સો રૂપિયા આપીશ .પણ તમે આ સપેતરું મારી લાલીને પુગાડો.   ઠગે હા પાડી અને બાઈએ નવી નકોર પછેડીમાં લૂગડાં ,ઘરેણાં . બાંધી આપ્યા .ઉપરથી  એક લાકડી  પોટકીમાં   ખોસવા માટે આપી .

ઠગતો  પોટકી ખંભે લઈને ઓલો રાજકપૂર  (आवारा हु ) એ ગીત ગાતો ગાતો જાય છે એમ ઠગ ઉતાવળે પગે હાલવા માંડ્યો . અને કોઈ પાછળ  આવતું નથીને ?એમ જોતો જોતો હાલ્યો જાય . થોડી વારે  સાંઢડી સવાર ઘર ધણી આવ્યો .ઘરવાળી એ  હરખાઈને એના ધણી ને સમાચાર  આપ્યા કે  આપણી લાલીના સમાચાર આવ્યા હતા .એક મારાજ સરગમાંથી   આવ્યો હતો . મેં એને લાલી સારું ઘરેણા અને લૂગડાં મોકલાવ્યા છે .

વધારે કંઈ પણ    સાંભર્યા    વિના  પૂછ્યું ઈ કંઈ બાજુ ગયો છે? અને  ભૂખ્યા તરસ્યા અને  થાકેલા માલિકે  ઊંટ ઉપર સવાર થઇ ઠગને પકડવા માર માર કરતા ઊંટને દોડાવ્યો .ઠગે જોયું અને એ તુરત  નજીકના ઝાડ ઉપર સપેતરા સાથે ચડી ગયો .ઊંટ વાળા એ  ઝાડ નીચે ઊંટ ઉભો રાખ્યો .અને પોતે ઝાડ ઉપર ચડ્યો .અને ઠગ ઝાડ ઉપરથી ઊંટ ઉપર કુદ્યો . અન ઊંટ ને વેતો કર્યો .

નિરાશ લાલીનો બાપ બોલ્યો .કે આ ઊંટ પણ ઘરેણાં અને લૂગડાં ભેગો “લાલી લેખે “

ફોટોફ્રેમ

DSCN0163asnake_25