એલા આપણા થી રીતભાત જુદી ,ઈની કામ કરવાનીય વાત જુદી .

 King Cobra = રાજનાગ = ભારતનો આસામ પ્રદેશ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા સહિત દક્ષિણપૂર્વ એશિયા = ભારે ઝેરીDSC_0072

મને એવું મિત્રોએ કીધું કે તમે એક ભુજંગી છંદ લ ખો .મને એવો વિચાર આવ્યોકે  મને મારા જેવા મારા ગામડિયા મિત્રો પૂછે કે આતા તમે અમેરિકામાં રહો છો તો તમે અમને કંઈક અમેરિકા વિષે માહિતી આપો .એટલે મેં એક  ભુજંગી છંદ બનાવ્યો .અને મથાળે  ભુજંગ એટલે નાગનું   ચિત્ર મુક્યું અને મારું મારા ગામના જુના લોકોના પહેરવેશ વાળું અમેરિકન બંધુક સાથેનું ચિત્ર મુક્યું . નાગ દેવતાને થયું કે  આ મને પ્રેમ કરનારો માણસ હાથમાં બંધુક લઈને કેમ ફરે છે એટલે નાગ  ફુંફાડા મારતો ભાગી રહ્યો છે .હવે પ્રસ્તુત  છે . ભુજંગી છંદ હવે હું મારા જેવા મારા અભણ પ્રેમાળ સ્નેહીઓ સાથે હું  કેવી રીતે અમેરિકાનું વર્ણન કરું છું એ આપ વાંચો .

એલા આપણાથી રીતભાત જુદી ઈની કામ કરવાનીય વાત જુદી

ઇના  કારહાની   કરામાત  જુદી ઈવા નાત વ નાનાની જાત જુદી   આતો ઓગણીસમી  આલમ  ઈને નાતભાત સાથે સુ લેવા દેવા  ઈટો બધુંય આપણા  મલકમાં

ઈની ચામડી વાળનો રંગ નોખો ,ઈનો ખાવાનો પીવાનો ઢંગ નોખો .આપણે  પાંચ આંગળિયું  ભેગીયું કરીને ખીચડીનો લોંદો ઉપાડિયે  અને આ ચમચો ભરીને  ખાય

ઈનો કાજ્વરા નો પરસંગ નોખો  ઈનો નાચવા ગાવાનો ઢંગ નોખો

ઈને કોઈ ધરમમાં ધ્યાન્ નથી  વળી લાજ મરજાદા નું ભાન નથી

ઈને કુળ  તણું અભીમાન નથી  ઈમ મોટ પ  નું પણ માન નથી .

ઈને બાલ  ગોપાલ નથી ગમતા (કોઈક ને )ફરે ભોતીકના સુખમાં ભમતાં

ગુરુવર્ય જનોને નથી નમતાં ઉપદેશનો શિસ્ત તણો ખમતા

આવા દેશે “આતા શ્રીએ “વાસ કર્યો   હાડ મારીની  નોકરીથી ના ડર્યો

પૈસો વાપરવા જેટલો ભેગો કર્યો  અને દેશ વિદેશમાં ખુબ ફર્યો                આપના દેશનો  સ્ત્રીઓની મર યાદાનો દુહો છેકે  લંબ વેણી ને લજ્જા ઘણી પેની ઢાંક પેર્ વેશ પણ આ મલકમાં ધતુરાના પાન જેટલી લંગોટી પહેરી હોય અને ઈ પણ દોરાથી બાંધી હોય અને સ્તન પણ ટીમરુ ની ટોપી જેટલા કપડાથી  ઢાંકેલા હોય અરે મારા બાપ  આંય  અખંડ વૃત ધારી બ્રહ્મ ચારી નું વૃત ખંડિત થઇ જાય હો .

Advertisements

5 responses to “એલા આપણા થી રીતભાત જુદી ,ઈની કામ કરવાનીય વાત જુદી .

 1. pragnaju April 24, 2013 at 8:23 pm

  સરસ
  યાદ
  તમે છો ના કહો ખરેખર વાત જુદી છે,
  તમારા હોઠ પર કંઈ ને હૃદયમાં વાત જુદી છે.
  અને
  વાત જુદી છે અધૂરા પાત્રની…
  આવ-જા અમથી બધાંની થાય છે,
  શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.

  વાત જુદી છે અધૂરા પાત્રની,
  કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?

  જીવ પામર પામવા મથતો રહે,
  એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?

  આંખમાંથી કેટલું ભૂંસવું પડે –
  આંખ પંખીની પછી દેખાય છે.

  સ્હેજ અજવાળું નથી થાતું અને,
  કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !

  કોઈ પરપોટો નથી કાયમ અહીં,
  આખરે એ સત્ય પણ સમજાય છે.

  સાવ કોરા કાગળો વાંચ્યા પછી
  અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !
  નીતિન વડગામા

  • હિમ્મતલાલ April 25, 2013 at 6:09 am

   ઈંગ્લીશ ભાષાનું એવું છે .લખવું જુદું એનો ઉચાર જુદો કરવો જરૂર વગરના શબ્દો અંદર ઘુસેડવા ,રાઈ ટર શબ્દમાં જરૂર વગરનો મોટો બધો વાંહડા જેવડો w , ઘુસાડે છે .પાણિની મુનિનું બધું સચોટ પણ “ફાવ્યો વખણાય “એમ અંગ્રેજો આખી દુનિયામાં ઘુસ્યા એટલે પોતાની ભાષા ઠોકી બેસાડી અને પાણિનિ મુની બાપડા પોતાના દેશમાં પણ જમાવટ ન કરી શક્યા .ઊંઝા વાળાઓએ જુદું ગોઠવ્યું

 2. સુરેશ જાની April 26, 2013 at 6:23 am

  આતા
  આ ભુજંગની કવિતા કે’વાય – ભુજંગી છંદ નહીં !

  લલાટે ટીલું છે, ને મોટી ફણા છે.
  એ ખાતો ઊંદરડા, ને પીતો તો દૂધ છે.


  આ લયમાં આગળ લંબાવો.

  • હિમ્મતલાલ April 26, 2013 at 6:54 am

   મારા પ્રિય ગુરુદેવ
   નાગ્બાપા મારી જેમ દૂધ નથી પિતા .
   તો મારે ગુરુ આજ્ઞા માથે ચડાવીને આગળ વધારવું પડશે .લલાટે ટીલું છે .માથે મોટી ફણા છે . ખાવા માટે ઉંદરડા અને દેડકાં ઘણા છે .સુરેશ લાવી દેશે, અને આતા કોળિયા દેશે કનક કળશિયો લઈને મોઢું ધોઈ દેશે પ્રજ્ઞા પગમાં પડશે .ઈને સોના મોરું જડશે (આતા આ તમે ખોટું બોલ્યા નાગ્બાપાને પગ ન હોય .આતા કહે ઈતો દર્શન દેવા આવે એટલે પગ વાળું રૂપ ધરે )ભેગાં નાગણી માતા આવે, અને પાનના બિડા લાવે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: