કેટલીક રુઘાની વાતો ધ્યાનમાં રાખવા જેવી હોય છે .

DSCN0140

 

રુઘો મારો નિખાલસ મિત્ર અમે મરમઠ થી ભણીને મારા ગામ દેશીંગા  ઘરે આવવા રવાના થઈએ ત્યારે જયારે દેશીંગા ની સીમ આવે ત્યારે અમોઅમો સીધે રસ્તે ન ચાલતાં આડે ધડ બાવળની  ઝાડી માંથી પસાર થઈએ . રખડતા રખડતા આવીએ એટલે ઘરે આવવામાં મોડું થઇ જાય .માબાપ પૂછે કે કેમ મોડું થયું ,તો શો જવાબ આપવો એ રુઘે નક્કી કરી રાખ્યું હોય ,એ પ્રમાણે ખોટું બહાનું બતાવીએ કે જે બહાનાથી માબાપ રાજી થઇ જાય .એક  વખત અમો ઝાડીમાંથી પસાર થતા હતા ,ત્યારે રુઘો કહે આજે એક સરસ વાત હું કહીશ ,એટલે મોટા બાવળને છાંયે બેસીને  દાયરો જમાવીએ ,અમે બાવળને  છાયે  બેઠા ,રુઘે બાવળ ઉપર ચડીને થોડા પરડા પાડ્યા ,દરમ્યાનમાં મેં સુકાં  ઝાંખરાં ભેગાં કરી રાખ્યાં , ઝાંખરાં ઉપર પરડા  મુક્યા, અને નીચે દીવાસળી ચાંપી ,અને પરડા શેકવા માંડ્યા ,(પરડા = બાવળની શીંગો )પછી અમે ધરાયને પરડા નાં બી ખાધાં ,પછી ઓડકાર ખાય અને રુઘે ઉપદેશ શરુ કર્યો .રુઘો કહે આતો તું મારો જીગરજાન દોસ્ત છો એટલે  તારી આગળ હું  ડાહી ડાહી વાતું કરું છું . બાકી એક વાત ધ્યાનમાં રાખ કે કોઈને શિખામણ અપાય નહિ ,ભૂલો કઢાય નહિ ,અને કોઈને સલાહ પણ નો અપાઈ .આપણા માસ્તર દેવશંકર સાહેબ છે ,ઈ છીકણી બહુ સુંઘે છે .અને પછી જયારે નાક સાફ કરે ત્યારે કાંતો પોતાના ધોતિયા થી અથવા ખમીસની બાંય થી લુઈ નાખે છે .એટલે ધોતિ ઉપર છીકણી ના  ડાઘા પડી જતા હોય છે . હવે તું એને એમ કહે કે સાહેબ તમે આ સેડાં  ધોતીયાથી લુવો છો, એના કરતાં નાનકો રૂમાલિયો રાખતા હોય ,અને  રૂમાલથી નાક સાફ કરતા હોય તો તમારું ધોતિયું કેજે  કાબર ચિતરું દેખાય છે .એ નો દેખાય .અને જો પછી સાહેબ કેટલો તુને લમ્ધારે છે .એક વખત સાહેબ  અકબરનો દીકરો સલીમ અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટના રણ મેદાનમાં યુદ્ધ ચાલી રહ્યું હતું ,પ્રતાપ હમેંશ પોતાના માથે છત્ર રાખતા આ  કારણે  પ્રતાપ કોણ છે એ ઓળખાય આવતું ,એટલે તેના ઉપર તીરોનો મારો વધુ પડતો આ વખતે  પ્રતાપને બચાવવા માટે ઝાલા રાણા માનાએ પ્રતાપ પાસે છ ત્રની માગની કરી અને બોલ્યો કે  હે પ્રતાપ તારું છત્ર મને આપી દે અને હવે તું મને  મહિમાવાન  થવાદે , સાહેબે  મહિમાવાન શબ્દના બે ભાગ કર્યા , મહિ  અને માવાન અને એવું બોલ્યા કે  ઝાલા રાણા માના એવું કહે છે કે  પ્રતાપ હવે તું મને પૃથ્વીને ભેટવા દે મતલબ કે મને હવે જખમી થઈને  જમીન ઉપર પડી જવા દે ,સાહેબની વાત સાંભળી તું દોઢ ડાયો થઈને બોલ્યો કે સાહેબ તમે ખોટો અર્થ કરો છો .અને પછી સાહેબે છીકણીનો સડકો બોલાવી ખમીસની બાંયથી  નાક લુંછી તુને કેટલો લમધાર્યો હતો કે તારું છઠી નું ધાવણ નીકળી ગયું હતું . માટે તુને કહું છું કે કોઈને શિખામણ અપાય જ  નહિ    પછી રુઘે  સુઘરી અને વાંદરાનો દાખલો આપ્યો ,કે એક વખત સાંબેલા ધાર  વરસાદ વરસી રહ્યો હતો  વાંદરો ઝાડ ઉપર બેઠો હતો તે પલળી  રહ્યો હતો ,સામેના ઝાડ ઉપર  સુઘરીનો  માળો હતો એ હુફાળા માળામાં  સુઘરી બેથી હતી , તેણે  વાનરને શિખામણ આપી કે ભાઈ તુને માણસની જેમ ભગવાને  બે હાથ આપ્યા છે ,તું  સાગ વડના પાંદડાં  લાવીને નાનકડું ઘર બનાવી લેતો હોય તો ?તુને વરસાદ માં પલળવાનો વારો ન આવે અને તુને ટાઢ થી ધ્રુજવું નો પડે ,સુઘ્રીની વાત સાંભળી  વાંદરો એક દમ ખીજાય ગયો ,અને સુઘરીના માળા વાળા ઝાડ ઉપર ચડ્યો અને સુઘરીનો માળો વિંખી  નાખ્યો અને સુઘરીને વરસાદમાં પલળતી કરી મૂકી , આ દૃશ્ય જોઈ  એક લોંકડી પોતાની ડબમાંથી નીકળીને સુઘરીને કીધું  .સમત ન દઈએ સુઘરી જેનું કમતે મન કોળાય   અભિમાની અને આળસુ  ઈને સવળું નો સુવાય .

6 responses to “કેટલીક રુઘાની વાતો ધ્યાનમાં રાખવા જેવી હોય છે .

  1. Vinod R. Patel એપ્રિલ 21, 2013 પર 1:48 પી એમ(pm)

    આતાજી , ભૂતકાળમાં વતનના ગામમાં બાવળના પરડા મેં પણ ખાધા છે . આ પરડાની

    વાસ ખરાબ આવતી હોય છે .

    ગામની પ્રાથમિક શાળામાં અમારા એક ઘરડા શુકલ સાહેબ પણ છીંકણી તાણતા એની યાદ આવી .

    તેઓ પણ ધોતીયાના છેડાથી નાક સાફ કરતા . હાથમાં છડી રાખતા .વાંકમાં આવેલ છોકરાને

    એનાથી ફટકારતા હતા .

    તમારી આ બધી જૂની યાદગીરીની અનુભવની વાતો ઘણી રસિક હોય છે .

    જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી .

    • aataawaani એપ્રિલ 21, 2013 પર 8:04 પી એમ(pm)

      પ્રિય વિનોદભાઈ
      તમારા માસ્તર અને મારા માસ્તર બેય સરખા કદાચ તમારા માસ્તર પાઘડી નહિ પહેરતા હોય જયારે અમારા માસ્તર ગોંડલ સ્ટીલની પાઘડી પહેરતા . તમારા માસ્તર જે ગામના હોય તે ગામના પણ અમારા માસ્તર પડધરી પાસેના ઘોડી ગામના હતા . કોઈ પૂછે તમે ક્યાંના તો તેમણે કહેવું પડે હું ઘોડીનો છું .

  2. સુરેશ જાની એપ્રિલ 21, 2013 પર 3:13 પી એમ(pm)

    તમે મને માસ્તર કો’છો ; પણ હવે તમને શિખામણ નો આલું !!!

    • aataawaani એપ્રિલ 21, 2013 પર 7:56 પી એમ(pm)

      માસ્તર કહું છું એટલેજ શિખામણ આલવી પડે , કેમકે માસ્તરનું કામજ શિખામણ આપવાનું છે .અને એટલેજ માસ્તર આંખે નથી ચડતા મારા જેવો શિખામણ આપવા જાય તો હવે બેસો બેસો તમે બહુ હુશિયાર છો ઈ ખબર છે . એવા વચનો સાંભળવાં પડે સમજ્યા મારા વહાલા માસ્તર સાહેબ !

  3. yuvrajjadeja એપ્રિલ 22, 2013 પર 9:51 પી એમ(pm)

    આતા આપ મિત્રોની બાબતમાં ખુબ નસીબદાર રહ્યા છો , તમે બગીચામાંથી ફૂલ ચુંટયા હોય એમ જીવનમાં સારા મિત્રો ચૂંટી લો છો .

    • હિમ્મતલાલ એપ્રિલ 22, 2013 પર 10:19 પી એમ(pm)

      યુવરાજભાઇ મને સારા મિત્રો મળ્યા છે અને મળતા જાય છે એને હું પરમેશ્વરની મહાન ભેટ સમજુ છું .પણ કોક મારો વડીલ (જો હોયતો )મને એવું કહે કે
      આતાશ્રી ઓળખાણો વધતીજ વધતી જાશે ,
      અફસોસ એટલોકે તારે જવાનું થાશે

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: