મારી ઉમર જયારે વીસેક વરસની હશે ત્યારે અમે માટીના ઘરમાં રહેતા હતાં .એ વખતે મારી મા એકદી ઘરમાં સંજ્વાળી કાઢતી હતી .તે વખતે ખબર નહિ શું થયું .મારા શ્વાસ દ્વારા મારા ફેફસામાં કચરો ઘુસી ગયો, કે ખબર નહિ , શું થયું .મને એકદમ શ્વાસ ચડી ગયો , કેમેય કર્યો બંધ નો થાય . ગામડાનું ડોશી વૈદું ચાલુ કર્યું . જે ખબર કાઢવા આવે એ કંઈ ને કંઈ દવા બતાવતો જાય .અને મારા માબાપ દરેકનું માને અને માણસો કહે ઈ દવા કરે , એક માણસે કીધું કે આને કાનમાં તલવ ણી ના પાનના રસનાં ટીપાં નાખો ,ટીપાં નાખ્યા પછી મારા કાનમાં અસહ્ય દુ:ખાવો ઉપાડ્યો ,કોઈએ ખાવાની તો કોઈએ છાતી ઉપર અમુક વનસ્પતિ નાં પાન વાટીને ચોપડવાનું કીધું .વળી ભુવા અને જોશીઓનો સંપર્ક કર્યો અમે જોશી તોય અમને આવું લોકોને વહેમમાં નાખીને પૈસા પડાવવાનું આવડે નહિ .એટલેતો મેં મારા નાનાદીકરા સતીશની અટક જોશીને બદલે અમે જે ઋષિના કુળમાં ઉતરી આવેલા એ ભારદ્વાજ ઋષિ નાં નામે અટક રાખી દીધી ,હાલ સતીશનો પરિવાર ભારદ્વાજ કહેવાય છે .
મને કોઈ હિસાબે સારું થાય નહિ .પછી અમે નજીકના શહેર બાંટવા ગયા ,અહિ દિવાનભાઈ નામે વૈદ્ય ને મળ્યા એને મને તપાસ્યો, દવા આપી . જે દવાનો સ્વાદ ડુંગળી ના પાણી જેવો હતો .કંઈ ફેર પડ્યો નહિ .કોઈકે કીધુકે આને રાજકોટ લઇ જાઓ , આ વખતે મારામાં બહુ અશક્તિ આવી ગએલી . મારા માબાપ બહુ ચિતા ટુર રહેતા . રાજકોટના ખર્ચા પોસાય નહિ . મારી માં કહે વહાલી જણસ વેંચીને મારા દિકરાની સારવાર કરો ,મારીમાને એનાં માબાપ તરફથી કરિયાવરમાં સોનાનાં ઘરેણાં મળેલા એમાંથી અકેક અકેક ઘરેણું વેચવા નું શરુ કર્યું .અમે રાજકોટ ગયાં અને ત્યાના પ્રસિદ્ધ ડોક્ટરને મળ્યા ,એનું નામ મને યાદ છે પણ હું લખવા માંગતો નથી ,એની મોટી ફી ભરીને મારી તપાસ કરાવળા વી આ ડોકટરે આ દોક્તારમાં ધન્વાત્ન્તારીના કીધું કે આને ટી બી થયો છે .એ જમાનામાં ટી બી એ અસાધ્ય રોગ કહેવાતો ટી બી નું નામ સાંભળી હું અને મારાં માબાપ ગભરાય ગયા આ અરસામાં રામકૃષ્ણ આશ્રમમાં ભુતેશાનંદ નામે મોટા સ્વામીજી હતા ,તેઓને મારા બાપા મળ્યા .અને આ મોંઘા દાક્તરથી કોઈ સસ્તો ડોક્ટર હોય તો બતાવવા કહ્યું આ ડોકટરે આપેલી ટી બી ની દવા પણ ખુબ મોઘી અને પોતે પણ બહુજ જાજી ફી લ્યે .. ભુતેશાનંદ સ્વામીએ એક ધોળકિયા ડોક્ટરનું નામ આપ્યું અને બીજું એ આશ્વાસન આપ્યું કે તમને જે ખર્ચો થશે .એમાં હું પંચોતેર ટકા ખર્ચો હું અપાવવા કોશિશ કરીશ . અમે ઘોડાગાડી કરીને ધોળકિયાની ઓફિસે ગયા . મને તપાસ્યો . મારા બાપાએ પ્રથમના ડોકટરી દવા દેખાડી ધોળકિયા કહે આતો ટી બી માટેની દવા છે .મારા બાપા કહે આને ટી બી છે એવું ડોકટરે કીધું છે .ધોળકિયા કહે આને ટી બી છેજ નહિ .આ સાંભળી મારામાં ચેતન આવીગયુ .ધોળકિયાએ કીધું કે એ ગધેડો ડોક્ટર છે, પછી એણે દવા તરીકે કાળું પ્રવાહી આપ્યું . જે આઠ દિવસ માટેનું હતું આઠ દિવસ ફરી મળવાનું કીધું , આમ ધોળકિયાની દવા દોઢ મહિનો પીધી મારામાં ઘણો બધો ફેર પડી ગયો ,પહેલાં એની ઓફીસના પગથીયાં ચડવા માટે મને બે માણસની જરૂ પડતી પછી એક અને પછી કોઈની મદદ વગર હું એકલો પગથીયા ચડવા માંડ્યો .પછી થોડા વખતમાં ડોકટરે કીધું કે હવે મારે સાદો અને પોષ્ટિક ખોરાક ખાવો .હવે તમારે મારી પાસે ડોક્ટર તરીકેની સારવાર લેવા આવવાની જરૂર નથી ,હવે બીમારી અને દવા બંને ગયાં , મારી માએ અને મારા બાપાએ ધોળકિયા માં દેવતાઓના વૈદ્ય ધન્વન્તરી દેખાણા મારાથી આ ડોક્ટર ભૂલતો નથી આ પછીથી મને કોઈદી સળેખમ પણ થયું નથી . અહી અમેરિકા આવ્યા પછી હું અપ સ્ટેટ ન્યુયોર્ક રહેતો હતો પણ કોઈદી ઉધરસ કે સળે ખમ થયું નહિ અને આજ્દીની ઘડી સુધી .શ્વાસની બીમારી થઇ નથી . એક વખત મેં ધોળકિયાને કીધું કે સાહેબ આ દવા મને બહુ કડવી લાગે છે , એટલેજ તમને સારું થઇ ગયું છે તમને ખબર છેને કે કડવાં ઓસડિયાં માં પાય .
અમેરિકા આવ્યા પછી મને પટમાં તકલીફ થએલી હાર્ટ એટેક આવેલો એ આપ સહુ મારા સ્નેહીઓ જાણો છો એક વખત મને ચક્કર આવવા માંડ્યા , હું કઈ દરકાર રાખતો નહિ , થોડી વારમાં ઠીક થઇ જાય એક વખત હું બસમાંથી ઉતરીને ઘરે આવતો હતો હું રસ્તામાં પડી જાત હું ન્પોરો ખતા ખાતાં માંડ ઘરે પહોંચ્યો .એકદિવસ બહુ ચક્કર આવ વા માંડ્યા હું તાત્કાલિક એમ્બ્યુલસ દ્વારા હોસ્પીટલે પહોંચ્યો ,મારો એક્સરે લીધો એમારીમાં તપાસ કરાવી થોડી વારમાં મગજની સ્પેશ્યાલીસ્ટ સ્ત્રી ડોક્ટર આવી એક્સરે વગેરે જોયા મને કટલાક પ્રશ્નો પૂછ્યા। પછી એણે મને કીધું કે તમારે કોઈ દવાની જરૂર નથી તમે કહેતા હોય તો તમારા આત્મ સંતોષ માટે હું દવા લખી આ પુ . મેં એને નાં પાડી કે મારે દવા નથી જોતી એના કેટલાક પ્રશ્નો આ હતા તમે દોડો છો ? મેં કીધું ક્યારેક બસમાં જવાની ઉતાવળમાં હું દોડું છું ખરો હવેથી દોડવાનું બંધ કરો પણ ચાલવાની કસરત ચાલુ રાખો ભૂખ ખેંચો નહિ પાણી ખુબ પીઓ .તમને કશી દવાની કે ડોક્ટરની ન્જરુર નહિ પડે એની અટક નો ઉચ્ચાર રોન્ડોળ જેવો થતો હતો મેં કીધું તું મારા માટે રાંદલ દેવી છો .शास्तोमे दोक्तारोको देव अंश कहते है मगर कोई डाक्टरों बे मोत मार देते है . वैद्यराज नस्तुभ्यम यम ज्येष्ठ सहोदर यम्स्तु हरते प्राणान त्वंतो प्राणान धनानि च .
Like this:
Like Loading...
Related
દવા ડૉકટર અંગે મુશાયરો થયો હતો તે શેરો માણશો
તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
હો પ્રેમમાં જ ફક્ત દર્દ એ રિવાજ નથી,
મળે ન તક તો હવસનો ય કંઈ ઈલાજ નથી.
દિલના અનેક દર્દ અજાણે મટી ગયાં,
એ પણ ખબર પડી નહિ ક્યારે દવા મળી !
પ્રણયના દર્દનું બસ નામ છે નહિ તો ‘મરીઝ’,
અનેક દર્દ છે, જેની દવા નથી મળતી.
છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે.
આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઈએ.
કદાચિત હતાં દર્દ કારણ વગર,
કે મટતાં રહ્યા એ નિવારણ વગર.
ના, એવું દર્દ હોય મોહબ્બત સિવાય ના
સોચો તો લાખ સૂઝે-કરો તો ઉપાય ના
હજાર દર્દની એક જ દવા છે અવગણના,
જખમ રૂઝાય રહ્યા છે ને સારવાર નથી.
ડૉ. રઈશ મનીઆર કયો ઈલાજ લઈને આવ્યાં છે?:
એય સાચું કે મારું દર્દ ગઝલ,
એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.
ડૉ. મુકુલ ચોક્સી :
ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે !
કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે !
શ્રી ગનીચાચા :
વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
આંખ સામે આંખડી મંડાય જો સદભાવમાં,
રૂઝ આવી જાય આ દુનિયા સરીખા ઘાવમાં
‘ઘાયલ’ના ‘અમૃત’
ખુદ દર્દ આજ ઊઠી દિલની દવા કરે છે,
જે કામ વૈદનું છે તે વેદના કરે છે.
એક જગાએ દર્દ હો તો થાય કંઈ એની દવા !
હોય જો રગરગ મહીં અંગાર, કોઈ શું કરે !
ભયંકરમાં ભયંકર રોગ લાગે પ્રેમ છો સૌને,
મને અક્સીરમાં અક્સીર એ ઉપચાર લાગે છે.
એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
જલન માતરી
હું ચિંતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ,
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે.
જે પીતાં વર્ષો વીતે પણ મટે ના રોગ રોગીનો ,
તબીબો પણ ખરા છે એવી વસ્તુને દવા કે’ છે.
કલાપી
જહીં ઝખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
બધાંનાં ઈશ્કનાં દર્દો બધાં એ વહોરનારાઓ.
તો નસીમને ઈલાજ તો દૂર, નિદાનની ય પરવાહ નથી:
થઈ રહ્યું છે હૃદયવ્રણ ફરીને મુજ તાજું;
નથી હું પૂછતો એનું નિદાન છે કે નહીં ?
મોહમ્મદઅલી ભૈડુ”વફા”
કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?
‘શૂન્ય’ પાલનપુરી
મલમની કરું શૂન્ય કોનાથી આશા ?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.
પ્રેમ-દર્દીનો ઉપચાર મૂકો, સૌ ઈલાજોની એને ખબર છે;
રોગ થઈ જાય જેનો પુરાણો, શું ભલા એ તબીબોથી કમ છે?
તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ
મુજને પડી દરદની તને સારવારની.
ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો,
પીડા જ રામબાણ હતી કોણ માનશે ?
કોઈ જઈને સમજાવો ઉપચારકોને, ચિકિત્સા નકામી છે ખોટા નિદાને;
મરણ થાય ના ક્યાંક રોગીનું એમાં, દરદ પણ અજાણ્યું દવા પણ અજાણી.
બરકત વિરાણી
હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.
તબીબ છું હું તો પોતે, શું દર્દ હોય મને?
શું કહેવું લોકને મારે? ગઝલ લખું છું હું.
वैद्यराज नमस्तुभ्यं यमराज सहोदर:। यम: हरति प्राणं वैद्य: प्राणं धनं च॥
चितां प्रज्वलितां दृष्ट्वा वैद्यो विस्मयागत। नाहं गत: नमे भ्राता कस्यैद हस्तालाघवं॥
गते शोको न कर्तव्यो भविष्यं नैव चिंतयेत्। वर्तमानेन कालेन वर्तयंति विचक्षणाः॥
कर्ता कारयिता चैव। प्रेरकश्चानुमोदकः।। सुकृते दुःश्कृते चैव। चत्वारः समभागिनः।।
૧૦૨ વર્ષે ગુજરી ગયેલા ગજરીમા કહેતા કે નાનપણથી તે અવારનવાર માંદા પડતા અને ઘરના મોંઘી દવાઓ લાવતા પણ તેઓ આટલુ જીવી ગયા કારણકે તેમણે તે દવાઓ લીધેલી નહીં!
उन्को देखने से जो आ जाती हे मुह पे रोनक,
वोह समजते हे, बीमार का हाल अच्छा हे. गालीब
मुझे दरद-ए-इशक का मज़ा मालूम है,
दरद-ए-दील की इंतेहा मालूम है,
मुझे मुसकुराने की दुआ न दो,
मुझे पल भर मुसकुराने की सजा मालूम है…ઘણું લખવું છે ફરી કોકવાર..
પ્રિય પ્રજ્ઞા બેન
તમારા તરફથી મળેલા ગજલ ખજાનાનો લાભ વધારે મળતો રહે એવી આશા
એક વાર હું પડ્યોતો લીમડે થી ન ગયો વૈદ્ય પાસે બચ્યો મરતાં મ રતાં
( હવે ભાનુમતી માટે )
આભાર માનજે તું ડોકટરોનો તુને મારી નાખી દવા કરતાં કરતાં
આતાજી, તમારી દર્દ , દવા અને ડોકતરની દાસ્ત્તાન વાંચી આનંદ થયો .
वैद्यराज नस्तुभ्यम यम ज्येष्ठ सहोदर यम्स्तु हरते प्राणान त्वंतो प्राणान धनानि च .
યમનો સહોદર વૈદ્ય -ડોક્ટર યમ કરતા ચડિયાતો કેમ કે યમ તો માત્ર જીવ લે છે
પણ વૈદ્ય તો જીવ અને ધન -પૈસા પણ લઇ જાય છે .
આ વાક્ય તમારા આ લેખ માટે સરસ લાગુ પડે છે .
પણ ભાઈ, ધોળકિયાનાં તો વખાણ કરો, જેના થકી આજે આપણે સૌ ‘આતા-રત્ન’ આપણા પાસે હોવાનો ગર્વ લઈ શકીએ છીએ! ધોળકિયાઓ હમેશાં સારા જ હોય!
આ તો થઈ મઝાકની વાત. સાચું કહું તો આતાની જીવનસફરનાં પાનાં વાંચવાનો આનંદ અદ઼્ભુત છે.
મારા ઉત્સાહ પ્રેરક વિનોદભાઈ હું તમને ધન્યવાદ આપું છું
પ્રિય પ્રજ્ઞા બેન
મુશાયરો માણ્યો। એક ગજ્લની કડી સાંભળો
અય હકીમો જાવ દુનિયામાં દવા મારી નથી
હું ઈશ્કનો બિમાર છું મને બીજી બિમારી નથી