મને કરોડરજ્જુમાં તકલીફ થયા પછી મારે હોસ્પીટલમાં દાખલ થવું પડેલું .પછી તબિયત સારી થયા પછી હું ઘરે આવ્યો .આ વખતે મેં મારા ભાઈને વાત કરીકે હવે મને પ્રિન્ટીંગપ્રેસમાં નોકરી કરવા જવું ગમતું નથી . હવે મારા માટે કોક બીજી નોકરી ગોત .ભાઈએ બીજી કોઈ ઓછી મહેનતની નોકરી શોધવાની તપાસ આદરી ..દરમ્યાનમાં બેકારી ભથ્થું મેળવવા તે ઓફિસે ગયા .અમેરિકામાં થોડા મહિના નોકરી કરી હોય અને નોકરી છૂટી ગઈ હોય અથવા કોઈ કારણસર નોકરી છોડી દીધી હોય તેવાઓને માટે સરકાર તરફથી માસિક અમુક રકમ મળે . અધિકારીઓએ કેટલાક મને પ્રશ્નો પુ છયા .અને મારી યોગ્યતા મુજબની નોકરીની તપાસ કરવા ફેક્તારીઓમાં અને એવી બીજી જગ્યાએ ફોન કરીને મારા માટે નોકરીની તપાસ આદરી , હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હોવાથી ત્યાં પૂછ્યું , કે તમારે ત્યાં આ માણસ પહેલાં નોકરી કરતો હતો .હાલ એ બેકાર છે એને તમે નોકરી આપશો ? પ્રેસના મેનેજર ડેવિડે મને ફરીથી નોકરી આપવાની હર્ષભેર હા પાડી . આ વાત મને બેકારી ભથ્થાવાલા ઓફિસરે કરી મેં તેને કીધું કે ત્યાં મારે સખત કામ કરવું પડે છે .મને કમરમાં તકલીફ છે . એટલે હવે એ કામ કરવામાં મને જોખમ છે , એટલે કોઈ બીજી નોકરી હું કરવા માગું છું . ઓફિસર બોલ્યો હાલ તુરતના માટે તમે તમારી મૂળ નોકરી સ્વીકારી લો .તમે પણ બીજી નોકરીની તપાસ કરતા રહેજો અમે પણ તમારા માટે નોકરીની તપાસ કરતા રહીશું . મને પણ મારા ભાઈએ કીધું કે .તમે પાછા પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરીએ ચડી જાઓ એ તમારા હિતમાં છે . મને ડેવિડે ફોન ઉપર વાત કરીકે હવે અમે તમને કોઈ ઓછી મહેનત વાળી નોકરી આપશું .અને બીજે દિવસે હું નોકરી ઉપર ચડી ગયો .શેઠે ,મેનેજરે ,અને મારા જેવા બીજા કર્મચારીઓએ “વેલકમ બેક ” ના નારા લગાવી મને આવકાર્યો .હું મારી મૂળ ચોપડીયોની થપ્પી ઉપાડવાની નોકરી હતી એ કરવા માડ્યો . અહિ જે મુખ્ય કર્મચારી હતો આર્થર (આર્થર વિષે મેં બ્લોગમાં લખેલું છે )તેને દવીડે કીધું કે હેમતને ઘડી ઘડી આરામ આપતો રેજે . આર્થર નો સ્વભાવ એવો છેકે એને કોઈ સાથે બહુ ભળતું નથી . મારો એ મિત્ર જેવો હતો .ખરું પુછોતો આર્થર આખા પ્રેસમાં મને ડેવિડને અને શેઠને ગમતો .એક વખત મેં એને પૂછ્યું તારે કેમ કોઈ ગર્લ ફ્રેન્ડ નથી .સરળ આર્થરે મને નિખાલસતાથી જવાબ આપ્યો કે મારો સ્વભાવ છોકરી યુંને ગમે એવો નથી .
થોડા દિવસ મેં મારી મૂળ નોકરી કર્યા પછી એક બાબ હેમલટન કે જે પ્રેસમાટે પ્લેટો બનાવતો હતો .તેની પાસે મને મુક્યો . બાબ મારો મિત્ર હતો . મેં બાબને પૂછ્યું મારે અહી શું કામ કરવાનું છે? બાબ કહે તારે અહી જલસા કરવાના છે .પ્લેટો દોઢેક ફૂટ પહોળી અને ચારેક ફૂટ લાંબી પાતળી એલ્યુમીનીયમ જેવી ધાતુની હોય છે .પ્લેટ ઉપર લીલા રંગનું કેમિકલ ચોપડેલું હોય છે .આપલેટ ને એક મશીનમાં મૂકી તેના ઉપર અક્ષરો લખેલી નેગેટેવ મુકીને તેને તપાવવામાં આવે ,એટલે અક્ષરો એટલે પ્લેટ ઉપર છપાઈ જાય આ પ્લેટને પછી એક બીજા મશીનમાં મુકે આમશીનમાં પ્રવાહી કેમિકલથી ધોવાઈને સાફ થઇ જાય ફક્ત અક્ષરો સ્વચ્છ દેખાય . પછી આ પ્લેટને એક મશીન ઉપર મુકીને પ્રેસના રોલમાં ફીટ થાય, એ રીતે વાળીને તૈયાર કરવામાં આવે ,અને પછી તે પ્લેટ રોલ ઉપર ચડાવવામાં આવે, હવેતો બધું ઓટો મેટિક કામ થાય છે . કેવા પ્રકારનું કેમિકલ પ્લેટો ધોવા માટે વપરાય ક્યારે નવું ઉમેરવું જોઈએ ,એ બધું ચેક કરવા માટે મીટર હોય છે તે મીટરથી તપાસ કરવામાં આવે . મેં એક વખત બાબને પૂછ્યું આ વું બધું અટપટું કામ તું હાઇસ્કુલમાં શીખ્યો ?બાબ કહે હું અહી તું મને જેમ મદદ કરવા આવ્યો છે એમ હું કોકને મદદ કરતો અને પછી હું જોઈ જોઇને શીખી ગયો . મેં તેને કહ્યું મને તું શીખ વને ? બાબ કહે તુને શીખવામાં રસ હોય તો હું તુને જરૂર શીખવીશ , હું કહે એ ગુજરાતીમાં લખતો જાઉં .અને એક મહિનામાં હું બધું શીખી ગયો . પછી હું એને કહું તું હવે જલસા કર હું બધું કામ કરી લઈશ ..અને હું બધુજ કામ પ્લેટ મેકીન્ગનું કરી લેતો અભાગીયો બાબ કુટુંબ ક્લેશથી કંટાળેલો દુ:ખી હતો એના છૂટાછેડા થયા પછી ,એના વહાલા બે દીકરા જજે એની બાયડીને સોપ્યાહતા દુ:ભૂલવા એ દારૂને રવાડે ચડી ગએલો .પણ કોઈકે કીધું છેકે “ગલત હૈ જામ દીલોકો કરાર દેતા હૈ . વોતો પીને વાલો કો બે મોત માર દેતા હૈ .બાબ શેઠને બિલકુલ ગમતો નહિ .પણ ડે વિડ નો એ માનીતો માણસ હતો .એક વખત બબે કામ છોડીને જતું રહેવાનું નક્કી કર્યું હશે એટલે પ્લેટો કેમિકલ વગેરે જરુર્રી વસ્તુ નો ઓર્ડર આપેલ નહિ . એક દિવસ બાબ નોકરી ઉપર આવ્યો નહિ , હું એકલો ગયો . જોયું તો કોઈ વસ્તુ નહિ એટલે મેં ડેવિડને કીધું કે બાબ નોકરી ઉપર આવ્યો નથી .અને જોઈતી વસ્તુ બિલકુલ નથી . અમારી બોલીમાં કહું તો ડેવિડે ઘોડાં ધ્રોડાવી ને તાબડ તોબ જોઈતી વસ્તુ મગાવી અને કામ ચાલુ કર્યું બીજે દિવસે જોઈએ એટલી વસ્તુ માગવી લીધી .હૂતો બાપુ ધમાધમ કામ કરવા માંડ્યો .એક વખત ડેવિડ અને શેઠ હું કામ કરતો હતો ત્યાં આવ્યા અને મને પૂછ્યું તમને કામ બરાબર ફાવે છે ?મેં કીધું બધું ફાવે છે પણ આ મશીનને અઠવાડિયે સાફ કરવું પસ્ડે છે ઈમાં મારી બખ નથી બુડતી .બીજે દિવસે મને શીખવવા માટે સ્પેશીયલ માણસને ત્રણ દિવસ માટે મને શીખવવા માટે બોલાવ્યો . મને શીખવવા માંડ્યો નહુ એ ની નોંધ ગુજરાતીમાં લખવા માંડ્યો ,બીજે દિવસે મને શીખવ નારે મારી પરીક્ષા લીધી હું સારી રીતે પાસ થયો . ત્રણ દિવસને બદલે હું ફક્ત બેજ દિવસમાં શીખી ગયો . તેણે શેઠને વાત કરીકે હેમાંતને હવે બહુ આવડી ગયુ છે .એટલે મારે વધુ રોકવાની જરૂર નથી ન। હૂતો બરાબર કામ કવા માંડી ગયો , મહિનાઓ વીતી ગયા . પછી શેઠને વિચાર આવ્યો કે હેમાંતને મદદ કરવા કોઈ માણસને મુકીએ હેમત ઘણા વખતથી અહી કામ કરે છે એનો હોદ્દો વધારીએ અને એના હાથ નીચે એક માણસને મુકીએ .પછી મને મદદ કરવા માટે એક યાહુ ડી છોકરા માર્કને મુક્યો . યહૂદી લોકો અમેરિકામાં ઘણા લોકોને ગમતા નથી હોતા ડેવિડને તો બિલકુલ નહિ .પણ શેઠની મરજીથી માર્કને મારી પાસે મુકેલો , એકાદ મહિનો મરકે મારો પડ્યો બોલ જીલ્યો પછી હું કંઈ કામ ચીંધુ તો કરે નહિ મારા સમો થઇ જાય મને કહે તુને ઈંગ્લીશ આવડે નહિ તું પરદેશી માણસ તું મારો સાહેબ શેનો એ નોકરી ઉપર આવે .અને કાર્ડ પાંચ ઇન કરી પછી નજીકના અંધારિયા કેમેરા રૂમમાં ભરાય બેસે , મને ફરિયાદ કરવાની ટેવ નહિ હું દેશમાં હતો ત્યારે કાયદો હાથમાં લઇ લેતો .પણ અહી પરદેશમાં મારે ઘણું વિચારવાનું રહે . મેં અગાઉ જેનો ઉલ્લએખ કર્યો છે તે આર્થરે ડેવિડને વાત ત કરીકે માર્ક હેમતનું કહ્યું કરતો અને વાત વાતમાં સા મો થઇ જાય છે . આર્થરની વાત સાંભળી ડેવિડ અને શેઠ મારી પાસે આવ્યા . અને માર્ક ક્યાં ? મેં કીધું એ કેમેરા રૂમમાં હશે , માર્કને ગોતી લાવ્યા .અને મારી પાસે લાવ્યા અને માર્કને કીધું અમે તુને કાઢી મુકીએ એ પહેલા તું પાંચ આઉટ કરીને જતો રહે ,અને ફરીથી અહી આવતો નહિ તારો જે હશે। એ પગારનો ચેક તુને તારે ઘરે પહોંચતો કરી દઈશું . માર્ક ગયો ઈ ગયો એક વખત દેખાણો .