પ્રેસમાં ટ્રક ડ્રાયવર તરીકે સ્ટીવ આવ્યો .

હું નોકરી કરતો હતો એ પ્રિન્ટીંગ પ્રેસમાં  સ્ટી વન્સન (સ્ટીવ)ને ટ્રક ડ્રાયવર તરીકે નોકરી મળી .આપણા મલકમાં  હવે ભાઈ અથવા જી શબ્દો લાગવા માંડી ગયા  અને નામને લાંબા કરવા માંડ્યા  ,પહેલા  અમારી બાજુ લાંબા નામને ટૂંકાં  કરી નાખતા સવદાસ નું ટૂંકું સવો હર્દાસનું હદો શુકદેવનું સુકો .વિજયસિંહ નું વજસી વગેરે  અમેરિકામાં ટૂંકા નામની હવે પ્રથા થઈછે વિલ્ય મનું બીલ  ડેવિડ દેવ ,સ્ત્રીઓમાં પણ ટુકા નામ કેથેરીન હોય તો કેથી .હું જયારે બાબ હેમિલ્ટન સાથે નોકરી કરતો હતો, ત્યારે ઘણી વખત બાબ મને કહે કે આજે હું તમને તમારે ઘરે મૂકી જઈશ એટલે તમારા ભાઈને તેડવા આવવાની નાં પાડી દ્યો , આપણા  દેશી ભાઈયો   બાબ નો ઉચ્ચાર બોબ કરે કેમકે એ પાણીની  મુનિનું વ્યાકરણ શીખેલા છે . ઘણી વખત બાબ મને મુકવા આવે બાબ ની વહુ છૂટી થઇ ગઈ બાબનાં  બે  દિકરા  જજે એની વહુને સોપેલા  બાબ ચિંતામાંથી મુક્ત થવા  દારૂને રવાડે ચડી ગએલો ,એક વખત મેં બે ડોલર આપ્યા .એટલે બાબ ગુસ્સે થઈને બોલ્યો હું તારો દોસ્ત છું .તારો ડ્રાયવર નથી ,જો તે મને પૈસા આપવાની વાત કરી તો  હું તારી દોસ્તી છોડી દઈશ અને કદી તુને મુકવા નહિ આવું ,સ્ટીવ નોકરીમાં રહ્યો .તે પોતાની કાર હંમેશા  ઠાઠ યું રાખે પોતે કાર રીપેરનું કામ ઘણું જાણતો એટલે એ   ભંગાર કાર ખરીદે અને રીપેર કરીને ચલાવે . સ્ટીવ નો ઘરે જવાનો રસ્તો મારા ઘર આગળથી નીકળે  કોઈએ મને કીધું કે તમે  સ્ટીવ  નોકરી ઉપરથી  જયારે ઘરે જાય છે ત્યારે એ તમારા દુ:ખ નોતું  ઘર પાસેથી પસાર થાય છે। જો તમે એને   તમારે ઘરે મુકવાનું કહો તો તમારા ભાઈનો તમને તેડવા આવવાની ધક્કો બચી જાય ,સ્ટીવે મને બહુ રાજી થઈને  હા  પાડી .સ્ટીવ ની ઠો ઠી યુ કાર હોય એટલે ક્યારેક અટકે ત્યારે  હઠ ગંધારી  કુતરી  એમ બોલે  સ્ટીવ ખુબ બીયર પીએ સિગારેટ પણ બહુ પીએ  એની કારની પાછળની સીટ હમેંશા  બીયના ખાલી દબ્લાથી ભરેલી હોત અને આગળ સિગારેટના  ઠુંઠ  પડ્યા હોય .અમેરિકામાં કોઈ પુરુષ એવો નહિ હોય કે જે પોતાની બાયડી  ને ઘરડી કહેતો હોય મેં તો સમ્ભ્લીયો નથી આપે પણ નહિ સામ્ભાલીયો હોય આ  સ્ટીવ  એક એવો હતો કે કે જે પોતાની બાયડીને  old  ledi  કહેતો ,અને એની બાયડીને એનું કંઈ દુ:ખ નોતું ,મહિનાઓ સુધી સ્ટીવ મને ઘરેથી નોકરી ઉપર લઇ જાય અને ઘરે મૂકી જાય,એક વખત મેં એને મહા પરાણે બે ડોલર આપ્યા એમાંથી એણે  એકજ ડોલર લીધો .પછીથી એ એક ડોલર લેતો ,સ્ટીવ મારા કરતા ઉમરમાં ચારેક વરસ નાનો હતો છોકરાઓ એને મારો ડ્રાયવર કહે  પણ સ્ટી વને  એની કોઈ અસર થતી નહિ ,એક વખત એ વહેલો છૂટી ગએલો અને હું હજી  મારું કામ કરી રહ્યો હતો ,સ્ટીવ  મારા છૂટવાની વાટ  જોઇને બેસી રહ્યો .એકચા મ્પલા  પલા છોકરાએ કીધું કે આજે સાહેબ મોડા આવશે ખરું ?પણ  સ્ટીવ ના  પેટનું પાણી પણ નો હાલે આ સ્ટીવ મારો પરમ સ્નેહી મિત્ર હતો ,હું એની કારમાં બેઠો હોય કર ચાલી જતી હોય તો સ્ટીવ કાર ઉભી રાખીને રોડ પાસે કોઈ આવતું જતું ન હોય તો સ્ટીવ રસ્તા પાસે ઉભો ઉભો પેશાબ કરી લ્યે ખરો , દારુ અને સિગારેટે  સ્ટીવને  જાજુ જીવવા નો દીધો। સ્ટીવ મારી ગયો ત્યારે હું ખુબ રોયેલો .

6 responses to “પ્રેસમાં ટ્રક ડ્રાયવર તરીકે સ્ટીવ આવ્યો .

  1. pragnaju એપ્રિલ 4, 2013 પર 7:02 એ એમ (am)

    પોલીસે એક દારુડીયાને પકડ્યો અને પુછ્યુ કે આવી દારુ પીધેલી નશાની હાલતમા ક્યા ચાલ્યો??

    દારુડીયો કહેઃ સાહેબ, દારુ પીવાથી કેટલી બીમારીયો આવી શકે તેનુ લેક્ચર સાંભળવા જાવ છુ..

    પોલીસ કહે, કોણ લેક્ચર લેવાનુ છે? દારુડીયો કહે, ઘરે મારી પત્ની સાહેબ…

  2. yuvrajjadeja એપ્રિલ 13, 2013 પર 10:17 એ એમ (am)

    ભગવાન સ્ટીવભાઈ ની આત્માને શાંતિ આપે

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: