મારી ઉમર જયારે વીસેક વરસની હશે ત્યારે અમે માટીના ઘરમાં રહેતા હતાં .એ વખતે મારી મા એકદી ઘરમાં સંજ્વાળી કાઢતી હતી .તે વખતે ખબર નહિ શું થયું .મારા શ્વાસ દ્વારા મારા ફેફસામાં કચરો ઘુસી ગયો, કે ખબર નહિ , શું થયું .મને એકદમ શ્વાસ ચડી ગયો , કેમેય કર્યો બંધ નો થાય . ગામડાનું ડોશી વૈદું ચાલુ કર્યું . જે ખબર કાઢવા આવે એ કંઈ ને કંઈ દવા બતાવતો જાય .અને મારા માબાપ દરેકનું માને અને માણસો કહે ઈ દવા કરે , એક માણસે કીધું કે આને કાનમાં તલવ ણી ના પાનના રસનાં ટીપાં નાખો ,ટીપાં નાખ્યા પછી મારા કાનમાં અસહ્ય દુ:ખાવો ઉપાડ્યો ,કોઈએ ખાવાની તો કોઈએ છાતી ઉપર અમુક વનસ્પતિ નાં પાન વાટીને ચોપડવાનું કીધું .વળી ભુવા અને જોશીઓનો સંપર્ક કર્યો અમે જોશી તોય અમને આવું લોકોને વહેમમાં નાખીને પૈસા પડાવવાનું આવડે નહિ .એટલેતો મેં મારા નાનાદીકરા સતીશની અટક જોશીને બદલે અમે જે ઋષિના કુળમાં ઉતરી આવેલા એ ભારદ્વાજ ઋષિ નાં નામે અટક રાખી દીધી ,હાલ સતીશનો પરિવાર ભારદ્વાજ કહેવાય છે .
મને કોઈ હિસાબે સારું થાય નહિ .પછી અમે નજીકના શહેર બાંટવા ગયા ,અહિ દિવાનભાઈ નામે વૈદ્ય ને મળ્યા એને મને તપાસ્યો, દવા આપી . જે દવાનો સ્વાદ ડુંગળી ના પાણી જેવો હતો .કંઈ ફેર પડ્યો નહિ .કોઈકે કીધુકે આને રાજકોટ લઇ જાઓ , આ વખતે મારામાં બહુ અશક્તિ આવી ગએલી . મારા માબાપ બહુ ચિતા ટુર રહેતા . રાજકોટના ખર્ચા પોસાય નહિ . મારી માં કહે વહાલી જણસ વેંચીને મારા દિકરાની સારવાર કરો ,મારીમાને એનાં માબાપ તરફથી કરિયાવરમાં સોનાનાં ઘરેણાં મળેલા એમાંથી અકેક અકેક ઘરેણું વેચવા નું શરુ કર્યું .અમે રાજકોટ ગયાં અને ત્યાના પ્રસિદ્ધ ડોક્ટરને મળ્યા ,એનું નામ મને યાદ છે પણ હું લખવા માંગતો નથી ,એની મોટી ફી ભરીને મારી તપાસ કરાવળા વી આ ડોકટરે આ દોક્તારમાં ધન્વાત્ન્તારીના કીધું કે આને ટી બી થયો છે .એ જમાનામાં ટી બી એ અસાધ્ય રોગ કહેવાતો ટી બી નું નામ સાંભળી હું અને મારાં માબાપ ગભરાય ગયા આ અરસામાં રામકૃષ્ણ આશ્રમમાં ભુતેશાનંદ નામે મોટા સ્વામીજી હતા ,તેઓને મારા બાપા મળ્યા .અને આ મોંઘા દાક્તરથી કોઈ સસ્તો ડોક્ટર હોય તો બતાવવા કહ્યું આ ડોકટરે આપેલી ટી બી ની દવા પણ ખુબ મોઘી અને પોતે પણ બહુજ જાજી ફી લ્યે .. ભુતેશાનંદ સ્વામીએ એક ધોળકિયા ડોક્ટરનું નામ આપ્યું અને બીજું એ આશ્વાસન આપ્યું કે તમને જે ખર્ચો થશે .એમાં હું પંચોતેર ટકા ખર્ચો હું અપાવવા કોશિશ કરીશ . અમે ઘોડાગાડી કરીને ધોળકિયાની ઓફિસે ગયા . મને તપાસ્યો . મારા બાપાએ પ્રથમના ડોકટરી દવા દેખાડી ધોળકિયા કહે આતો ટી બી માટેની દવા છે .મારા બાપા કહે આને ટી બી છે એવું ડોકટરે કીધું છે .ધોળકિયા કહે આને ટી બી છેજ નહિ .આ સાંભળી મારામાં ચેતન આવીગયુ .ધોળકિયાએ કીધું કે એ ગધેડો ડોક્ટર છે, પછી એણે દવા તરીકે કાળું પ્રવાહી આપ્યું . જે આઠ દિવસ માટેનું હતું આઠ દિવસ ફરી મળવાનું કીધું , આમ ધોળકિયાની દવા દોઢ મહિનો પીધી મારામાં ઘણો બધો ફેર પડી ગયો ,પહેલાં એની ઓફીસના પગથીયાં ચડવા માટે મને બે માણસની જરૂ પડતી પછી એક અને પછી કોઈની મદદ વગર હું એકલો પગથીયા ચડવા માંડ્યો .પછી થોડા વખતમાં ડોકટરે કીધું કે હવે મારે સાદો અને પોષ્ટિક ખોરાક ખાવો .હવે તમારે મારી પાસે ડોક્ટર તરીકેની સારવાર લેવા આવવાની જરૂર નથી ,હવે બીમારી અને દવા બંને ગયાં , મારી માએ અને મારા બાપાએ ધોળકિયા માં દેવતાઓના વૈદ્ય ધન્વન્તરી દેખાણા મારાથી આ ડોક્ટર ભૂલતો નથી આ પછીથી મને કોઈદી સળેખમ પણ થયું નથી . અહી અમેરિકા આવ્યા પછી હું અપ સ્ટેટ ન્યુયોર્ક રહેતો હતો પણ કોઈદી ઉધરસ કે સળે ખમ થયું નહિ અને આજ્દીની ઘડી સુધી .શ્વાસની બીમારી થઇ નથી . એક વખત મેં ધોળકિયાને કીધું કે સાહેબ આ દવા મને બહુ કડવી લાગે છે , એટલેજ તમને સારું થઇ ગયું છે તમને ખબર છેને કે કડવાં ઓસડિયાં માં પાય .
અમેરિકા આવ્યા પછી મને પટમાં તકલીફ થએલી હાર્ટ એટેક આવેલો એ આપ સહુ મારા સ્નેહીઓ જાણો છો એક વખત મને ચક્કર આવવા માંડ્યા , હું કઈ દરકાર રાખતો નહિ , થોડી વારમાં ઠીક થઇ જાય એક વખત હું બસમાંથી ઉતરીને ઘરે આવતો હતો હું રસ્તામાં પડી જાત હું ન્પોરો ખતા ખાતાં માંડ ઘરે પહોંચ્યો .એકદિવસ બહુ ચક્કર આવ વા માંડ્યા હું તાત્કાલિક એમ્બ્યુલસ દ્વારા હોસ્પીટલે પહોંચ્યો ,મારો એક્સરે લીધો એમારીમાં તપાસ કરાવી થોડી વારમાં મગજની સ્પેશ્યાલીસ્ટ સ્ત્રી ડોક્ટર આવી એક્સરે વગેરે જોયા મને કટલાક પ્રશ્નો પૂછ્યા। પછી એણે મને કીધું કે તમારે કોઈ દવાની જરૂર નથી તમે કહેતા હોય તો તમારા આત્મ સંતોષ માટે હું દવા લખી આ પુ . મેં એને નાં પાડી કે મારે દવા નથી જોતી એના કેટલાક પ્રશ્નો આ હતા તમે દોડો છો ? મેં કીધું ક્યારેક બસમાં જવાની ઉતાવળમાં હું દોડું છું ખરો હવેથી દોડવાનું બંધ કરો પણ ચાલવાની કસરત ચાલુ રાખો ભૂખ ખેંચો નહિ પાણી ખુબ પીઓ .તમને કશી દવાની કે ડોક્ટરની ન્જરુર નહિ પડે એની અટક નો ઉચ્ચાર રોન્ડોળ જેવો થતો હતો મેં કીધું તું મારા માટે રાંદલ દેવી છો .शास्तोमे दोक्तारोको देव अंश कहते है मगर कोई डाक्टरों बे मोत मार देते है . वैद्यराज नस्तुभ्यम यम ज्येष्ठ सहोदर यम्स्तु हरते प्राणान त्वंतो प्राणान धनानि च .