મા તે મા અને બીજાં ન્યુ યોર્કના વા

img074 img063

એક જૂની કહેવત  છે કે “મા તે મા  અને બીજાં  વગડાના વા “પણ મને અહી અરિઝોના સ્ટેટમાં વસવાટ કર્યા પછી ખબર પડી કે  વગડાના   વા  તો બહુ આલ્હાદક અને તંદુરસ્તી બક્ષતા હોય છે . એટલે મેં ન્યુયોર્કની હવા કીધી .આજે હું  મારી માના ચરણ સ્પર્શની માનસિક ભાવના કરી ,એમના વિષે લખવા પ્રેરાયો છું .મારી માની  વિધવા માએ મારી મા ને તેની પાંચ વરસની ઉમરે ભણવા બેસાડ્યા ,આ સમયે મારી મા હાટીના માળિયા શહેરમાં રહેતા હતા .ચાર ધોરણ સુધી ભણ્યા પછી તેઓને  ભણવાનું બંધ કરવું પડેલું . મારી મા જયારે બાર વરસની ઉમરનાં  થયાં ત્યારે લગ્ન થઇ ગયાં .મારી મા દેશીગે  સાસરે આવ્યાં .એમના સાસુ મારા દાદીમા બહુ ઝઘડાળુ સ્વભાવનાં  હતાં  એ જમાનો કે જે જમાનામાં  સાસુઓનું બહુ પરિબળ હતું .એ જમાનામાં  મારી દાદીમાએ એમનાં સાસુનાં  માથામાં મીઠું ભરેલી દોણી  ફટકારેલી  એવી  ક્રૂર સાસુને પાનારે મારી મા પડ્યાં .મારા બાપા  બહાર કેસરી સિંહ હતા .પણ પોતાની માં આગળ બાંડી  બકરી હતા .એટલા સારા  હતા કે મારી દાદીમાનું કહ્યું માનીને  મારી માને કંઈ  કહતા નહિ . મારી મા કહેતી કે તારા બાપાએ મને કદી  ટાપલી પણ મારેલી નહિ .મારા બાપાને પોતાનાજ ગામ દેશીંગા માં જ માસિક રૂપિયા 12 નાં પગારથી પોલીસ પટેલ તરીકે નોકરી મળી .મારી માને સાસુનો  ત્રાસ અસહ્ય  હતો .એક વખત મારી માએ મારા બાપાને  કીધું કે આપણે  જુદા થઇ જઈએ .મારા બાપા કહેતા કે  આપણે  જુદા  થઇ  જઈએ તો આપણું બાર રૂપિયાના પગારમાં પૂરું નો થાય ,કેમકે “એક તોલડી  તેર વાના માગે “વળી આપણે  મિલકતમાં ભાગ ગુમાવવો પડે . વ્યહવાર કુશળ અને વ્યાપારી  બુદ્ધિની મારી મા  કહે હું  તમારા બાર રૂપિયાના પગારમાં સૌ થી સવાયું કરી બતાડીશ . આખરે મારા બાપા માની ગયા ,અને મારી મા  સ્ત્રી શક્તિનો  વિજય થયો . મારી મા અને મારા બાપા પહેરે લુગડે  ઘરમાંથી નીકળી ગયા .દરબાર મુજફ્ફર ખાને રાવલીયા વાળા ઘર તરીકે ઓળખાતું ઘર રહેવા માટે આપ્યું .ઘરમાં પથારી પાગરણ કે ઠામ વાસણ નહિ .પોલીસ પટેલ હોવાના કારણે  કાયદેસર રીતે  કુંભાર વાસણ આપે  ઘરનું પાણી પણ ભરી જાય ,એવીરીતે ઘણું બધું વેઠ માં મળે  ,વેપારીના અનાજના ખાલી કોથળા  પોલીસ પટેલ પસાયતા વગેરે  બાપુના નોકરિયાત વેપારીને વગર પૂછે લઇ જઈ શકે  થોડા મહિના આવા કોથળા ઉપર  ઊંઘીને  રાત્રો વિતાવી ,આ વખતે  પાડોશી  નાથીમાએ  મારી માને કીધું કે  તમે લોકો કોથળા ઉપર સુવો છો .એ મારાથી જોયું નથી જાતું .મારી પાસે  ગોદડાં  ગાદલાં થી ડામચિયો ભર્યો છે .એમાં થી હું થોડા  ગોદડાં વગેરે આપી જાઉં છું,  મારી માએ તેમને માનભેર  સારા શબ્દોમાં ના પાડીને કીધું કે  “કહુલું કોકદિ  હોય ” આ દિવસો કાયમ રહેવાના નથી .કારે કરાદે  અમારા  દિ કરાઓ આગળ આવે .તેડી તમે ભલે નો કહો પણ કદાચ તમારી પ્રજા કહે કે  આજ એ લોકો આગળ પડતા છે પણ એના કપરા સંજોગોમાં  મારી માએ  ગોદડાં આપેલાં .એવું મારા પરિવારને  સાંભળવું નો પડે એટલા માટે હું તમારી વસ્તુ તમારા આભાર સાથે  હું  પાછી વાળું છું .મારી માએ  અફીણ વેંચવાનો ઈજારો મારા બાપા પાસે લેવડાવ્યો .એમાં મારા બાપા કમાયા .તે જમાનામાં 40 રૂપિયાનું ઓંસ સોનું મળતું . મારી માએ  ઘણું સોનું વસાવ્યું . મારા કાકા મુંબઈ કમાતા .એના કરતા  મારા બાપા પાસે વધારે મિલકત થઇ ગઈ . એક વખત દોઢેક  વરસની ઉમરના મેં  અફીણનો ગાંગડો ન મોઢામાં ઘાલીદીધો . મારી માની તુરત નજર પડી .એટલે મારા મોઢામાં આંગળી ઘાલીને મારી માએ અફીણ નો ગાંગડો  કાઢી લીધો . આ પછી અફીણ વેચવાનું બંધ કર્યું . મારો નાનોભાઈ મારીજેમ  ગુજરાતી સાત ધોરણ અંગ્રેજી વિના ભણ્યો . મારી મારે દૃઢ  નિશ્ચય કર્યોકે  ભાઈને ગમે તે ભોગે આગળ ભણાવવો . મારા બાપાએ ખર્ચ બાબત લાચારી વ્યક્ત કરી  કેમકે બીજે ગામ ભણવા મોકલવાનું  પરવડે એમ નોતું . મારી માં કહે હું   માણાવદરમાં    ભાડે  મકાન  રાખીને રહીશ અને મજુરી કરીશ અને દિકરાને ભણાવીશ તમારા પગારમાંથી એક પૈસો પણ હું નહિ લઉં . મારી માએ લોકોને મરચાં  ખાંડી આપ્યાં એક દરજણ બાઈને  ગાજ વગેરે કરવાની મદદ કરી .એક શેઠાણીને  રસોઈમાં મદદ કરી  દરમ્યાનમાં હું આર્મીમાં ભરતી થઇ ગયો .અને કુટુંબને થોડો મદદ રૂપ થયો .પછી મારા બાપાને પોલીસ પટેલ તરીકે માણાવદર  નજીકના ગામ ભાલેચડે નોકરી કરવાનું થયું   માણાવદર  ભણવા માટે ભાલે ચડેથી  મારો ભાઈ ચાલીને આવવા માડયો .અને પછીતો બાપુ વખતને જાતા વાર નથી લાગતી . હું અમદાવાદ  પોલીસમાં નોકરી કરતો ભાઈ મારી સાથે રહીને  કોલેજની ડીગ્રી મેળવી અને વખત જતા ભાઈ અમેરિકા    આવ્યો .  હું પણ મારા ભાઈના તેડાવવાથી  અમેરિકા આવ્યો માં પણ અમેરિકા આવ્યાં .ઉપર ફ્રેમ વાળા  ફોટામાં દેખાય છે .એ ગગાને ભણવા માટે ખર્ચ કાઢનારી  મારી મા અને  બીજા ફોટામાં દેખાય છે . એ  પોતાના મોટા દિકરા  હેમત રામ , હિમ્મતલાલ  અને બ્લોગર ની દુનિયામાં  આતા  તરીકે  અને અતાઈ નું  તખલ્લુસ ધરાવતા    દિકરાની  સુબરુ  કાર પાસે ઉભેલા છે . માને  હજારો ભજનો કવિતાઓ ઉખાણાં  મોઢે હતા . સમય સમય બલવાન  હૈ  નહિ પુરુષ બલવાન  કાબે લુંટી ગોપિકા  યેહી અર્જુન યેહી બાણ

Advertisements

10 responses to “મા તે મા અને બીજાં ન્યુ યોર્કના વા

 1. સુરેશ જાની મે 5, 2013 at 6:06 pm

  બહુ જ ભાવવાહી લેખ.
  મારી માની યાદ આવી ગઈ. એ ચાર ચોપડી જ ભણેલાં હતાં પણ અનેક ભજનો, ગરબા અને ન્હાનાલાલ કવિની કવિતાઓ મોંઢે હતી. અંતકડીમાં એક બાજુએ એ અને બીજી બાજુએ અમે છ જણાં – પણ એ જ જીતી જાય !
  ક.મા. મુન્શી, ધૂમકેતુ, ર.વ.દેસાઈ વિ. અનેક લેખકોની ચોપડીઓ વાંચેલી.


  એમની યાદ આવી ત્યારે ચા બનાવતાં આ લખાઈ ગયું હતું –

  1949

  પોળમાં આવેલા ત્રણ માળના મકાનના ભોંય તળીયે, પેટમાં પાંચમું બાળક લઈને ફરતી મારી બહેને (અમારી બાને અમે બહેન કહેતા) વહેલાં ઉઠીને, ધુમાડાના ગોટે ગોટથી બળતી આંખો સાથે કોલસાનો ચુલો, માંડ માંડ પેટાવ્યો છે. રેલવે વાયરલેસ ઓફીસમાંથી રાતપાળી કરીને આવેલા બાપુજી છાપામાં ડોકું ઘાલી ચાની રાહ જોઈ રહ્યા છે. અમે ચાર ભાંડુ વચલા માળે, લાઈનમાં પાથરેલી પથારીઓમાં મીઠી નીંદર માણી રહ્યાં છીએ.

  હમણાં જ બાજુની પોળમાં રહેતી રબારણ બાઈ, પીત્તળના બોઘરણામાં તાજું જ દોહીને કાઢેલું, પણ દીલ દઈને પાણી મેળવેલું (!) દુધ આપી ગઈ છે. માપ-પ્યાલી કરતાં અડધી પ્યાલી વધારાની નાંખીને ઉપકારનો ભાર ચઢાવી, તે હમણાં જ વીદાય થઈ છે. અહીં કોઈ કુકીંગ પ્લેટફોર્મ નથી. ચા બનાવવાની બધી સામગ્રી બહેને ઉભા થઈને પાછલા રુમમાંથી લાવી, પોતાની ડાબી બાજુએ ગોઠવેલી છે. સામેની ભીંતના લાકડાના ટોડલા પર, મોંસુઝણું થતાં હમણાં જ બુઝાવેલું ફાનસ લટકી રહ્યું છે; જેના સહારે ગઈકાલે સાંજે પાટી પેન પર મેં એક્ડૉ અને બગડો ઘુંટ્યા હતા.

  આખી યાદ ગીરી અહીંયાં …

  http://gadyasoor.wordpress.com/2009/08/21/tea-is-ready/

 2. pragnaju મે 5, 2013 at 6:32 pm

  ખૂબ સુંદર
  અમારી દિકરી નૂં કાવ્ય
  વર્કિંગ વુમનનું ગીત
  નીંદ કદી ના પૂરી થાતી આંખે ઊગે થાકનો ભાર,
  સીધ્ધી સનનન કરતી સવાર …

  ‘ચીકું મીઠું ઝટ ઊઠો’ કહી દોડી કપાળ ચૂમે…
  આખા દિ’ ની જનમકુંડળી સવારથી લઇ ઘૂમે…
  કામ વચાળ કહે પતિને ‘ક્યારે ઉઠશો યાર…?’
  સીધ્ધી સનનન કરતી સવાર…

  માંડ પહોંચતી ઓફિસ સૌના પૂરા કરી અભરખાં
  ફરી રઘવાટ રસોઇનો જ્યાં એ આવી કાઢે પગરખાં
  કેટલી દોડમદોડી તોય થઇ જાતી બસ વાર…
  સીધ્ધી સનનન કરતી સવાર

  શમણાઓ સૈયા પર પોઢ્યા ઓશિકામાં મીઠી વાત,
  અડધી નીંદ અડધું જાગ્યા, એમ પૂરી થઇ આખી રાત !
  અડધી ઘરે, અડધી ઓફિસે, કેવી જીવનની પગધાર !
  સીધ્ધી સનન કરતી સવાર…

 3. Vinod R. Patel મે 5, 2013 at 8:03 pm

  દરેકના જીવનમાં માતાનો ત્યાગ અને પ્રેમ મહત્વનો ભાગ ભજવે છે .

  ગામના વેપારીના કંતાનના કોથળા ઉપર સુઈને છોકરાઓને મોટા કરવા, ભણાવવા અને એક દિવસ

  આ છોકરાઓ સાથે અમેરિકાના વૈભવ વચ્ચે રહેવા માતા આવે ત્યારે એના દિલને કેટલો આનંદ થાય !

  સમય સમયનું કામ કરે છે . મા શબ્દ એકાક્ષરી છે પણ એ કેટલો શક્તિશાળી અને ભાવવાહી શબ્દ છે!

  એક વિક પછી મધર્સ ડે આવે છે એના માહોલમાં આતાજી તમોએ આપની માતા અંગેનાં સુંદર સંસ્મરણો

  આ લેખમાં રજુ કર્યા છે એમને સરસ ભાવાંજલિ આપી છે એ ખુબ ગમી .

  • aataawaani મે 5, 2013 at 8:57 pm

   અમારા ઘરમાં તો ચા ફક્ત મારા બાપા અને મારી  વાઈફ માટેજ બનતી  મારી  વાઈફના  અમારા ઘરમાં શુભ પગલાં થયા પછી મારા બાપા એ ચા  પીવાનું શરુ કરેલું . મારી માં અમને કહેતીકે પાણીમાં કાળો  કચરો “”ચાનો ભૂકો ” નાખવાનો અને પાણીને ઉકાળવાનું અને પછી થોડી  ખાંડ નાખવાની અને પછી ટીપું દૂધ નાખવાનું  અને પછી પીવાનું એના કરતા એકલુ દૂધ  નો પી લઈએ ?

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

  • aataawaani મે 5, 2013 at 9:16 pm

    રાજાભાઈ  સુર્દાસની કથા સાંભળી  સમજવું મુશ્કેલ હતું . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: