Daily Archives: માર્ચ 30, 2013

સ્વપ્ન સાચું ન હોય, પણ આતાનું સ્વપ્ન સાવ ગપ્પું

vmOLYMPUS DIGITAL CAMERA

એકદી  કાળી ચતર દશી ના દિવસે અશોક મોઢ વાડીયાયે  એક પાર્ટી રાખી અને સૌ મિત્રોને આમંત્રયા ,સુરેશ જાની ,પ્રવીણ શાસ્ત્રી, કરા .રાત્રિ . શકિલ, પ્રજ્ઞા વ્યાસ , વિનોદ પટેલ વલીદા  આતા .વગેરેને સાગમટે નોતરું આપેલું .એટલે સૌ પોતાના કુટુંબ કબિલા સાથે આવેલા .આતા અને આઈ પણ  આવેલાં ,આતા વળી એક પોતાની દોસ્તારણ  ચેરોકી જાતિના અમેરિકન ઈંડિયન ની  છોકરીને ભેગી લાવેલા  .બત્રીસ જાતની મીઠાઈ અને તેત્રીસ જાતનાં શાક ,બાવન જાતના અથાણાં સિત્તેર જાતના પાપડ અને કોઠી મ્બાં ની કાચરી  વગેરે પુષ્કળ વાનગીઓ  બનાવવાનું નક્કી કરેલું . ઊંધીયુ બનાવવાની જવાબ પ્રવીણ શાસ્ત્રીએ લીધેલી .પ્રવીણ શાસ્ત્રીએ  એવી વાત રજુ કરીકે  મનુસ્મૃતિ માં લખ્યું છેકે   વૃદ્ધ માણસે  માછલાં ખાવાં  જોઈએ એમ કરવાથી વૃદ્ધોની યાદ શક્તિ અને બુદ્ધિ તીવ્ર બને છે .એટલે બીજાનું કઈ નહિ ,પણ આતાને આપણે  પાપલેટ  માછલી ખવડાવીએ  આ માછલીમાં એકજ કાંટો હોય છે  એટલે ખાવાની પણ સરળ રહેશે .શકિલ અને વલીદા વગેરે નોનવેઝ વાલા બોલ્યા કે  અમે પણ આતાને  કંપની આપીશું . પ્રવીણ શાસ્ત્રી કહે  માછલીઓને પણ ઊંધીયા ભેગી રાંધશું ,ઊંધીયું  તૈયાર થઇ જાય એટલે માછલીયું  જુદી કાઢી લઈશું એટલે શાકાહારી લોકોને પણ વાંધો નો આવે .આતાને  ઘરવાળાએ તાડુ કીને કીધું કે   હમણાં  તમારે સ્નાન સંધ્યા કરવું હોય તો તમારી રૂમમાં જઈને કરી આવો ,પછી જાત આંય  આવી જજો સૌ ભેગા વાતુના ગપોડા મારવા આવી જાજો તમને બરકવા આવવા નો પડે ,ઊંધિયા  માટે શાક  સમારતું હતું .લાડવા માટે લોટ બંધાતો હતો ,અને  આતા આઈનો હુકમ માથે ચડાવીને  નાવા  ગયા .નાહી  દીધા પછી  પથારીમાં બેઠા બેઠા માળા ફેરવતા હતા .માળા તો હાથમાં ફરતી હતી ,પણ આતાનું મગજ  લાડ વામાં ફરતું હતું .ઈમાં આટાને જોકું આવ્યું અને આતા પથારીમાં ઢળી પડયા ,માળા હાથમાં રહી ગઈ અને આતા ઊંઘી ગયા , અને ઊંઘવાની સાથેજ આતા ને સ્વપ્નું આવ્યું કે પોતે  અમેરિકાના સાઉથ ડાકોટા  સ્ટેટના માઉન્ટ રશમોર માં ઓલાં ચાર પ્રેસિડેન્ટ ની ટેકરી ઉપર મૂર્તિઓ કોતરેલી છે .ઇના વાંહે  તપ કરવા આસન વાળીને બેસી ગયા તેદી પોષ મહિનો હાલે  રોજ બરફ પડે ,ભારતમાં જેમ ઋષિ તાપ કરવા બેસે તંયે ઇના ઉપર ઉધય  રાફડો કરે ઈમ આંય આતા ઉપર બરફનો ટેકરો થઇ ગયો .હમણાંથી  વૈકુંઠ ની  પાર્લામેન્ટે  વિષ્ણુની અંતર્યામી પણાં ની સત્તા ઉપર કાપ એવું કહીને મુકેલોકે એ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે,. આતાની તપસ્યાનાં પડઘા ઠેઠ ઇન્દ્ર લોક સુધી પડ્યા ,ઇન્દ્રને બીક લાગી કે આતા ઈની તપસ્યામાં સફળ થશે તો  મારું  ઇન્દ્રાસન પડાવી લેશે જો આતા  મારા સિહાસન ઉપર બેસી જાય તો  દુનિયામાં કાળાબજારિયા  રુશ્વત ખોર  બળાત્કારીઓ ,લુંટારકરનારા વગેરેને અહી બોલાવીને નરક ભેગા કરી દ્યે  તો પછી મારા માટે હોમ હવ ન કોણ કરે  ,એટલે આતાનું તાપ ભંગ કરવા મેનકાને મોકલવાનું નક્કી કર્યું ,અને મેનકાને આજ્ઞા કરીકે તું આતાનું ત પ ભંગ કરવા જા મેનકા કહે મહારાજ આતા વિશ્વામિત્ર જેવા ઢીલા પોચા નથી કે  મને ગર્ભવતી ક ર્યા વિના છોડે નહિ .આતા સાથે હું બથોડા ભરું તોય એ ને કોઈ અસર થાય એમ નથી .પછી ઇન્દ્રે મેનકાને આતાનું તપ ભંગ કરવા મોકલવાની  વાત પડતી મૂકી . હવે બન્યું એવું કે  વિષ્ણુ અને લક્ષ્મી વૈકુંઠ લોકમાં  શોફા ઉપર બેઠા બેઠા બેઠા  ટી  વી જોઈ રહ્યા હતા ,એમાં વિષ્ણુને તપ કરી રહેલા આતા દેખાણા એટલે ઓચિંતા ઉભા થઇ ગયા ,અને લક્ષ્મીને વાત કરીકે મારો ભગત બરફ્ફીલા પહાડમાં  કઠીન તપસ્યા કરી રહ્યો છે . એને મારે દર્શન દેવા અને કંઈક  વરદાન આપવા જવું પડશે ,લક્ષ્મીએ ટેકો આપતા કહ્યું કે હા જ વું જોઈએ , હું પણ તમારી સાથે આવીશ ,વિષ્ણુએ મનમાં વિચાર્યું કે  જો લક્ષ્મી મારી સાથે હોય તો  અમેરિકન છોકરીઓ મારી સાથે બહુ હળે ભળે  નહિ .એવું  વિચારી એણે લક્ષ્મીને ઉંઠા  ભણાવ્યાં   કે હાલ વૈકુંઠ  હૂંડિયામણ  ની  બહુ સંકળામણ  ભ્જોગ્વે છે એટલે તમને સાથે નહિ લઇ જઈ  શકાય  આમેય વિષ્ણુ  ઉઠાં  ભણાવવામાં  બહુ પાવરધા  છે  સમુંદ્ર મંથન કર્યું .ત્યારે  દૈત્યોની પણ મદદ લીધેલી .અને સારી સારી વસ્તુ નીકળેલી  તે દેવતાઓને આપી લક્ષ્મી નીકળી તો તે પોતે લઇ ગયા .જેર નીકળ્યું તો  તે ફોસલાવી પટા વીને  શિવને પીવડાવ્યું .શિવજીને વળી ડહાપણ આવ્યું એટલે તેણે  જેર પેટમાં નો જવા દીધું .અને અધ્વચ્ચ  ગાળામાં અટકાવી દીધું .અને અમૃત નીકળ્યું એ દેવતાઓને  આપ્યું . અને દૈત્યોનું બીજે ધ્યાન દોરવા પોતે  મોહિની નું રૂપ લીધું .અને દૈત્યોની છેતર પીંડી કરી .

અને પછી વિષ્ણુ પોતે એકલાએ તપસ્વી આતા ને દર્શન દેવા જવું એવું નક્કી કર્યું .આ વખતે પોતાની અનિચ્છાએ  સ્વર્ગમાં ગએલા  ગાંધી બાપાએ સલાહ આપી કે ભગવાન તમે ગરુડ ઉપર સવાર થઈને અમેરિકા નો જતા ગરુડ તો અમેરિકાનું માનીતું પક્ષી છે તમને એના ઉપર બેઠેલા જુવે તો  લોકો તમને પૂછી પૂછીને ઠરડ કાઢી નાખે  વળી વલ્લભ ભાઈએ એમની પટેલ વાળી ભાષામાં કીધુકે ત્યાં તમે મોટે ઉપાડે જાઓ છો તો  ચતુર્ભુજ રૂપ ધારણ કરીને નો જતા  તમે તમારા ભગત પાસે પહોંચો ત્યારેજ ચતુર્ભુજ રૂપ ધારણ કરજો અને અહીંથી ભલે ગરુડ ઉપર ચડીને જાઓ, પણ ગરુડને ઈંગ્લેન્ડમાં કોઈ આફ્રિકાથી આવેલા વૈષ્ણવ ને ત્યાં ગરુડને પાર્ક કરી તમે   પ્લેન માં જજો  વિષ્ણુએ  મુત્સદ્દી વલ્લભભાઈની વાત માની ,અને પ્લેનમાં બેઠા ,એમની બાજુની સીટમાં  એક વયો વૃદ્ધ માજી બેટા હતાં એમની પાછળની સીટ ઉપર આતાની પિતરી  જેવી રૂપાળી છોકરી એક 81 વરસના બાપા જોડે બેઠી  હતી .એ છોકરીને  વિષ્ણુનું મેઘ વર્ણમ  શુભાગમ જોઈ તેના ઉપર આકર્ષિત થઈ . ભલા વિષ્ણુના કૃષ્ણ અવતાર વખતે સોળસો ગોપીયું મોહી પડી હતી। તો આ એકજ મોહી પડે તો શું નવાઈ એણે વિષ્ણુ પાસે બેઠેલાં  માજીને કીધું  માજી તમે પાછળ બેઠેલા કાકા જોડે બેસો તો તમને મજાની કંપની  રહે અને હું આ યુવક જોડે બેસું તો મને પણ મજા આવે , છોકરી  વિષ્ણુ પાસેની સીટમાં બેઠી,વિષ્ણુને મીઠું ચુંબન કર્યું   અને  વાતોએ વળગી , ભક્તને દર્શન આપવા રવાના થયા, ત્યારે  લક્ષ્મીએ શિખામણ આપેલી કે છોકરીઓ સાથે તમારી નાછુત્કેજ વાતો કરવી અને એ પણ નીચું માથું કરીને આંખમાં આંખ મેળવીને નહિ છોકરી પાતાની સીટ પાસે બેઠા  પછી લક્ષ્મીની  શિખામણ વિષ્ણુએ નેવે ચઢાવી દીધી . છોકરીએ વિષ્ણુને પોતાને ઘરે રાત વાસો  રહેવા આગ્રહ કર્યો . વિષ્ણુએ એનું   માન  રાખી  કોઈ પટેલની મોટેલમાં ન ઉતરતા  છોકેઈને ઘરે રાત રોકાઈ  સવારે તૈયાર  છોકરી સાથે  એની મર્સીડીજ બેંજ  કારમાં રવાના થઇ , માઉન્ટ રાશ્મોર પર્વતની તળેટીમાં પહોંચ્યા . છોકરીએ પણ પગની પેની ઢંકાય એટલો લાંબો કોટ પહેર્યો હતો નકલી પાંપણો  આંખ ઉપર ચડાવી નકલી નખ  ઉપર નકલી હીરા ચોટાડ્યા . હોઠ રંગ્યા અને બની ઠનીને તૈયાર થઈ ગઈ હતી ‘સ્નો ખસેડવા  ભેગો સ્નોશાવલ  લીધો .અને  આતા કઠીન તપસ્યા કરી રહ્યા હતા .ત્યાં પહોંચ્યા .આતા ઉપરથી ધીમે ધીમે સ્નો ખસેડ્યો .આ વખતે વિષ્ણુએ ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું હતું . આતાને વિષ્ણુએ  બુમ મારીને કીધું હું તારી તપસ્યાથી  અતિ પ્રસન્ન થયો છું . હવે તારે જે માગવું હોય તે માગ  આતાએ આંખો ઉઘાડીને જોયું  ચતુર્ભુજ ધારી  વિષ્ણુ  દેખાયા બાજુમાં જોયું તો  લક્ષ્મીને બદલે  અમેરિકન છોકરી આતાએતો તુરત પોતાની આંખો બંધ કરી દીધી ,એટલે વિષ્ણુએ કીધું એલા ભાઈ  હું  સ્વયં  વિષ્ણુ છું તુને વિશ્વાસ ન આવતો હોય તો હું તુને  મારો વૈકુંઠ નો પાસપોર્ટ બતાવું .,પછી  આતાને   વિશ્વાસ બેઠો કે છેતો આ વિષ્ણુ પછી જ્યાં વરદાન માગવા જાય છે ત્યાં આઈએ  ઘાંટો પાડ્યો ,કે તમને કીધું તું કે જલ્દી આવી જજો  અને તમેતો  ઘોઘરા મંડ્યા હાલો હવે જટ બધા વાત જુવે છે . અતાએ જોયું તો હજી  ઊંધિયા  સારુ  શાક ભાજી કપાતી  હતી અને શકીલ  માછલી સાફ કરતો હતો . જ ય મનું  ભગવાન